લેડી ડાકૂ, ચમત્કારી હનુમાન અને અંધ લૂંટારા, ચંબલમાં છુપાયેલા છે અનેક રહસ્યો

Tripoto
Photo of લેડી ડાકૂ, ચમત્કારી હનુમાન અને અંધ લૂંટારા, ચંબલમાં છુપાયેલા છે અનેક રહસ્યો by Paurav Joshi

ચંબલની ખીણ ભારતની એક જાણીતી જગ્યાઓમાંની એક છે તેમછતાં પણ અહીં વધારે લોકો ફરવા જવાનું નથી વિચારતા. જેના કારણે ચંબલ ખીણનું એક મંદિર ખરબચડા પર્વતો અને સુકા જંગલોથી ઘેરાયેલું હોવાના કારણે છુપાયેલું હતું. અને કેમ ન હોય, આ ઉજ્જડ જગ્યા ક્યારેક ડાકુઓની રાણી ફુલનદેવીનો અડ્ડો હતો. જ્યારે પણ રેલગાડી ખીણની નજીકથી પસાર થતી તો યાત્રીઓ ડાકુઓના ડરથી પોતાને સંડાસમાં બંધ કરી દેતા હતા. આ આતંકનું પરિણામ હતું કે 1 હજાર વર્ષ જુનું મંદિર જે બહારની દુનિયાથી કપાયેલું રહ્યું.

બટેશ્વર મંદિર

સ્થાનિક લોકોનું માનવું છે કે બટેશ્વર મંદિરની અસલી સુંદરતા અને જાદુ હજુ પણ યથાવત છે કારણ કે ડાકુઓના કારણે પ્રવાસી અને સરકાર બન્ને તેનાથી હંમેસા દૂર જ રહ્યાં છે. અહીંના લોકો બીજી બે સ્ટોરી ઘણાં પ્રેમથી સાંભળે છે. પહેલી ભૂપેશ વાડાના અંદાજે 200 ભવ્ય મંદિરોની છે. અહીંના લોકો કહે છે કે જ્યારે મુગલોએ ભૂપેશ વાડાના શિવ મંદિરોને નષ્ટ કરવા માંગ્યો તો તે દૈવીય શક્તિઓના કારણે આંધળા થઇ ગયા.

બીજી કહાની અનુસાર જ્યારે ભારતીય સરકારે આ મંદિર પરિસરનું બીડુ ઝડપી અહીં રાખેલી હનુમાનની એક મૂર્તિને હટાવવાની કોશિશ કરી તો મોટામાં મોટા મશીનનો પ્રયોગ કર્યા બાદ પણ તે મૂર્તિને 1 ઇંચ ન હલાવી શકી. આજે પણ સિંદૂરમાં લપેટેલી તે હનુમાનની પ્રતિમા બિરાજમાન છે જે 10મી શતાબ્દીમાં હતી.

ગુલાબી રંગના બલુઆ પથ્થર પર કોતરેલા મંત્રોથી બનેલુ બટેશ્વર આંઠમી અને દસમી શતાબ્દીની વચ્ચે બન્યું હતું. મંદિરની આસપાસ પહાડો અને લીલાછમ જંગલ આ મંદિરને એક અલગ જ ભવ્યતા આપે છે. શિવ અને વિષ્ણુને સમર્પિત આ મંદિર સુંદર કારીગરી અને વિશાળ ગુંબજની સાથે શિલ્પકારીનો અદ્ભૂત નમૂનો છે. સુંદર કોતરણી હિંદુ મહાગાથાને દર્શાવે છે. બધા મંદિરોની દશા એક જેવી નથી છતાં મંદિરોએ સમયના મારને સરાહનીય રીતે ઝિલ્યો છે.

ક્યારે જશો બટેશ્વર મંદિર

બટેશ્વર મંદિર જવાનો સૌથી સારો સમય સપ્ટેમ્બરથી માર્ચની વચ્ચે ચોમાસાની સીઝનનો છે, જ્યારે તાપમાન 10 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે અને હવામાન ખુબ સરસ હોય છે.

કેવી રીતે પહોંચશો બટેશ્વર મંદિર

વિમાન દ્વારાઃ અહીંથી 30 કિ.મી. દૂર ગ્વાલિયરની રાજમાતા વિજયારાજે સિંધિયા એર ટર્મિનલ સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી દરરોજ દિલ્હીથી ગ્વાલિયરની એક ફ્લાઇટ હોય છે.

રેલવે દ્વારાઃ બટેશ્વર મંદિરથી 14 કિ.મી. દૂર નૂરાબાદમાં સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. પરંતુ નૂરાબાદ આગળ જવા માટે તમારે સાધન મળવામાં મુશ્કેલી પડશે. આવામાં સારુ એ છે કે તમે અહીંથી 35 કિ.મી. દૂર ગ્વાલિયર રેલવે સ્ટેશન પર ઉતરો અને ત્યાંથી એક ભાડાની ટેક્સી લઇને મંદિર સુધી પહોંચો.

રોડ માર્ગે : દિલ્હીથી અંદાજે 353 કિ.મી. દૂર સ્થિત બટેશ્વર મંદિર સુધી તાજ એક્સપ્રેસ હાઇવે દ્વારા પહોંચવામાં 6 કલાક લાગે છે. કાનપુરથી 260 કિ.મી. દૂર, જયપુરથી 324 કિ.મી. અને લખનઉથી 332 કિ.મી. દૂર સ્થિત બટેશ્વર મંદિર સપ્તાહના અંતે એક નાનકડી રોડ યાત્રાનો આનંદ લેવા માટે એક ઉત્તમ સ્થાન છે.

ક્યાં રોકાશો

અહીંથી 35 કિલોમીટર દૂર પર ગ્વાલિયર રહેવાની સારી જગ્યા છે. હોટલ આનંદ પેલેસમાં ₹800 નો ડબલ રૂમ અને ડેરા હેરિટેજ હવેલીમાં ₹2700નો રૂમ મળી જાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads