મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન

Tripoto
Photo of મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન by Paurav Joshi

જો તમને તમારા બાળપણ સાથે જોડાયેલી ચીજો યાદ હશે તો તમને પિકનિકના દિવસો જરૂર યાદ હશે. દોસ્તો કે પરિવારની સાથે વિતાવેલો એક દિવસ આપણને ખુશ કરવા માટે પૂરતો હતો. ક્યારેક મમ્મી-પપ્પા પિકનિક પર લઇ જવાનો પ્લાન બનાવતા હતા તો ક્યારેક સ્કૂલથી ટ્રિપ જતી હતી. જો કે હવે પિકનિકનો અર્થ ઘણો બદલાઇ ગયો છે. પરંતુ પિકનિક પર મળતી મજા આજે પણ એટલી આવે છે. જો તમે પણ ઓછા સમયમાં ખુલીને જીવી લેવા માંગો છો તો તમારે પિકનિક પર જવાનો પ્લાન બનાવવો જોઇએ.

ઉત્તર પ્રદેશ

1. રાજદરી વૉટરફૉલ

વારાણસીની પાસે આવેલો આ વોટરફોલ આ વિસ્તારની સૌથી સુંદર જગ્યાઓમાંનો એક છે. આ વોટરફોલ બનારસથી લગભગ 70 કિ.મી. દૂર આવેલો છે. આ જગ્યા પિકનિક મનાવવા માટે શાનદાર છે. આ વોટરફોલ એટલો સુંદર છે કે પહેલી નજરમાં તમારુ મન મોહી લે છે. ઉંચાઇ પરથી પડતું પાણી જ્યારે પથ્થરો પર પડે છે. તો તે નજારો ઘણો જ સુંદર હોય છે. બનારસના મોટાભાગના લોકો આ સુંદર વોટરફોલ અંગે જાણે છે પરંતુ એવા પણ લોકો છે જેને આ રાજાશાહી સોંદર્યનો બિલકુલ અંદાજ પણ નથી.

સૌથી યોગ્ય સમયઃ જુલાઇથી ઓગસ્ટ

2. કુકરેલ રિઝર્વ ફોરેસ્ટ

ક્રેડિટઃ નાઉ લખનઉ

Photo of મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન by Paurav Joshi

લખનઉનો ફેમસ કુકરેલ પિકનિક સ્પોટ કુકરેલ રિઝર્વ ફોરેસ્ટનો હિસ્સો છે. જો તમને વન્ય જીવજંતુઓ અન છોડ અંગે જાણવામાં રૂચિ છે તો તમને આ જગ્યા પર આવવું જોઇએ. આ ફોરેસ્ટમાં જાનવરોને પિંજરામાં ન રાખીને તેમને પ્રાકૃતિક ઘરમાં રાખવામાં આવે છે. ફોરેસ્ટમાં ફરવા માટે તમે સાયકલ પણ ભાડેથી લઇ શકો છો. આ ઉપરાંત અહીં ખાવા-પીવાની પણ સારી વ્યવસ્થા છે.

સૌથી યોગ્ય સમય: નવેમ્બર

બિહાર

3. સંજય ગાંધી ઓર્ગેનિક ગાર્ડન

પટણા પ્રાણી સંગ્રહાલયના નામથી જાણીતી આ જગ્યા પટણાના રહેવાસીઓની સૌથી પસંદગીની જગ્યાઓમાંની એક છે. 153 એકરમાં ફેલાયેલી આ જગ્યા પ્રકૃતિ અને વાઇલ્ડલાઇફ પ્રેમીઓ માટે કોઇ સ્વર્ગથી કમ નથી. આ પ્રાણી સંગ્રહાલય અલગ-અલગ જાનવરોની લગભગ 110 પ્રજાતિઓનું ઘર છે. આ ઉપરાંત અહીં વનસ્પતિઓની અંદાજે 300 પ્રજાતિઓ છે. ગાર્ડનમાં એક તળાવ પણ છે જ્યાં તમે બોટિંગ કરવાનો આનંદ ઉઠાવી શકો છો. તમે આ જગ્યા પર સવારે 10 વાગ્યાથી સાંજે 5.30ની વચ્ચે જઇ શકો છો.

સૌથી યોગ્ય સમય: ઓક્ટોબરથી ફેબ્રુઆરી

4. વેણુવન વિહાર

ક્રેડિટઃ ઇન્ડિયા ટૂર પેકેજીસ

Photo of મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન by Paurav Joshi

જો તમે શહેરની અંદર આવેલા પાર્ક કે ગાર્ડનમાં નથી જવા માંગતા તો તમારે વેણુવન વિહાર જવું જોઇએ. આ જગ્યા આમ તો પોતાના બૌદ્ધ મઠો અને મંદિરો માટે જાણીતી છે. પરંતુ અહીંના દ્રશ્યો એટલા સુંદર છે કે તમે ખુશ થઇ જશો. આ જગ્યા જોવા અને ફરવામાં જેટલી શાનદાર છે તેનો ઇતિહાસ પણ એટલો સુંદર છે. કહેવાય છે કે આ જગ્યા રાજા બિમ્બિસારે ભગવાન બુદ્ધને રહેવા માટે આપી હતી. કુદરતી સુંદરતા ધરાવતી આ જગ્યાએ એક તળાવ પણ છે જેના કારણે આ પિકનિક મનાવવા માટે સારી જગ્યા છે. તમે રત્નાગિરી પહાડોની ઉપર બનેલો શાંતિ સ્તૂપ પણ જોઇ શકો છો.

સૌથી યોગ્ય સમયઃ ઓગસ્ટથી નવેમ્બર

ઝારખંડ

5. પતરાતૂ ખીણ

ઝારખંડના જંગલોની વચ્ચે આવેલી આ વેલી પિકનિક મનાવવા માટે શાનદાર જગ્યા છે. રાજગઢ જિલ્લામાં સ્થિત આ વેલી પોતાના મોહક દ્રશ્યો, પહાડી સુંદરતા અને ડેમ માટે જાણીતી છે. આ ખીણ 1300 ફૂટની ઉંચાઇ પર છે. આખી વેલી લીલીછમ વૃક્ષોથી ભરેલી છે અને વરસાદની સીઝનમાં આ વિસ્તાર ખીલી ઉઠે છે.

સૌથી યોગ્ય સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી

6. દસમ વૉટરફૉલ

રાંચીથી 40 કિમી દૂર આવેલો આ વોટરફોલ શહેરના કોલાહલથી દૂર શાંતિમાં પિકનિક મનાવવા માટે યોગ્ય જગ્યા છે. આ વોટરફોલ રાંચી ટાટા માર્ગ પર સ્થિત તૈમારત ગામની શાન છે. કાંચી નદી જ્યારે 144 ફૂટની ઉંચાઇએથી પડે છે ત્યારે આ ફોલ બને છે. કુદરતી દ્રશ્યોથી સજેલું આ ઝરણું સુંદર હોવાની સાથે-સાથે ખતરનાક પણ છે. પાણીના તેજ વહેણથી અહીં સાવધાની રાખવી ઘણી જરૂરી થઇ જાય છે.

સૌથી યોગ્ય સમયઃ જુલાઇથી ઓગસ્ટ

નવી દિલ્હી

7. લોધી ગાર્ડન

ક્રેડિટઃ ઇન્ડિ ટેલ્સ

Photo of મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન by Paurav Joshi

દેશની રાજધાની દિલ્હીમાં આવેલું લોધી ગાર્ડન પિકનિક મનાવવા માટે સારી જગ્યા છે. આ ગાર્ડન ખાન માર્કેટની નજીક છે એટલે તમે સમય કાઢીને ખરીદી પણ કરી શકો છો. એક સમયે આ ગાર્ડનને લેડી વિલિંગડન પાર્કના નામે ઓળખાતો હતો. પરંતુ આઝાદી બાદ આ જગ્યાનું નામ બદલીને લોધી ગાર્ડન રાખી દેવામાં આવ્યું. કુલ મળીને આ જગ્યા ઇતિહાસ અને કુદરતી સૌદર્યના સુંદર ખજાના જેવી છે.

સૌથી યોગ્ય સમયઃ આખુ વર્ષ

8. અસોલા ભટ્ટી વાઇલ્ડલાઇફ સેંક્ચુરી

ક્રેડિટઃ વ્હોટ્સ હોટ

Photo of મોજ મસ્તી સાથે પિકનિક મનાવવા માટે છે આ સૌથી સારી જગ્યાઓ! જલદી બનાવી લો પ્લાન by Paurav Joshi

દૂર સુધી પથરાયેલી હરિયાળીવાળી આ સેંક્ચુરી દિલ્હીની નજીક હોવા છતાં શહેરી શોરબકોરથી બિલકુલ અલગ છે. જો તમે દિલ્હીથી બહારના વિસ્તારો તરફ ગયા હશો તો તમે જાણતા હશો કે દિલ્હીથી થોડેક દૂર જતાં જ નાના-નાના પહાડો દેખાવા લાગે છે. આ વાઇલ્ડલાઇફ સેંક્ચુરી તે જ પહાડોની વચ્ચે છે. આ અભયારણ્ય અલગ-અલગ પ્રકારની પ્રજાતિઓનું ઘર છે. આ જગ્યા શાંતિની સાથે પ્રકૃતિની વચ્ચે હરતા ફરતા પિકનિક મનાવવા માટે ઉત્તમ જગ્યા છે.

સૌથી યોગ્ય સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો