દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો

Tripoto
Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

Day 1

દુધવા નેશનલ પાર્ક ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના તેરાઈમાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 90 કિમી.ના બફર વિસ્તાર સાથે 490.3 કિમી.ના વિસ્તારને આવરી લે છે. દુધવા નેશનલ પાર્ક દુધવા ટાઈગર રિઝર્વનો એક ભાગ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન લખીમપુર ખેરી જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર આવેલું છે અને તેની ઉત્તર અને દક્ષિણ બાજુએ આરક્ષિત જંગલ વિસ્તારો છે. જે મોટી સંખ્યામાં લુપ્તપ્રાય પ્રજાતિઓનું ઘર છે.

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

દિવસ 2

1. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત છે -

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

દુધવા નેશનલ પાર્ક અહીં જોવા મળતા ખાસ પ્રાણીઓ માટે પ્રખ્યાત છે જેમ કે સ્વેમ્પ ડીયર, બાર્કિંગ ડીયર, સાંભર, હરણ, રેલ, શિયાળ, હોગ ડીયર, સ્લોથ રીંછ, જંગલી બિલાડી, માછલી પકડનારી બિલાડી. તમને જણાવી દઈએ કે દુધવા નેશનલ પાર્ક બારસિંઘાનો ગઢ છે, અહીં દુનિયામાં જોવા મળતા લગભગ અડધા બારસિંઘા મોજૂદ છે.

દુધવા નેશનલ પાર્કમાં જોવા મળતા વાઘની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં દુધવા-ખેરી-પીલીભીત કન્ઝર્વેશન કોમ્પ્લેક્સમાં વાઘની વસ્તી 80-110 નોંધવામાં આવી હતી. 2010 માં, વાઘની વસ્તી અંદાજિત 106-118 સુધી વધી હતી અને તેને સ્થિર ગણવામાં આવી હતી.

3. દુધવા નેશનલ પાર્કનો ઇતિહાસ -

1947માં ભારતની આઝાદી પછી, દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં સ્થિત છે તે વિસ્તાર પર સ્થાનિક લોકો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને તે જગ્યાએ ડાંગર અને શેરડીની ખેતી કરવામાં આવતી હતી. ભારત-નેપાળ બોર્ડર પરની આ જગ્યા શિકારીઓ માટે સારી જગ્યા હતી જેઓ અહીં પ્રાણીઓનો શિકાર કરતા હતા અને નેપાળમાં તેમના ઉત્પાદનો વેચતા હતા. અગાઉ આ સ્થળ શિકારીઓ, રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો માટે સ્વર્ગ હતું.

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

આજે આ પાર્ક બિલી અર્જન સિંહના પ્રયાસોથી એક સમૃદ્ધ જગ્યા બની ગઇ છે. વર્ષ 1965માં આ વિસ્તારને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જગ્યાનો લાભ ઉઠાવનારા લોકોએ તેની ઘણી ટીકા કરી હતી. પરંતુ અર્જન સિંહે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પાસેથી પરવાનગી લીધી હતી, ત્યારબાદ 1977માં જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું. પાછળથી આ ઉદ્યાનને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું અને હવે આ પાર્ક ભારતમાં વાઘનું મુખ્ય નિવાસસ્થાન છે.

કાશીપુર વન્યજીવ અભયારણ્ય, દુધવા વાઘ અભયારણ્યના ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં સૌથી જૂનું છે, તેને 1972માં વન્યજીવ અભયારણ્ય બનાવવામાં આવ્યું હતું. આ પછી, કટનીઘાટ વન્યજીવ અભયારણ્યને 1975માં અને પછી 1977માં દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ક્યારેક કાશીપુર અને કટનીઘાટને દુધવા માની લેવામાં આવે છે પરંતુ ત્રણેય એકબીજાની નજીકના વિસ્તારમાં અલગ-અલગ પાર્ક છે.

દિવસ 4

4. દુધવા નેશનલ પાર્કમાં જોવા મળતા વન્યજીવ -

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમે વન્યજીવોને પ્રેમ કરો છો અને તેમના વિશે જાણવા માગો છો તો દુધવા નેશનલ પાર્ક તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. તમને જણાવી દઈએ કે આ ઉદ્યાન 811 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 38 થી વધુ સસ્તન પ્રાણીઓ, 16 જાતિના સરિસૃપ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. દુધવા નેશનલ પાર્કમાં વાઘ, ગેંડા, સ્વેમ્પ ડીયર, હાથી, ચિતલ, કાકર, જંગલી ડુક્કર, સાંભર, રીસસ વાનર, લંગુર, સ્લોથ રીંછ, સાંભર, હોગ ડીયર, બ્લુ બુલ, શાહુડી, ઓટર, કાચબો, અજગર, મોનીટર લિઝાર્ડ, મોગર. મગર વગેરે જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ભારતીય ઉપખંડમાં જોવા મળતા લગભગ 1300 પક્ષીઓમાંથી તમે દુધવા રિઝર્વમાં 450 થી વધુ પ્રજાતિઓ જોઈ શકો છો. આ પક્ષીઓની યાદીમાં હોર્નબિલ, રેડ જંગલ ફાઉલ, બેંગાલ ફ્લોરિકન, ફિશિંગ ઇગલ, સર્પન્ટ ઇગલ, ઓસ્પ્રે, પેરેડાઇઝ ફ્લાયકેચર, વુડપેકર, શમા, ભારતીય પિટ્ટા, ઓરીઓલ્સ, એમેરાલ્ડ ડવ વગેરેનો સમાવેશ થાય છે. દુધવા રિઝર્વ પાર્કમાં શિયાળાની ઋતુમાં જળાશયોની વિશાળ વિવિધતા હોવાને કારણે અહીં યાયાવર પક્ષીઓની સંખ્યા ખૂબ જ વધી જાય છે. દુધવા નેશનલ પાર્કના પક્ષીઓ અહીં આવતા પ્રવાસીઓને આકર્ષે છે.

દિવસ 5

5. દૂધવા નેશનલ પાર્કમાં જોવા મળતી વનસ્પતિ-

વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે દૂધવા રિઝર્વ ઉત્તર પ્રદેશના તેરાઈ જિલ્લામાં બાકી રહેલા કેટલાક શ્રેષ્ઠ કુદરતી જંગલો અને ઘાસના મેદાનો પણ ધરાવે છે. અહીં જોવા મળતી વનસ્પતિ ઉત્તર ભારતીય ભેજવાળી પાનખર પ્રકારની છે. જેમાં ભારતનું સાલ જંગલ (શોરિયા રોબસ્ટા) તેનું વિશિષ્ટ ઉદાહરણ છે. આ સાથે, આ પ્રદેશમાં ભેજવાળા ઘાસના મેદાનો સૌથી વધુ વ્યાપક છે.

6. દુધવા ટાઇગર રિઝર્વમાં સફારી -

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમે સફારી ડ્રાઇવ કરવાના શોખીન છો અને તમને વન્યજીવન પસંદ છે તો દુધવા ટાઇગર રિઝર્વ તમારા માટે ખૂબ જ સારું સ્થળ છે. દુધવા નેશનલ પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે સફારી ડ્રાઈવની પણ સુવિધા છે. દુધવા સફારી ડ્રાઇવમાં તમે ગાઢ જંગલોમાં અદ્ભુત પ્રજાતિઓ જોઈ શકો છો. પરંતુ તમને જણાવી દઈએ કે અહીંના વન અધિકારીઓ સફારી ડ્રાઈવ માટે કોઈ જીપ સફારી કે ગાઈડ આપતા નથી. દુધવા સફારી માટે તમારે ખાનગી વ્યવસ્થા કરવી પડશે. દુધવામાં પાર્ક દ્વારા હાથીની સવારી પણ કરાવવામાં આવે છે અને અહીં હાથી ચાલકો ગાઇડ તરીકે કામ કરે છે.

દિવસ 6

7. દુધવા નેશનલ પાર્ક સફારીનો સમય

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમે દુધવા નેશનલ પાર્ક અથવા ટાઈગર રિઝર્વમાં સફારી ચલાવવા માંગતા હોવ તો તેનો સમય સવારે 7:00 થી 10:00 અને બપોરે 3:00 થી 6:00 સુધીનો રહેશે.

8. પાર્ક ખોલવાનો સમય -

જો તમે દુધવા ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તેનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનો છે. આ ઉપરાંત, તમે મધ્ય નવેમ્બરથી મધ્ય જૂન દરમિયાન પણ મુલાકાત લઈ શકો છો.

દુધવા નેશનલ પાર્કની ટિકિટ

ભારતીય પ્રવાસીઓ માટે: રૂ. 50

વિદેશી પ્રવાસીઓ માટે: રુ.300

9. દુધવા નેશનલ પાર્કમાં રેસ્ટોરન્ટ્સ

જો તમે દુધવા નેશનલ પાર્કની મુલાકાત લેવા જઈ રહ્યા છો અને ત્યાં જમવા માટે સારી જગ્યા વિશે જાણવા માગો છો, તો તમને જણાવી દઇએ કે તમે જે હોટેલ અથવા ગેસ્ટ હાઉસમાં રોકાયા છો ત્યાંના ભોજન સિવાય એડમિન ઓફિસમાં એક કેન્ટીન પણ છે. અહીં તમને સાદું શાકાહારી ભોજન મળશે જે ખૂબ જ સારું હોય છે. પાર્કની મુલાકાત લેતી વખતે તમે તમારી સાથે ખોરાક અને પાણી લઈ જઇ શકો છો.

10. દુધવા નેશનલ પાર્ક કેવી રીતે પહોંચવું -

જો તમે દુધવા નેશનલ પાર્કની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો અને અહીં કેવી રીતે પહોંચવું તે જાણવા માગો છો, તો જણાવી દઇએ કે તમે એર, ટ્રેન અને બસ દ્વારા દુધવા જઈ શકો છો.

11. હવાઈ માર્ગે દુધવા નેશનલ પાર્ક કેવી રીતે પહોંચવું -

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમે હવાઈ માર્ગે દુધવા નેશનલ પાર્ક જવા માંગો છો, તો જણાવી દઈએ કે આ પાર્કની સૌથી નજીકનું એરપોર્ટ લખનઉ એરપોર્ટ છે જે દુધવાથી 238 કિમી દૂર છે. લખનઉ પહોંચ્યા પછી, તમને દુધવા પહોંચવા માટે બસ અથવા કેબ મળશે.

12. રેલ્વે અથવા ટ્રેન દ્વારા દુધવા નેશનલ પાર્ક કેવી રીતે પહોંચવું-

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમારે રેલ્વેની મુસાફરી કરવી હોય તો દુધવા રેલ્વે સ્ટેશન રેલ્વે હેડથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તે રેલ હેડ રેલ દ્વારા લખનૌ અને નૈનીતાલ સાથે સારી રીતે જોડાયેલું છે. જો તમે દિલ્હીથી મુસાફરી કરી રહ્યા છો, તો આ માટે તમે દિલ્હીથી સીધા શાહજહાંપુર સુધી આવો, ત્યારબાદ અહીંથી રોડ માર્ગે દુધવા જાઓ. અહીંથી દુધવા નેશનલ પાર્કનું અંતર 107 કિમી છે.

13. રોડ દ્વારા દુધવા પાર્ક કેવી રીતે પહોંચવું-

Photo of દૂધવા નેશનલ પાર્ક ફરવાની પૂરી જાણકારી અને ખાસ વાતો by Paurav Joshi

જો તમે સડક માર્ગે દુધવા નેશનલ પાર્ક જવાનું વિચારી રહ્યા છો, તો અહીંથી સૌથી નજીકનું શહેર 5 કિમીના અંતરે આવેલું પલિયા છે, જે 238 કિમીના અંતરે લખનઉ સાથે સડક માર્ગે જોડાયેલ છે. UPSRTC અને ખાનગી બસો પલિયા અને લખીમપુર-ખીરી, શાહજહાંપુર, બરેલી (260 કિમી) અને દિલ્હી (430 કિમી) વચ્ચે દોડે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો