બાલી બાલી બહુ થયું! હવે જાઓ ઇન્ડોનેશિયાની આ અજાણી જગ્યાએ

Tripoto
Photo of બાલી બાલી બહુ થયું! હવે જાઓ ઇન્ડોનેશિયાની આ અજાણી જગ્યાએ by Paurav Joshi

ઇન્ડોનેશિયા એ લગભગ 17,508 ટાપુઓનો બનેલો દ્વીપસમૂહ છે.ઇન્ડોનેશિયા એ હિંદ અને પ્રશાંત મહાસાગરોની વચ્ચે આવેલો દેશ છે. એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાની શોધ સૌપ્રથમ પોર્ટુગીઝ માર્કો પોલો અને કેટલાક યુરોપિયન ફોટોગ્રાફી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.પ્રકૃતિ પ્રેમીઓ માટે ઇન્ડોનેશિયા ખૂબ જ આકર્ષક સ્થળ છે.ઇન્ડોનેશિયાની પ્રાકૃતિક સુંદરતા અને તેના કેટલાક ખાસ આકર્ષણો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે આપણે બધા જાણીએ છીએ કે બાલી ઇન્ડોનેશિયાનું સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પર્યટન સ્થળ છે, પરંતુ શું તમે ઇન્ડોનેશિયાના છુપાયેલા ઓફબીટ સ્થળ સુમ્બા વિશે જાણો છો? જે તેની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષે છે.

સુમ્બા

સુમ્બા ઈન્ડોનેશિયામાં એક એવો ટાપુ છે જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. તે ઓફબીટ સ્થળોમાંનું એક છે. સુમ્બા દેશના પૂર્વમાં સ્થિત છે. જો કે, તે ઇન્ડોનેશિયાના ઉત્તરીય જ્વાળામુખીના ભાગથી અલગ છે. સુમ્બાને ઇન્ડોનેશિયાના "ભૂલી ગયેલા ટાપુ" તરીકે ઓળખવામાં આવે છે. તે એક ગ્રામીણ પર્વતીય ગામ છે જે સમગ્ર ઇન્ડોનેશિયામાં તેના અનન્ય મનોહર દૃશ્ય માટે જાણીતું છે. સુમ્બામાં ઘાસના પરંપરાગત કુળના ઘરોની આસપાસ અજોડ મેગાલિથિક કબરો છે, જ્યાં ગ્રામીણો હજુ પણ મારાપુની પ્રાચીન માન્યતામાં તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે અને ઘણી બધી સ્વદેશી સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવી રાખી છે જે પેઢીઓથી આ સ્થળની લાક્ષણિકતા ધરાવે છે.

સુમ્બામાં શું કરવું

1. સુમ્બામાં પરંપરાગત ગામોની મુલાકાત લો

સુંબા એ ગ્રામીણ વિસ્તારોમાંથી એક છે અથવા એમ કહો કે તે સૌથી સુંદર અને પરંપરાગત ગામોમાંનું એક છે. જો તમે અહીં ફરવા માટે આવ્યા હોવ તો તમારે સુમ્બાના પરંપરાગત ગામોની મુલાકાત લેવી જ જોઈએ. સુમ્બામાં સૂકા ઘાસમાંથી બનેલા ઊંચા અણીદાર છતવાળા ઘરો છે. સુમ્બા ટાપુમાં મજબૂત સચવાયેલી પરંપરાઓ છે જેને તમે નજીકથી જોઈ શકો છો તેમજ અહીં ફરવા જઈ શકો છો.

સુમ્બામાં તમે રેન્ડે ગામની મુલાકાત લઈ શકો છો જે પૂર્વ સુમ્બામાં સ્થિત છે.ગામની મધ્યમાં વિશાળ મેગાલિથિક કબરો છે. જેને જોવું રસપ્રદ રહેશે.આ સાથે જ તમને આ ગામમાં ધોધ પણ જોવા મળશે.

સુમ્બા ટાપુની પશ્ચિમે રેટેન્ગારો નામનું ગામ આવેલું છે જે પ્રવાસીઓની દૃષ્ટિએ સૌથી સુંદર અને સૌથી વધુ મુલાકાત લેવાયેલા ગામોમાંનું એક છે. તે એક તરફ નિર્જન સમુદ્રના કિનારાથી ઘેરાયેલું છે જે તેને વધુ આકર્ષક બનાવે છે. જો તમે જો તમે શાંતિ શોધી રહ્યા છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.

પશ્ચિમ સુમ્બામાં પ્રાઝિંગ નામનું બીજું એક પરંપરાગત ગામ છે. અહીં તમને ઉંચી અણીયાળા છતવાળા સૂકા ઘાસમાંથી બનેલા ઘરો જોવા મળશે. ઉપરાંત, તમે અહીંની પરંપરાનો આનંદ માણી શકો છો.

2. સુમ્બાના શહેરોની નાઇટલાઇફને જુઓ

સુમ્બાની રાજધાની વૈનગાપુ છે.તે એક શાંતિપૂર્ણ નગર છે.વૈનગાપુમાં એક નાઇટ માર્કેટ છે જે આખા સુમ્બામાં પ્રસિદ્ધ છે તેમજ આ નાઇટ માર્કેટને જોવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે. વૈનગાપુમાં બીજી એક લોકપ્રિય વસ્તુ અમા તુકાંગ વર્કશોપ હેન્ડીક્રાફ્ટ છે જ્યાં તમે ઇકત અથવા પરંપરાગત વણાટ વિશે ઘણું બધું શીખી શકો છો. અહીંની વાનગીઓ પણ ઘણી ફેમસ છે, તે પણ તમારે ટ્રાય કરવી જોઈએ.

વાઇકાબુબક એ સુમ્બાવા ટાપુ પરનું બીજું સૌથી મોટું શહેર છે. વાઇકાબુબક નગર તેના પરંપરાગત ઘરો, ઐતિહાસિક બાંધકામો અને પથ્થરની કબરો માટે લોકપ્રિય છે. પ્રવાસીઓ આખું વર્ષ આના દર્શન કરવા આવતા રહે છે.

Photo of બાલી બાલી બહુ થયું! હવે જાઓ ઇન્ડોનેશિયાની આ અજાણી જગ્યાએ by Paurav Joshi

3. સુમ્બાના પ્રખ્યાત વોટરફોલની મુલાકાત લો

લા પોપુ ધોધ સુમ્બા દ્વીપના પશ્ચિમ વિસ્તારમાં આવેલો છે.લા પોપુ ધોધ વનોકાકા પ્રદેશમાં આવેલો છે અને તે સુમ્બાવાના પ્રસિદ્ધ ધોધમાંનો એક છે.આ ધોધ તમને પ્રકૃતિની ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે. તે એકદમ શાંતિપૂર્ણ સ્થળ છે. જ્યાં તમે એકાંત માણી શકો છો.

વાઈ મારંગ ધોધ સુમ્બા ટાપુના પૂર્વ વિસ્તારમાં આવેલો છે.વાઈ મારંગ ધોધ રેન્ડે ગામમાં આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે તમારે 10-15 મિનિટ સુધી ટ્રેકિંગ કરવું પડશે જે તમને પ્રકૃતિની નજીક લઈ જશે.

4. સુમ્બાના દરિયાકિનારા પર ફરો

સુમ્બામાં તમને વાદળી પાણી જેવો સ્વચ્છ બીચ મળશે. સુમ્બાના દક્ષિણ-પૂર્વની તુલનામાં, દક્ષિણ-પશ્ચિમમાં દરિયાકિનારા વધુ નૈસર્ગિક છે, પાણી ક્રિસ્ટલ ક્લિયર છે અને રેતી ખૂબ જ નરમ અને સફેદ છે. અહીં તમને ઘણા દરિયાકિનારા મળશે જેમ કે પંટાઇ મારોસી, અંનજાન, પંતઈ કેરેવાઈ અને તારીમ્બાંગ બીચ. આ વિસ્તારોમાં તમને શાનદાર કિનારા સાથેના સુંદર, સ્વચ્છ દરિયાકિનારા જોવા મળશે.

5. સુમ્બાના પરંપરાગત ઉત્સવ અથવા પાસોલા ઉત્સવનો અનુભવ કરો

પાસોલા ઉત્સવ દર વર્ષે સુમ્બામાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે ઉજવવામાં આવે છે. તે અહીંનો એક પ્રખ્યાત તહેવાર છે. આ તહેવારમાં પુરુષો ઘોડાઓ પર ઉઘાડા પગે સવારી કરે છે અને લોહિયાળ ભાલાની લડાઈ થાય છે. આ ફેસ્ટિવલ જોવા માટે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. આ તહેવાર વિશે નજીકથી જાણવું રસપ્રદ રહેશે.

Photo of બાલી બાલી બહુ થયું! હવે જાઓ ઇન્ડોનેશિયાની આ અજાણી જગ્યાએ by Paurav Joshi

સુમ્બાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

સુમ્બાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી ઓક્ટોબર છે. તમે ગમે ત્યારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. એપ્રિલથી ઑક્ટોબર સુધીની ઋતુ શુષ્ક હોય છે, જ્યારે વરસાદ ખાસ કરીને ઓછો હોય છે, પરંતુ દિવસ દરમિયાન પગ દઝાડતી ગરમ નથી હોતી. તેથી જો તમે સુમ્બા જવાનું વિચારી રહ્યા છો તો તમારે એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે જવું જોઈએ.

સુમ્બામાં ક્યાં રહેવું?

તમને સુમ્બામાં ઘણી હોટેલ્સ મળશે જે તમે તમારા બજેટ પ્રમાણે બુક કરી શકો છો. આ હોટેલ્સનું ભાડું 5000 થી 25000 ની વચ્ચે છે જે તમને સરળતાથી પરવડી શકે છે. સુમ્બાની કેટલીક પ્રખ્યાત હોટેલ્સ જ્યાં તમે રોકાઈ શકો છો તે છે મારિયો હોટેલ અને કાફે, ઓરો બીચ હાઉસ, સુમ્બા હોસ્પિટાલિટી ફાઉન્ડેશન દ્વારા મારિંગી સુમ્બા, કોમોડો રિસોર્ટ અને BIS હોમસ્ટે.

સુંબા કેવી રીતે પહોંચવું

સુમ્બા ટાપુની મોટાભાગની ફ્લાઇટ્સ બાલીથી ઉપડે છે, તેથી જો તમે બીજા શહેરમાં હોવ તો પહેલા બાલી પહોંચી જાઓ અથવા કનેક્ટિંગ ફ્લાઇટ મેળવો. સુમ્બા દક્ષિણપશ્ચિમ સુમ્બા રીજન્સીમાં તમ્બોલાકા એરપોર્ટ અને પૂર્વ સુમ્બા રીજન્સી મેહાંગમાં વેનગાપુ ટાઉનમાં ઉમ્બુ એરપોર્ટ દ્વારા જોડાયેલ છે. જ્યાંથી તમે ટેક્સી બુક કરી શકો છો અને અહીં ફરવા જઈ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો