IRCTC નું પેકેજઃ રામલલાની સાથે કરો માતા સીતાના જન્મ સ્થાનના દર્શન, જાણો ડિટેલ્સ અને ભાડું

Tripoto
Photo of IRCTC નું પેકેજઃ રામલલાની સાથે કરો માતા સીતાના જન્મ સ્થાનના દર્શન, જાણો ડિટેલ્સ અને ભાડું by Paurav Joshi

દોસ્તો, ભગવાન શ્રીરામમાં શ્રદ્ધા રાખનારા એ બધા પ્રવાસીઓ માટે આઇઆરસીટીસી ફરીએકવાર રામાયણ સર્કિટ યાત્રાનું ટૂર પેકેજ લઇને આવ્યું છે. જેમ જેમ ચારેબાજુ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યની યોજના જોર શોરથી ચાલી રહી છે લોકોમાં ઉત્સુકતા જાગવા લાગી છે. આ શ્રેષ્ઠ પેકેજ દ્વારા 18 દિવસ સુધી પર્યટકોને ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા પર્યટન સ્થળોના દર્શન કરાવવામાં આવશે. સાથે જ વારાસણીમાં કાશી વિશ્વનાથ કૉરિડોર ઉપરાંત બનારસના અન્ય બધા તીર્થ સ્થળોના પણ દર્શન અને ભ્રમણ કરાવાશે. આ પેકેજમાં IRCTC દ્વારા પ્રવાસીઓને પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા બધા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોનું ભ્રમણ અને દર્શન કરાવવામાં આવશે. તો આવો જાણીએ પેકેજની પૂરી ડિટેલ્સ.

પેકેજની ડિટેલ્સ

મિત્રો, રામાયણ સર્કિટ યાત્રાનું ટૂર પેકેજ 18 દિવસનું હશે. આ પેકેજ દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી 21 જૂન 2022થી શરૂ થઇ ગયું છે. આપને જણાવી દઇએ કે આ પેકેજમાં યાત્રાનો પહેલો પડાવ પ્રભુ શ્રી રામના જન્મ સ્થળ અયોધ્યાથી શરૂ થશે. જ્યાં તમને શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે. ત્યારબાદ રામેશ્વરમથી ઉપડીને આ ટ્રેન કાંચીપુરમ પહોંચશે જ્યાં પ્રવાસીઓને શિવ કાંચી, વિષ્ણુ કાંચી અને કામાક્ષી માતા મંદિરનું ભ્રમણ કરાવાશે. આ ટ્રેનનો અંતિમ પડાવ તેલંગાણા રાજ્યમાં સ્થિત ભદ્રાચલમ હશે. જેને તમે દક્ષિણનું અયોધ્યા પણ કહી શકો. અંતમાં આ ટ્રેન 18મા દિવસે દિલ્હી પાછી ફરશે. આ દરમિયાન ટ્રેન દ્વારા 8000 કિલોમીટરની યાત્રા પૂરી કરવામાં આવશે. દોસ્તો આપને જણાવી દઇએ કે આ પેકેજની સૌથી ખાસ વાત એ છે કે એવુ પહેલીવાર હશે જ્યારે IRCTCના પર્યટકની ટ્રેન પહેલીવાર નેપાળ પહોંચશે.

ટૂરનું કેટલું હશે ભાડું?

મિત્રો, IRCTCના આ 18 દિવસના પ્રવાસ માટે તમારે ફક્ત 62370 રૂપિયા પ્રતિ વ્યક્તિનું ભાડું આપવું પડશે. સાથે જ જો તમે 100 બુકિંગ કરાવો છો તો તમને 10%નું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ટૂર પેકેજની કિંમતમાં યાત્રીઓને રેલ યાત્રા ઉપરાંત, સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, બસો દ્વારા પર્યટક સ્થળોનું ભ્રમણ, એસી હોટલોમાં રોકાવાની વ્યવસ્થા, ગાઇડ અને ઇન્સ્યોરન્સ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હપ્તેથી પણ કરી શકો છો ભાડાની ચુકવણી

દોસ્તો, IRCTCએ આ ટૂરની બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા અને ગ્રાહકો માટે આને વધારે આકર્ષક બનાવવા માટે ટૂરની રકમની ચુકવણી માટે પ્રવાસીઓને સરળ હપ્તે પેમેન્ટની સુવિધા પ્રદાન કરી છે. પેકેજને પ્રવાસીઓમાં વધારે આકર્ષક તેમજ સુવિધાજનક બનાવવા માટે પેટીએમ તેમજ રેઝર-પે જેવી પેમેન્ટ ગેટવે સંસ્થાઓ સાથે કરાર કર્યો છે. જેનાથી ટૂરની રકમની ચુકવણી સરળ હપ્તેથી પણ કરી શકાય. જો હપ્તેથી ચુકવણીની આ સુવિધા લેવી હોય તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી બુકિંગ કરવા પર આ સુવિધા તમને મળી જશે.

પ્રવાસીઓની અન્ય સુવિધાઓનું પણ રાખવામાં આવશે ધ્યાન

IRCTCની આ યાત્રાના પૂરા સમયગાળા દરમિયાન IRCTCની ટીમ પ્રવાસીઓની સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય સંબંધી બધી વાતોનું ધ્યાન રાખશે તેમજ યાત્રીઓની સુરક્ષિત અને ચિંતા મુક્ત યાત્રાનો અનુભવ આપવાનો પ્રયાસ કરશે. IRCTC દ્વારા બધા પર્યટકોને ફેસ માસ્ક, હેન્ડ ગ્લોવ્સ અને સેનિટાઇઝર રાખવા માટે એક સુરક્ષા કિટ પણ પ્રદાન કરવામાં આવશે. સાથે જ બધા પર્યટકો અને કર્મચારીઓનું ટેમ્પરેચર માપવામાં આવશે. તેમજ બધા હોલ્ટ સ્ટેશનો પર વારંવાર ટ્રેન સેનિટાઇઝેશન વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દરેક સમયે બધા કર્મચારીઓની બરોબર તપાસ કરવામાં આવશે અને પ્રત્યેક ભોજન સેવા બાદ રસોઇ અને રેસ્ટોરન્ટને સાફ અને સેનિટાઇઝ કરવામાં આવશે. જો તમે આ પેકેજનો લાભ લેવા માંગો છો તો આ પેકેજનું બુકિંગના પહેલા 18 વર્ષ કે તેથી વધુની ઉંમરના પ્રત્યેક યાત્રીને કોવિડની રસીના બન્ને ડોઝ લઇ લેવો અનિવાર્ય છે.

પેકેજનું બુકિંગ કેવી રીતે કરશો?

મિત્રો, IRCTCના આ પેકેજના બુકિંગની સુવિધા ઓફિશિયલ વેબસાઇટ, વહેલાં તે પહેલાંના આધારે ઉપલબ્ધ છે. જો તમે આ પેકેજને બુક કરાવવા માંગો છો તો IRCTCની ઑફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર વિઝિટ કરી શકો છો. પેકેજની પૂરી જાણકારી તમને ઑફિશિયલ વેબસાઇટ પર મળી જશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads