ચોમાસાની મજા માણવી હોય તો આ નેશનલ પાર્કમા ફરવાનો પ્લાન બનાવો.!

Tripoto
Photo of ચોમાસાની મજા માણવી હોય તો આ નેશનલ પાર્કમા ફરવાનો પ્લાન બનાવો.! 1/1 by Vadher Dhara

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે જ્યાં દરેક મોસમ તેની સુંદરતા વધારો કરતો રહે છે. તમને જુદી જુદી સિઝનમા એકની એક જગ્યા દરેક વખતે અલગ જોવા મળશે. એમા પણ સૌથી વધુ સુંદરતા ચોમાસામાં હોય છે. વરસાદ પડતા જ બધું લીલું અને સુખદ લાગવા લાગે છે. મે-જૂનના આકરા તાપથી રાહત મેળવવા દરેક ચોમાસાની રાહ જોવે છે. ચોમાસામાં મુસાફરી કરવાની મજા જ અલગ છે. ચોમાસા જેવી સુંદરતા ભાગ્યે જ જોવા મળે, પણ સવાલ એ છે કે ફરવા ક્યાં જવું? જો તમારે ચોમાસામાં પ્રકૃતિનો આનંદ માણવો હોય તો તમારે ભારતના નેશનલ પાર્ક્સની મુલાકાત લેવી જોઈએ. અમે ભારતના કેટલાક નેશનલ પાર્કનુ લિસ્ટ બનાવ્યુ છે જ્યાં તમારે ચોમાસામાં જરુર જવુ જોઇએ.

1. દાચીગામ નેશનલ પાર્ક

જમ્મુ-કાશ્મીર ભારતના સુંદર રાજ્યોમાનુ એક છે. દાચીગામ નેશનલ પાર્ક આ જ સુંદરતાની ધરતી પર છે. ચોમાસાની મજા માણવા માટે દરિયાની સપાટીથી 14 હજાર ફૂટની ઊંચાઇ પર સ્થિત દાચીગામ નેશનલ પાર્ક, એક શ્રેષ્ઠ સ્થાન છે. આ નેશનલ પાર્ક એટલુ સુંદર છે કે તમને અહીંનાં દૃશ્યો જોઈને આશ્ચર્ય થશે. ચોમાસામાં તો આ સ્થાન વધુ સુંદર બને છે. આ નેશનલ પાર્કમાં ચિત્તા, બિલાડી અને હિમાલયન લંગુર જેવા ઘણા જંગલી પ્રાણીઓ રહે છે. ચોમાસામાં જમ્મુ-કાશ્મીરના દાચિગામ નેશનલ પાર્કની મુલાકાત લઈ શકાય છે.

2. ગોવિંદ સાગર રાષ્ટ્રીય ઉદ્યાન

ચોમાસામાં કુદરતી સૌંદર્ય સાથે એડવેંચર કરવું હોય તો તમારે હિમાચલ પ્રદેશના ગોવિંદ સાગર નેશનલ પાર્કની મુલાકાત લેવી જ જોઇએ. આનંદપુરથી લગભગ 83 કિ.મી. ના અંતરે આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન ચોમાસામાં ફરવા માટેની એક સરસ જગ્યા છે. આ સ્થાન ચોમાસામાં તમને ખુશખુશાલ કરી દેશે. અહીં તમે કેમ્પિંગ, હાઇકિંગ અને ટ્રેકિંગ કરી શકો છો. આ ઉપરાંત હિમાચલનુ ગોવિંદ સાગર નેશનલ પાર્ક જંગલી સુવર, સામ્ભર જેવા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનુ ઘર છે.

3. ફ્લાવર વેલી

જો કોઈ પણ જગ્યાને સ્વર્ગ કહેવું હોય તો ઉત્તરાખંડમાં આવેલી ફ્લાવર વેલીને કહી શકાય. જ્યાં દૂર-દૂર સુધી ફૂલો જોઇ શકાય છે અને વળી રસ્તામાં ઝરણા અને નદીઓ પણ મળે, આનાથી સુંદર બીજુ શું હોઈ શકે? આ વેલી દર સિઝનમાં પોતાનો રંગ બદલતી રહે છે. ચોમાસામાં આ સ્થાન વધુ સુંદર બને છે. તમને સુંદર વાદીઓ વચ્ચે એવા દૃશ્યો જોવા મળશે કે તમને બીજે ક્યાંય જવાનુ મન જ નહીં થાય. ડગલે ને પગલે ફ્લાવર વેલી તમને આશ્ચર્યજનક દ્રશ્યોથી વાકેફ કરાવશે. ચોમાસામાં તમે વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લેવાનો પ્લાન કરી શકો છો.

4. હેમિસ નેશનલ પાર્ક

લદાખ જવું એ દરેક મુસાફરનું સ્વપ્ન હોય છે. આ સુંદર વાદીઓમાં હેમિસ નેશનલ પાર્ક છે. જો તમે ચોમાસામાં લદ્દાખ જાઓ તો હેમિસ નેશનલ પાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ચોમાસામાં લદાખ કેટલું સુંદર હોય છે તે હેમિસ નેશનલ પાર્કમાં આવીને સમજાશે. આ નેશનલ પાર્કમાં એવા જંગલી પ્રાણીઓ છે જે તમને ખુબ ઓછા સ્થળોએ જોવા મળશે. તે દુર્લભ પ્રાણીઓમાં એશિયન ઈબેક્સ, યુરેશિયન બ્રાઉન રીંછ અને હિમાલયના મમંટનો સમાવેશ થાય છે. તમે આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બર્ડ વોચિંગ કરી શકો છો.

5. કાબિની નેશનલ પાર્ક

કર્ણાટકનુ કાબિની નેશનલ પાર્ક દક્ષિણ ભારતનુ સૌથી પ્રખ્યાત અને સુંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાબિની નેશનલ પાર્કની મુલાકાત લીધા વિના દક્ષિણ ભારતની રઝળપાટ પૂર્ણ થઈ શકતી નથી. આ રાષ્ટ્રીય ઉદ્યાન દરેકને તેની તરફ આકર્ષે છે. ચોમાસામાં કાબિની નેશનલ પાર્ક વધુ સુંદર લાગે છે. તમે આ નેશનલ પાર્કમાં કાબિની નદીમાં બોટથી ફરી શકો છો. નદીમાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું અદભૂત દૃશ્ય તમારું દિલ ખુશ કરી દેશે. તમે કાબિની નેશનલ પાર્કમાં સફારીનો આનંદ માણી શકો છો.

6. જિમ કોર્બેટ નેશનલ પાર્ક

જીમ કોર્બેટ નેશનલ પાર્ક પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. જો તમે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડી રાહત મેળવવા માગો છો તો ઉત્તરાખંડનો આ નેશનલ પાર્ક તમને સુકુન આપશે. ચોમાસામાં જિમ કોર્બેટ નેશનલ પાર્ક વધુ સુંદર બને છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ 1936 માં જીમ કોર્બેટ પર રાખવામાં આવ્યું હતું. રામગંગા નદીના કાંઠે વસેલો આ નેશનલ પાર્ક વાઘનું ઘર છે. આ સિવાય ઘણા પ્રાણીઓ અને 600 પ્રકારના પક્ષીઓ રહે છે. અહીં તમે ધોધની મજા લઇ શકો છો અને જંગલ સફારી પણ કરી શકો છો. જો તમારી કિસ્મત સારી રહી તો તમને ઘણા પ્રાણીઓ જોવા મળશે.

7. નંદા દેવી નેશનલ પાર્ક

જો તમે ચોમાસામાં પ્રકૃતિના આશ્ચર્યજનક સુંદર દૃશ્યો જોવા માંગતા હો તો પછી નંદા દેવી નેશનલ પાર્કમાં પહોંચી જાઓ. નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાનને 1988 માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યો. આશરે 630 ચો.કિમી મા ફેલાયેલુ આ નેશનલ પાર્ક એડવેંચર્ના શોખિનો માટે સ્વર્ગથી ઓછું નથી. આ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનુ બીજુ ઊંચુ શિખર નંદા દેવીની આસપાસ ફેલાયેલો છે. તમે અહીં કેપીંગ, હાઇકિંગ અને ટ્રેકિંગ પણ કરી શકો છો. નંદા દેવીની યાત્રા લતા ગામથી શરૂ થાય છે અને ધારસી પર સમાપ્ત થાય છે. એવરેસ્ટ સર કરનારા એડમંડ હિલેરીએ પોતાની આત્મકથામાં કહ્યું છે કે નંદા દેવી નેશનલ પાર્ક ભગવાન દ્વારા આપવામાં આવેલું એક સુંદર જંગલ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.