
ફ્લાઇંગ કાર એટલે કે ઉડતી કાર અત્યાર સુધી એક સપના સમાન છે. દુનિયાભરની જુદી જુદી કંપનીઓ આ સપનાને હકીકતમાં બદલવા માટે પ્રયાસરત છે. ભારત પણ દોડમાં પાછળ નથી. ચેન્નઇ સ્થિત ફર્મ Vinata Aeromobility (વિનાટા એરોમોબિલિટી)એ દુનિયાના સૌથી મોટા હેલિટેક એક્સપો- એક્સેલ, લંડનમાં એશિયાની સૌથી પહેલી હાઇબ્રિડ ફ્લાઇંગ કારના પ્રોટોટાઇપને પ્રદર્શિત કર્યું છે.
કેવી છે આ કાર
કંપનીએ પોતાની યૂટ્યુબ ચેનલ પર ફ્લાઇંગ કારના ડિજિટલ પ્રોટોટાઇપનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં બતાવાયું છે કે ઉડતી કારની કેબિન કેવી હશે અને તેમાં કેટલા લોકો બેસી શકશે. વીડિયોમાં આ કારમાં બેસવાની વ્યવસ્થાની ઝલક દેખાડવામાં આવી છે. આ ઉડનારી કારમાં એકસાથે બે લોકો બેસી શકે છે. કારના પાંખ જેવા દરવાજા સીધા ખુલે છે. કારની કેબિનમાં એક મોટો વર્ટિકલ ડિજિટલ ટચસ્ક્રીન સિસ્ટમ છે જેનો ઉપયોગ અન્ય ચીજો ઉપરાંત, નેવિગેશન માટે કરી શકાય છે.
જુઓ આ ફ્લાઇંગ કારનો વીડિયો
કેવી હોય છે હાઇબ્રિડ કાર
એક હાઇબ્રિડ કાર જોવામાં કોઇ સામાન્ય કાર જેવી જ હોય છે. પરંતુ તેમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પેટ્રોલ કે ડીઝલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટર પણ હોય છે. આ ટેક્નોલોજીને હાઇબ્રિડ કહેવાય છે. હવે મોટાભાગની કંપનીઓ આ જ પ્રકારની કારો બનાવવા પર કામ કરી રહી છે.
કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સન
વિનાટા એરોમોબિલિટીની ટીમનો દાવો છે કે હાઈબ્રિડ ફ્લાઈંગ કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સાથે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ છે, જે કારને ઉડાડવા અને ચલાવવાના અનુભવને વધારે આકર્ષક અને પરેશાની મુક્ત બનાવે છે. કાર બહારથી જોવામાં ઘણી આકર્ષક હશે, જેમાં જીપીએસ ટ્રેકરની સાથે જ પેનોરમિક વિંડો કેનોપી આપવામાં આવશે.
કેટલુ છે વજન
હાઈબ્રિડ ફ્લાઈંગ કારનુ વજન 1100 કિલોગ્રામ છે અને આ મહત્તમ 1300 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. જેમાં એક બેટરી છે અને મેડ ઈન ઈન્ડિયા હાઈબ્રિડ ફ્લાઈંગ કાર છે. આ કારના ઉપયોગને વધુ ટકાઉ બનાવવા માટે તેમાં બેટરીની સાથે-સાથે બાયો ફ્યૂઅલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિનાટા એરોમોબિલિટીની ફ્લાઈંગ કારને બે મુસાફર માટે ડિઝાઈન કરવામાં આવી છે અને આ 100-120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે. કંપનીએ મહત્તમ ઉડાનનો સમય 60 મિનિટ અને મહત્તમ ઉંચાઈ 3000 ફૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અંદરથી કેવી છે આ કાર
આ વર્ટિકલ ટચસ્ક્રીનની ઉપર ત્રણ હૉરિઝોન્ટલ તરીકે રાખવામાં આવેલી સ્ક્રીન છે જે મોસમની જાણકારી સહિત અલગ અલગ પ્રકારના કાર્યો અને ફંકશનની જાણકારી આપશે. આ ફ્લાઇંગ કારનું સ્ટીયરિંગ વ્હીલ એક યોક જેવું છે જેના સેન્ટરમાં કંપનીનો લોગો આપવામાં આવ્યો છે. તેની સીટો ઘણી આરામદાય છે. સીટોના કિનારે એક શેમ્પેન હોલ્ડર પણ આપવામાં આવ્યું છે.
ક્યારે થશે લૉન્ચ
વિનાટા એરોમોબિલિટીએ ગત મહિને દેશના નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની ફ્લાઇંગ કારનું પ્રોટોટાઇપ રજુ કર્યું હતું. તેમણે આ બનાવનારની પ્રશંસા કરી હતી. આ કાર 2023 સુધી એક હકીકત બની શકે છે. આ કારનો ઉપયોગ લોકોની આવન જાવન ઉપરાંત કાર્ગોના પરિવહન માટે કરવામાં આવશે. ત્યાં સુધી કે આની મદદથી ઇમરજન્સી સેવાઓ પણ પ્રદાન કરવામાં આવશે.