કોઈ પણ ટ્રેકમાં સૌથી મુશ્કેલ કામ હોય છે એ સુંદર જગ્યાને છોડીને નીચે ઉતરવાનું! કેરળના વાયનાડનું ચેમ્બ્રા આ વાતને સિદ્ધ કરે છે.
વાયનાડના મેપપડ઼િ નામના ગામથી આ ચેમ્બ્રા પર્વતટોચ 10 કિમી દૂર છે. તમે બેઝ સુધી ઓટો દ્વારા પહોંચી શકો છો. ચેમ્બ્રા ફોરેસ્ટ ડિવિઝન રોજના માત્ર 100 લોકોને જ મંજૂરી આપે છે આ ટ્રેક ચડવાની જેની ટિકિટ છે 20 રૂપિયા. તમે ગાઈડની મદદ વગર પણ આરામથી ચડી શકો છો. અહીંના દરવાજા સવારે 7 વાગે ખુલે છે. દરવાજાની સામે જ ટી સ્ટોલ પણ છે.
તમે આ એન્ટ્રી ગેટથી ટ્રેક શરુ કરો એવું જ હું તમને સજેશન આપીશ. આ આખો ડુંગર ચાના બગીચાઓ અને કોફીના બાગોચાઓથી ભરપૂર છે. વહેલી સવારના આ બગીચાઓના અત્યંત સુંદર ફોટોઝ લઇ શકાય છે.
દરેક વળાંક પર તમને અનોખા દ્રશ્યો જોવા મળશે!
વોચટાવર પર પહોંચીને થોડું સંભાળીને ચાલવું જરૂરી છે કારણકે અહીં લપસવાનો ભય રહે છે.
અને તમે જયારે ટોચ પર પહોંચશો ત્યાં છે આ ટ્રેકનો બેસ્ટ પાર્ટ! હાર્ટ શેઈપમાં બનેલું નાનકડું સરોવર! આ એક અનોખો અને જાદુઈ અનુભવ છે!
સરોવરથી થોડા આગળ જતા તમને ખીણ પણ જોવા મળશે.
આ ખીણ એ આ ટ્રેકનો લાસ્ટ પોઇન્ટ છે. અહીંથી આગળ જવાની મંજૂરી નથી. તમે અહીંથી મેપપડ઼િ ગામનો સુંદર નજારો જોઈ શકો છો.
અહીંયા નિયમ મુજબ માત્ર 15 જ રહી શકાય છે, માટે ફટાફટ ફોટોઝ લઈને તરત જ પાછા ફરો. પાછા ફરતી વખતે વોચ ટાવર સુધીનો રસ્તો થોડો સાંભળવું પડે એવો છે બાકી કોઈ જ મુશ્કેલી તમને નહિ નડે.
.