નદી કિનારે કેમ્પિંગની 11 શ્રેષ્ઠ જગ્યાઓ, રહેવાનો ખર્ચ બિલકુલ બજેટમાં!

Tripoto

આજે અમે આપને બતાવી રહ્યા છીએ નદી કિનારે કેમ્પિંગ કરવા માટેની 11 જગ્યાઓ વિશે, જે પોતાનામાં એક ટૂરિસ્ટ પ્લેસ છે. ફ્રીમાં આ જગ્યાનો આનંદ લેવા માટે તમારે જોઇએ ફક્ત એક ટેન્ટ અને એચઆરમાથી રજાઓ. તો ચાલો સૌથી પહેલા વાત થઇ જાય ખર્ચની.

ટેન્ટનો ખર્ચ

જો તમારે ઓનલાઇન ટેન્ટ ખરીદવો હોય તો ₹2,000માં સરળતાથી મળી જશે. જેમાં બે લોકો સરળતાથી રહી શકે છે. જો તમે દિલ્હીમાંથી ટેન્ટ ખરીદવા માંગોછો તો આ લિંક પર ક્લિક કરીને શોધી શકો છો કે દિલ્હીમાં ટેન્ટ અને તેની સાથે જોડાયેલો સામાન ક્યાં મળશે.

કેમ્પની 11 શ્રેષ્ઠ જગ્યાઓ

1. ઋષિકેશ

Photo of નદી કિનારે કેમ્પિંગની 11 શ્રેષ્ઠ જગ્યાઓ, રહેવાનો ખર્ચ બિલકુલ બજેટમાં! 1/1 by Paurav Joshi
ક્રેડિટ- વિકિમીડિયા

ગંગા નદીમાં સેંકડોની સંખ્યામાં યાત્રી કેમ્પિંગ અને રાફ્ટિંગ માટે આવે છે. નદી કિનારે હવામાન હંમેશા ઠંડુ રહે છે. રાતે કેમ્પ લગાવીને રમત રમવાની મજા આવે છે. સવારે લોકો રાફ્ટિંગ પર નીકળી પડે છે.

પહોંચવાનો ખર્ચ

રોડ માર્ગ- ઋષિકેશ જવા માટે દિલ્હીથી બસ મળી જશે. પહોંચવામાં 7 કલાક લાગશે. 500 રુપિયાનો ખર્ચ થશે.

ટ્રેન માર્ગ- દિલ્હીથી ઋષિકેશ અને અમદાવાદથી હરદ્ધાર માટે સીધી ટ્રેન જાય છે.

2. શારાવતી, કર્ણાટક

આ એક નદી છે જે કર્ણાટકથી નીકળે છે અને જોગ જળધોધની નજીકથી પસાર થાય છે. વૉટરફોલથી 6 કિ.મી. દૂર નદી કિનારે કેમ્પિંગ કરી શકો છો.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- બેંગ્લોરથી ટ્રેનમાં શિવમોગા ઉતરવું પડશે. (ભાડું 185 રુપિયા) જે વૉટરફૉલથી 88 કિ.મી. દૂર છે.

રોડ દ્ધારા- બેંગ્લોરથી 380 કિ.મી. દૂર જળધોધ માટે બસ મળી જશે. ખર્ચ આવશે ₹800 સુદી અને 8 કલાકમાં પહોંચી જવાશે.

3. નૈનીતાલ સરોવર, ઉત્તરાખંડ

અહીં કેવળ કેમ્પિંગ જ નહીં રાફ્ટિંગ પણ થાય છે. સાથે જ નજારા જોવાલાયક હોય છે.

પહોંચવાનો ખર્ચ

રોડ માર્ગ- દિલ્હીથી નૈનીતાલ આખી રાત મુસાફરી અને ₹600ના ભાડામાં પહોંચી શકાય છે.

ટ્રેન માર્ગ- લગભગ ₹200માં દિલ્હીથી કાઠગોદામ પહોંચી જશો. આ મુસાફરી અંદાજે 7 કલાકમાં પૂરી થાય છે. અમદાવાદથી દિલ્હીની ટ્રેનો મળી જશે.

4. કરેરી સરોવર, હિમાચલ પ્રદેશ

કાંગડા જિલ્લાનું આ સરોવર ટૂરિસ્ટોમાં ફેવરિટ છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધી અહીં બરફ જોવા મળે છે. ધર્મશાળાથી આ સરોવર 10 કિ.મી. દૂર છે. સાંજે અહીં સુદર નજારાનો આનંદ માણી શકાય છે.

પહોંચવાનો ખર્ચ

રોડ માર્ગ – દિલ્હીથી પઠાનકોટ 12 કલાક અને ₹350ના ભાડામાં પહોંચી જશો. ત્યાંથી ધર્મશાળા માટે બસ મળી જશે.

બસ માર્ગ- તમે દિલ્હીથી ધર્મશાળામાં બસથી જઇ શકો છો. લગભગ 12 કલાકમાં પહોંચી જવાશે અને ₹800 સુધી થશે.

5. રુપિન નદી, હિમાચલ પ્રદેશ

ઉત્તરાખંડના ધૌલા નામની જગ્યા પર તમે તમારો કેમ્પ લગાવી શકો છો. લોકો રુપિન પાસનું ટ્રેકિંગ કરવા પણ જાય છે. તેની જાણકારી અહીં ક્લિક કરીને મેળવી શકો છો.

પહોંચવાનો ખર્ચ

રોડ માર્ગ – દિલ્હીથી સિમલાના 650 રુપિયા બસ ભાડું છે. સિમલાથી જીપથી રોહરુ બહુ ઓછી સંખ્યામાં બસ ઉપલબ્ધ છે. આ સફર 15 કલાકની છે.

ટ્રેન માર્ગ- દિલ્હીથી કાલકા ટ્રેન મળશે. સ્લીપરનું ભાડું 240 રુપિયા છે. કાલકાથી સિમલાનું બસ ભાડું 170 રુપિયા છે. ત્યાંથી રોહરુ સુધી જીપમાં જવુ પડશે જેનું ભાડું 600 રુપિયા થશે.

6. પાંગોંગ સરોવર, લેહ

ફિલ્મ થ્રી ઇડિયટ્સનું શૂટિંગ અહીં થયું હતું. અહીં કેમ્પિંગ કરી શકાય છે પરંતુ ધ્યાન રાખવું કે અડધુ વર્ષ અહીં બરફ પડે છે.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- અમદાવાદથી જમ્મૂ ટ્રેનમાં જઇ શકાય છે. દિલ્હીથી જમ્મૂનું ભાડું 350 રુપિયા છે. ત્યાંથી બસમાં 700 કિ.મી. દૂર લેહ છે.

રોડ માર્ગ – દિલ્હીથી બસમાં લેહ જવું પડશે. મનાલીથી હિમાચલ પ્રદેશ પર્યટન બસ લેહ સુધી અને પાછી લેહથી મનાલી સુધી જાય છે. જેનો ખર્ચ ₹6000 થશે.

7. ચંદ્રતાલ લેક, હિમાચલ પ્રદેશ

સ્પીતિ વેલીમાં સ્થિત આ જગ્યા કેમ્પિંગ માટે સ્વર્ગ સમાન છે. અહીંનો નજારો અદ્ભુત છે.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- સૌથી નજીકનું રેલવે સ્ટેશન જોગિંદર નગર છે જે 290 કિ.મી. દૂર છે. અહીં જવા માટે પઠાણકોટથી ટ્રેન બદલવી પડશે.

રોડ માર્ગ- દિલ્હીથી મનાલી સુધી બસ (ભાડું 800 રુપિયા સુધી) અને પછી મનાલીથી બીજી બસમાં કુનજુમ પાસ સુધી (ભાડું 600 રુપિયા) તમે જઇ શકો છો. ત્યાંથી કેબ કરીને ચંદ્રતાલ સરોવર સુધી પહોંચશો. (ભાડું 250 રુપિયા). આ મુસાફરી 2 દિવસની હશે. પાછા આવવામાં બીજા 2 દિવસ લાગશે.

8. તિસ્તા નદી, સિક્કિમ

આ નદી સિક્કિમથી શરુ કરીને બંગાળ થઇને બ્રહ્મપુત્રા નદીમાં મળે છે. ઉત્તરી સિક્કિમમાં નામપ્રિક ગામમાં તમે સરળતાથી કેમ્પિંગ કરી શકો છો.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- કોલકાતાથી જલપાઇગુડી ટ્રેનમાં અને ત્યાંથી બસમાં ₹350 ખર્ચીને 14 કલાકમાં પહોંચી જશો.

રોડ માર્ગ- કોલકાતાથી ₹800 ખર્ચ કરીને 15 કલાકમાં ગંતવ્ય સ્થળે પહોંચી જવાશે.

9. કોલ્લૂરુ, આંધ્ર પ્રદેશ

ગોદાવરી નદીના કિનારે આ જગ્યા કેમ્પિંગ માટે યોગ્ય છે. અહીં સુંદર નજારા જોવા મળશે.

પહોંચવાનો ખર્ચ

રોડ માર્ગ- બેંગ્લોરથી બસમાં 16 કલાક થશે અને ₹1200નો ખર્ચ થશે.

રેલ માર્ગ- બેંગ્લોરથી તેનાલી સુધી ટ્રેન અને ત્યાંથી બસ મળી જશે. ભાડાનો ખર્ચ લગભગ 700 રુપિયા થશે અને મુસાફરીમાં 13 કલાક થશે.

10. ગાંદીકોટા, આંધ્ર પ્રદેશ

પેન્ના નદીના કિનારે વસેલા ગાંદિકોટા એક સુંદર ટૂરિસ્ટ સ્પોટ છે. જેની તસવીરો તમે ડિસ્કવરી ચેનલ પર જોઇ હશે.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- તિરુપતિ કે બેંગ્લોરથી જમલામદગુરુ સુધી ટ્રેનમાં જવું પડશે. યેરાગુંટલાથી ટ્રેન બદલવી પડશે. તિરુપતિથી 7 કલાક થશે. ભાડું 310 રુપિયા (તિરુપતિથી યેરાગુંટલાના 170 રુપિયા + યેરાગુંટલાથી જમલામદગુરુના 140 રુપિયા) થશે.

રોડ માર્ગ- બેંગ્લોરથી નેશનલ હાઇવે 7 થઇને 250 કિ.મી. દૂર આ જગ્યાએ પહોંચી શકાય છે. પોતાના વાહનથી 8 કલાક લાગશે. ભાડું 700 રુપિયાની આસપાસ થશે.

11. પવના સરોવર, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કેમ્પિંગનો પ્લાન છે તો તમે લોનાવાલા, ખંડાલામાં પવના સરોવર પર કેમ્પિંગ કરી શકો છો.

પહોંચવાનો ખર્ચ

રેલ માર્ગ- મુંબઇથી લોનાવાલાનું ટ્રેન ભાડું ₹150 છે. જવાના 2 કલાક થશે.

રોડ માર્ગ- મુંબઇથી લોનાવાલાનું બસ ભાડું ₹200 સુધી. સમય 4 કલાક.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો