પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ

Tripoto

સિંગાપુર ભારતીયોના સૌથી મનપસંદ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંનું એક છે. કપલ ટૂર તેમજ ફેમિલી ટૂર માટે શ્રેષ્ઠ એવા સિંગાપુરમાં પાર્ટનરને પ્રપોઝ કરવા માટેના પણ શ્રેષ્ઠ લોકેશન્સ આવેલા છે. પ્રપોઝલ જેવી યાદગાર ઘટના આ જગ્યાએ વધુ શાનદાર બની રહેશે..

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 1/11 by Jhelum Kaushal

સિંગાપુરમાં પ્રપોઝ કરવા માટેની શ્રેષ્ઠ રોમેન્ટિક જગ્યાની યાદી:

1. અલકાફ મેન્શન

યુરોપિયન શૈલીમાં બનાવવામાં આવેલું અલકાફ કાફે અને રેસ્ટોરાં ખૂબ જ આકર્ષક જગ્યા છે. પહાડ પર આવેલું આ કાફે આમ તો સિંગાપુરની બેસ્ટ રેસ્ટોરાંમાંનું એક માનવામાં આવે છે. અહીં દુનિયાભરમાંથી લોકો ડેસ્ટિનેશન વેડિંગનું પણ આયોજન કરે છે. આ એક ખૂબ જ જાદુઇ અને રોમેન્ટિક જગ્યા છે.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 2/11 by Jhelum Kaushal

2. બ્લિસ હાઉસ, સિંગાપુર

આ એક ગાર્ડન થીમ પર બનાવવામાં આવેલી ખૂબ જ સુંદર રેસ્ટોરાં છે. આર્ટિફિશિયલ ફૂલોની સજાવટ એટલી મનોરમ્ય લાગે છે કે જાણે તમે એક આદર્શ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર આવી ગયા! કોઈ પરીકથામાં હોય તેવી જગ્યા એટલે આ રેસ્ટોરાં!

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 3/11 by Jhelum Kaushal

3. બોટેનિક ગાર્ડન

જરા વિચારો, તમારા પાર્ટનરને તમે કોઈ એવી જગ્યાએ પ્રપોઝ કરો જ્યાં ચારે તરફ ખૂબસુરત હરિયાળી હોય! સિંગાપુરના બોટેનિક ગાર્ડનમાં આ શક્ય છે. મોડી સાંજે થોડી લાઇટિંગની વ્યવસ્થા કરવાથી આ જગ્યાએ પ્રપોઝલ એ તમારો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થશે.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 4/11 by Jhelum Kaushal

4. સે લા વિ

સિંગાપુરમાં અનેક બહુમાળી ઇમારતો આવેલી છે. આવી જ એક ઇમારતમાં આવેલી શાનદાર રેસ્ટોરાં એટલે સે લા વિ. આ રેસ્ટોરાંમાં બેસીને સનસેટનો નયનરમ્ય નજારો માણી શકાય છે, શહેરની સુંદરતા નિહાળી શકાય છે અને પાર્ટનર સાથે યાદગાર પળો વિતાવી શકાય છે.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 5/11 by Jhelum Kaushal

5. ચીજમસ

ગોથિક શૈલીમાં 19 મી સદીમાં બનેલી રેસ્ટોરાં એટલે ચીજમસ. કહેવાય છે કે કોઈનું દિલ જીતવું હોય તો તેને સારું ભોજન જમાડો. બસ, આ તે માટે આદર્શ જગ્યા છે! જો તમને ઐતિહાસિક જગ્યાઓ ફરવાનો શોખ હોય તો સિંગાપુરમાં પ્રપોઝ કરવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ જ નથી!

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 6/11 by Jhelum Kaushal

6. ગાર્ડન બાય ધ વે

ફૂલોનો ગુલદસ્તો આપીને પાર્ટનરની પ્રપોઝ કરવું એ તો એક ફિલ્મી પદ્ધતિ છે. પણ શાનદાર વ્યુ ધરાવતા ફૂલોની વ્યવસ્થા વચ્ચે પાર્ટનરને પ્રપોઝ કરવા માટે સિંગાપુરના ગાર્ડન બાય ધ વેમાં ખૂબ સારી સુવિધા છે. આ એક અનહદ રોમેન્ટિક જગ્યા છે.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 7/11 by Jhelum Kaushal

7. મરીના બૈરાજ

જે જગ્યાએ સિંગાપુરનો સર્વશ્રેષ્ઠ સનસેટ જોવા મળતો હોય તેવી જગ્યાએ પ્રપોઝ કરવું કોને ન ગમે? આવી ખૂબસુરત અને રોમેન્ટિક જગ્યાઓ કપલ લાઈફને વધુ ખુશનુમા બનાવી દે છે. તમે તમારા સાથી સાથે અહીં પિકનિક મનાવવા પણ જઈ શકો છો.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 8/11 by Jhelum Kaushal

8. હેન્ડરસન વેબ્સ

જો તમને અને તમારા પાર્ટનરને કુદરતી જગ્યાઓ માણવાનો શોખ હોય તો સિંગાપુરમાં આ એક આદર્શ જગ્યા છે. આ કોઈ પાર્ક, રેસ્ટોરાં કે હોટેલ નથી! હેન્ડરસન વેબ્સ પગપાળા ચાલી શકાય તેવો સિંગાપુરનો સૌથી ઊંચો પૂલ છે. સનરાઇઝ કે સનસેટ જોવા માટે આ એક ખૂબ શાનદાર જગ્યા છે.

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 9/11 by Jhelum Kaushal

9. સેંટ જોન આઇલેન્ડ

સમુદ્રથી વધારે રોમેન્ટિક જગ્યા બીજી કોઈ હોય જ ન શકે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. સિંગાપુરથી 30 કિમીના અંતરે આવેલો છે સેંટ જોન આઇલેન્ડ. દરિયાકિનારે કુદરતના સાનિધ્યમાં પ્રપોઝ કરવું એ એક મજાનો વિચાર છે!

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 10/11 by Jhelum Kaushal

10. સિંગાપુર ફ્લાયર

આકાશમાં રહીને પ્રપોઝ કરવું!! કેટલું રોમેન્ટિક! સિંગાપુર ફ્લાયરમાં ઊંચાઈ પરથી 30 મિનિટમાં સિંગાપુરનો 360 ડિગ્રીનો અદભૂત નજારો જોવા મળે છે. આ યાત્રા રોમાંચ અને રોમાન્સનું પરફેક્ટ કોમ્બિનેશન બની રહેશે તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે!

Photo of પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન છે? સિંગાપુરની આ જગ્યાઓ છે પિક્ચર પરફેક્ટ 11/11 by Jhelum Kaushal

માહિતી: સિંગાપુર ટુરિઝમ બોર્ડ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ