નેતરહાટ: ઝારખંડ ફરવાનું મન હોય તો આ છુપાયેલા હિલ સ્ટેશન પર જવાનો પ્લાન જરૂર બનાવવો

Tripoto

તમે હિમાલય અને ઉત્તરાખંડમાં પહાડોની સુંદરતા તો જોઈ જ હશે. જયારે પણ પહાડ જોવાનું મન થાય તો આપણને પહેલા આ બે રાજ્યોનો વિચાર આવે છે પણ એવું નથી. પહાડોની સુંદરતા ઝારખંડમાં પણ છે. તમે અહી આવશો તો ઉત્તરાખંડ અને હિમાલયને પણ ભૂલી જશો. ઝારખંડ ખુબ જ સુંદર છે પરંતુ તે રાજ્ય હજી સુધી લોકોથી છુપાયેલું છે. આ ઝારખંડમાં જ એક સુંદર અને છુપાયેલું હિલ સ્ટેશન છે જેનું નામ છે નેતરહાટ.

Photo of નેતરહાટ: ઝારખંડ ફરવાનું મન હોય તો આ છુપાયેલા હિલ સ્ટેશન પર જવાનો પ્લાન જરૂર બનાવવો by Jhelum Kaushal

નેતરહાટને ઝારખંડનું દિલ કહેવામાં આવે છે જ્યાં દરેક તરફ સુંદરતા છે. જ્યાં તમે પ્રકૃતિની વચ્ચે પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. આ હિલ સ્ટેશન સનરાઈઝ અને સનસેટ માટે પણ ફેમસ છે. જો તમે શાંતિનો અનુભવ કરવા ઈચ્છો છો તો નેતરહાટ હિલ સ્ટેશન પરફેક્ટ છે. દરેક પ્રવાસીએ એકવાર ઝારખંડના આ હિલ સ્ટેશનની મુલાકાત જરૂર લેવી જોઈએ.

નેતરહાટ

નેતરહાટને ઝારખંડનું મસૂરી પણ કહેવામાં આવે છે.નેતરહાટ ઝારખંડના લાતેહાર જિલ્લામાં છે જે રાંચીથી ૧૪૪ કી.મી. દૂર છે. પહાડો અને જંગલોથી ઘેરાયેલ આ જગ્યામાં આદિવાસી વધારે રહે છે. અહી બિરહોર, ઉરાવ અને બીરજીયા જનજાતિના લોકો રહે છે. તેને નાનું નાગપુર રાણી પણ કહે છે. પહેલા અહી વાસનું મોટું જંગલ હતું જેને નેતરહાતુ કહેવામાં આવતું હતું. વાસને સ્થાનિક ભાષામાં નેતુર કહે છે. તેના નામ પરથી જ આ જગ્યાનું નામ નેતરહાટ પડ્યું. નેતર એટલે કે વાસ અને હતું એટલે હાટ. સમુદ્ર તટથી ૩૬૨૨ ફૂટની ઉંચાઈ પર સ્થિત આ હિલ સ્ટેશન પર વોટરફૉલથી લઈને ઘણા સુંદર તળાવો છે જે તમારા સફરને યાદગાર બનાવી દેશે.

Photo of નેતરહાટ: ઝારખંડ ફરવાનું મન હોય તો આ છુપાયેલા હિલ સ્ટેશન પર જવાનો પ્લાન જરૂર બનાવવો by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું?

ફ્લાઇટ દ્વારા:

જો તમે ફ્લાઇટ દ્વારા નેતરહાટ જવા ઈચ્છો છો તો સૌથી નજીકનુ એરપોર્ટ રાંચી છે. તમને દેશના મોટા શહેરોથી રાંચી માટે ફ્લાઇટ મળી જશે. રાંચી એરપોર્ટથી નેતરહાટ લગભગ ૧૫૬ કી.મી. દૂર છે. તમે ત્યાંથી ટેકસી અથવા બસમાં નેતરહાટ જઈ શકો છો.

ટ્રેન દ્વારા:

જો તમારે ટ્રેન દ્વારા નેતરહાટ જવું છે તો પણ તમારે રાંચી આવવું પડશે. નેતરહાટથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન રાંચીનું છે. રાંચીથી તમે ટેકસી કરી નેતરહાટ પહોંચી શકો છો.

રોડ દ્વારા:

જો તમે રોડ દ્વારા નેતરહાટ જવા ઈચ્છો છો જો તમે તમારી પોતાની ગાડીમાં નેતરહાટ જઈ શકો છો અથવા તો રાંચીથી બસ કે ટેકસી કરીને નેતરહાટ જઈ શકો છો. રાંચીથી નેતરહાટ માટે રોજ બસ મળે છે.

શું જોવું?

ઝારખંડના આ સુંદર હિલ સ્ટેશમાં જોવા માટે તો ઘણું બધું છે. વોટરફોલ્સ, પહાડ અને સનસેટ પોઇન્ટને જોઈ શકો છો.

૧. મંગોલિયા પોઇન્ટ

નેતરહાટથી લગભગ ૧૦ કી.મી. દૂર એક સુંદર જગ્યા છે જે પહાડોને જોવા અને સનસેટ પોઇન્ટ માટે જાણીતી છે. આ મંગોલિયા પોઇન્ટને મૈગનોલિયા પોઇન્ટ પણ કહે છે. આ જગ્યા વિશે એક દંતકથા છે. કહેવાય છે કે અંગ્રેજોના શાશનકાળ દરમિયાન એક બ્રિટિશ છોકરી મૈગનોલિયા અહી આવી હતી. તેને અહી એક સ્થાનિક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો પણ સમાજે તેના પ્રેમને સ્વીકારવાની ના પાડી ત્યારે તેણે આ પહાડથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યાર પછી આ જગ્યાનું નામ મંગોલિયા પોઇન્ટ પડી ગયું. નેતરહાટમાં આ સનસેટ પોઇન્ટ જરૂર જોવો જોઈએ.

Photo of નેતરહાટ: ઝારખંડ ફરવાનું મન હોય તો આ છુપાયેલા હિલ સ્ટેશન પર જવાનો પ્લાન જરૂર બનાવવો by Jhelum Kaushal

૨. લોધ વોટરફોલ

નેતરહાટથી ૬૮ કી.મી. દૂર લોધ વોટરફોલ આ હિલ સ્ટેશનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. લગભગ ૪૬૮ ફૂટ ઉંચો આ ધોધ ઝારખંડનો સૌથી ઉંચો ધોધ છે. જયારે તમે અહી આવશો તો આ જગ્યાની સુંદરતા જોઈને પાગલ થઇ જશો. આ જગ્યા તમને ખુબ જ સુકુન આપશે. ઉંચાઈ પરથી પડતું પાણી તમારું મન મોહી લેશે. આદિવાસીઓની પરંપરા પણ તમને અહી જોવા મળશે.

૩. ઘાઘરી વોટરફોલ

નેતરહાટમાં લોધ વોટરફોલ સિવાય ઘણા બીજા ધોધ છે જેમાંથી એક ઘાઘરી વોટરફોલ છે. ઘાઘરી વોટરફોલ વાસ્તવમાં બે ધોધ છે એક નીચલું ઘાઘરી વોટરફોલ અને એક ઉપરી ઘાઘરી વોટરફોલ. બંને ધોધ ખુબ જ સુંદર છે. નીચલું ઘાઘરી વોટરફોલ નેતરહાટથી ૧૦ કી.મી. દૂર છે અને ઉપરી ઘાઘરી વોટરફોલ ૪ કી.મી. દૂર છે. નીચલા ઘાઘરી વોટરફોલમાં ૩૨ ફૂટની ઉંચાઈ પરથી જયારે પાણી પડે છે તો તેની સુંદરતા જોવા લાયક હોય છે.

વોટરફૉલની આસપાસ એટલા ગાઢ જંગલો છે કે સૂરજની કિરણો પણ જમીન સુધી નથી પહોંચી શકતી. લોધ વોટરફૉલની જેમ અહી વધારે ભીડ નથી જોવા મળતી તેથી આ જગ્યા વધારે શાનદાર બની જાય છે. નીચલા ઘાઘરી વોટરફૉલની જેમ ઉપરી ઘાઘરી વોટરફોલ પણ ખુબ જ સુંદર છે. તેની આસપાસ ગાઢ જંગલો નથી. આ જગ્યા પીકનીક માટે પરફેક્ટ છે.

૪. જંગલમાં ટ્રેક કરવું

જ્યાં પહાડ હોય અને ટ્રેક ન થાય એવું શક્ય જ નથી. નેતરહાટના પહાડ પાઈનના જંગલોથી ઘેરાયેલા છે. જો તમે નેતરહાટમાં એડવેન્ચર કરવા ઈચ્છો છો તો અહી ટ્રેક કરવું જોઈએ. જયારે તમે પહાડની ઉંચાઈ પરથી નેતરહાટની સુંદરતા જોશો તો તમને ઝારખંડથી પ્રેમ થઇ જશે.

૫. બદકા ડેમ

નેતરહાટની એક બીજી પણ છુપાયેલી જગ્યા છે જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. આ જગ્યા વિશે માત્ર સ્થાનીય લોકોને ખબર છે. જયારે તમે સનસેટ પોઇન્ટ પર જાવ છો ત્યારે રસ્તામાં એક સુંદર તળાવ આવે છે. આ તળાવ ખુબ સુંદર છે અને ત્યાં તમને વધારે ટુરિસ્ટ નહિ જોવા મળે. ખુબ જ સુકુનવાળી અને સુંદર જગ્યા છે, બદકા ડેમ. આ જગ્યા જેટલી સુંદર છે તેટલી ખતરનાખ પણ છે. અહી તળાવના કિનારે ઘણા બધા ઝેરીલા સાપ જોવા મળે છે . તેથી અહી થોડું જાળવીને ચાલવું પડે છે.

૬. નાશપતિ ગાર્ડન

નેતરહાટમાં એક સુંદર ગાર્ડન છે જેનું નામ છે નાશપતિ ગાર્ડન. આ ગાર્ડનમાં ચારેય તરફ ફૂલો જ જોવા મળશે. જેની સુંદરતા જોઈને તમારું મન ખુશ થઇ જશે. ઘણી વખત લોકો નેતરહાટ આવે છે પણ આ જગ્યા પર જવાનું ભૂલી જાય છે.

૭. બેતલા નેશનલ પાર્ક

ઝારખંડના નેતરહાટમાં એક નેશનલ પાર્ક પણ છે ,બેતલાનેશનલ પાર્ક. જો તમે પ્રકૃતિને નજીકથી જોવા ઈચ્છો છો તો તમારે આ નેશનલ પાર્ક જોવા જરૂર આવવું જોઈએ. આ પાર્ક હાથીઓ માટે પણ જાણીતું છે. બેતલા નેશનલ પાર્ક ૯૭૦ વર્ગ કી.મી. માં ફેલાયેલું છે. તમે અહી વાઘ, હાથી, હરણ અને બાઈસન જેવા જાનવરોને જોઈ શકો છો. આ નેશનલ પાર્કમાં ઘણા વોટરફોલ પણ છે.

જો તમે નેતરહાટ આવો તો તમારે આ બધી જ જગ્યાની મુલાકાત જરુર લેવી જોઇએ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads