આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા

Tripoto
Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 1/7 by Paurav Joshi

ભારતીય રેલવે યાત્રીઓને સાધારણ ટ્રેનની સાથે સાથે લકઝરી સુવિધા ધરાવતી ટ્રેનોની સેવા પણ આપે છે. ભારતીય રેલવેએ આવી જ એક લકઝરી બૌદ્ધ સર્કિટ ટ્રેનની શરુઆત કરી છે જેમાં મુસાફરી કરનારા યાત્રીઓને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળોના દર્શનની સાથે સાથે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ મળશે. સાથે જ તેમાં બધા પ્રકારના શાહી ઠાઠમાઠ પણ મળશે. તો આવો જાણીએ આ ટ્રેનમાં મળનારી સુવિધાઓ અને તેના ભાડા અંગે.

Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 2/7 by Paurav Joshi

કોરોનાના કેસોમાં ઘટાડો આવવાની સાથે જ સરકારે પર્યટનની દિશામાં પોતાના પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. જે હેઠળ બૌદ્ધ સર્કિટ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આ ટ્રેનને ભારત સરકારના સ્વદેશ દર્શન યોજના સ્કીમ હેઠળ શરુ કરવામાં આવી છે. આ ટ્રેનમાં સવાર બધા યાત્રીઓને દેશભરના જુદા જુદા બૌદ્ધ સ્થળોનું ભ્રમણ કરાવવામાં આવશે.

Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 3/7 by Paurav Joshi

આઇઆરસીટીસીની વેબસાઇટ અનુસાર બૌદ્ધ સર્કિટ ટ્રેન ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળો સારનાથ, ગયા, કુશીનગર, શ્રાવસ્તી અને રાજગીર સહિત ઘણાં સ્થળોએથી પસાર થશે. આ ટ્રેન પહેલા દિવસે દિલ્હીથી રવાના થઇને બીજા દિવસે ગયા પહોંચશે. ત્યાર બાદ ત્રીજા દિવસે રાજગીર અને નાલંદાનું ભ્રમણ કરીને ચોથા દિવસે વારાણસી અને સારનાથ પહોંચશે. ત્યાર બાદ આ ખાસ લકઝરી ટ્રેન પાંચવા દિવસે લુમ્બિની અને છઠ્ઠા દિવસે કુશીનગર જશે. ત્યાર બાદ સાતમા દિવસે શ્રાવસ્તી અને આંઠમાં દિવસે આગ્રા થઇને દિલ્હી પાછી ફરશે.

Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 4/7 by Paurav Joshi

કેટલું હશે ભાડું

ટ્રેનની વેબસાઇટ અનુસાર આવતા વર્ષે 15 જાન્યુઆરીએ આ ટ્રેન નવી દિલ્હીથી રવાના થશે. ત્યાર બાદ 29 જાન્યુઆરી, 26 ફેબ્રુઆરી, 12 માર્ચ, 8 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 12 નવેમ્બર, 26 નવેમ્બર, 10 ડિસેમ્બર અને 24 ડિસેમ્બરે આ ટ્રેન યાત્રીઓને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવશે. પ્રવાસીઓ 7 દિવસ અને 8 દિવસ આ યાત્રા માટે અંદાજે 88,060 રુપિયા ખર્ચ કરવા પડશે. જો કે આ ભાડું ફર્સ્ટ એસીમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટેનું છે. સેકન્ડ એસી માટે 72,030 રુપિયા ખર્ચ કરવા પડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં એકસાથે 96 યાત્રી અને સેકન્ડ એસીમાં 60 યાત્રીઓ સવાર થઇ શકે છે.

Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 5/7 by Paurav Joshi

ટ્રેનમાં આવી છે સુવિધાઓ

આ લકઝરી ટ્રેનમાં યાત્રીઓને પ્રોફેશનલ કર્મચારીઓ દ્ધારા સુવિધા પ્રદાન કરવામાં આવશે. સાથે જ આ ટ્રેનના કોચને પણ ઘણા ભવ્ય રીતે સજાવાયા છે. જેથી યાત્રીઓને શાહી ઠાઠની પુરી સુવિધા મળી શકે. આ ટ્રેનના ડાઇનિંગ કોચને પણ વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં આધુનિક સુવિધાઓ જેવા કે ટચ વગરના નળ, ચામડાનું ઇન્ટિરિયર, સોફા, બાયો વેક્યુમ, શૌચાલય અને એડજસ્ટેબલ રીડિંગ લાઇટ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. સાથે જ આ ટ્રેનને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પેન્ટિંગ, ચિત્રકળા અને ફોટોથી સજાવાઇ છે.

Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 6/7 by Paurav Joshi
Photo of આ ટ્રેનમાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા 7/7 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads