લોકો ફરવા પણ એવા સ્થળોએ જાય છે જે પ્રખ્યાત છે. આનાથી થાય છે એવું કે તે ફરવાની જગ્યા શહેરની જેમ ભીડભાડવાળી અને ઘોંઘાટવાળી બની જાય છે. એટલા માટે ભીડ અને મોંઘવારીથી બચીને એવી જગ્યાએ જઇએ જ્યાં સુંદરતા અને શાંતિ બંને હોય. આવી જ એક જગ્યા નૈનીતાલના કાઠગોદામથી 40 કિમી દૂર બનેલખી ગામ છે.
સુંદરતાના મામલે આ સુંદર ગામ પ્રખ્યાત હિલ સ્ટેશનોથી ઘણું આગળ છે. આ ગામ સુંદર કુદરતી ધોધ અને લીલાછમ ઘાસના મેદાનો સાથે ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. જો તમે શાંતિ અને સુંદરતાને એકસાથે માણવા માંગો છો, તો આ ગામ તમારી રાહ જોઈ રહ્યું છે.
બનલેખી ગામ
બનલેખીમાં શું છે ખાસ?
1. બનલેખીની મુલાકાત લો
બનેલખી આ વિસ્તારના સૌથી દૂરના ગામોમાંનું એક છે. આ ગામને જોવા માટે પગપાળા જાઓ, ગામના લોકો સાથે વાત કરો, સ્થાનિક લોકો સાથે વાતચીત કરો. તેમના રોજિંદા જીવન વિશે જાણો. પછી તમને એક નવી દુનિયા વિશે ખબર પડશે.
2. સુંદર ભાલુ ગઢ વોટરફોલ
બનલેખીથી લગભગ 12 કિ.મી. ના અંતરે એક સુંદર ધોધ, ભાલુ ગઢ વોટરફોલ આવેલો છે. આ ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ આ ધોધ પ્રવાસીઓમાં ખૂબ જ ફેમસ છે. જો તમે આ બાજુની મુલાકાત લેવા આવો છો, તો ચોક્કસપણે આ સ્થાન પર આવો.
3. ભીમતાલમાં પેરાગ્લાઈડિંગ માટે જાઓ
એર ડાઇવિંગ સૌથી સાહસિક માનવામાં આવે છે. બાય ધ વે, ભીમતાલ સુંદરતા માટે પ્રખ્યાત હિલ સ્ટેશનથી દૂર નૈનીતાલના વિકલ્પ તરીકે ઓળખાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભીમતાલમાં પેરાગ્લાઈડિંગ પણ થાય છે. આ તે જગ્યા છે, જ્યાં સુંદરતા તમારી આંખોમાં નહીં પરંતુ તમારા દિલમાં ઉતરી જશે, જે તમને હંમેશા યાદ રહેશે.
4. મુક્તેશ્વર ધામમાં કરો પૂજા
ગામની નજીકમાં જ શિવ મંદિર, રાજરાણી મંદિર અને બ્રહ્મેશ્વર મંદિર જેવા ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે. આ બધામાં સૌથી પ્રખ્યાત સ્થળ મુક્તેશ્વર ધામ છે. આ વિસ્તારના મોટાભાગના લોકો આ સ્થળે જ જાય છે. આ મંદિર ભગવાન શિવ, પાર્વતી, ગણેશ અને નંદીને સમર્પિત છે.
5. પર્વતો વચ્ચે સૂર્યોદય જુઓ
પર્વતમાં સૌથી સુંદર નજારો સૂર્યોદય છે. નંદા દેવી શિખર પરથી સૂર્યોદય જોયા વિના મુક્તેશ્વરની કોઈ સફર પૂર્ણ થતી નથી. નંદા દેવી પર્વત દેશનું બીજું સૌથી ઊંચું સ્થાન છે. જો તમે સૂર્યને જોવા માટે વહેલા જાગી જાઓ છો, તો તમે સવારની સુરમ્ય હવાનો પણ અનુભવ કરી શકો છો.
ભોજનનો આનંદ માણો
અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે બનલેખીમાં ખાવા માટેની કોઇ જગ્યા નથી. જો તમે ગ્રામજનો સાથે વાત કરી હશે, તો તેઓ ચોક્કસ તમને રાત્રિભોજન માટે આમંત્રણ આપશે. પરંતુ જો તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વાદ લેવા માંગો છો તો તમે મુક્તેશ્વર જઈ શકો છો. મુક્તેશ્વરમાં તમને ઉત્તમ કાફે, રેસ્ટોરાં અને ઘણા ભોજનાલયો મળશે. અહીં તમે માત્ર સારી ગુણવત્તાવાળા ઉત્તર ભારતીય ભોજનનો જ નહીં પરંતુ પરંપરાગત કુમાઓની ખોરાક જેવા કે કપ્પા, સિસુનક સાગ, આલૂ કે ગુટકે અને રસનો પણ સ્વાદ લઈ શકો છો. જો તમે મુક્તેશ્વરની મુલાકાત લો છો, તો તમારે ભોજન માટે આ સ્થળોની મુલાકાત લેવી જ જોઈએ:
નિર્વાણ ઓર્ગેનિક કિચન
કેફે લોકલ
ધ બર્ડ કેજ
બનલેખીની મુલાકાત ક્યારે લેવી?
આમ તો તમે ગમે ત્યારે બનલેખી જઈ શકો છો. અહીંનું હવામાન આખા વર્ષ દરમિયાન શાનદાર અને સુંદર રહે છે. તેથી તમે ઉનાળા અને શિયાળા બંનેમાં અહીં આવવાની યોજના બનાવી શકો છો. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઉનાળામાં માર્ચથી જૂન અને શિયાળામાં ઓક્ટોબરથી માર્ચ છે.
કેવી રીતે પહોંચવું?
આ જગ્યા રોડ દ્વારા સારી રીતે જોડાયેલ છે પરંતુ તમે અહીં ટ્રેન અને ફ્લાઈટ દ્વારા પણ પહોંચી શકો છો. જો તમારે ટ્રેન દ્વારા આવવું હોય, તો બનલેખીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે. અહીંથી તમે ટેક્સી કરીને બનલેખી જઈ શકો છો. જે કાઠગોદામથી 65 કિ.મી.ના અંતરે છે.
આ સિવાય જો તમે ફ્લાઈટ દ્વારા આવવાનું વિચારી રહ્યા હોવ તો બનલેખીનું સૌથી નજીકનું એરપોર્ટ પંતનગરમાં છે. પંતનગરથી બનલેખી ગામનું અંતર 100 કિલોમીટર છે. જ્યાંથી તમે ટેક્સી બુક કરી શકો છો અને 3 કલાકમાં પહોંચી શકો છો.
ક્યાં રહેવું
બનલેખી રિસોર્ટમાં બે દિવસના રોકાણનો ખર્ચ આશરે ₹3,500 છે. જેમાં નાસ્તો પણ આપવામાં આવે છે. બનલેખી ગામમાં રહેવા માટે બનલેખી રિસોર્ટ એકમાત્ર સ્થળ છે. આ સિવાય મુક્તેશ્વરમાં તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.
આ સ્થળે એક રાત્રિ રોકાણનો ખર્ચ ₹15,500 થાય છે. જેમાં બ્રેકફાસ્ટ, ડિનર જેવી તમામ સુવિધાઓ પણ સામેલ છે.
ડબલ રૂમ માટે પ્રતિ રાત્રિ ₹7,000 થી શરૂ થાય છે. આ કિંમતમાં કોઈ ભોજન સામેલ નથી.
એક ટેન્ટમાં એક રાત માટે 2,500 રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં બે લોકો રહી શકે છે. આમાં પણ કોઇપણ પ્રકારની ખાવાની સુવિધા સામેલ નથી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો