


ગંગટોકથી નાથુલા ૫૦ કીમીના અંતરે આવેલુ છે. નાથુલા જવા માટે સ્પેશિયલ પરમીટની જરુર છે. જે ગંગટોકથી સરકારી કાર્યલયમાંંથી મળે છે. તેથી ત્યા જતી વખતે પાસપોર્ટ સાઈઝના ૫ ફોટા તેમજ અસલ આઈડી પ્રુફ સાથે રાખવુ. કોઈ ટ્રાવેલ એજન્ટથી જાઈતો ટ્રાવેલ એજન્ટ પરમીશન બનાવી લે છે. નાથુલા જવા માટે સવારનો નાસ્તો અમે સુમિત નામનાગ અને કોર્ટયાર્ડ સ્પામાં કર્યો. ત્યારબાદ અમે સવારના ૯ કલાકે નાથુલા જવા માટે રવાના થયા. પહાડોની સંદરતા અને હરીયાળી મન હરી લે છે.રસ્તામાં ગરમ કપડાત તેમજ બુટ મળે છે. ૧ વ્યકિત દીઠ અંદાજિત ૩૦૦ રકમ થાય છે.અમે રસ્તામાં ફોટો પડાવ્યાં.

નાથુલા ૧૪,૧૪૦ ફુટ ઉંચાઈ પર આવેલુ છે. માથુલા પાસ ભારત અને ચીન બોર્ડર છે. નાથુલા પહોચતાની સાથે ભારતીય હોવાનો ગર્વ મહેસુસ થાય છે. ત્યાંનુ વાતાવરણ ખુબ ઠંડુ હોય છે. શિયાળાના વાતાવરણમાં રાત્રીનુ તાપમાન માયનસ થઈ જાય છે. આવા વાતાવરણમાં દેશની રક્ષા માટે તત્પર રહેતા આર્મીને સલામ છે. ત્યાં આર્મીનુ કાફે છે. જ્યાં ચા તેમજ પોપકોર્ન મળી રહે છે. આમ નાથુલા પાસ બાદ અમે ચાંગુ લેક જવા રવાના થયા.