ગુજરાતી પ્રવાસી તરીકે તમે કદાચ એવા સંખ્યાબંધ લોકોનાં નામ આપી શકો જેઓ કોઈ પણ પ્રવાસ નક્કી કરે તેમાં ટિકીટ્સ, હોટેલ્સ, ટેક્સી વગેરે જેવી તમામ પાયાની વસ્તુઓ સાથોસાથ એક અન્ય વસ્તુને સમાન મહત્વ આપવામાં આવે છે અને તે છે પ્યોર-વેજ ભોજન.
ટ્રેન અને ફ્લાઇટમાં મુસાફરી કરતાં શાકાહારી મુસાફરો માટે સૌથી મોટી સમસ્યા ભોજનની હોય છે. સૌથી પહેલા એ જ તપાસ કરવામાં આવે છે કે શુદ્ધ શાકાહારી ભોજન ઉપલબ્ધ છે કે કેમ. આ પ્રશ્નનું સમાધાન થાય તે સાથે જ બીજો પ્રશ્ન ઉદભવે કે બાજુમાં બેસેલા સહ-પ્રવાસી નોન-વેજ ભોજન ખાય તેની બાજુમાં બેસીને વેજ ભોજન ખાવામાં પણ ઘણા શાકાહારી લોકો વિચલિત થઈ જતાં હોય છે.
ઉપરોક્ત વાત સાથે લગભગ બધા જ શાકાહારી લોકો સહમત થતાં હશે.
હવે એક વિચાર કરો; જો તમારા ફૂડ-પેકેટમાં વેજને બદલે નોન-વેજ ભોજન નીકળે તો???
વિચારતા જ અરેરાટી છૂટી ગઈ ને? પણ તાજેતરમાં જ આવી આ એક સત્ય ઘટના બની હતી.
સામાન્ય રીતે ફ્લાઇટ કે ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસાફરોને તેમની મુસાફરીની શરૂઆત થાય તે પહેલા જ તેમને ‘ફૂડ પ્રેફરન્સ’ એટલે કે તેઓ શાકાહારી ભોજન કરવા માંગે છે કે માંસાહારી તે પૂછી લેવામાં આવે છે અને તે આધારે ફ્લાઇટમાં ફૂડ-પેકેટ્સ અપલોડ કરવામાં આવે છે.
ગત અઠવાડિયે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઇટમાં આ મુદ્દે એક અક્ષમ્ય ભૂલ થઈ હતી. ફ્લાઇટ એટેન્ડન્ટ્સને જાણવા મળ્યું કે કેટરિંગ કંપનીએ ઓર્ડરમાં ભૂલ કરી છે અને મોટાભાગે નોન-વેજ ફૂડ અપલોડ કર્યું છે. લંડન સ્થિત કેટરિંગ કંપનીએ ૨૮ નોન-વેજ અને ૪ વેજ ફૂડ અપલોડ કર્યા જયારે વાસ્તવિકતા એ હતી કે ૨૮ વેજ અને ૪ નોન-વેજ ફૂડ અપલોડ કરવાના હતા.
ટોક્યો-દિલ્હી ફ્લાઈટમાં એક કથિત ઘટના પછી આ અપીલ કરવામાં આવી છે કારણ કે એક શાકાહારીને નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું. પ્રવાસી શ્રીમાન શાહે તો એ પણ કહ્યું કે મુસાફર કાંદા , લસણ અને બટેટા પણ નથી ખાતા અને તેના માતાપિતા પણ નારાજ હતા. પ્રવાસીએ પોતાના માટે જૈન શાકાહારી ભોજન બુક કરાવ્યું હતું પણ ભૂલથી તેમને નોન-વેજ ફૂડ પીરસ્યું હતું અને જયારે મુસાફરને ખબર પડી ત્યારે તેણે ક્રુ મેમ્બર્સને ફરિયાદ કરી.
ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડ અને જૈન સમુદાયના સભ્યોએ યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને સ્થાનિક ફ્લાઈટમાં મુસાફરોને નોન-વેજ ફૂડ પીરસવા પર પ્રતિબંધ મુકવાની વિનંતી કરી છે. જયારે મુસાફરોને ખબર પડી કે તે લોકોને ભૂલથી નોન-વેજ ફૂડ આપવામાં આવ્યું છે ત્યારે તેમને આ ફરિયાદ કરી છે. બોર્ડ દાવો કરે છે કે કડક શાકાહારીઓને ભૂલથી પણ નોન-વેજ ફૂડ આપવાનો કોઈ અવકાશ જ નથી.
આમ આ વિનંતી શાકાહારી પેસેન્જર દ્વારા કરવામાં આવી છે . જયારે કડક શાકાહારી મુસાફરોને વેજ ફૂડને બદલે નોન-વેજ ફૂડ પીરસવામાં આવે છે ત્યારે તેઓ વધારે વ્યથિત અને નારાજ થાય છે. તેથી એરલાઈને ૨ ક્રુ મેમ્બરને ગ્રાઉન્ડ કરી દીધા છે અને આ ઘટનાની તપાસ શરુ કરી છે. આ પહેલીવાર નથી થયું કે ભૂલથી નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું છે.
જયારે ફેબ્રુઆરી ૨૦૧૯ માં ફૂડમાં વંદો જોવા મળ્યો હતો ભોપાલ-મુંબઈની ફ્લાઈટમાં અને એરલાઇન કંપનીએ માફી માંગી હતી અને સુધારાત્મક કાર્યવાહી શરુ કરી હતી.
જે લોકો નોન-વેજ ખાવાનું તો દૂર, જોવાની પણ કલ્પના નથી કરી શકતા તેમને જ્યારે નોન-વેજ પીરસવામાં આવે ત્યારે તેમને પારાવાર દુઃખ થાય અને તેમનો ગુસ્સો આસમાને પહોંચે તે ઘણું જ સ્વાભાવિક છે.
દેશ અને દુનિયામાં દરેક માનવની ધાર્મિક લાગણી ન દુભાય તે જોવાની કોઈ પણ એરલાઇન્સની જવાબદારી હોય છે અને એટલે જ આવા કિસ્સાઓને ઘણા ગંભીરતાપૂર્વક લેવામાં આવે અને તેના પર યોગ્ય પગલાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ