એ હું તો ગઈ’તી મેળે...
મેળામાં જવાનુ તો વળી કોને ન ગમે હેં? અને એમાય પાછો મેળો રાજસ્થાનમા હોય ત્યારે.! આમ જોવા જઈયે તો રાજસ્થાન ભારતનુ સૌથી કલરફુલ રાજ્ય છે. રાજ્સ્થાનનુ કલ્ચર, ત્યાનુ ભોજન, ત્યાના લોકો, રાજા-રજવાડાઓ, ઈતિહાસ, મહેલો, કેટલુ બધુ...! વળી પાછા દરેક શહેરના રંગ ઢંગ અલગ. ઉદયપુર વ્હાઈટ સિટી તો વળી જયપુર બ્લુ સિટી; અને જેસલમેરમા તો મસ મોટુ રણ..!
પણ આજે આપણે રાજસ્થાનના પાલી જિલ્લાની વાત કરવા જઈ રહ્યા છીએ. પાલી જિલ્લાના રણકપુર ગામમા દર વર્ષે જવાઈ રણકપુર ફેસ્ટિવલનુ આયોજન થાય છે. આ વખતે પણ થયુ છે. 22-23 ડિસેમ્બરે જ તો વળી.
તો શરુઆત થાશે સૂર્ય મંદિરે, સવારે 8 થી 10 વાગ્યા સુધી સંગીતમય યોગ.. આ પછી નેચર પાથવે પર સવારે 10 વાગ્યાથી 2 કલાકની નેચર વોક. અને હા અહિં મૂછો, મારવાડ શ્રી, ટગ ઓફ વોર જેવી સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. સાંજે નરવાણીયા ડેમ ખાતે 5 વાગે ‘દીપદાન’ અને ત્યારબાદ 6 થી 9 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો. બીજા દિવસે ફરીથી સૂર્ય મંદિરમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી સંગીતમય યોગ જોવા મળશે. સદરી રાણકપુર ખાતે સવારે 8 થી સાંજે 5 દરમિયાન એડવેન્ચર સ્પોર્ટ્સ યોજાવાનુ છે.. સાંજના 6 થી 9 વાગ્યા સુધી સૂર્ય મંદિર ખાતે સાંસ્કૃતિક સંધ્યા સાથે મેળો પુરો.
અરે એ તો આ મેળો પુરો, બાકી બીજા ઘણા મેળા આવે છે. પણ એનુ લિસ્ટ તો આપુ નિરાંતે. પહેલા અહિં શું કરશો એ તો જાણી લ્યો.
જવાઈ નામ, ત્યાની જવાઈ નદી ઉપરથી રાખવામા આવ્યુ છે. જો તમે પ્રકૃતિ પ્રેમી અને વન્યજીવ પ્રેમી હશો તો તમને જવાઈ વાઈલ્ડલાઈફ સેંચ્યુરીમા ખુબ મજા પડવાની છે. લેપર્ડ, મગર, બર્ડ્સ, એમ ઘણા પ્રકારના વન્યજીવોનુ ઘર છે જવાઈ. પહાડીઓ અને કાળા ગ્રેનાઈટના ખડકો એ જગ્યાને અલગ જ બનાવે છે.
તો શુ કરશો ત્યા ?
• બર્ડ વોચિંગ
• લેપર્ડ સફારી
• વિલેજ સફારી
• ક્રોકોડાઈલ સ્પોટિંગ
અરે, પણ તમે ત્યાં પહોંચશો કઈ રીતે ?
બાય એર : ઉદયપુરનુ મહારાણા પ્રતાપ એરપોર્ટ સૌથી નજીકનુ એરપોર્ટ છે, જે 149 કિમી દુર છે. બીજો ઓપ્શન જોધપુર પણ છે, જે લગભગ 170 કિમી દુર છે.
બાય ટ્રેન : જવાઈથી 4 કિમી દુર મોરી બેરા સૌથી નજીકનુ રેલ્વે સ્ટેશન છે. અને દરેક મોટા શહેરો સાથે ટ્રેન સરળતાથી જોડાયેલ છે.
બાય રોડ : જવાઈ બંધ જવા માટે તમે બસ, પ્રાઈવેટ ટેક્સી કે તમારી પોતાની કાર દ્વારા આરામથી પહોચી શકો છો.
અન્ય આકર્ષણો
• કામ્બેશ્વર મહાદેવ ટેમ્પલ
• દેવ ગિરી ટેમ્પલ
અને હા, જવાઈ બંધના ઘણા બધા ટુર પેકેજીસ પણ ઈંટરનેટ પર ઊપ્લબ્ધ છે. મારા ખ્યાલથી તમારે અત્યારે તો ત્યા હોવુ જોઈયે હો. સાથે સાથે રાજ્સ્થાન ફરી જ આવો. ટ્રિપોટો પર જ તમને ઘણા બધા પેકેજીસ મળી રહેશે. તો જાવ છો ને ?