View Image/video
કેવી રીતે કરવી કાશ્મીરની બજેટ યાત્રા, અહીં મળશે જવાબ
Overview

કાશ્મીરનો રંગ એવો છે કે જે તેને જુએ છે તે આ સુંદર પ્રદેશના રંગમાં રંગાઈ જાય છે. તેને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે, પરંતુ મેં જે કાશ્મીર જોયું, તેની સામે સ્વિત્ઝર્લેન્ડ પણ ઝાંખું પડે છે. જેના બગીચાઓમાંથી પ્રેમની સુગંધ આવે છે, કબરોમાંથી કાશ્મીરનો વારસો ડોકિયું કરે છે અને તળાવો પર શિયાળામાં સુંદર સફેદ ચાદર પથરાઈ જાય છે.

અહીંના લોકોના વર્તનમાં ઉદારતા જોવા મળે છે. ક્યારેક તેમના દ્વારા ભોજનનો સ્વાદ માણો, બપોરની ચા અથવા કહવાની મજા લો. તમે આ રીતે એક અઠવાડિયામાં આખા કાશ્મીરની મુલાકાત લેવાનો પ્લાન તૈયાર કરી શકો છો.

કાશ્મીરમાં હરવા-ફરવા

પ્રદેશમાં ફરવા માટે JKSRTCની બસો વધારે સગવડતા પ્રદાન કરશે. આખો પ્રદેશ બસ સેવા સાથે જોડાયેલો છે. આ સીવાય ટેક્સી, ઓટો અને લોકો બસ પણ તમને આરામથી મળી જશે. બાકી અહીં ઘણા એવા હિલ સ્ટેશન છે કે જ્યાં ઘોડેસવારી કરીને પણ પહોંચી શકાય છે. જો તમે ઈચ્છો તો નદીઓ અને તળાવોમાં ચાલતી હોડી દ્વારા પણ પ્રદેશની સુંદરતાને માણી શકો છો.

શ્રીનગર

શ્રીનગરનું એરપોર્ટ દિલ્લી, જમ્મૂ, અમૃતસર અને મુંબઈ સાથે જોડાયેલું છે. સવારની ફ્લાઈટમાં પ્રદેશની સુંદરતા ખરેખર માણવા જેવી હોય છે. જો તમારે આ રીતે પ્રવાસ નથી કરવો તો જમ્મૂથી બસની સુવિધા પણ છે જે તેમને 8 કલાકમાં તમારી મંઝિલ સુધી પહોંચાડશે.

શ્રીનગરમાં શું કરવું ?

બે તળાવો વડે ઘેરાયેલું શ્રીનગર પોતાનામાં અનેક સુંદર જગ્યાઓ લઈને બેઠું છે. બેગ પેક કરીને બસ તૈયાર રહો. Tripoto તમને જણાવશે કે ક્યાં ફરવું અને કેવી રીતે બજેટમાં મુસાફરી કરવી.

1. ડલ લેક પર શિકારામાં ખૂબજ સુંદર અને નવા નઝારાઓ જોવા મળશે. કદાચ કાશ્મીર યાત્રામાં સૌથી સુંદર તસવીરો તમને આ જગ્યા પરથી જ મળશે.

2. શાલીમાર બાગ શ્રીનગરનો સૌથી પ્રખ્યાત બાગ છે. તેની સાથે જ આવેલો પરી મહેલ પણ ઓછો આકર્ષક નથી.

3. કાશ્મીરમાં આવેલી જામા મસ્જિદ પણ તેની સુંદર કળા માટે જાણીતી છે.

શ્રીનગરમાં રોકાવા માટેઃ

1. હોટલ ગ્રાન્ડ મુમતાઝ - કિંમત રૂ. 7,581

2. હીવન હોટલ - કિંમત રૂ. 4,800

3. હોટલ લિટિલ મેજિસ્ટિક ગ્રુપ ઓફ હાઉસબોટ્સ - કિંમત રૂ,. 3,315

સોનમર્ગની આકર્ષક જગ્યાઓ

1. જમ્મુ અને કાશ્મીર ટૂરિઝમ ટૂરિસ્ટ કાફેટેરિયા- કેટલીક દુકાનો તેમના સ્થાનને કારણે ઘણું નામ કમાય છે, તેમાંથી એક આ છે. ઉત્તર ભારતીયો માટે સ્વાદિષ્ટ ભોજન પણ અહીં મળશે.

ગુલમર્ગ

સોનમર્ગથી ગુલમર્ગ લગભગ 3 કલાક દૂર છે. સવારે જેટલા વહેલા નકળી શકો, તેટલું વધુ સારું. આશરે રૂ.2,000માં કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

ગુલમર્ગમાં શું કરવું ? :

1. નંગા પર્વત જોવા માટે ગુલમર્ગ ગોંડોલામાં હોપિંગની મજા માણી શકાય છે.

2. ઉનાળાની ઋતુમાં અહીં ફૂલો ખૂબ જ સુંદર બની જાય છે. તેમના માટે જ અહીં કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ થાય છે. કાશ્મીરનો સૌથી રંગીન અનુભવોમાંથી આ એક છે.

ગુલમર્ગમાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો:

1. બક્ષીનો પંજાબી ઢાબો- તેમાં કોઈ શંકા નથી કે આ ગુલમર્ગનો સૌથી પ્રખ્યાત ઢાબો છે જે ઉત્તર ભારતીય, કાશ્મીરી અને કોન્ટિનેંટલ ફૂડ સર્વ કરે છે. કિંમત પણ સારી છે અને શાકાહારીઓ માટે ફૂડ લિસ્ટ પણ સારું છે.

પહેલગામ

શ્રીનગરથી પહેલગામ સુધી ટેક્સીઓ ઉપલબ્ધ છે જેની કિંમત આશરે રૂ. 2,500 છે. 2 કલાકની અંદર પહોંચાડે છે. અમરનાથ યાત્રા દરમિયાન આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે.

પહેલગામમાં શું કરવું ? :

1. બેતાબ વેલી, બોલિવૂડ ફિલ્મો માટે પ્રખ્યાત આ સ્થળની મુલાકાત તમારા પ્રવાસને ખાસ બનાવી દેશે.

2. અરુ નામનું ગામ અને તેને લગતી વાર્તાઓ તમારા માટે વાર્તાઓની નવી યાદી બનાવશે. કોને ખબર કદાચ અહીંથી તમારી નવી પુસ્તક માટેની વાર્તા મળી જાય.

પહેલગામમાં ક્યાં રહેવું:

1. હોટેલ માઉન્ટ વ્યૂ - રૂ. 4,038

2. ગ્રાન્ડ મુમતાઝ રિસોર્ટ્સ - રૂ. 6,500

પહેલગામમાં જોવાલાયક સ્થળો:

1. દાના પાણી- નામ તો સરસ છે, અહીંના પરાઠા પણ તેટલા જ સ્વાદિષ્ટ છે. માત્ર શાકાહારીઓ માટે.

2. કાફે લોગ ઈન - ચોકલેટથી ભરેલો ગરમ કપ, અથવા રાતનું ડેઝર્ટ, આ જગ્યાની ખાસિયત

શ્રીનગર

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરનું હૃદય છે. શિકારામાં ભ્રમણ કરતી વખતે યુવાનો કેટલા સપનાઓ જુએ છે? આ જગ્યાને ઉજ્જડ બનાવવા માટે ભલે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પરંતુ તેનો રંગ દરેક વખતે નવા રંગમાં ઉછળીને પરત ફરે છે. આ જ કારણ છે કે દર વખતે પ્રવાસીઓની સંખ્યા અહીં વધી રહી છે. ત્યાં માત્ર એક સુંદર તળાવ કરતાં વધુ છે, તે એક લાગણી છે જે દરેક સમયે દરેકને પોતાના કરતાં વધુ આઝાદ બનાવે છે.

સોનમાર્ગ

તે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ પ્રદેશનું સ્વર્ગ છે, સોનેરી સૂર્ય પડતાની સાથે જ તેના દૂર ફેલાયેલા મેદાનોમાં પણ ચમકવા લાગે છે. હિમનદીઓ, તળાવો, પર્વતો શિયાળામાં આકર્ષક લાગે અને ઉનાળાની ઋતુમાં કુદરતે બનાવેલા સુંદર ફૂલો ખીલે છે. લદ્દાખનો રસ્તો અહીંથી શરૂ થાય છે.

ગુલમર્ગ

તમારી કાશ્મીરી યાત્રાનું સૌથી સુંદર ચિત્ર અહીંથી પસાર થાય છે. અહીંના વિશાળ મેદાનો, ફૂલોથી ભરેલા બગીચા અને હિલ સ્ટેશનો પર મોટા રાજવીઓના ઘર આવેલા છે. વિશ્વનું સૌથી ઊંચું ગોલ્ફ ફિલ્ડ પણ અહીં છે. જ્યારે પણ તમે કાશ્મીરની મુલાકાત લો ત્યારે આ જગ્યાને ચૂકશો નહીં.

પહેલગામ

લિદ્દર નદીના કિનારે વસેલું પહેલગામ કાશ્મીરની સુંદરતા છે. અહીંથી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનું જૂથ મંદિરે જવાનું શરૂ કરે છે અને મુસાફરો અહીંથી બેતાબ ખીણ તરફ જાય છે. અહીં ઘોડેસવારીનો શોખ પૂરો કરવાની તક ગુમાવશો નહીં.

તમારી માહિતી આપો

-
2
+
Number Of People
info-iconRedeem credits to get up to ₹8000 off
Send me updates for this booking on
I accept the Terms of Use and Privacy Policy of Tripoto.