ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો!

Tripoto
Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 1/11 by Paurav Joshi

વૉટરફૉલ જવું દરેકને પસંદ હોય છે. અહીંની સુંદરતા એટલી અદ્ભુત હોય છે કે વારંવાર જવાનું મન થાય. ઝરણાની નજીકથી જોવું એક લ્હાવો છે. ભારતમાં એવા ઘણાં ઝરણાં છે જે તમને ફિલ્મોની જેમ રોમાંચિત કરી દે છે. આવો જોઇએ આવા જ કેટલા વૉટરફૉલ.

1. ગગનચુક્કી વૉટરફૉલ, કર્ણાટક

કર્ણાટક

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 2/11 by Paurav Joshi

કર્ણાટકના માંડ્યામાં આવેલો આ જળધોધ ઘણો મોટો છે. આ ઝરણાની પૂર્વી શાખાને બરાચુક્કી નામથી ઓળખવામાં આવે છે અને પશ્ચિમી બાજુના ઝરણાને ગગનચુક્કી કહેવાય છે. બન્ને એક સાથે મળીને શિવનાસમુદ્ર ફૉલ્સ નામથી ઓળખાય છે. ગગનચુક્કી વૉટરફૉલની ઊંચાઇ 98 મીટર છે. અહીં 1905માં એશિયાનું પહેલું જળવિદ્યુત કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું. બેંગ્લોરથી આ લગભગ 139 કિ.મી. અને મૈસૂરથી 60 કિ.મી. દૂર આવેલું છે.

2. મલ્લાલી વૉટરફૉલ, કોડાગુ, કર્ણાટક

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 3/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રેમનાથ

પુષ્પકગિરીની તળેટીમાં સોમવરપેટથી લગભગ 25 કિ.મી. દૂર કુમારધારા નદીનું પાણી 200 ફૂટથી પણ વધુ નીચે પડીને મલ્લાલી વૉટરફૉલ બનાવે છે. આ કર્ણાટકના સૌથી લોકપ્રિય સ્થાનોમાંનું એક છે. આ જગ્યાની આસપાસનો નજારો શાનદાર દેખાય છે. દૂર-દૂર સુધી પહાડો અને ખીણોનું દ્રશ્ય જોવાલાયક છે. બેંગ્લોરથી 256 કિ.મી. દૂર છે.

3. ચૂચી વૉટરફૉલ, કનકપુરા, કર્ણાટક

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 4/11 by Paurav Joshi
ક્રેડિટઃ જોસેફ ડી મેલ્લો

બેંગ્લોરથી 90 કિ.મી. દૂર ચૂચી ફૉલ્સ કનકપુરામાં છે. ઝરણાની નીચે ઉતરતું પાણી તમારુ મન મોહી લે છે. અહીં તમે રોક ક્લાઇંબિંગ પણ કરી શકો છો. આ ભીડભાડ વગરની શાંત જગ્યા છે. અહીં આરામથી બેસીને પ્રકૃતિની સુંદરતાને કલાકો સુધી નિહાળી શકાય છે.

મેઘાલય

4. ધ એલિફન્ટ ફૉલ્સ, અપર શિલોંગ, મેઘાલય

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 5/11 by Paurav Joshi
ક્રેડિટઃ સૌમવ ઇન્ડિયા ઇન પિક્ચર્સ

આ વૉટરફૉલનું ખાસી નામ છે, ‘કા ક્ષૈદ લાઇ પટેંગ ખોહસેવ’(વૉટરફૉલના 3 સ્ટેપ). આ નામ એટલા માટે રખાયું કે આ જગ્યા વાસ્તવમાં 3 વર્ગથી મળીને બની છે. મેઘાલયમાં આ વોટરફોલ ઉપરી શિલોંગનું આકર્ષણ છે. તે શિલોંગથી 12 કિ.મી. દૂર આવેલો છે.

કેરળ

5. થોમ્મનકુથુ વૉટરફૉલ, થોડુપુઝા, કેરળ

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 6/11 by Paurav Joshi
ક્રેડિટઃ બિમલ કે સી

જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને એડવેન્ચર પસંદ છે તો આ વૉટરફૉલ તમારા માટે બેસ્ટ જગ્યા છે. આ જળધોધનું નામ મહાન શિકારી થોમૈચેન કુરુવિનાકુનેલના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને 1920ના દશકમાં આ સુંદર ઝરણાની શોધ કરી હતી. આ વૉટરફૉલ કેરળના ઇડુક્કી જિલ્લામાં થોડુપુઝાથી 17 કિ.મી. દૂર આવેલો છે.

ઉત્તરાખંડ

6. કેમ્પ્ટી વૉટરફૉલ, મસૂરી, ઉત્તરાખંડ

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 7/11 by Paurav Joshi

સમુદ્રની સપાટીથી 4,500 ફૂટની ઊંચાઇ પર આવેલો આ વૉટરફૉલ ઉત્તરાખંડનો સૌથી ફેમસ વૉટરફૉલ છે. એવું કહેવાય છે કે કેમ્પ્ટી નામ કેમ્પ-ટીથી લેવામાં આવ્યું છે જ્યાં અંગ્રેજો ટી પાર્ટી કરતા હતા. મસૂરીથી 15 કિ.મી.દૂર છે. વીકેન્ડમાં ભીડભાડ વધારે હોય છે.

કેરળ

7. અથિરાપ્પિલ્લી વૉટરફૉલ, ત્રિશુર, કેરળ

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 8/11 by Paurav Joshi

કેરળના ફેમસ વર્ષા વનોના કિનારે શોલેયાર વન કેટેગરીમાં સૌથી ઊંચો અથિરાપલ્લી વૉટરફોલ છે જેમાં 3 બાજૂએથી પાણી પડે છે. કોચ્ચીથી તે 78 કિ.મી. દૂર શોલેયાર પર્વતમાળાના પ્રવેશ દ્ધારા પર સ્થિત છે.

મેઘાલય

8. નોહકલિકાઇ વૉટરફૉલ, ચેરાપુંજી, મેઘાલય

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 9/11 by Paurav Joshi

ખાસી ભાષામાં આને ‘ કા લિકાઇની કૂદ’ કહેવાય છે. આ વૉટરફૉલના નામ પાછળની એક કહાની છે. કહેવાય છે કે આ જગ્યાએ એક સ્થાનિક મહિલાએ ખડક પરથી કુદીને આત્મહત્યા કરી હતી. નોહકલિકાઇ વૉટરફૉલ્સને એક ડુબતું ઝરણું પણ કહેવાય છે જે ખડક સાથે સંપર્ક ગુમાવી દે છે. ભારતનો પોતાની રીતનો આ સૌથી ઊંચો વૉટરફૉલ છે. તેનો આકાર આખું વર્ષ બદલાતો રહે છે.

તમિલનાડુ

9. હોગેનક્કલ વૉટરફૉલ, ધર્મપુરી, તમિલનાડુ

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 10/11 by Paurav Joshi

‘ભારતના નિયાગ્રા’ના નામથી જાણીતો હોજેનક્કલ વૉટરફૉલ તમિલનાડુના સૌથી ફેમસ ટુરિસ્ટ્સ આકર્ષણોમાંનો એક છે. હોગેનક્કલ શબ્દ કન્નડ શબ્દ હોગ અને કલથી બનેલો છે. જ્યારે પાણી ખડકો પરથી પડે છે તો એવું લાગે છે કે જાણે પાણીના બળના કારણે કલ (ખડક)ની ઉપરથી હૉગ (ધુમાડો) નીકળી રહ્યો છે. એટલા માટે આનું નામ હોગેનક્કલ રાખવામાં આવ્યું છે. આ તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં આવેલો છે. જે બેંગ્લોરથી લગભગ 180 કિ.મી. અને ધર્મપુરી શહેરથી 46 કિ.મી. દૂર છે.

કર્ણાટક

10. જોગ વૉટરફૉલ, સાગરા તલુક, કર્ણાટક

Photo of ભારતના 10 સૌથી સુંદર વૉટરફૉલ જેને જોઇને તમે અવાક બની જશો! 11/11 by Paurav Joshi

253 મીટર (829 ફૂટ)ની ઊંચાઇથી પડતી શરાવતી નદીથી બનેલો જોગ ફૉલ્સ ભારતનો સૌથી મોટો જળધોધ છે. આને ગેરસોપા ફૉલ્સ કે જોગાદા ગુંડી પણ કહેવામાં આવે છે. જોગ વૉટરફૉલ ઉત્તરી કન્નડ અને સાગર સીમા પર આવેલો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads