ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા કરી 7165 કિમીની યાત્રા, વર્લ્ડ રેકોર્ડમાં પણ આવ્યું નામ!

Tripoto
Photo of ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા કરી 7165 કિમીની યાત્રા, વર્લ્ડ રેકોર્ડમાં પણ આવ્યું નામ! by UMANG PUROHIT

એ વાતને બે મત નથી લોકો પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે ગમે તે હદ વટાવી શકે છે. આવી જ એક હદ વટાવી ગયેલા યુવાનની આ વાત છે કે જેણે દુનિયાની બધી જ હદ વટાવીને એકદમ અલગ જ અંદાજમાં પ્રેમિકા સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લગ્ન માટે તમારા જીવનસાથીને પ્રપોઝ કરવાની સેંકડો રીતો છે. પરંતુ શું તમે કોઈ એવી પદ્ધતિ વિશે સાંભળ્યું છે જેનાથી સોશિયલ મીડિયા પર લોકો દંગ રહી ગયા હોય? એટલું જ નહીં, તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું હોય?

Photo of ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા કરી 7165 કિમીની યાત્રા, વર્લ્ડ રેકોર્ડમાં પણ આવ્યું નામ! 1/2 by UMANG PUROHIT

ટોક્યોના એક કલાકાર યાસુશી યાસન તાકાહાશી છેલ્લા 10 વર્ષથી ગૂગલ અર્થ પરથી જીપીએસ આર્ટ બનાવી રહ્યા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમને સૌથી મોટા જી.પી.એસ. ડ્રોઇંગનો ખિતાબ પણ મળ્યો છે.

2008માં યાસાને જાપાનના નકશા પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે "મેરી મી" લખવા માટે 7165 કિ.મી.ની 6 મહિનાની લાંબી મુસાફરી પર નીકળી પડ્યા હતા. ડ્રોઇંગ જોતાં, એવું લાગે છે કે તે કમ્પ્યુટર પર બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એવું નથી.

Photo of ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા કરી 7165 કિમીની યાત્રા, વર્લ્ડ રેકોર્ડમાં પણ આવ્યું નામ! 2/2 by UMANG PUROHIT

જીપીએસ ડ્રોઇંગ એટલે શું?

ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ એટલે કે જીપીએસની મદદથી જીપીએસની મદદથી મોટા પાયે ડ્રોઇંગ કરવાની રીતને જ જીપીએસ ડ્રોઇંગ કહેવામાં આવે છે. ગૂગલ અર્થની સહાયથી તમારા રૂટને નિર્ધારિત કરો, પછી કોઈપણ જીપીએસ ડિવાઇસ સાથે ફરવા જાઓ અને પછી તમે જેટલું ફર્યા છો ડેટાને ગૂગલ અર્થ પર અપલોડ કરો. તમારું ચિત્ર તૈયાર થઇને તમારી સામે આવશે.

યાસનના આ પ્રવાસને ટ્વિટર પર ગૂગલ દ્વારા શેર કરવામાં આવતાની સાથે જ આ વીડિયો વાયરલ થયો હતો.

અને નત્સુકીએ પણ હા પાડી.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો