ફોટોગ્રાફી સૌથી વધુ વ્યાપક રીતે વિકાસ પામી રહેલી ફેશન છે. બાળકના જન્મ પહેલા બેબી બમ્પસ ફોટોગ્રાફી, જન્મે તે પછીનું એક વર્ષ બેબી ફોટોગ્રાફી, પછી કિડ્સ ફોટોગ્રાફી, યુવાનોની પોટ્રેટ ફોટોગ્રાફી, પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી. જેટલા પ્રસંગો કે તહેવારો ઉજવાય છે તેમાં સૌનો મુખ્ય ઉદ્દેશ્ય સારા ફોટોગ્રાફ્સ પડાવવાનો જ હોય છે.
ગુજરાતમાં ઘણી જગ્યાઓ પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટેના હોટ-ફેવરિટ ડેસ્ટિનેશન્સ બની ચુકી છે. ટૂંક સમયમાં જેના લગ્ન થવાના હોય તે કપલ્સ કોઈ સુંદર લોકેશન્સ પર જઈને, સુંદર પોશાકોમાં સુંદર ફોટોગ્રાફ્સ ક્લિક કરાવે તેને કહેવાય પ્રિ-વેડિંગ ફોટોશૂટ. ખેર, આ તો બધા જાણે જ છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદની નજીકમાં જ આવેલા એક સ્ટુડિયોમાં તમે ટ્રેડિશનલ, મોડર્ન, દેશી, વિદેશી થીમ સાથે એક અવિસ્મરણીય ફોટોશૂટ કરાવી શકો છો?
અમદાવાદ એ કદાચ ગુજરાતનું એવું શહેર છે જ્યાં આખા ગુજરાતમાંથી બહુ જ સરળતાથી, પ્રમાણમાં ટૂંકા સમયમાં પહોંચી શકાય છે. આ જ શહેરની ભાગોળે એક અદ્યતન ફોટો-સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે જ્યાં તમામ પ્રકારની ફોટોગ્રાફી માટે એકથી એક ચઢિયાતી જગ્યાઓ બનાવવામાં છે. ૧૮થી વધુ સેટ્સ, ૫૦થી વધુ બેકગ્રાઉન્ડ, ૧૦૦થી વધુ શૂટિંગ ઓપશન્સ તમારા કોઈ પણ પ્રસંગને નિખારવા માટે પૂરતા છે. રોમેન્ટિક પ્રિ-વેડિંગ કે સુંદર મેટરનિટી ફોટોશૂટ, અહીં બધા જ પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે.
અહીં વિશ્વની પ્રસિદ્ધ જગ્યાઓની નાનકડી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેથી હજારો ડોલર્સનો ખર્ચો કર્યા વગર જ તમે દેશ-વિદેશના નજારાઓ સાથે તમારી તસવીર કંડારી શકો છો. વળી, આપણે ક્યાંય મૂંઝવણમાં મુકાઈએ તો તેમના ફોટોગ્રાફર્સ કે પ્રોફેશનલ આસિસ્ટન્ટસ આપણી મદદ માટે હાજર હોય છે.
આ ફોટોગ્રાફી માટે લા ફેબ્યુલોસો બેસ્ટ છે:
પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી,
પોટ્રેટ ફોટોગ્રાફી,
મોડેલ ફોટોગ્રાફી,
કેટલોગ ફોટોગ્રાફી,
મેટરનિટી ફોટોગ્રાફી,
કિડ્ઝ ફોટોગ્રાફી વગેરે...
આકર્ષક સેટ્સ:
સેન્ટોરીની હાઉસ,
જોધપુર,
રોયલ,
ફ્લાવર,
યુરોપિયન,
ભારતીય ગામડું,
અવનવી રીતે સુશોભિત દીવાલો, વગેરે..
પેકેજીઝ:
એક આસિસ્ટન્ટ, વિવિધ લોકેશન્સ પર શૂટ, અલગ અલગ કોમ્પ્લિમેન્ટરી પ્રોપ્સ, મેકઅપ રૂમ, બધા જ એક્સક્લિઝીવ સેટ્સ, વગેરે જેવી સવલતો તો સામેલ છે જ, પણ કેટલીક વિશેષ સુવિધા તેમજ કિંમતના આધારે અહીં અલગ અલગ પ્રકારના ત્રણ પેકેજીઝ ઉપલબ્ધ છે:
૧) પ્રતિ કપલ ૨૨,૦૦૦ રૂ
સમય: સવારે ૭.૦૦થી બપોરે ૨.૦૦ અથવા બપોરે ૨.૦૦થી રાત્રે ૯.૦૦
ફોટોગ્રાફર અને મેકઅપ આર્ટિસ્ટ સહીત વધુમાં વધુ ૧૦ લોકોને પ્રવેશ
૨) પ્રતિ કપલ ૩૨,૦૦૦ રૂ
સમય: સવારે ૭.૦૦થી રાત્રે ૯.૦૦
ફોટોગ્રાફર અને મેકઅપ આર્ટિસ્ટ સહીત વધુમાં વધુ ૧૦ લોકોને પ્રવેશ
૩) પ્રતિ કપલ ૫૦,૦૦૦ રૂ
સમય: સવારે ૭.૦૦થી રાત્રે ૯.૦૦
સાથે આવતા લોકોની સંખ્યાના પ્રવેશમાં કોઈ બંધન નહિ
બે કલાક ફેમિલી ફોટોશૂટ
આવા જ કોઈ અન્ય ફોટો સ્ટુડિયો વિષે જાણો છો? કમેન્ટ્સમાં જણાવો.
.