ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ

Tripoto

પિંડુલ ગુફા

જમીનની અંદર વહેતા પાણીના કારણે જ્યારે ચૂનાના પથ્થરથી બનેલા ખડકો કાપી કાપીને ગુફાઓનું નિર્માણ કરી દે છે તો આને ભૂગોળની ભાષામાં કાર્સ્ટ કહેવામાં આવે છે. કાર્સ્ટ દ્ધારા નિર્મિત, પિંડુલ ગુફા ઇન્ડોનેશિયાના ગુનાંગ કિડુલ શહેરના કેન્દ્ર વોનોસારીથી લગભગ 7 કિલોમીટર દક્ષિણમાં આવેલી છે. ગોવા પિડુલ વિશેષ રીતે ગુફા ટ્યુબિંગ માટે પ્રસિદ્ધ છે. અહીં પ્રવાસીઓ ગુફાની અંદર ભૂમિગત નદીની સપાટી પર ટાયરોના સહારે તરવાની તક મળે છે.

શું છે ખાસિયત અહીંની?

Photo of ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ 1/5 by Paurav Joshi

ગોવા પિંડુલ ગુફામાં પ્રવાસીઓ ભૂમિગત ગુફામાં વહેતી નદીમાં ટ્યુબિંગ કરવાનો અદ્ભુત અનુભવ લઇ શકે છે.

ગુંગુગ કિટુલના યોગ્યકાર્ટામાં સ્થિત પિંડુલ ગુફામાં નદી પર ટ્યૂબિંગ કરીને તમે ધરતીના ગર્ભમાં એક અલગ પ્રકારનો રોમાંચ અનુભવી શકો છો. આ રોમાંચક પ્રવૃતિ જેને ગુફાની અંદર કરવામાં આવે છે. બે પ્રકારની રમતને ભેગા કરી દે છે. પહેલું રાફ્ટિંગ અને બીજુ કેવિંગ. નદીની ધારા ગેદોંગ તુજુહ ઝરણાથી આવે છે જે ક્યારેય નથી સુકાતુ. નદીને વેગને શાંત થવાના કારણે બાળકો પણ આ પ્રવૃતિમાં સામેલ થઇ શકે છે.

નદીના પ્રવાહમાં મસ્તીમાં વહેતા તમે અંતમાં ગુફાની છત પર બનેલા છેદ (કાણાં)ની પાસે પહોંચી જશો. અહીં આવતા નદી એક તળાવનું રુપ ધારણ કરે છે અને ગુફાની છત પર બનેલા છેદથી આવતા તડકાનો આછો આછો પ્રકાશ સુંદર લાગે છે. આ જગ્યા થોડો આરામ કરવા, તસવીરો લેવા માટે ઘણી સારી છે. અને પોતાની સાહસિક પ્રવૃતિ સમાપ્ત કરતા પહેલા જો તમે ગુફાના મુખ સુધી જવા માંગો છો તો જરુર કરો.

ગુફાને સારીરીતે ઓળખો:

Photo of ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ 2/5 by Paurav Joshi

પિંડલુ ગુફાને 10 ઓક્ટોબર 2010ના રોજ ખોલવામાં આવી હતી. આ ગુફા ત્રણસો પચાસ મીટર લાંબી, પાંચ મીટર પહોળી અને નદીની સપાટીથી છત સુધી ચાર મીટર ઉંચી છે. ગુફામાં પાણી અલગ અલગ જગ્યા પર લગભગ પાંચથી 12 મીટર ઊંડુ છે.

ગુફાના ત્રણ ભાગ છે. એક ભાગમાં પ્રકાશ આવે છે, બીજા ભાગમાં થોડુક અજવાળુ આવતું હોવાથી થોડોક વિસ્તાર દેખાય છે, અને એક ભાગ એવો છે જ્યાં અંધારુ હોવાના કારણે કંઇ દેખાતુ નથી. જે ભાગમાં પ્રકાશ આવે છે ત્યાં પ્રવાસીઓ ટાયરથી ઉતરીને તરી શકે છે અને ઇચ્છે તો ખડક પરથી પાણીમાં ભૂસકા પણ મારી શકે છે. હળવો પ્રકાશ વેલ ભાગમાં આવે ત્યારે તમે ગુફાની છતો અને દિવાળો પર સ્વાભાવિક રીતે બનેલી સુંદર સ્ટેલેક્ટસાઇટ્સની સંરચનાઓ નિહાળી શકો છો. ગુફાની અંદર અંધકારવાળા ક્ષેત્રમાં આવતા જ તમે થોડાક સમય માટે પૂર્ણ રીતે અંધકાર અને સન્નાટાનો અતુલ્ય અનુભવ કરી શકો છો.

ગુફાની અંદર આકર્ષણ

Photo of ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ 3/5 by Paurav Joshi

સ્ટેલેક્ટસાઇટ્સની સ્વાભાવિક સંરચનાઓ ગુફાનું એક મુખ્ય આકર્ષણ છે. આ ગઠિત સંરચનાઓ ગુફાની છતથી લટકેલી રહે છે. પિંડુલ ગુફામાં રહેલી એક વિશેષ સ્ટેલેક્ટાઇટ ગુફા સૌથી મોટી અને દુનિયાની ચોથી સૌથી મોટી સંરચના છે. આ સંરચના એટલી મોટી છે કે જો આની પર ચારે બાજુથી હાથ રાખવામાં આવે તો પાંચ લોકોની જરુર પડશે.

પાણીના વહેણ અને ચૂના પથ્થરથી નીકળેલુ દૂધજેવો તરલ પદાર્થની ગુફાની અંતર સ્ફટિકના ખડકો પર અદભુત કલાત્મક ડિઝાઇન બનેલી જોઇ શકાય છે. ગુફાના કેન્દ્રમાં એક મોટો સ્તંભ છે જે હજારો વર્ષ પહેલા સ્ટેલેક્ટસાઇટ અને સ્ટાલાગ્માઇટના એકીકરણથી બન્યો છે. ગુફાની છત પરથી પાણીની મોતી જેવી બુંદો નીચેથી નીકળતા પ્રવાસીઓ પર ટપકતી ઘણી સારી લાગે છે.

કહાનીઓ અનુસાર

Photo of ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ 4/5 by Paurav Joshi

લોકવાયકા અનુસાર ગુફાનુ નામ પડવા પાછળ એક માણસની વાર્તા છે જે પોતાના પિતાને શોધવા આ ગુફાના રસ્તો નીકળી પડ્યો હતો. જોકો સિંગલુલંગ નામથી એક વ્યક્તિએ પોતાના પિતાની શોધમાં જંગલ, ગુફાઓ, નદીઓ અને પર્વત બધુ જ ફેંદી નાખ્યુ. જ્યારે સિંગલુલંગે બેજહારજો ગામની ગુફાઓમાંથી એકમાં પ્રવેશ કર્યો, તો તેમના ગાલ ખડક સાથે ટકરાયા અને સુજી ગયા. પિંડુલ નામ'પાઇપી ગેબેન્ડુલ' શબ્દથી લેવામાં આવ્યો છે જેનો અર્થ છે સુજેલો ગાલ.

જરુરી જાણકારી

Photo of ગોવા પિંડુલ ગુફામાં ટ્યૂબિંગઃ જમીનની અંદર વહેતી નદી પર તરવાનો અભૂતપૂર્વ અનુભવ 5/5 by Paurav Joshi

ક્યાં છે?

દેસા વિસાતા બેજહારજો, ગુંગુંગ કિદુલ 558 9 1, ઇન્ડોનેશિયા

ગુફામાં ફરવાનો સમયગાળો

પિસ્તાળીસ મિનિટ

ક્યારે શરુ થાય છે?

ગુફામાં ટ્યુબિંગ સવારે 8 વાગે શરુ થઇ જાય છે. પરંતુ ગુફામાં ટ્યુબિંગ કરવાનો યોગ્ય સમય સવારે નવ કે દસ વાગ્યાનો છે જ્યારે પાણીની ધાર સહનશીલ હોય છે. આ સમયે ટ્યુબિંગ કરવાનો વધુ એક ફાયદો એ છે કે ગુફાની છતથી છેદ (કાણાં)માંથી આવતો પ્રકાશ ઘણો જ સારો લાગે છે.

પોતાનું રિઝર્વેશન ઓછામાં ઓછા એક દિવસ પહેલા કરાવી લો

ખર્ચો

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 425 ભારતીય રુપિયા એટલે કે 90,000 ઇન્ડોનેશિયાઇ રુપિયો અને સ્થાનિક પ્રવાસીઓ માટે 236 ભારતીય રુપિયા એટલે કે 50,000 ઇન્ડોનેશિયાઇ રુપિયા. ખર્ચમાં હેલ્મેટ, લાઇફ વેસ્ટ, રબર ટ્યુબ, રબરના જુતા અને એક અનુભવી ગાઇડ સામેલ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો