ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ

Tripoto

આપણા આખા ભારત દેશને કુદરતે ખોબલે ખોબલે નૈસર્ગિક સુંદરતા બક્ષી છે. હું તો એમ જ કહીશ કે આ દેશનું દરેક ગામ, અહીંનો એકોએક ખૂણો જોવા-સમજવા લાયક છે પણ એ કદાચ શક્ય ન બને. તો ચાલો એક એવું લિસ્ટ બનાવી જે લિસ્ટમાં રહેલા ભારતનાં શહેરોની દરેક પ્રવાસી જીવનમાં એક વાર મુલાકાત લેવી જોઈએ.

ગુલમર્ગ

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 1/9 by Jhelum Kaushal

'ધરતી પર જો સ્વર્ગ છે તો એ અહીં જ છે' ગુલમર્ગ એ કાશ્મીર માટે કહેવાતી આ પ્રખ્યાત ઉક્તિની સત્યતાની ખાતરી કરે છે.

શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી

ઉદયપુર

ઝરણાઓનાં શહેર તરીકે જાણીતું ઉદયપુર રાજવી ઠાઠ અને કુદરતી સુંદરતાનો અદભૂત સંયોગ છે. અહીંની મહેમાનગતિ જાણે આપણને રાજા મહારાજાઓની અનુભૂતિ કરાવે છે.

શ્રેષ્ઠ સમય: જુલાઇથી સપ્ટેમ્બર

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 2/9 by Jhelum Kaushal

ગંગટોક

ઉત્તરપૂર્વ ભારત જાણે પ્રકૃતિનું એક અદભૂત ચિત્ર છે અને આ ચિત્ર ગંગટોકમાં જીવંત બની ઉઠે છે. દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર એવા કાંચનજંઘાનો અહીં અવર્ણનીય નજારો જોવા મળે છે.

શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી

મૈસુર

મૈસુર પેલેસની સુંદરતા અને ભવ્યતા અહીંનાં મુલાકાતીઓને અચંબામાં મૂકી દે છે. અમસ્તા આટલો પ્રસિદ્ધ મહેલ થોડો હોય!

શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી માર્ચ

દિલ્હી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કેટલીય ઐતિહાસિક ઇમારતોનું ઠેકાણું પણ છે. અક્ષરધામ, લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો જેવી જગ્યાઓ ખરેખર બેનમૂન છે.

શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 3/9 by Jhelum Kaushal

ચંડીગઢ

'સિટી બ્યુટીફુલ' જેવું યોગ્ય ઉપનામ ધરાવતા ચંડીગઢની શાંતિ, શુદ્ધ હવા અને અહીંનાં સાફ રસ્તાઓ જોઈને તમે પણ આ પ્લાન્ડ સિટીના પ્રેમમાં પડી જશો.

શ્રેષ્ઠ સમય: ઓગસ્ટથી નવેમ્બર

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 4/9 by Jhelum Kaushal

પોંડિચેરી

જો ફ્રાંસ રૂબરૂ ગયા વગર જ ફ્રાંસની ઝલક જોવી હોય તો પોંડિચેરીની ટિકીટ્સ બૂક કરી લો. અહીંનાં બીચ પણ વિદેશી બીચથી કમ નથી.

શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 5/9 by Jhelum Kaushal

શિમલા

બર્ફીલી ચાદર ઓઢીને પોઢેલું આ નગર તમને ગજબની શાંતિની અનુભૂતિ કરાવશે. માત્ર પહાડ અને મૉલ રોડ જ નહિ, બ્રિટિશરોનાં સમયની ઇમારતો પણ તમારું મન મોહી લેશે.

શ્રેષ્ઠ સમય: માર્ચથી જૂન

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 6/9 by Jhelum Kaushal

મુન્નાર

મુન્નારને દક્ષિણનું કાશ્મીર કહેવાય છે. અહીંની કુદરતી સુંદરતા જોઈને તમને પણ આ ઉપમા યોગ્ય જ લાગશે.

શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી ફેબ્રુઆરી

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 7/9 by Jhelum Kaushal

અંડમાન

ભારતમાં જ રહીને મોરેશિયસ-માલદીવનો અનુભવ કરવો હોય તો અંડમાન છે ને! ચોખ્ખો ભૂરો દરિયો, સફેદ રેતીનો કિનારો તેમજ રોમાંચક એક્ટિવિટીઝ- અ મસ્ટ વિઝિટ પ્લેસ!

શ્રેષ્ઠ સમય: એપ્રિલથી જૂન

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 8/9 by Jhelum Kaushal

આગ્રા

દુનિયા જેને પ્રેમનું પ્રતિક માને છે એવા તાજ મહેલની મુલાકાત અને બીજી અનેક ઐતિહાસિક ઇમારતો જોવા આગ્રા જરૂરથી જવું જોઈએ.

શ્રેષ્ઠ સમય: ઓગસ્ટથી ઓકટોબર

Photo of ભારતના સૌથી સુંદર શહેરો જેની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ 9/9 by Jhelum Kaushal

તમને ભારતની કઈ જગ્યા સૌથી વધુ ગમી? નીચે કમેન્ટમાં જરૂર જણાવશો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads