1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા

Tripoto
Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

ઘણી વખત આપણે મુસાફરીનો પ્લાન બનાવીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે ઓછા બજેટના કારણે આપણે તે પ્લાન પૂર્ણ કરી શકતા નથી. મુસાફરી કરવી સરળ છે, પરંતુ મુસાફરી માટે બજેટ બનાવવું મુશ્કેલ છે. પરંતુ ક્યારેક એવું પ્લાનિંગ પણ કરી શકાય છે કે જેમાં આપણે ઓછા પૈસામાં ઘણી જગ્યાએ ફરવા જઈ શકીએ છીએ. તમારે ફક્ત યોગ્ય સ્થાન અને યોગ્ય બજેટ જાણવાની જરૂર છે. 1500 રૂપિયાથી ઓછા બજેટમાં એક દિવસની સફર કરી શકાય છે. બસ ખબર હોવી જોઇએ કે ક્યાં જવું છે.

તો જો તમે મુંબઈની નજીક રહો છો અને ક્યાંક ફરવા જવા માંગો છો તો અમુક ખાસ જગ્યાઓની યાદી બનાવો. 1500 રૂપિયાથી ઓછા બજેટમાં ફરવા માટે તમને આ જગ્યાઓ સરળતાથી મળી જશે. ઉપરાંત, દિવસભર સારી એક્ટિવિટી થઇ જશે.

1. પવાના લેક કેમ્પિંગ -

બજેટ - રૂ. 999 થી રૂ. 1500

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

આ બે દિવસ અને એક રાતની સફર હોઈ શકે છે. તેનું સ્થાન પવાના તળાવ છે, તે પુણેની નજીક છે અને તે મુંબઈથી 120 કિલોમીટર દૂર છે. મુંબઈમાં આ એક ખૂબ જ સારું કૃત્રિમ તળાવ છે અને તે કામશેતથી 10 કિલોમીટર દૂર છે. આ માત્ર મુંબઈ-પુણે હાઈવે પર છે. આ કેમ્પિંગ માટે સારી જગ્યા છે. અહીં એક ડેમ છે અને અહીં કેમ્પિંગની સુવિધા આપવામાં આવી છે. તો જો તમે મુંબઈની નજીકના કોઈ સારા ડેસ્ટિનેશન પર જવા ઈચ્છો છો તો તમને આ ગમશે. તેના પેકેજનો લાભ લઈ શકાય છે અને તમારે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. બોનફાયર, લેક અને મ્યુઝિક-ડિનર સાથે કેમ્પિંગની સુવિધા છે.

2. મુંબઈમાં સેલિંગ

બજેટ 1200 રૂપિયા

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

આ ગેટવે ઓફ ઈન્ડિયાથી મળશે. બુકિંગ 10 મિનિટ પહેલા પણ કરી શકાય છે. આ પછી સ્પીડબોટ આપવામાં આવશે. જ્યાંથી તમે દરિયામાં જશો અને નૌકાવિહારનો આનંદ માણી શકશો અને આ અન્ય કોઈપણ શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ કરતાં અલગ છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર વાદળી સમુદ્ર જ જોઈ શકાય છે. આ તો આમપણ આ ખૂબ જ સારી બાબત છે. આ બોટમાં એક સમયે 2-3 લોકો જઈ શકે છે અને તે 2 કલાક માટે બુક કરવામાં આવશે. હા, પાણીથી ડરતા લોકોએ અહીં ન જવું જોઈએ. આ માટે તમે પ્રાઇવેટ ટૂર પણ લઇ શકો છો અને પર્સનલ પણ. આ બધું તમને સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મળશે.

3. શાંગરીલા રિસોર્ટ અને વોટરપાર્ક

બજેટ- રૂ. 700

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

તે મુંબઈની અંદર નહીં પરંતુ નાસિક મુંબઈ હાઈવે પર આવેલું છે. આ રિસોર્ટ અને વોટરપાર્ક તમને ખૂબ જ રિલેક્સેશનની સાથે સાથે મનોરંજક એડવેન્ચર ટ્રીપ પણ આપશે. આજુબાજુ પહાડો હોવાથી આ જગ્યા મિત્રો અને પરિવાર સાથે આરામથી માણી શકાય છે. તેનો સમય સવારે 9 થી સાંજના 6.30 સુધીનો છે અને બાળકોની પિકનિક માટે પણ આ જગ્યા પસંદ કરી શકાય છે.

4. સનધન વેલી ટ્રેક અને એડવેન્ચર

બજેટ- રૂ. 1500

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

સનધનન વેલી ટ્રેકિંગ માટે તમારે થોડી લાંબી મુસાફરી કરવી પડશે, પરંતુ જો તમે ગ્રુપમાં જઈ રહ્યા છો તો પ્રવાસનું બજેટ ઓછું થઈ જશે. સનધન વેલી ટ્રેક પહાડોમાંથી પસાર થાય છે. તમને એવું લાગશે કે તમે બે પહાડોની વચ્ચે ચાલી રહ્યા છો. તેની શરૂઆત કસારાથી થશે. અહીંથી તમે 7મી સદીના મંદિરો જોઈ શકો છો.

5. લોહાગઢ ફોર્ટ ટ્રેક-

બજેટ - 1000 રૂપિયા

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

તે પુણેથી 53 કિલોમીટર અને મુંબઈથી લગભગ 150 કિલોમીટર દૂર છે. ઉપર આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે 1033 મીટર ઉંચો લોહાગઢ કિલ્લો કેટલો સરસ લાગે છે. તમે અહીં બસ દ્વારા પણ જઈ શકો છો અને 50 જેટલા લોકો ટ્રિપ પર જઈ શકે છે. જો તમે અહીં ટ્રેનમાં જશો તો માલાવલી રેલવે સ્ટેશન હશે. અહીં ચાર ખાસ દરવાજા છે. ગણેશ દરવાજા, નારાયણ દરવાજા, હનુમાન દરવાજા અને મહા દરવાજા. અહીં જવું તમારા અને તમારા પરિવાર, મિત્રો અથવા ઓફિસના લોકો માટે એક અલગ અનુભવ હશે.

લોહાગઢ કિલ્લા વિશે જાણો

આ કિલ્લો 18મી સદીનો છે અને ઘણા રાજવંશો માટે સત્તાનું મુખ્ય કેન્દ્ર હતું. આ કિલ્લાની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 3400 ફૂટ છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કિલ્લામાં ચાર પ્રવેશદ્વાર છે, જે હનુમા દરવાજા, ગણેશ દરવાજા, નારાયણ દરવાજા અને મહા દરવાજા તરીકે ઓળખાય છે. આ કિલ્લો પુણેથી લગભગ 55 કિલોમીટરના અંતરે આવેલો છે, જે ટ્રેકિંગ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તેને લોખંડનો કિલ્લો પણ કહેવામાં આવે છે. આ આખો કિલ્લો પહાડો પર બનેલો છે.

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

ઉપરાંત, આ કિલ્લો મોન્યુમેન્ટલ હિલ ફોર્ટના મામ તરીકે પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે આ કિલ્લાનો ઉપયોગ છત્રપતિ શિવાજીએ યુદ્ધ માટે કર્યો હતો. જો કે આ કિલ્લો સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો છે, પરંતુ આ કિલ્લા પર ચડવું હજી પણ ખૂબ જ રોમાંચક છે.

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

જેમ જેમ આપણે આ કિલ્લા તરફ જઈએ છીએ તેમ તેમ રસ્તો ખરાબ થતો જાય છે. આ ઉપરાંત, પહાડોમાંથી પાણી ટપકતું હોવાથી રસ્તાઓ લપસણા બને છે. અહીં ટોચ પર પહોંચવા પર, તમને કુદરતી પાણીના પૂલ જોવા મળશે. આ સિવાય શિવ મંદિર અને એક પીર બાબાની સમાધિ પણ જોવા મળશે. અહીંથી ખૂબ જ સુંદર નજારો દેખાય છે, જે તમને વારંવાર અહીં આવવા માટે મજબૂર કરશે. તમે આ કિલ્લાને પણ જોઈ શકો છો.

કિલ્લાની અંદર શું છે ખાસ?

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

લોહાગઢ કિલ્લો એક પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લો છે. તે મોટાભાગે તેની સુંદર વાસ્તુકળા માટે જાણીતું છે. તે પુણેના સૌથી મોટા અને સૌથી જૂના કિલ્લાઓમાંનો એક છે. આ સિવાય આ કિલ્લો ટ્રેકિંગ સાઇટ્સ માટે પણ લોકપ્રિય છે. કારણ કે તમને કિલ્લા સુધી પહોંચવા માટે ઘણા ટ્રેકિંગ માર્ગો મળશે. લોહાગઢ કિલ્લો જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો, તો તમે આ કિલ્લાને જોઈ શકો છો.

આ સ્થાનોને એક્સપ્લોર કરો

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

આ કિલ્લાની મુલાકાત ઉપરાંત, તમે પુણેના ઘણા સુંદર સ્થળો જેમ કે તુંગા કિલ્લો, ભાજા ગુફાઓ, રાજમાચી પોઈન્ટ, લોનાવાલા તળાવ પુણે અને લોનાવાલા વગેરેની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, તમે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પ્રખ્યાત ભોજનનો પણ આનંદ માણી શકો છો. આ શહેર વિશ્વભરમાં તેની હસ્તકલા માટે પણ જાણીતું છે. જો કે, મહારાષ્ટ્રમાં આવેલા તમામ કિલ્લાઓમાં લોહાગઢ કિલ્લો સૌથી પ્રખ્યાત છે.

લોહાગઢ કિલ્લાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય?

આ કિલ્લાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી માર્ચ છે. જો કે, તમે આ મહિનાની સિવાય પણ આ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. ઉપરાંત, તમે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી લોહાગઢ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. ઉપરાંત, આ કિલ્લો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લો રહે છે. તમે કોઈપણ દિવસે આ કિલ્લાની મુલાકાત લઈ શકો છો.

Photo of 1500થી ઓછું છે બજેટ? મુંબઇની પાસે આ પાંચ જગ્યાઓ પર જઇ શકો છો ફરવા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads