પોતાને ફૂલ ટાઈમ ટ્રાવેલર કહેતા અમેરિકન યુગલ એનેટ અને ડેનિયલ 2020 માં થાઈલેન્ડ ગયા એ પહેલા અનેક દેશો ફરી ચુક્યા હતા. અને હવે 2020 તેઓ થાઈલેન્ડમાં જ રહે છે!
અને એમણે તાજેતરમાં જ એક બાળકને ક્રાબીમાં જન્મ આપ્યો!
શરૂઆત કેવી રીતે થઇ?
2017 માં એનેટ અને ડેનિયલને એવું સમજાયું કે તે પોતાની 9 થી 5 ની નોકરીમાં ખુશ નથી અને તેમના સપનાઓ કંઈક અલગ છે. તેઓ પોતાના જીવનનો દરેક દિવસ ખુબ જ ઉત્સાહથી જીવવા માંગે છે અને આ પળે જ એમણે પોતાને લગ્નમાં માઇલી ભેટો વેચીને થાઈલેન્ડ માટે વન વે ટિકિટ ખરીદી લીધી!
એનેટ અને ડેનિયલ 2020 માં પેન્ડેમિકની ઘોષણા વખતે થાઈલેન્ડમાં હતા અને એનેટના શબ્દોમાં કહીએ તો " સારું હતું કે મને પેન્ડેમિકમાં થાઈલેન્ડમાં હતા!"
તેઓ પહેલેથી જ ક્યુબા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર, ઇન્ડિયા, વિયેતનામ, શ્રી લંકા, જેવા દેશી ફરી ચુક્યા હતા. પેંડેમિકના કારણે એમના પ્લાન્સ જયારે કેન્સલ થવાની શરૂઆત થઇ ત્યારે એ સિગાઓ આઇલેન્ડ પર હતા ત્યાંથી એમણે તરત જ થાઈલેન્ડ જવાનું નક્કી કર્યું. અને લોકડાઉન સમયે એ કોહ ચેન્ગના જંગલ ઘરમાં 10 કુતરાના બચ્ચાઓને સાચવી રહ્યા હતા!
થાઈલેન્ડની લોકડાઉન લાઈફ
લોકડાઉનમાં એમણે પોતાની યુ ટ્યુબ ચેનલ, ચેઝ ફોર એડવેન્ચર પર કામ કર્યું. માસ્ક બનાવવવા, ઇંગ્લિશ શીખવવું જેવા કામો પણ એમણે કાર્ય.
લોકડાઉનના નિયમો હળવા થતા જ તેઓ કંચનબુરી, હુઆ હું, કોહ ફાંગો, કોહ તાઓ, અને ક્રાબી ફરવા નીકળી પડ્યા. અને ત્યાં જ એમના જીવનમાં એક વ્યક્તિનો ઉમેરો થયો!
2020 ના અંતમાં તેઓ નોર્થ થાઈલેન્ડના ચિઆંગ માઓ માં માજા કરી રહ્યા હતા.
આ યુગલ માટે કેવું છે 2021 નું પહેલું ક્વાર્ટર?
2020 ના છેલ્લા અઠવાડિયાઓમાં તેઓ ક્રાબી શિફ્ટ થઇ ગયા અને ધામધૂમથી નવું વર્ષ ઉજવ્યું. એમણે ત્યાં ડિજિટલ નોમેડ કોરસે, "વર્કર તો વન્ડરર" શરુ કર્યો. માર્ચ 2021 માં એમણે ક્રાબીમાં પોતાના દીકરા એપોલોને જન્મ આપ્યો. અને એ 2 વર્ષના બાળકનો પાસપોર્ટ બનાવવા બેંગકોકમાં અમેરિકન એમ્બેસી પણ જઈ આવ્યા!
લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા એમની ફરવાની વાતો ઇન્સ્ટાગ્રામ પર જોઈને મને વિશ્વાસ થયો કે આપણે આપણા દરેક સપનાઓ ઇચછીએ તો પુરા કરી શકીએ.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.