મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ

Tripoto
Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

મધ્યપ્રદેશ ખૂબ જ સુંદર રાજ્ય છે. ભારતનું હૃદય કહેવાતા મધ્યપ્રદેશમાં ઘણા પ્રવાસન સ્થળો આવેલા છે. ઐતિહાસિક સ્થળોથી લઈને પ્રકૃતિની સુંદરતા સુધી, તમને આ રાજ્યમાં તમામ પ્રકારના જોવાલાયક સ્થળો જોવા મળશે. ખજુરાહોથી લઇને ઉજ્જૈન અને ગ્વાલિયર સુધી, તમને ફરવા માટે એવા સુંદર સ્થળો જોવા મળશે જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. જો આપણે ખજુરાહો વિશે વાત કરીએ, તો આ શહેર તેની કોતરણીથી શણગારેલા અદભૂત મંદિરો માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં સ્થિત મંદિરોનું સ્થાપત્ય પ્રેમનું એક વિશેષ સ્વરૂપ દર્શાવે છે. વિંધ્ય પર્વતમાળાથી ઘેરાયેલું ખજુરાહો શહેર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. આ જ કારણ છે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે અને ભારતીય વાસ્તુકળા અને સંસ્કૃતિના ભવ્ય નમૂનાઓ જોઈને દંગ રહી જાય છે. પરંતુ મધ્યપ્રદેશમાં માંડૂ એક ફરવાલાયક જગ્યા છે જ્યાં તમારે જરૂર જવું જોઇએ.

માંડૂ

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

માંડુ મધ્યપ્રદેશનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે. અહીં તમને પ્રાચીન ઐતિહાસિક સ્થળો પણ જોવા મળશે. સાથે સાથે ખૂબ જ સુંદર મહેલોની અંદરની દિવાલો પર વિવિધ પ્રકારના આર્ટવર્ક વગેરે જોવા મળશે. અહીં તમને હરિયાળી, કુદરતી સૌંદર્ય વગેરે જોવા મળશે, જેના કારણે તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં તમને ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળશે.

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

માંડુના કિલ્લા (જહાજ મહેલ)નો ઇતિહાસ લગભગ 10મી સદીનો હોવાનું માનવામાં આવે છે જ્યારે રાજા ભોજે માંડુને કિલ્લા તરીકે સ્થાપિત કર્યો હતો. રાજા ભોજના સમયે માંડુને સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવતું હતું. 1304 માં, દિલ્હીના મુસ્લિમ શાસકોએ રાજા ભોજને હરાવીને માંડુ પર વિજય મેળવ્યો. ત્યારબાદ, 13મી સદીમાં માલવાના સુલતાનો દ્વારા માંડુ શહેરને ખુશીનું શહેર નામ આપવામાં આવ્યું હતું. 1526 માં, ગુજરાતના બહાદુર શાહે માંડુના કિલ્લા (જહાજ મહેલ) પર પોતાની સત્તા સ્થાપિત કરી હતી. માંડુ પર ઘણા રાજાઓ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું પરંતુ બાજ બહાદુર એકમાત્ર સ્વતંત્ર શાસક બન્યો જેણે સૌથી વધુ સમય સુધી માંડુ પર પોતાનો અધિકાર જાળવી રાખ્યો.

શિપ પેલેસ

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

જહાજ મહેલ અહીંનું પ્રખ્યાત આકર્ષણ છે. આ મહેલનું નિર્માણ ખિલજી વંશના શાસકોએ કરાવ્યું હતું. આ મહેલ કપૂર તાલાબ અને મુંજ તાલાબ નામના બે તળાવની વચ્ચે બનેલો છે જે પાણીના જહાજ જેવો દેખાય છે અને તેથી આ મહેલને જહાજ મહેલ કહેવામાં આવે છે. જહાજ મહેલને શિપ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અદ્ભુત રચનાને કારણે, જહાજ મહેલ માંડુના પ્રખ્યાત જોવાલાયક સ્થળોમાંનું એક બની ગયું છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. માંડુનો કિલ્લો તળાવની મધ્યમાં બાંધવામાં આવેલ એક આકર્ષક માળખું છે. જહાજ જેવું 100 મીટર લાંબુ માળખું દૂરથી જોવામાં આવે ત્યારે પાણીમાં ઊભેલા વિશાળ જહાજ જેવું લાગે છે.

માંડુ શહેરમાં પ્રવેશવા માટે 12 દરવાજા છે જે 45 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમની વચ્ચે મુખ્ય દરવાજો છે તે દિલ્હી દરવાજા તરીકે ઓળખાય છે અને અન્ય દરવાજા રામ ગોપાલ દરવાજા, જહાંગીર દરવાજા અને તારાપુર દરવાજા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ દરવાજા વળાંક પર આવેલા છે, તેથી અહીં આવતા જ હાથીઓની ગતિ ધીમી પડી જતી હતી. આ દરવાજા ઇસ.1405 થી 1407 દરમિયાન બનાવવામાં આવ્યા હતા.

હિંડોળા મહેલ

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

હિંડોળા મહેલ માંડુનું ખૂબ જ આકર્ષક અને લોકપ્રિય પર્યટન સ્થળ છે જેનું નિર્માણ રેતીના પથ્થરથી કરવામાં આવ્યું હતું. હિંડોળા મહેલનું બાંધકામ હોશંગશાહના શાસન દરમિયાન શરૂ થયું હતું અને ગિયાસ-અલ-ઉદ્દ-દીનના શાસન દરમિયાન પૂર્ણ થયું હતું. હિંડોળા મહેલની વક્ર દિવાલોને કારણે આ મહેલને હિંડોળા મહેલ અથવા ઝુલા મહેલ કહેવામાં આવે છે. મહેલની આજુબાજુ જોવાલાયક અનેક સ્થળો છે. હિંડોળા મહેલ ત્રાંસી દિવાલોથી બનેલો છે જે 77 ડિગ્રી પર નમેલી છે. હિંડોળા એટલે ઝૂલવું. નમેલી દિવાલોને કારણે આ મહેલ ઝૂલા જેવો દેખાય છે અને તેથી જ તેને હિંડોળા મહેલ કહેવામાં આવે છે.

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

આ મહેલમાં છત પણ નથી અને રાણીઓ અહીં ઝુલો ઝુલવા આવતી હતી. રાણીઓ જ્યારે અહીં હિંચકો ખાવા આવતી ત્યારે મહેલને અસ્થાયી ધોરણે ઢાંકી દેવામાં આવતો હતો. આ મહેલ હોશંગશાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે પછી તે મુખ્ય દરબાર તરીકે જાણીતો હતો. હિંડોળા મહેલ 4 કિલોમીટરના સંકુલમાં ફેલાયેલો છે, જેને ફરવા માટે લગભગ 2 કલાકની જરૂર પડે છે. હિંડોળા મહેલ એ માલવા શૈલીના સ્થાપત્યનું અદ્ભુત ઉદાહરણ છે.

રાણી રૂપમતીનો મંડપ

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

રાણી રૂપમતીનો મંડપ એ માંડુનો સૌથી આકર્ષક કિલ્લો છે. આ મહેલ રાણી રૂપમતી અને માંડુના રાજા બાજ બહાદુરની પ્રેમકથા માટે જાણીતો છે. પ્રાચીન ઈતિહાસકારો દ્વારા વર્ણન કર્યા મુજબ રાણી રૂપમતી ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને એક હિંદુ ગાયિકા પણ હતી. રાણી રૂપમતીથી મોહિત થઈને બાજ બહાદુરે તેની સાથે લગ્ન કર્યા. એવું માનવામાં આવે છે કે રાણી રૂપમતી નર્મદા નદીના દર્શન કર્યા વિના એક ઘૂંટ પણ પાણી નહોતી પીતી. આ જ કારણ હતું કે બાજ બહાદુરે આ મહેલ નર્મદા નદીના કિનારે બનાવ્યો હતો જ્યાંથી રાણી નર્મદા નદી જોઈ શકતી હતી. રાણી રૂપમતી મહેલ રેતીના પથ્થરથી બનેલા મંડપનું સુંદર માળખું છે.

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

માંડુ કેવી રીતે પહોંચવું -

માંડુ કિલ્લાની મુલાકાત લેવા માટે ટૂરિસ્ટ ફ્લાઇટ, ટ્રેન અને બસમાંથી કોઈપણને પસંદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે ફ્લાઇટ, ટ્રેન અને રોડ દ્વારા માંડુ કેવી રીતે પહોંચવું -

ફ્લાઇટ દ્વારા માંડુ કેવી રીતે પહોંચવું -

જો તમે માંડુ ફોર્ટ જવા માટે હવાઈ માર્ગ પસંદ કર્યો છે, તો તમને જણાવી દઈએ કે માંડુનું સૌથી નજીકનું એરપોર્ટ દેવી અહિલ્યા બાઈ હોલકર એરપોર્ટ છે, જે ઈન્દોર શહેરમાં આવેલું છે. માંડુથી દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટનું અંતર અંદાજે 96 કિલોમીટર છે. તમે આ એરપોર્ટથી કોઈપણ સ્થાનિક માધ્યમથી સરળતાથી માંડુ પહોંચી શકો છો.

Photo of મધ્ય પ્રદેશમાં આ સ્થળો તમને જરૂર પસંદ આવશે, પ્રકૃતિ પ્રેમી છો તો જરૂર જાઓ by Paurav Joshi

ટ્રેન દ્વારા માંડુ કેવી રીતે પહોંચવું -

જો તમે માંડુ ફોર્ટ જવા માટે રેલ્વે માર્ગ પસંદ કર્યો છે, તો તમને જણાવી દઈએ કે માંડુનું પોતાનું રેલ્વે સ્ટેશન નથી. પરંતુ માંડુનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન રતલામ રેલ્વે સ્ટેશન છે, જે માંડુથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલું છે. રતલામથી, તમે કોઈપણ બસ અથવા ટેક્સી દ્વારા સરળતાથી માંડુ પહોંચી શકો છો.

રોડ માર્ગે માંડુ કેવી રીતે પહોંચવું -

માંડુ ભારતના તમામ મોટા શહેરો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે.તમે બસ દ્વારા અથવા અન્ય કોઈપણ માધ્યમથી સરળતાથી માંડુ પહોંચી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads