પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...!

Tripoto

“નસીબવાળો છે”

“પપ્પા પૈસાવાળા હશે”

“બચતના પૈસાથી કેવી રીતે આ શક્ય છે?”

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 1/9 by UMANG PUROHIT

જ્યારે કાર્તિકેયન પલાનીસામીએ પણ એવું જ કંઈક સાંભળ્યું જ્યારે તેણે લોકોને તેના કાર્યો વિશે કહ્યું. તેમનું પરાક્રમ 25 વર્ષના થતાં પહેલાં 25 દેશોની યાત્રા પૂર્ણ કરવાનું હતું. હા, કાર્તિકેયને 25 દેશોમાં બેકપેકિંગનું પોતાનું સપનું પૂરું કર્યું.

અહીં જુઓ તેમના આ સાહસની એક નાનકડી ઝલકઃ

તેઓએ આ વીડિયોમાં ઉત્સાહથી યોજનાઓ બનાવીને પૂર્ણ કરી છે. સંઘર્ષ એ છે કે ઘણી વાર તેઓને હોટલ અથવા છાત્રાલયનો ખર્ચ બચાવવા માટે રસ્તાની બાજુના બેંચ ઉપર સૂવું પડ્યું હતું. મધ્યમ વર્ગના કુટુંબના હોવાથી કાર્તિકેયાન લોકોને પોતાના આ પ્રકારના ફરવાના સ્વપ્ન વિશે કહેવામાં પણ અચકાતા હતા. તેમણે પોતાના ખર્ચાઓને ઓછામાં ઓછા રાખીને આ સ્વપ્ન પૂરું કર્યું છે.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 2/9 by UMANG PUROHIT

તેમની પાસે શીખવાનું અને કરવાનું ઘણું હતું, જેમ કે સ્કુબા ડાઇવિંગ, સર્ફિંગ, સ્કીઇંગ અને સ્પેનમાં લા ટોમેટિના ફેસ્ટિવલમાં ટામેટાં સાથેની હોળી પણ રમવાની હતી. તે જાણતા હતો કે તેમની ઇચ્છાઓ આટલી સરળતાથી પૂરી થવાની નથી.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 3/9 by UMANG PUROHIT

સાત સામ્રાજ્ય તરફ

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 4/9 by UMANG PUROHIT

ગેમ ઓફ થ્રોન્સના ચાહક કાર્તિકેયને શો પર બતાવેલ 7 રાજ્યોમાંથી 2 ની મુલાકાત લીધી હતી. જોકે હજી પાંચ બાકી છે, પરંતુ તેને વિશ્વાસ છે કે એક દિવસ તે આ સાતયે સામ્રાજ્યની મુલાકાત લેશે.

કેવી રીતે આ પરાક્રમ શક્ય બન્યું?

મુસાફરીમાં ત્રણ પ્રકારના ખર્ચ કરવો પડે છે. તેઓ નીચે મુજબની રીતે વડે પોતાના ખર્ચમાં ઘટાડો કર્યો હતો.

1. આવા-જવાનો ખર્ચ

અહીં અમે ફ્લાઇટ અથવા ટ્રેનની ટિકિટ વિશે વાત કરીશું નહીં, પરંતુ તે ખર્ચ જે એક જગ્યાએ ફરતી વખતે કરવામાં આવતો હોય છે. આ ખર્ચ બચાવવા માટે તેણે ઘણી હાઇકિંગ કરી હતી. 100 માંથી 95 કાર અટકતી નથી, પરંતુ હાઇવે પર હોવાથી તમને ઝડપથી સવારી મળી જતી હોય છે. અને જો તમે યોગ્ય કપડા પહેર્યા છે તો અડધા કલાકમાં કોઈ ને કોઇ તમને પોતાની ગાડીમાં જગ્યા આપશે જ.

જો તમે નાઈટ બસમાં મુસાફરી કરો છો, તો તે રાત્રે છાત્રાલયમાં રોકાવાનો ખર્ચ બચી જશે આ સીવાય સવારની જનરલ ટિકિટ કરતા રાતે થોડી સસ્તી મળશે.

ઘણી જગ્યાએ તમે બ્લાબ્લા કારનો ઉપયોગ કરીને નવા મિત્રો પણ બનાવી શકો છો અને પછી તેમના ઘરે રોકાઈ શકો છો. બજેટમાં મુસાફરી થશે અને રોકાવાનો ખર્ચ પણ બચી જશે.

ટીપ: જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરો છો, તો લાંબી-પરિવહન ફ્લાઇટ પસંદ કરો કારણ કે એક ટિકિટ સસ્તી મળશે અને બીજુ કોઈ નવી જગ્યાએ મફત મુસાફરી થશે.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 5/9 by UMANG PUROHIT

જો તમે બજેટ એરલાઇન પર મુસાફરી કરી રહ્યા છો અને તમારા સામાનમાં વજન વધારે છે, તો પછી તમારા સામાનને એક નાની અને મોટી બેગમાં વહેંચો. આવી સ્થિતિમાં, તમે કહી શકો છો કે નાની બેગ તમારા કેમેરા, લેપટોપ બેગ છે. મોટાભાગની બજેટ એરલાઇન્સમાં તમારી હેવી બેગમાં તમારી ટિકિટના ખર્ચ કરતાં વધુ ખર્ચ થઈ શકે છે. આ રીતે આ પદ્ધતિ તમને ઘણા પૈસા બચાવી શકે છે.

ટીપ: હંમેશા વિમાનમાં છેલ્લે જાઓ. મોટાભાગના વિમાનોમાં સામાનની બહુ ઓછી જગ્યા હોય છે, જે 70% મુસાફરોના સામાનથી ભરેલી હોય છે. બાકીના મુસાફરોનો સામાન એરલાઇને મફતમાં પહોંચાડે છે. કાર્તિકેયન હંમેશા વજન મર્યાદા કરતા 6-7 કિલો વધુ સામાન સાથે મુસાફરી કરતો, ક્યારેય વધારાનો ચાર્જ ચૂકવતો નહીં.

લાંબી પરિવહન ફ્લાઇટ્સ 2 દિવસ દુબઇ, 7 દિવસની થાઇલેન્ડ અને કંબોડિયા, 6 દિવસ સિંગાપોર અને 2 દિવસ તાઇવાનમાં ફ્લાઇટ્સની કિંમત ઓછી મળી શકે છે. જો તમને મુસાફરીની વચ્ચે મફત ફરવાનું મળે, તો વિચાર સારો છે.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 6/9 by UMANG PUROHIT

2. અહીં રહો

છાત્રાલય રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે કારણ કે અહીં ખર્ચ ઓછો છે અને તમે તમારા જેવા મુસાફરોને પણ મળી શકો છો. આમાંના ઘણા એટલા પ્રેરણાદાયક છે કે તમે તમારા સ્વપ્નને પ્રાપ્ત કરવા માટે તમારા હૃદયને મજબૂત બનાવે છે. છાત્રાલયમાં રહીને કાર્તિકેયને એક ઓસ્ટ્રેલિયન માણસને મળ્યો, જે માત્ર એક મહિના માટે દક્ષિણ-પૂર્વ એશિયામાં આવ્યો હતો, પરંતુ તે પછી તે ચાર વર્ષ સુધી દુનિયાભરમાં ફરતો રહ્યો.

નવા મિત્રો બનાવવા અને જીવન ખર્ચમાં બચાવવા માટે કાઉચ-સર્ફિંગ પણ એક સરસ વિકલ્પ છે. પરંતુ કોઉ સર્ફિંગમાં ખૂબ જ રીકવેસ્ટ આવતી હોય છે એટલે તમારા રોકાણ માટે હોસ્ટ મેળવવું એટલું સરળ નથી.

રાત્રે બસમાં મુસાફરી કરીને તમે ઘણા પૈસા બચાવી શકો છો. ઉદાહરણ તરીકે, પોર્ટુગલના ફેરોથી સ્પેનના સેવિલે પ્રાંત તરફ જવાની એક બસની કિંમત સવારે 35 યુરો છે અને રાત્રે 2 વાગ્યે દોડતી બસની કિંમત 5 યુરો છે. રાત્રે છાત્રાલયોમાં રોકાવા માટે બાકી પૈસા અલગ છે.

પછી બીજા દિવસે સેવિલે પ્રાંતમાં તમારી હોટલ પર પહોંચો અને ફ્રેશ થાઓ. જો લોકર સુવિધા મફતમાં ઉપલબ્ધ છે, તો પછી તમારી બેગ છોડો અને શહેરમાં ભ્રમણ કરો. પછી આવીને બપોરે બાર વાગ્યે છાત્રાલયના રૂમમાં ચેક-ઇન કરી લો.

3. ભોજન

મુસાફરી અને રહેવા પર પૈસા બચાવો, પરંતુ ભોજન પર નહીં. તમે જ્યાં પણ જાઓ ત્યાં ચોક્કસપણે સ્થાનિક વાનગીઓનો સ્વાદ ચાખો. સારા અને સસ્તા ખાદ્ય અને વાસ્તવિક સ્વાદો મેળવવા થોડું રખડવું પડી શકે છે.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 7/9 by UMANG PUROHIT

કાર્તિકેયન દ્વારા સૌથી વધારે ફ્રાન્સિસિંહા પસંદ કરવામાં આવ્યું છે, જે ફક્ત પોર્ટુગલના પોર્ટા અને કેનેડાના પૌતીનમાં જ ઉપલબ્ધ છે.

ટીપ: સરળ દેખાતી વાનગીઓ મોટાભાગે સ્વાદિષ્ટ હોય છે.

પૈસાનું શું?

તેણે મુસાફરી અને રહેવાની યુક્તિઓથી તેના 70 ટકા ખર્ચની બચત કરી.

એક વધુ ટીપ: ખોટા અને બિન-જરૂરી ખર્ચ કરવાનું બંધ કરીએ. બ્રાન્ડેડ માલની ખરીદીના પૈસાની બચત કરીને નવા સ્થળોની મુલાકાત લઈ શકાય છે. તમે મહિનાઓ સુધી પૈસા બચત કરીને નવા દેશોમાં જવાની યોજના બનાવી શકો છો. મહત્વપૂર્ણ સ્થાન પર નાણાં વાપરી તમને થશે કે આપણા જીવનની યાદગાર ક્ષણો ફરવાથી આવે છે, બ્રાન્ડેડ વસ્તુઓમાંથી નહીં.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 8/9 by UMANG PUROHIT

અત્યારે શું કરે છે?

જર્મની અને કેનેડામાં નોકરી છોડી, હવે તે સર્ચ એન્જિનના વિચાર પર બેંગ્લોરમાં તેના મિત્ર સાથે કામ કરી રહ્યા છે.ફૂડ ઉત્સાહીઓ માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેને આપણે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકીએ છીએ.

Photo of પ્રેરણા પ્રસંગઃ 25 વર્ષમાં 25 દેશ ફરી લીધા આ લાલાએ...! 9/9 by UMANG PUROHIT

તેમણે 1 વર્ષ કરતા વધારે કામ કર્યું છે, 25 વર્ષની વય પહેલા 25 દેશોની યાત્રા કરી છે. તેમના મિત્રોના કહેવા પર શેર કરેલા અનુભવો અને અમારા જેવા વાચકોના પ્રેમથી તેમને પ્રોત્સાહન મળ્યું છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Tagged:
#video