ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ કેન્દ્રની પહેલ દેખો અપના દેશ હેઠળ 31 માર્ચથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન (Bharat Gaurav Tourist Train) દ્વારા ભારત નેપાળ આસ્થા યાત્રા ટૂર પેકેજ ચલાવવાનો પ્રસ્તાવ.
સરકારની દેખો અપના દેશ પહેલ સ્થાનિક પર્યટન વાળી સર્કિટને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર ટૂર પેકેજ 10 દિવસનું હશે. યાત્રા રામનવમીના આગલા દિવસે શરુ થશે. રામનવમી આ વર્ષે 30 માર્ચેે હતી . યાત્રામાં કયા સ્થાનો ફેરવવામાં આવશે અને ટૂર પેકેજ પર કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે, આવો તેના વિશે જાણીએ.
ભારત નેપાળ આસ્થા યાત્રા આ સ્થળો પરથી પસાર થશે
ભારત નેપાળ આસ્થા યાત્રામાં પ્રવાસીઓ જે સ્થળોની મુલાકાત લઈ શકશે તેમાં અયોધ્યાનું રામજન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, સરયૂ ઘાટ અને નંદીગ્રામનો સમાવેશ થાય છે. યાત્રા વારાણસીમાંથી પણ પસાર થશે, અહીંયા યાત્રીઓ કાશી વિશ્વનાથ કોરિડોર અને મંદિર, તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર, ગંગા આરતી અને વારાણસીના ઘાટ જોઈ શકશે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ અને હનુમાન મંદિરની મુલાકાત લેવામાં આવશે. તો, પ્રવાસીઓ નેપાળમાં પશુપતિનાથ મંદિર, દરબાર સ્ક્વેર અને સ્વયંભૂનાથ સ્તૂપ જોઈ શકશે.
ભાડું કેટલું હશે?
ટુર પેકેજ બે કેટેગરીના હશે. આમાં કમ્ફર્ટ અને સુપિરિયર કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ કમ્ફર્ટ કેટેગરીમાં સંપૂર્ણ પેકેજ લે છે, તો તેણે 39,850 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે ડબલ શેર માટે ટિકિટનું ભાડું 34,650 રૂપિયા રાખવામાં આવ્યું છે. 5 થી 11 વર્ષના બાળક માટે ટિકિટની કિંમત 31,185 રૂપિયા હશે.
કમ્ફર્ટ કેટેગરીના પેકેજ માટે સિંગલ શેરનું ભાડું 47,820 રૂપિયા રાખવામાં આવ્યું છે, જ્યારે ડબલ શેર માટે 41,580 રૂપિયા ખર્ચવા પડશે.જ્યારે 5 થી 11 વર્ષના બાળક માટે ટિકિટની કિંમત 37,425 રૂપિયા હશે.
આવી હશે રહેવા-જમવાની વ્યવસ્થા
સમગ્ર પ્રવાસ 9 રાત અને 10 દિવસનો છે. ટ્રેનમાં માત્ર 3AC ક્લાસ કોચ હશે. કુલ બેઠકોની સંખ્યા 600 હશે, જેમાંથી 300 સ્ટાન્ડર્ડ અને અન્ય 300 સુપીરિયર શ્રેણીનાં હશે. સ્ટાન્ડર્ડ પેકેજ ધરાવતા મુસાફરોને રાત્રે નોન-એસી રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે સુપીરિયર પેકેજ ધરાવતા મુસાફરો માટે એસી રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. પેકેજમાં નોન-એસી બસો દ્વારા જોવાલાયક સ્થળોનો પ્રવાસ સામેલ છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને માત્ર શાકાહારી ભોજન જ આપવામાં આવશે.
કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે
IRCTC વેબસાઈટ અનુસાર, મંદિરો અને સ્મારકોની મુલાકાત લેતી વખતે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર સાથે રાખવું જરૂરી છે. તો મુસાફરી દરમિયાન તમામ મુસાફરો પાસે રસીકરણ પ્રમાણપત્રની હાર્ડ કોપી હોવી જોઈએ અથવા તે તેમના ફોનમાં હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે 7 એપ્રિલથી IRCTC ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા રામાયણ યાત્રા પણ શરૂ કરશે. વૈકલ્પિક રીતે શ્રીલંકાના સ્થાનોને પણ આમાં સામેલ કરવામાં આવશે. આ યાત્રા સમગ્ર રામાયણ સર્કિટમાંથી પસાર થશે.
યાત્રામાં સામેલ નેપાળના દર્શનીય સ્થળો
પશુપતિનાથ મંદિર
પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિંદુ મંદિર છે જે નેપાળની રાજધાની કાઠમાંડૂ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત એશિયાના ચાર સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ મંદિર 5મી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી જ અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી. આ મંદિરની આસપાસ અન્ય હિંદુ અને બૌદ્ધ દેવતાઓના મંદિર પણ છે. પશુપતિનાથ મંદિર કાઠમાંડૂ ઘાટીના 8 યૂનેસ્કો સાંસ્કૃતિક વિરાસત સ્થળોમાંથી એક છે. આ એક સ્મશાન સ્થળ પણ છે જ્યાં હિંદુઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
ભગવાન પશુપતિનાથ કોણ છે?
પશુપતિ હિંદુ ભગવાન શિવ “જાનવરોના સ્વામી” સ્વરૂપમાં અવતરિત છે. તેઓ સંપૂર્ણ હિંદુ જગતમાં પૂજનીય છે. ખાસ કરીને નેપાળમાં, જ્યાં તેમને અનૌપચારિક રૂપથી રાષ્ટ્રીય દેવતા માનવામાં આવે છે.
પશુપતિનાથ મંદિર કેટલું જૂનું છે?
નેપાળમાં સોથી પ્રાચીનકાળના ગોપાલરાજ આલોક વામસવલીના જણાવ્યા પ્રમાણે, આ મંદિરનું નિર્માણ લિપ્છવી રાજા સુપેસા દેવાએ કરાવ્યું હતું.
પશુપતિનાથ મંદિર પ્રસિદ્ધ કેમ છે?
પશુપતિનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર શિવજીના ભક્તો માટે એશિયાના ચાર સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે. નેપાળમાં આ સૌથ મોટું મંદિર બાગમતી નદીના બંને કિનારા ઉપર ફેલાયેલું છે જેને હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.
પશુપતિનાથ મંદિરનું મહત્ત્વ-
પશુપતિનાથ મંદિર 5મી સદીમાં બનેલું છે અને તે પછી મલ્લ રાજાઓ દ્વારા તેનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સ્થળ સહસ્રાબ્દીની શરૂઆતથી અસ્તિત્વમાં હતું જ્યારે એક શિવ લિંગમની શોધ કરવામાં આવી હતી.
દરબાર સ્ક્વેર
કાઠમંડુની સંસ્કૃતિ અને ઇતિહાસને જાણવા માટે દરબાર સ્ક્વેરની મુલાકાત લો. કાઠમંડુ દરબાર સ્ક્વેર, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ, તેના કલાકાર અને કારીગરોના પ્રદર્શન માટે પ્રખ્યાત છે અને કાઠમંડુ પેલેસની સામે આવેલો છે, જે રાજ્યનો ભૂતપૂર્વ મહેલ હતો. મહેલો અને ચોક પર જ ઘણા પુનઃનિર્માણ કરવામાં આવ્યા છે. આ જગ્યા નેપાળની સફર દરમિયાન મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં હોવું જોઈએ. ત્યાં કુમારી ચોક પણ છે, જે નેપાળના સૌથી રસપ્રદ આકર્ષણોમાંનું એક છે. તેમાં કુમારી ધરાવતું એક પાંજરું છે, જેને દુર્ગાના માનવ અવતાર તરીકે ઓળખવામાં આવે છે.
સ્વયંભૂનાથ સ્તૂપ
કાઠમાંડૂના પશ્ચિમમાં એક પહાડના શિખર પર 3 કીમી દૂર આ મંદિર આવેલું છે, જેને કાઠમાંડૂનું સૌથી મહત્ત્વનું મંદિર માનવામાં આવે છે. અહીં સ્વયંભૂ સ્તૂપ અને મંદિર પરિસર પર્યટકોને આકર્ષિત કરે છે. આ મંદિરને મંકી ટેમ્પલના નામે પણ ઓળખવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો