યૂપીના આ શહેરમાં બનશે દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક, સિંગાપુર જેવા દેશોને પણ આપશે ટક્કર

Tripoto
Photo of યૂપીના આ શહેરમાં બનશે દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક, સિંગાપુર જેવા દેશોને પણ આપશે ટક્કર by Paurav Joshi

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં જલદી ભારતની પહેલી નાઇટ સફારી થશે, જેને સિંગાપુરના નાઇટ સફારી પાર્કની જેમ વિકસિત કરવામાં આવશે. લખનઉમાં કુકરેલ વન્યજીવ અભયારણ્યને વિશ્વ સ્તરીય નાઇટ સફારી અને જૈવ વિવિધતા પાર્ક સ્વરૂપે વિકસિત કરવામાં આવશે. યોગી સરકારે લખનઉની કુકરેલ નદીને ચેનલાઇઝ કરવા અને આકર્ષક રિવરફ્રન્ટ બનાવવાની યોજના બનાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યૂપીની કેબિનેટ બેઠકમાં લખનઉમાં નાઇટ સફારી સ્થાપિત કરવાની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી. અત્યારે દેશમાં સફારી તો ઘણી છે પરંતુ રાતની સફારી નથી.

Photo of યૂપીના આ શહેરમાં બનશે દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક, સિંગાપુર જેવા દેશોને પણ આપશે ટક્કર by Paurav Joshi

યૂપીના વન મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે સિંગાપુરમાં દુનિયાની પહેલી નાઇટ સફારીની જેમ 2027.47 હેક્ટરમાં કુકરેલ ક્ષેત્રમાં 350 એકર જમીન વિકસિત કરવામાં આવશે. આ ભારતની પહેલી નાઇટ સફારી હશે. લખનઉના ગાઢ વસતી ધરાવતા વિસ્તારમાં સ્થિત લખનઉ પ્રાણી સંગ્રહાલયને અહીં શિફ્ટ કરવામાં આવશે.

આ નાઇટ સફારીમાં આવનારા પર્યટક ટ્રેનની સાથે-સાથે જીપ પર પણ સવારી કરી શકે છે. આ ઉપરાંત, તેમને કેમ્પિંગ, માઉન્ટેન બાઇક ટ્રેક, વૉલ ક્લાઇમ્બિંગ, માઉન્ટેનિયરિંગ, ટ્રી ટોપ રેસ્ટોરન્ટ, નેચર ટ્રેલ અને ફૂડ કોર્ટની પણ સુવિધા મળશે.

વન મંત્રીએ જણાવ્યું કે કુકરેલમાં 75 એકર દિપડા અને વાઘ માટે જ્યારે 60 એકર જંગલી રીંછ માટે રિઝર્વ કરવામાં આવશે. અહીંના જંગલી પ્રાણીઓને ખુલ્લા આકાશ નીચે પિંજરામાં રાખવામાં આવશે. આ એક ઓપન-એર ઝૂ હશે જે રાતમાં જ ખોલવામાં આવશે. દિવસે આવતા પર્યટકો માટે થીમ પાર્ક હશે. મંત્રી મંડળ દ્વારા સ્વીકૃત પ્રસ્તાવ અનુસાર રાત્રી સફારી તેમજ પ્રાણી સંગ્રહાલયમાં કુકરેલ રેન્જના ખુલ્લા તેમજ અનુપયોગી ક્ષેત્રનો જ ઉપયોગ કરવામાં આવશે. ક્ષેત્રમાં વહેતી નદીને ચેનલાઇઝ કરવામાં આવશે અને અહીં એક આકર્ષક રિવર ફ્રન્ટ વિકસિત કરવામાં આવશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો