ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે

Tripoto
Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

Day 1

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માર્ચ અને એપ્રિલ સુધી હિમવર્ષા જોવા મળે છે. જાણો કયા છે તે પર્યટન સ્થળો.

દેશના ઘણા ભાગોમાં, મકરસંક્રાંતિ પછી, શિયાળો ધીમે ધીમે શમી જાય છે. લગભગ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત શિયાળાને અલવિદા કહેવા માટે તૈયાર હોય છે અને ઘણા ભાગો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દેશના ઘણા ભાગોમાં ફેબ્રુઆરી અને માર્ચ સુધી પણ હિમવર્ષા થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફેબ્રુઆરી અને માર્ચમાં હિલ સ્ટેશન જાય છે, પરંતુ ઘણી વખત હિમવર્ષા ન જોઈને નિરાશ થઈ જાય છે.

શિમલા, મસૂરી, નૈનિતાલ જેવા હિલ સ્ટેશનો પર હિમવર્ષા ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી થતી નથી અને તેથી તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ફેબ્રુઆરી અને માર્ચ માટે મુસાફરીની યોજના બનાવતી વખતે, તમારે એવા સ્થળો પસંદ કરવા જોઈએ જે આ સમયે હિમવર્ષા માટે પ્રખ્યાત છે. જો તમે આગામી બે મહિનામાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો અને બર્ફિલા શિખરો અને સુંદર નજારા જોવા માંગો છો, તો અમે તમને જણાવીએ છીએ કે તમે કયા શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો તમારા ટ્રાવેલ પ્લાનમાં રાખી શકો છો.

1. સોનમર્ગ

હિમવર્ષાનો સમય - નવેમ્બરથી એપ્રિલની શરૂઆત સુધી

હવે અમારી યાદીમાં સોનમર્ગ પ્રથમ સ્થાને તો રહેવાનું જ હતું. કાશ્મીરનું સોનમર્ગ હિમવર્ષા માટે સૌથી પ્રખ્યાત સ્થળ છે અને આ એકમાત્ર જગ્યા છે જ્યાં તમે એપ્રિલ સુધી હિમવર્ષા જોઈ શકો છો. મોસમનો પ્રથમ અને છેલ્લો બરફ અહીં પડે છે, અને ગ્લેશિયર્સથી લઇને થીજી ગયેલા તળાવો સુધી ન જાણે તમને શું-શું જોવા મળશે. જો તમે મે મહિનાની જેમ ઉનાળાની ઋતુમાં બરફ જોવા માંગતા હોવ તો થાજીવાસ ગ્લેશિયર શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ભારતમાં ક્યાંય વિન્ટર વન્ડરલેન્ડ હોય તો તે માત્ર સોનમર્ગમાં જ છે.

ઉનાળો અહીં મે મહિનામાં જ શરૂ થાય છે અને ખૂબ જ ટૂંકાગાળા સુધી ચાલે છે, તેથી તમે અહીં તે મુજબ પ્લાનિંગ કરી શકો છો.

2. ગુલમર્ગ

હિમવર્ષાની મોસમ - ડિસેમ્બરથી માર્ચ સુધી

સોનમર્ગમાં એક તરફ જ્યાં તમને એપ્રિલ સુધી બરફ જોવા મળી શકે છે તો બીજી બાજુ કાશ્મીરના ગુલમર્ગમાં તમને માર્ચ સુધી બરફ જોવા મળશે. જો તમે સ્નો સ્પોર્ટ્સ અને સ્કીઇંગના શોખીન છો તો આ જગ્યા સ્વર્ગ સમાન બની જશે. ગુલમર્ગ અને શ્રીનગર ખૂબ નજીક હોવાથી અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે અને અહીં ગંડોલા કેબલ રાઈડ અને ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકાય છે. જો પીર પિંજાલ રેન્જ અને નાગા પરબત માટે ટ્રેકિંગ કરવું હોય તો ગુલમર્ગ બેઝ કેમ્પ પણ હોઇ શકે છે. તમને અહીં શ્રેષ્ઠ દૃશ્યોની સાથે એડવેન્ચર પણ જોવા મળશે.

3. મનાલી અને રોહતાંગ પાસ

હિમવર્ષાની મોસમ - નવેમ્બરથી માર્ચ સુધી

જો તમે દિલ્હીની નજીક રહો છો, તો મનાલી સૌથી નજીકનું સ્થળ સાબિત થઈ શકે છે. હિમાચલનું આ સુંદર સ્થળ ખૂબ જ આકર્ષક છે અને ઘણી વખત પ્રવાસીઓ અહીં માત્ર રોહતાંગ પાસ માટે જ આવે છે. પરંતુ સમસ્યા એ છે કે ભારે હિમવર્ષા દરમિયાન રોહતાંગ પાસ બંધ થઈ જાય છે અને ત્યાં ઘણો ટ્રાફિક જામ થાય છે. એટલા માટે અહીં જતા પહેલા આ રસ્તો ખુલ્લો છે કે નહીં તે તપાસવું પડશે. જો તમે તરત જ કોઈ યોજના બનાવો તો સારું રહેશે. ઉપરાંત, જાન્યુઆરીથી માર્ચ સુધી, તમે ભારે હિમવર્ષા જોઈ શકો છો. આ જગ્યા ખૂબ જ ખાસ છે અને જો તમે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માંગો છો તો સોલાંગ વેલી અવશ્ય જાવ. સોલાંગ વેલીમાં પણ તમે માર્ચ સુધી હિમવર્ષા જોઈ શકશો.

હા, તમારે ચોમાસામાં અહીં ન જવું જોઈએ કારણ કે રસ્તાઓ ખૂબ લપસણા છે અને ભૂસ્ખલનની સમસ્યા પણ થાય છે. રોહતાંગ પાસ સામાન્ય રીતે એપ્રિલમાં જ ખુલે છે કારણ કે તે પહેલા ત્યાં ઘણો બરફ હોય છે.

4. ઓલી

હિમવર્ષાની મોસમ - જાન્યુઆરીથી માર્ચ સુધી

જો તમે સ્કીઈંગના શોખીન છો અને કોઈ સારા સ્કી રિસોર્ટમાં જઈને આરામ કરવા ઈચ્છો છો અને તમને માર્ચ મહિનામાં જ રજાઓ મળે, તો ઓલી ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. માર્ચમાં અહીં પ્રવાસીઓની ભારે ભીડ હશે, પરંતુ તે બધા લોકો જેમને સાહસ પસંદ છે તે અહીં હશે. આ ઓફબીટ હિલ સ્ટેશન તાજેતરના સમયમાં ખૂબ ફેમસ થઇ ગયું છે અને હવે ઓલીમાં પ્રવાસીઓ માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને રસ્તાઓ પણ સુધારવામાં આવી રહ્યા છે. નંદા દેવી, માના પર્વત વગેરેનો નજારો જોતાં અહીં સ્કીઇંગ કરી શકાય છે.

5. નોર્થ સિક્કિમ

હિમવર્ષાની મોસમ - ડિસેમ્બરથી માર્ચ સુધી

જો કે સિક્કિમનું યુમથાંગ હંમેશા બરફથી ઢંકાયેલું રહે છે, પરંતુ જો તમે સાચી હિમવર્ષા જોવા માંગતા હોવ તો ઉત્તર સિક્કિમ જાવ. જો કે, અહીં ઘણો બરફ પડે છે અને ક્યારેક તો એક જ દિવસમાં ઘણા ફૂટ બરફ પડે છે, તેથી તમારે અહીં જતા પહેલા હવામાનની માહિતી લેવી જોઈએ. ભારતમાં સૌથી ખતરનાક શિયાળો અહીં પડે છે. પરંતુ તમે અહીં અનેક એડવેન્ચર ટ્રેક વગેરેનો આનંદ માણી શકો છો.

સોનમર્ગ

Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

ગુલમર્ગ

Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

મનાલી અને રોહતાંગ પાસ

Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

ઓલી

Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

નોર્થ સિક્કિમ

Photo of ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતમાં ક્યાં જોવા મળી શકે બરફવર્ષા, જાણો બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો