મે ભારતના ઉત્તર-પૂર્વી એરિયા વિશે ખુબ સામ્ભળ્યુ છે. સામ્ભળ્યુ છે કે તે ભારતના પ્રાકૃતિક રત્નોમાથી એક છે. બહારની દુનિયાથી એકદમ અજાણ એવી આ સુંદર લલચાવનારી જગ્યા છે. ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સદીઓ જુના જંગલો અને વિશાળ પર્વતોની શ્રુંખલાઓ માટે જાણીતા છે. તો જ્યારે હું પ્રકૃતિના ખોળામા ફરવા નીકળ્યો ત્યારે આ જગ્યાઓની મારા લિસ્ટમા શામેલ થવુ તો સ્વાભાવિક હતુ.
આ વિસ્તારમા તમને જનજાતિય સંસ્કૃતિઓ, સુંદર પરિદ્રશ્યો, દરેક પ્રકારની જલવાયુ અને સમ્રુદ્ધ સાંસકૃતિક વારસાનો ખુબ જ સુંદર સંગમ જોવા મળશે. આ ડ્રીમવર્લ્ડમા તમને વિશાળ પર્વતો પર હિમખંડો મળશે તો વળી આસામમા હર્યા ભર્યા મેદાનો પણ જોવા મળશે. ઉપરથી કાઝિરંગાના કાદવ વાળા ઘાસના મેદાનોમા આઝાદીથી ચરતા રાયનો પણ જોવા મળશે. તમે બસ નામ પાડો અને કુદરતનો એ કરિશ્મા તમને ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોમા મળી જશે. આ વિસ્તારની હજુ સુધી અનએક્સ્પ્લોર્ડ સુંદરતા તમને પાગલ કરી મુકશે.
ક્યારે જવુ: ઓક્ટોબરથી એપ્રિલ મુસાફરી માટે બેસ્ટ મહિનાઓ છે.
કેવી રીતે પહોંચવુ?
ગુવાહાટી પુરા ઉત્તર-પૂર્વી વિસ્તારો માટે પ્રવેશદ્વાર સમાન છે અને દરેક સ્થળોથી રોડ, બાય એર કે ટ્રેન દ્વારા પહોંચી શકાય છે. આ સિવાય તમે પર્સનલ કે શેર ટેક્સી પણ કરી શકો છો અથવા રાજ્યની સરકારી પરિવહન બસ દ્વારા પહોંચી શકો છો. દરેક વિકલ્પ બિલકુલ વ્યાજબી અને સેફ છે.
28 ઓક્ટોબરની સવારે વહેલા જ અમે અમારી યાત્રા શરુ કરી દીધી હતી. ચંદીગઢથી ગુવાહાટી વાયા દિલ્હી એક કનેક્ટીંગ ફ્લાઈટ લીધી અને પછી શિલોંગથી એક પર્સનલ ટેક્સી રેંટ પર લઈ લીધી. અમે શિલોંગ પહોંચ્યા ત્યા સુધીમા તો અંધારુ થઈ ચુક્યુ હતુ. પણ અમે પહેલા જ એરફોર્સ સ્ટેશન પર અમારા રુમ બુક કરાવી ચુક્યા હતા. આ જગ્યા મેઈન શહેરથી બહાર એલીફેંટ ફૉલ્સ પાસે સ્થિત હતી. સાચુ કહુ તો મે આજ સુધી જેટલી પણ જગ્યા જોઈ છે તેમાથી આ એક્દમ સાફ અને સુંદર જગ્યાઓમાની એક હતી.
ચેરાપુંજીમા રખડપટ્ટી
પહેલા દિવસે અમે વહેલી સવારે ચેરાપુંજી ફરવા નીકળી પડ્યા. આ દોઢ કલાકના રસ્તામા તમને ખુબ સુંદર દ્રશ્યો જોવા મળે છે. આ ટ્રીપમા અમારો પહેલો પડાવ હતો –
મૉકડોક ડાઈમ્પેપ વેલી વ્યુહ પોઈંટ/ ડુવાન સિંગ સીઈએમ પુલ
આ પડાવ સોહરા એટલે કે ચેરાપુંજીના ફરવાલાયક સ્થળોની શરુઆત માત્ર છે. આ સહેલાણીઓ માટે એક પ્રમુખ આકર્ષણ છે જ્યાથી તમને આસપાસના ખુબ સુંદર નજારાઓ જોવા મળે છે. વન વિભાગે અહિ એક વ્યુહ પોઈંટ બનાવ્યો છે જ્યાથી પર્યટકો લીલાછમ પહાડોની મજા લઈ શકે. પુલથી લગભગ 50-100 જેટલી સીડીઓ ઊતર્યા બાદ તમે આ વ્યુહ પોઈંટ પર પહોંચી શકો છો. આ એ વ્યુહ પોઈંટ છે જ્યાથી મોટાભાગના પર્યટકોને પહેલી વાર મૉકડોક ડાઈમ્પેપ વેલીના દર્શન થાય છે. આ વેલી ચેરાપુંજી સુધી ફેલાયેલી છે.
તમે અહિ વહેલા પહોંચી જશો તો વદાળોની અડચણ વગર આખા વિસ્તારનો અનહદ સુંદર નજારો જોવા મળી શકે છે. જેમ જેમ દિવસ વધતો જાય છે તેમ તેમ આ પુરો વિસ્તાર વાદળોથી ઘેરાય જાય છે.
અમારો હવે પછીનો પડાવ પુલથી 10-15 કિમીના અંતરે જ એક વ્યુહ પોઈંટ હતો. આ વ્યુહ પોઈંટ એક વેલીની ચોટી પર સ્થિત છે અને ઝરણાની નજીક હોવાને કારણે અહિથી પણ આસપાસનો નજારો જોવો તો બને છે. રસ્તામા આ જગ્યા પર ચોક્કસ ઊભા રહો.
થોડા આગળ વધવા પર સોહરાથી થોડા જ પહેલા વાહ કાબાનો સુંદર વોટરફૉલ આવે છે. ત્યા પણ એક વ્યુહ પોઈંટ છે. આ વ્યુહ પોઈંટથી તમે આ ખળખળતા ઝરણાના લલચાવનારા નજારાનો આનંદ લઈ શકો છો. રસ્તામા આવનારા આ વ્યુહ પોઈંટને પર્યટકો મોટા ભાગે નજરઅંદાજ કરી દેતા હોય છે.
સર્કિટની સેર સાથે તમે બીજી પણ ઘણી જગ્યાએ ફરી શકો છો જેમ કે સજીવ વૃક્ષોના મુળથી બનેલો ડબલ ડેકર પુલ અને મૉસસ્માઈ ગુફાઓ. અને હા, તમને સાકંડી અને બંધ જગ્યાઓથી ડર લાગતો હોય તો ગુફાઓથી દુર જ રહેજો. સાથે અહિ સેવેન સિસ્ટર્સ ફૉલ્સ અને નોહકાલિકાઈ ફૉલ્સ પણ છે જેની કહાની દર્દનાક છે. અમારા નસીબ ખરાબ હતા કેમ કે બપોર સુધીમા વાદળો આવી જવાને કારણે અમે આ જગ્યા જોઈ જ ન શક્યા.
શિલોંગ પાછા ફરતી વખતે સુરજ પહાડોની પાછળ સંતાવવાનો જ હતો અને અમે એલિફેંટ ફૉલ્સ ફરવા નીકળી પડ્યા. એલિફેંટ ફૉલ્સ કે જેને લોકો ક્ષયદ લાઈ પેંગ ખોહસ્યુ એટલે કે થ્રી સ્ટેપ વોટરફૉલ પણ કહે છે. આ ઝરણૂ ત્રણ સ્તરોમા વહે છે અને દરેક સ્તરને ઘેરાઈને સીડીઓ બનાવેલી જ્યા ઊભા રહી સહેલાણીઓ થોડો સમય શાંતીથી વિતાવી શકે છે. અહિ ફરવામા લગભગ 40-50 મિનિટ જેટલો સમય લાગે છે.
શિલોંગના લોકલ એરિયાની સેર
આ દિવસે વરસાદ પડી રહ્યો હતો અને તમે તો જાણો જ છો વરસાદમા પહાડી વિસ્તારમા ફરવુ મુર્ખામી ભર્યુ કામ છે એટલે અમે બીજો દિવસ શિલોંગ ફરવામા જ વિતાવ્યો. શિલોંગ નાનુ જરુર છે પણ ગજબ છે. શિલોંગની શરુઆત અમે ત્યાના એરફોર્સ સ્ટેશનની અંદર સ્થિત શિલોંગ ચોટીથી કરી કે જ્યાથી આખા શિલોંગનો સુંદર નજારો જોવા મળે છે.
વાર્ડ લેક
શિલોંગ ચોટીથી નીકળી અમે વાર્ડ લેક તરફ રવાના થયા. તમે પણ શિલોંગ ફરવા જાઓ ત્યારે આ લેક જોવાનુ ચુકશો નહિ. લેકનુ નામ આસામના જુના સમયના મુખ્ય આયુક્ત સર વિલિયમ વાર્ડના નામ પરથી રાખવામા આવ્યુ છે.
પુલિસ બજાર
દિવસ નાનો હોવાથે અમે બાકીનો સમય શિલોંગની પુલિસ બજારમા વિતાવ્યો. આ જગ્યા શિલોંગની મુખ્ય જગ્યાઓમાની એક છે અને તમે અહિ જેવુ ચાહો તેવુ ભોજન કરી શકો છો. અહિ અકોમોડેશનના પણ બધી જ પ્રકારના વિકલ્પ સહેલાઈથી મળી રહેશે.
ડૌકી અને માવલિનોંગ
ડૌકી અને માવલિનોંગથી અમે ખાસ કઈ આશા ન હતી. પણ અમારી નિરાશાઓ પર પાણી ફેરવતા ડૌકી અને માવલિનોંગમા વિતાવેલા દિવસો અમારી ટ્રીપના સૌથી બેસ્ટ દિવસો હતા. અહિની યાદો મારી સાથે જીવનભર રહેશે. જૈંતિયાની પહાડીઓની એક બાજુ બાંગ્લાદેશ છે અને બીજી બાજુ ઉમંગોટ નદીના કિનારે વસેલુ એક નાનકડુ શહેર ડૌકી છે. ડૌકી તરફ જનારો રસ્તો એકદમ અનોખો છે. આ સુંદર રસ્તો લૈટલમ વેલીમાથી પસાર થાય છે અને રસ્તામા તમે બાંગ્લાદેશની સીમા સ્પષ્ટપણે જોઈ શકો છો. આ રસ્તા પરની ડ્રાઈવ તમારી સૌથી યાદગાર ડ્રાઈવ બની રહેશે. રસ્તામા એક વ્યુહ પોઈંટ પણ બનાવેલો છે જ્યાથી તમે આખી લૈટલમ વેલીનો પેનોરમા વ્યુહ જોઈ શકો છો.
લૈટલમ કૈન્યન રિજ
ડૌકી
જેવા અમે ડૌકી પહોંચ્યા કે અમારે ખળખળતી ઉમંગોટ નદી પાર કરવાની આવી. અરિસા જેવી સાફ વહેતી ઉમંગોટ નદી પર્યટકોમા ખાસ્સી ફેમસ અને જેંતિયા પહાડીઓની વચ્ચેથી વહે છે. શુન્ય બિંદુ સુધી સીમા પાર જતા જતા તમારા હદયના ધબકારા વધી જાય છે અને મનમા બાઈચારા તથા દેશપ્રેમની ભાવના ઊભરાઈ ઊભરાઈ બહાર આવે છે. અહિની સીમા મિત્રતાપુર્ણ છે.
કોઈ પણ શબ્દ કે પિક્ચર ઉમંગોટ નદીની સુંદરતા વર્ણવી શકે તેમ નથી.
હોડીમા સવારી કરતા કરતા તમે બાંગ્લાદેશની સીમા સુધી પહોંચી જશો જ્યા તમે સીમા પાર કર્યા વગર જ બાંગ્લાદેશીઓ દ્વારા બનાવેલી ચા પી શકો છો.
માવલિનોંગ
ડૌકી ફરીને તો અમે જાણે નિરુત્તર જ થઈ ગયા. અહિથી નિકળીને અમે એશિયાના સૌથી સાફ ગામ માવલિનોંગ તરફ વધ્યા. અહિ દરેકે એક વાર તો જવુ જ જોઈયે.
માવલિનોંગમા એક પુલ છે જે સજીવ વૃક્ષોના મુળમાથી બન્યો છે. આ પુલ સુધી પહોંચવા માટે 300 દાદરા ચડવા પડે છે પણ તે સાર્થક છે. માણસ અને પ્રકૃતિ તાલમેલ મિલાવી સાથે ચાલી શકે છે એ વાત જીવતુ જાગતુ ઉદાહરણ આ પુલ છે. અહિના સ્થાનિક લોકોએ રબરના વૃક્ષના મુળને ગુંથીને આ પુલ બનાવ્યો છે જે હવે પર્યટકોના આકર્ષણનુ કેંદ્ર છે.
શિલોંગથી કાઝીરંગા નેશનલ પાર્ક
ચોથા દિવસે અમે સવારે વહેલા જ કાઝિરંગા માટે નીકળી ગયા. શિલોંગથી કાઝિરંગા લગભગ 8 કલાકની ડ્રાઈવ છે અને રસ્તા પણ ખુબ સારા છે. તમે આ રોડ ટ્રીપ પુરી એંજોય કરી શકો છો.
અમારુ અકોમોડેશન અરન્યા ટુરિસ્ટ લૉજમા હતુ કે જે આસામ પર્યટન હોટેલનો જ એક ભાગ છે. હોટેલ બેશક જબરદસ્ત છે અને કાઝિરંગાની બેસ્ટ હોટેલ છે. સસ્તા હોવાની સાથે આ હોટેલના કોટેજ ખુબ શાનદાર છે. જંગલની વચ્ચે હોવા છત્ત અહિનુ ભોજન પણ સ્વાદિષ્ટ છે. અહિનો હોટેલ સ્ટાફ પુરા મનથી તમારી સેવા કરે છે અને હેલ્પફુલ પણ એટલા જ છે. બીજા દિવસે પાર્કનો પશ્ચિમી ભાગ જોવા માટે અમે હોટેલથી જ એલીફેંટ સફારી બુક કરાવી દીધી હતી. પાછા વળતી વખતે અમે રસ્તામા એક બેહદ સુંદર લેક ઉમિયમ પાસે રોકાઈ ગયા. લેક હજુ પણ ધુમ્મસથી છવાયેલ હતુ પણ નજારો જબરદસ્ત હતો.
કાઝિરંગા સફારી
અમે વહેલી સવારે જ કાઝીરંગા સફારી બુક કરી લીધેલી. અમારી સફારી પ્રસ્થાનનો સમય સવારે સાડા પાંચ વાગ્યાનો હોવાથી અમે 5 વાગ્યામા જ બગોરી પહોંચી ગયા હતા. અરન્યા રહેવા વાળા પર્યટકોને નજીકમા જ હોવાથી જલ્દી પહોંચી જવાની સુવિધા મળે છે. આ સફારીમા પસાર કરેલો સમય લાઈફટાઈમ મેમરી બની જશે એવી અમને ખબર ન હતી. લુપ્તપ્રાય જાનવરો, ખાસ કરીને તો ગેંડાને આટલા નજીકથી જોઈ અમે તો દંગ જ રહી ગયા. ત્યારે એવો એહસાસ થયો કે મનુષ્ય સાવ નાનુ પ્રાણી છત્ત કેટલુ ક્રુર છે અને આ મહાકાય જાનવર કેટલા શાંત અને સરળ છે. લાઈફમા દરેકે એક વખત તો આ નૌભવ કરવો જ જોઈયે. કાઝિરંગા ભારતનુ સૌથી સારુ નેશનલ પાર્ક છે જ્યા બાયોડાઈવર્સિટી અને પશુ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ નજીકથી જોઈ શકાય છે.
અહિ વિતાવેલી એક એક ક્ષણ તમે હમેશા યાદ રાખશો અને તમે અહિ બીજી વાર જરુર આવવા ચાહશો..
પુરને કારણે પાર્કનો 50 ટકા ભાગ હજુ પણ સહેલાણીઓ માટે ખોલવામા આવ્યો નથી અને હજુ પણ જાળવણીના ભાગ રુપે હજુ પણ બંધ છે. પણ પાર્કની સુંદરતાથી અમે એટલા પ્રભાવિત થયા કે જીપ લઈને પહોંચી ગયા પાર્કના મધ્ય ભાગમા સાંજની મજા માણવા અને બની શકે તેટલો સમય પાર્કમા વિતાવવા. પાર્કનો મધ્ય ભાગ પણ હજુ પર્યટકો માટે પુરે પુરો ખુલ્યો નથી પણ અમે જેટલુ પણ જોયુ એ સાર્થક હતુ અમારા માટે.
કાઝિરંગામા અમારો છેલ્લો દિવસ ખુબ જોરદાર હતો જેની યાદો હુ જીવનભર નહિ ભુલી શકુ. જેવો મોકો મળશે કે ફરીથી અહિ ફરવા આવી જઈશ.
રિટર્ન ટુ ગુવાહાટી
અમે વળી પાછા ગુવાહાટી રિટર્ન થયા. કાઝિરંગાથી ગુવાહાટી 4 કલાકની ડ્રાઈવ છે. પણ રસ્તો ખુબ સારો હોવાથી ખાસ થાક લાગતો નથી. પાછા વળતી વખતે અમે પ્રસિદ્ધ બાલાજી મંદિર અને કામાખ્યા મંદિરના દર્શન કર્યા. ભારતના ઉત્તર-પૂર્વી વિસ્તારની યાત્રા ત્યા સુધી પુરી નથી થતી જ્યા સુધી તમે કામાખ્યા દેવીના દર્શન ન કરી લો.
અમે એ દિવસની પુર્ણાહુતિ થોડા ધાર્મિક અંદાજથી કરી અને પલ્ટન બજારમા એક રુમ બુક કરાવી લીધો.
ગુવાહાટીની લોકલ ટુરિસ્ટ પ્લેસ
ટ્રીપના છેલ્લા દિવસે અમે ગુવાહાટીના લોકલ સ્થળોએ ફરવાનો નિર્ણય કર્યો જેણે અમારા લગભગ 4-5 કલાક લઈ લીધા.
ઉમાનંદ દ્વીપ એટલે કે મોર દ્વીપ આજના દિવસનો સૌથી ઈંટ્રેસ્ટિંગ ભાગ હતો. આ દુનિયાનો સૌથી નાનો નદી પર આવેલો દ્વીપ છે જેના પર લોકો રહે છે. ઉમાનંદની ચોટી પર 17મી સદીમા બનેલુ શિવજીનુ મંદિર છે. મોર દ્વીપ ગુવાહાટીથી થોડા જ અંતરે બ્રહ્માપુત્રા નદીમા સ્થિત છે. તમારે આ દ્વીપ પર જવુ હોય તો સરકારી બોટ લઈ શકો છો જેનુ વ્યક્તિ દીઠ ભાડુ 20 રુપિયા છે. સરકારી બોટ પ્રાઈવેટ બોટની સરખામણીમા ઘણી સેફ પણ છે. ઉમાનંદ દ્વીપ પર ગોલ્ડન કલરના વાંદરા પણ રહે છે. વાંદરા જોવા માટે તમે કોઈપણ ચા ની દુકાન વાળાને મનાવી શકો છો તમને વાંદરા બતાવવા માટે. દુકાન વાળા વાંદરાના અવાજ કાઢી તેમને બોલાવી લેશે જે મનુષ્યો સાથે તાલમેલથી જીવવાનુ શીખી ગયા છે. અવાજ સામ્ભળતા જ વાંદરાઓ ખાવા પીવાનો સામાન લેવા નીચે આવી જાય છે. તેમને ફોટા પડાવવાનો પણ જબરો શોખ છે. આ વાંદરાઓ ખરેખર ફોટા પડાવવાની બાબતમા ભારતની દરેક વાનર પ્રજાતિની સરખામણીમા સૌથી વધારે મિત્રતા દાખવે છે.
ઉમાનંદ ટાપુ બાદ અમે શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર અને બીજા કેટલાક લોકલ મંદિર ફરવા ગયા. આ ધર્મિક અનુભવ ખુબ અદ્ભુત હતો અને અમે કેટલીય મીઠી યાદો ભેગી કરી ટ્રીપ પુરી કરી.
છેલ્લો દિવસ
આ સાફ સુથરી પાવન ભુમિ, જબરદસ્ત નજારાઓ અને હર્યા ભર્યા બદીચાઓને અલવિદા કહેવાનો સમય આવી ચુક્યો છે. ફ્રેંડ્સ અને ફેમિલિને આ રોચક ટ્રીપની વાતો કરવા હવે રાહ નથી જોવાતી.
ક્યા રહેવુ?
ભારતના ઉત્તર-પૂર્વમા રહેવા માટે અતિથી ગૃહ અને હોટેલ લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. યોગ્ય ભાવ અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધાઓ સાથે આ હોટેલ્સ ખર્ચને ધ્યાનમા રાખીને પણ ઘણા વ્યાજબી ભાવે પડે છે. ખાસ કરીને કાઝિરંગાની મધ્યમા સ્થિત અરન્યા આ બાબતે શ્રેષ્ઠ છે.
શુ પેક કરવુ?
વરસાદથી બચવા જેકેટ, છત્રી, દુરબીન, શુઝ, અને સોક્સ. પાણી વગેરે સાથે આ બધી જ જરુરી વસ્તુઓ એક બેગમા પેક કરી લો. શિલોંગ, ચેરાપુંજી, માવલિનોંગ, અને કાઝિરંગા માટે લાઈટવેઈટ જેકેટ. ગુવાહાટી માટે મૌસમ અનુસાર ટી-શર્ટ અને લાઈટવેઈટ જેકેટ. ગુવાહાટીનુ વાતાવરણ લગભગ ચંદિગઢ જેવુ જ છે.
ક્યારે જવુ?
ઓક્ટોબરથી એપ્રિલમા જવુ બેસ્ટ છે પરંતુ ફેબ્રુઆરીમા કાઝીરંગામા મોટા મોટા ઘાસ ઊગી જવાથી જાનવરો જોવા અઘરુ છે. તમે ખાસ પ્રાણીઓ જોવા જ જતા હો તો માર્ચના પહેલા વીકમા જવુ યોગ્ય રહેશે કેમ કે ત્યા સુધીમા લગભગ બધુ જ ઘાસ બળી ગયુ હોય છે. અને બની શકે કે તમને વાઘ જોવા પણ મળી જાય.
ધ્યાનમા રાખવા જેવી બાબતો
ફરવાની શરુઆત વહેલી સવારે જ કરી દેવી કેમ કે ઉત્તર-પુર્વમા સુરજ ઊગે પણ વહેલો છે અને વહેલો આથમી પણ જાય છે. બીજુ કે મેઘાલયમા મોટા ભાગના સ્થળો બપોરે 2 વાગ્યા સુધીમા ધુમ્મસ અને વાદળોથી ઢંકાય જતા હોવાથી પ્રયત્ન કરો કે તમે રાત સુધીમા હોટેલ પર પહોંચી જાવ.
ટ્રીપમા એરપ્લેન ટિકિટનો ખર્ચો પણ જોડાયેલ છે. તેના વગર ટ્રીપનો કુલ ખર્ચ લગભગ 12,000 જેટલો થાય છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.