દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ

Tripoto
Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

કાકીનાડા એ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું એક સુંદર આયોજિત શહેર છે, જે વિઝાગથી 168 કિમી, રાજમુન્દ્રીથી 64 કિમી અને હૈદરાબાદથી 459 કિમીના અંતરે આવેલું છે. આ ઉપરાંત, તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બંગાળની ખાડી પર સ્થિત એક બંદર શહેર પણ છે. આ શહેરને મૂળ કાકનંદીવાડા પણ કહેવામાં આવતું હતું. યુરોપિયનો આ પ્રદેશમાં સ્થાયી થયા પછી કાકીનાડાનો વિકાસ થયો.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

એવું માનવામાં આવે છે કે અંગ્રેજો આ શહેરને કો-કેનેડા તરીકે સંબોધતા હતા, ત્યારબાદ તેનું નામ બદલીને કાકીનાડા કરવામાં આવ્યું હતું. નામમાં આ ફેરફાર ભારતની આઝાદી એટલે કે 1947 પછી થયો હતો. ઘણા ખાતરના કારખાના આવેલા હોવાના કારણે આ શહેરને ફર્ટિલાઇઝર સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ લેખમાં જાણીએ કે આ શહેર તમારા માટે પર્યટનની દૃષ્ટિએ કેટલું ખાસ છે.

દક્ષિણનું કાશી

દક્ષિણ ભારતમાં સ્થિત અંતર્વેદીને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગોદાવરી નદીની ઉપનદી સાગર સંગમ સાથે જોડાય છે, જે આ સ્થાનને પવિત્ર બનાવે છે. સંગમ સ્થળ પર ગોદાવરી નદીના કિનારે લક્ષ્મી નરસિંહનું મંદિર આવેલું છે. અહીં ભગવાન શિવનું મંદિર અને વર્ષિતા સેવાશ્રમ અને ભગવાન શિવનું મંદિર મુખ્ય આકર્ષણ છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

ગોદાવરી નદીના કિનારે એક સુંદર ટાપુ પણ છે. જે અહીં આવતા પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. પ્રવાસીઓ ગમે ત્યારે અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે.

દ્રાક્ષારામ ભીમેશ્વર સ્વામી મંદિર

તમે કાકીનાડાની આસપાસ સ્થિત ભવ્ય મંદિરોની શ્રેણીમાં પ્રખ્યાત દ્રાક્ષરામ ભીમેશ્વર સ્વામી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. આ અદ્ભુત મંદિર અહીં દ્રાક્ષારામ ગામમાં આવેલું છે. કાકીનાડાથી અહીંનું અંતર 28 કિમીની મુસાફરીમાં કવર કરી શકાય છે. આ મંદિરની સૌથી અનોખી વિશેષતા અહીં સ્થિત સ્ફટિક શિવલિંગ છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

તે એક પ્રાચીન મંદિર છે. અહીં દર વર્ષે સેંકડો યાત્રાળુઓ આવે છે. ઐતિહાસિક મહત્વ સાથે સંકળાયેલું હોવાથી, આ મંદિરને હવે ભારતના પુરાતત્વ વિભાગ હેઠળ એક સંરક્ષિત સ્મારક પણ ગણવામાં આવે છે.

શ્રી ભવનારાયણ સ્વામી મંદિર

કાકીનાડાથી માત્ર ત્રણ કિમી દૂર સ્થિત શ્રી ભવનારાયણ સ્વામી મંદિર એક અદ્ભુત મંદિર છે, જ્યાં તમે પ્રાચીન ચાલુક્ય અને ચોલ સ્થાપત્ય શૈલીનું અદ્ભુત મિશ્રણ જોઈ શકો છો. પિત્તપુરમ અહીંના મુખ્ય તીર્થધામોમાંનું એક છે. ગોદાવરી નદીની સાથે અહીંની ભૂગોળ કાકીનાડાને આકર્ષક સ્થળ બનાવે છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

અહીં સ્થિત શ્રી ભવનારાયણ સ્વામી મંદિર ધાર્મિક સ્થળની સાથે સુંદર સ્થાપત્ય ધરાવે છે. ધાર્મિક-સાંસ્કૃતિક રીતે આ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અન્નાવરમ

કાકીનાડાથી 48 કિમીના અંતરે પંપા નદીના કિનારે સુંદર અન્નાવરમ ગામ આવેલું છે. કદમાં નાનું આ ગામ તેના ધાર્મિક મહત્વ માટે ઘણું પ્રખ્યાત છે. અહીં એક ટેકરી પર આવેલું વેંકટ સત્યનારાયણ સ્વામીનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં દરરોજ ભક્તોની લાંબી કતારો લાગે છે. દક્ષિણ ભારતનું આ મંદિર હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

તિરુપતિ મંદિર સિવાય આ મંદિરે પણ ઘણી ખ્યાતિ મેળવી છે. અહીં દર વર્ષે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. અહીંનું શાંત વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે.

કોરીંગા અભયારણ્ય

ધાર્મિક સ્થળો ઉપરાંત, તમે અહીં વન્યજીવનનો રોમાંચ પણ માણી શકો છો. કાકીનાડાથી લગભગ 20 કિમી દૂર સ્થિત કોરીંગા અભયારણ્ય એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીં આવતા પ્રવાસીઓ અહીં ફરવાનું ખૂબ પસંદ કરે છે. કોરીંગા અભયારણ્ય ગતિશીલ ઇકોસિસ્ટમનું એક અદ્ભુત ઉદાહરણ છે, જ્યાં તમે વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પ્રજાતિઓ જોઈ શકો છો.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

અહીં આસપાસ ફેલાયેલી ગીચ વનસ્પતિ તેને સદાબહાર જંગલ બનાવે છે. પક્ષી નિરીક્ષણ અને માછીમારી માટે તે એક આદર્શ સ્થળ છે. તમે મગર જેવા જંગલી પ્રાણીઓ સાથે સીગલ, પેલિકન વગેરે પણ જોઈ શકો છો.

અરાકુ વેલી

જે લોકો કાકીનાડા પર્યટન સ્થળો જોવા આવે છે, તેઓ અરાકુ ખીણની મુલાકાત લેવાનું પણ આયોજન કરી શકે છે, આ એક ખૂબ જ સુંદર ખીણ છે જે કાકીનાડાથી 115 કિમીના અંતરે આવેલી છે, અને અહીં પ્રવાસીઓ પણ દૂર-દૂરથી મુલાકાત લેવા આવે છે, અહીં તમને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

આ સાથે, તમે અહીં ગાઢ જંગલો અને ઉંચા પહાડો પર દોડતી ટ્રેનો પણ જોઈ શકો છો. અરાકુ વેલી ચારેબાજુ મોટા પહાડોથી ઘેરાયેલી છે, અને અહીં તમને ખૂબ જ સારા કુદરતી દ્રશ્યો અને અરાકુ વેલી પણ જોવા મળે છે. જો તમને પ્રાકૃતિક દ્રશ્યો જોવાની મજા આવે છે, તો તમારે આ સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ, તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

અનંતગીરી

જો તમે કાકીનાડામાં ફરવા માટેના સ્થળો વિશે આયોજન કરી રહ્યા છો, તો તેની સાથે તમે અનંત ગિરીની મુલાકાત લેવા પણ જઈ શકો છો. આ સ્થળ કાકીનાડાથી લગભગ 2 થી 3 કલાકના અંતરે આવેલું છે, આ સ્થળ ખૂબ જ સુંદર છે. પર્વતીય જગ્યા છે. જેનો જોવા માટે દૂર-દૂરથી કયા પ્રવાસીઓ આવે છે. અહીં તમને ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ જ સુંદર ટેકરીઓ અને હરિયાળી જોવા મળે છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

સાથે તમે અહીં અનંત ગિરી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો, અને આ સિવાય અહીં ખૂબ જ પ્રાચીન ગુફાઓ પણ જોવા મળે છે. જેને જોવા માટે વિશ્વભરના લોકો આવે છે.

કેવી રીતે જશો

અમદાવાદથી કાકીનાડા રેલવેમાં જવું હોય તો ઓખાપુરી ટ્રેનમાં તમે કાકીનાડા જઇ શકો છો. જેમાં 700 રૂપિયાની આસપાસ ભાડું થશે. જો વિમાનમાં જવું હોય તો તમારે વિશાખાપટ્ટનમ જવું પડશે. ત્યાંથી બસ દ્વારા કાકીનાડા જઇ શકાય છે.

Photo of દક્ષિણ ભારતમાં ફરવાની જગ્યા, કાકીનાડા જાઓ તો ઉઠાવો આ સ્થળોનો આનંદ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો