ટ્રેન યાત્રાઓ ગમતી હોય તો આ 6 ટ્રેનોની યાત્રા કરવાનું ન ભૂલો

Tripoto
Photo of ટ્રેન યાત્રાઓ ગમતી હોય તો આ 6 ટ્રેનોની યાત્રા કરવાનું ન ભૂલો 1/1 by Paurav Joshi

હવાઇ યાત્રા થકવી નાંખનારી અને કંટાળા જનક હોય છે પરંતુ ટ્રેન યાત્રાનો રોમાંચ જ કંઇક અલગ હોય છે. ટ્રેનની સીટ પર બેસીને બારીમાંથી સુંદર નજારા જોવામાં અનેરો આનંદ આવતો હોય છે. દરેક ભોમિયો ટ્રેનની યાત્રા કરવા માંગતો હોય છે. આજે અમે એવી કેટલીક ટ્રેનોનું લિસ્ટ બનાવ્યું છે જેમાં બેસીને તમે દુનિયાના સુંદર નજારાને જોઇ શકો છો.

1. ટ્રાન્સ-સાઇબેરિયન રેલ યાત્રા

આ ટ્રેન યાત્રા 6 દિવસ લાંબી છે પરંતુ તેમાં તમને જરાય કંટાળો નહીં આવે. ટ્રેનની આરામદાયક કેબિનમાં બેસીને સ્વાદિષ્ટ ભોજનની સાથે દુનિયાના શાનદાર નજારા જોઇ શકાય છે.

ગોલ્ડન ઇગલ-ટ્રાંસ-સાઇબેરિયન એક્સપ્રેસ મોસ્કોને રશિયાની પશ્ચિમી ભાગમાં અને પૂર્વમાં વ્લાદિવોસ્તોક સાથે જોડે છે. આ દુનિયાની સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેનમાં બેસીને તમે યૂરાલ પર્વત અને વૈંકુઠ સરોવરના સુંદર દ્રશ્યોને જોઇ શકો છો.

સૂચનઃ જો તમે 10,700 કિ.મી. લાંબી ટ્રેન યાત્રા કરવા માંગો છો તો તેના માટે આ રુટને ફોલો કરો. લંડન-પેરિસ-મોસ્કો-વ્લાદિવોસ્તોક

કુલ અંતરઃ લગભગ 9,288 કિ.મી.

ક્યારે જશોઃ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી

સમયગાળોઃ 6 દિવસ

જગ્યાઃ રશિયા

ટ્રેનનું ભાડુઃ આ ટ્રેન યાત્રામાં લગભગ 25,530 રુપિયા ખર્ચ થશે. આ અંગે વધુ જાણકારી માટે રશિયા રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરો.

2. શિંકાનસેન્સ યાત્રા- જાપાની બુલેટ ટ્રેન

લગભગ 400 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી દોડતી આ બુલેટ ટ્રેન જાપાનના અનેક શહેરો અને પહાડો પરથી પસાર થાય છે. જો તે રોમાંચનો અનુભવ કરવા માંગો છો તો આ યાત્રા જરુર કરવી જોઇએ. આ ટ્રેન ક્યારેય લેટ નથી થઇ અને જો થઇ છે તો પણ માત્ર 30 સેકન્ડ માટે.

આ ટ્રેનમાં બેઠા પછી તમને એમ લાગશે કે તમે કોઇ વિમાનમાં બેઠા છો. આ ટ્રેન માઉન્ટ ફુજી જેવા શહેરોમાંથી પસાર થઇને પહાડો તરફ જાય છે.

ટ્રેન રુટઃ શિંકાનસેંસનો સૌથી ફેમસ રુટ ટોકિયોથી ઓસાકા અને ટોક્યોથી નાગોના સુધીનો છે.

ક્યારે જશોઃ માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર

સમયગાળોઃ લગભગ 2.5 કલાક

જગ્યાઃ જાપાન

ભાડુઃ આ ટ્રેન યાત્રામાં 9,181 રુપિયાનો ખર્ચ થશે. આ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

3. ઇન્ડિયન પેસેફિક રેલ યાત્રા

સિડની અને પર્થની વચ્ચે દોડતી ઇન્ડિયન પેસેફિક રેલવે સુંદર નજારા જોવાની તક પૂરી પાડે છે. ત્રણ દિવસની આ રેલવે એડવેન્ચર ઓસ્ટ્રેલિયાના અજાણ્યા પક્ષને દર્શાવે છે. આ ટ્રેન યાત્રામાં તમે હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગર, બ્લૂ માઉન્ટેન અને સૂર્યાસ્તના દ્રશ્યો જોઇ શકો છો.

સૂચનઃ આ ટ્રેન યાત્રામાં બ્રોકન હિલ, એડિલેડ અને કલરગુલીના નજારા જોવા મળશે.

અંતરઃ લગભગ 4,352 કિ.મી.

ક્યારે જશોઃ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી

સમયગાળોઃ લગભગ 3 દિવસ

જગ્યાઃ ઑસ્ટ્રેલિયા

ભાડુઃ આ રેલ યાત્રાનું ભાડું 1,36,664 રુપિયાથી 1,47,176 રુપિયા છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

4. આફ્રિકામાં બ્લૂ ટ્રેન જર્ની

જો તમે એક સુંદર ટ્રેન યાત્રા કરવા માંગો છો તો તમારે દક્ષિણ આફ્રિકાની બ્લૂ ટ્રેનની યાત્રા જરુર કરવી જોઇએ. જ્યારે હોલિડે વેકેશનની વાત આવે છે તો દક્ષિણ આફ્રિકા તમને બિલકુલ નિરાશ નહીં કરે. દક્ષિણ આફ્રિકાની બ્લૂ ટ્રેન કેપટાઉનથી પ્રિટોરિયા વચ્ચે ચાલે છે. જેમાં તમને અનેક સુંદર ટૂરિસ્ટ સ્પોટ જોવા મળશે.

જ્યારે આપણે બારીમાંથી સુંદર નજારા જોઇએ છીએ તો ટ્રેન યાત્રા યાદગાર બની જશે. ટ્રેનની અંદર જેટલી ભવ્યતા છે તેનાથી પણ વધ સુંદરતા બહાર છે. તમે આ ટ્રેન યાત્રામાં ટેબલ માઉન્ટેન, વિશાલ વાઇનયાર્ડ, વાઇલ્ડલાઇફ જેવી સુંદર જગ્યાને જોવાની તક મળશે.

અંતરઃ લગભગ 1,600 કિ.મી.

ક્યારે જશોઃ સપ્ટેમ્બરથી નવેમ્બર

સમયગાળોઃ લગભગ 31 કલાક

જગ્યાઃ દક્ષિણ આફ્રિકા

ભાડુઃ આ ટ્રેનનું ભાડું 1,04,366 રુપિયા છે. આ અંગે વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો.

5. હિમસાગર એક્સપ્રેસ

ભારત વિવિધ સંસ્કૃતિયો અને નજારાથી ભરપુર દેશ છે. જો તમારે ભારતને ટ્રેનના માધ્યમથી જોવો હોય તો હિમસાગર એક્સપ્રેસમાં યાત્રા કરવી જોઇએ. કટરાથી કન્યાકુમારી વચ્ચે દોડતી આ ટ્રેન દેશના 12 રાજ્યોમાંથી પસાર થાય છે. વિવેક એક્સપ્રેસ પછી આ ટ્રેન ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન છે.

અંતરઃ લગભગ 3,715 કિ.મી.

ક્યારે જશોઃ ઓક્ટોબરથી ડિસેમ્બર

સમયગાળોઃ 72 કલાક

જગ્યાઃ ભારત

ભાડુઃ સ્લીપર કોચના 1000 રુપિયા, એસી-3 ટાયરના 2,610 રુપિયા છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

6. કેનેડાની રેલ યાત્રા

શું તમે બરફ અને દેવદારના જંગલોની વચ્ચેથી પસાર થતી રેલવેમાં મુસાફરી કરવા માંગો છો? આ રેલવેની બારીમાંથી સુંદર ઝરણા, બરફના પહાડ અને સુંદર શહેરોના નજારા જોઇ શકાય છે. આના માટે તમારે કેનેડા જવું પડશે. આ ટ્રેન ટોરેન્ટોથી વાનકુંવર વચ્ચે ચાલે છે. જેમાં ખેતર, ઝરણાં, પહાડો જોવા મળશે. એકવાર આ યાત્રા કરવા જેવી છે.

અંતરઃ લગભગ 4,466 કિ.મી.

ક્યારે જશોઃ સપ્ટેમ્બરથી ડિસેમ્બર

સમયઃ ચાર દિવસ

જગ્યાઃ કેનેડા

ભાડુઃ આ રેલવે યાત્રાનું ભાડું 24,473 રુપિયાથી લઇને 2,35,994 રુપિયા સુધી હોય છે. આ અંગે વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો