
આ દાયકામાં દરેક યુવાનોની એક જ ઈચ્છા હોય છે કે દરેક વસ્તુનો અનુભવ લેવો જોઈએ, શું તમે પણ એવું જ વિચારો છો? આ દાયકો એવો છે કે આજે દરેક વ્યક્તિ પોતાની જાતને દરેક વસ્તુમાં લીન કરવા માંગે છે અને ત્યાંની યાદો સંજોવા માંગે છે. આજે દરેક વ્યક્તિ વણજારાઓની જેમ જગ્યાઓ શોધે છે જેથી તેઓ દરેક નાની-નાની વસ્તુઓનો આનંદ માણી શકે, પરંતુ જ્યારે અન્ય દેશોની વાત આવે છે, ત્યારે તેઓ બજેટના અભાવને કારણે નિરાશ થઈ જાય છે. તો આજે હું તમને એવા કેટલાક દેશો વિશે જણાવું છું જ્યાં તમારે જતા પહેલા વિચારવુ ન પડે અને તમે તમારા જીવનની મહત્વપૂર્ણ ક્ષણો જીવી શકો. જો તમે ટ્રાવેલ નથી કરતા તો હું કહુ છુ પ્લીઝ કરો, કારણ કે તમારી એક એવી તસવીર, જે તમને તમારાથી આગળ લઈ જશે, તમને શું ગમે છે શું નહીં, તમે તમારા મનની ઈચ્છા સાંભળી શકશો, તે પણ બીજા કોઈને કહ્યા વિના.
તો આ છે દુનિયાના 8 એવા દેશો જ્યાં તમે ઓછા બજેટમાં મુસાફરી કરી શકો છો.
1. મોરોક્કો
મોરોક્કો આફ્રિકાના સૌથી વધુ વૈવિધ્યસભર દેશોમાંનો એક છે, જેમાં ઊંચા પહાડો, વિશાળ રણ અને દરિયાકિનારાઓ છે. મોરોક્કોનું રહસ્ય મે ડીનાસમાં મળી શકે છે જે રંગો સાથે વહે છે, વધતા પહાડો જે અનંત રણ અને તેજસ્વી વાસ્તુકલાનો રસ્તો દેખાડે છે.

તમે અહીં મારાકેચ, સહારા ડેઝર્ટ, અસ્સૌઇરા, કૈસાબ્લાન્કા, શેફચૌએન અને ટંગિયરની મુલાકાત લઈ શકો છો. આ જગ્યા ખૂબ જ ખુશહાલ છે. અહીંની તમારી યાત્રા આનંદ, ઉત્તેજના, આશ્ચર્ય અને અજાયબીથી ભરેલી હશે.

2. મંગોલિયા
ઘણા લોકો માટે મંગોલિયાનું આકર્ષણ વિશ્વના ખરેખર ખાનાબદોશ લોકો સાથે, સામે આવ્યા વિના, ભુમિકાનુ ખાલીપણુ છે, અને આ જ ખાલિપામા ખાનાબદોશ પરિવારો તેમના પ્રાણીઓ સાથે મુક્તપણે અને શાંતિથી રહે છે. જો કે આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ આ ભુમિ વિશ્વના સૌથી સસ્તા દેશોમાંથી એક છે.

તમારામાંથી જેઓ મંગોલિયાની મુલાકાત લેવા ઇચ્છુક છે, તેમના માટે અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. અહીં દક્ષિણમાં આવેલુ અદ્ભુત ગોબી રણ, બે ખુંધવાળા ઊંટોનું ઘર છે. પશ્ચિમમાં જાજરમાન અલ્તાઇ પર્વતો છે, જ્યાં કઝાકચીલના શિકારીઓ રહે છે. પૂર્વમાં માઇલો વિશાળ અસ્પૃશ્ય ટેરોલિંગ પહાડીઓ સાથે મંગોલિયાના મેદાનો છે. અને અંતે, ઉત્તરમાં જાજરમાન ખુવાસગુલઝીલ અને મોંગોલિયાના રેન્ડીયર્સનુ ઘર છે.

3. ઝિમ્બાબ્વે
ઝિમ્બાબ્વે એક ખૂબ જ સુંદર સ્થળ છે અને જ્યારે પણ તમે તમારા મિત્રોને તેના વિશે કહો ત્યારે કોઈ અન્યના બોલવા પર નાનપ ન અનુભવશો.
ઝિમ્બાબ્વે અદભૂત રીતે સુંદર છે. વન્યજીવનથી ભરપૂર અને વિસ્મયકારક રીવિક્ટોરિયા ફૉલથી ઘેરાયેલું છે ઝિમ્બાવે. તે ખરેખર ખુબ સરસ ફરવાલાયક સ્થળ છે.


4. તુર્કી
તુર્કીના લોકોનું મૈત્રીપૂર્ણ વર્તન તુર્કીની મુલાકાત લેવાનો આનંદ આપે છે. તુર્કી એ વિશ્વના સૌથી સસ્તા દેશોમાંનો એક છે. દરિયાકિનારાઓ અને સુંદર ગ્રામીણ વિસ્તારોમા વસેલુ તુર્કી તમારી રજાને મંત્રમુગ્ધ બનાવવાનું વચન આપે છે. ઇસ્તાનબુલ, ભૂતપૂર્વ બિજાન્ટિન અને તુર્ક સામ્રાજ્યોની રાજધાની તરિકે મોટાભાગના ટ્રાવેલ પ્લાન્સમાં અગ્રણી સ્થાન ધરાવે છે, પરંતુ અંકારા, મર્ડિન અને કોન્યા જેવા અન્ય સ્થળો પણ છે જે મનને પ્રફુલ્લિત કરી દે છે.


5. લાઓસ
લાઓસ ગંતવ્યમાં દક્ષિણપૂર્વ એશિયાના શ્રેષ્ઠ તત્વોનો અનુભવ કરો. અહીં તમે દક્ષિણપૂર્વ એશિયાના સૌથી પ્રાચીન જંગલોમાં ટ્રેક કરી શકો છો. રોમાંચ શોધનારાઓથી લઈને સ્વાદિષ્ટ ભોજન લેનારા સુધીના દરેક પ્રકારના પ્રવાસીઓ, એશિયાના સૌથી અધિકૃત સ્થળોમાંથી એક એવા લાઓસમાં હોય છે. તમને અહીં ખૂબ મજા આવશે.


6. શ્રીલંકા
આ દેશની નિકટતાને કારણે, શ્રીલંકા વિશ્વના સૌથી સસ્તા દેશોમાંનું એક છે અને જે દરેક ભારતીયોના લિસ્ટમા હોય છે. વિન્ડ સર્ફિંગ, કયાકિંગ, સેઇલિંગ, વોટરસ્કીઇંગ, સ્કુબા ડાઇવિંગ કે પછી જૂટ લેઝર ટૈન અહિ ચારે બાજુ છે. શ્રીલંકા એ બધું જ આપે છે જે લોકોને અહીં આવવા માટે પ્રેરે. દરિયાકિનારા ઉપરાંત શ્રીલંકા રોમેન્ટિક લેન્ડસ્કેપ્સથી ભરેલું છે, જે ઊંચા પર્વતો, લીલાછમ જંગલો, મહાસાગર અને ધોધથી શાસિત છે.


7. વિયેતનામ
વિયેતનામ દરેક માટે એક યાદગાર પ્રવાસ રહ્યો છે જેઓ હનોઈ કે સામ્પાના ગામડાઓની કાયમ ચહલ-પહલ વાળી શેરીઓમા જાય છે. અહીં દરેક માટે કંઈક છે.


8. ઇન્ડોનેશિયા
17,000 રસપ્રદ ટાપુઓ સાથે, ઇન્ડોનેશિયા અસંખ્ય સાહસોથી ભરેલો દેશ છે. સુમાત્રાના પશ્ચિમી છેડાથી લઈ પાપુઆની પૂર્વી ધાર સુધી, તે રાષ્ટ્રની એકરૂપતાને વ્યાખ્યાયિત કરે છે. તે ઘણી સંસ્કૃતિઓ, લોકો, પ્રાણીઓ, રિવાજો, છોડ, સુવિધાઓ, કલાકૃતિઓ અને ખાદ્ય ચીજોની ભૂમિ છે.


તો આગલી વખતે તમે ગોવા નહીં પણ આ દેશોમાં જાવ અને જીવનમાં કંઈક અલગ અનુભવ કરો.
શું તમને લાગે છે કે વિશ્વના સૌથી સસ્તા દેશની યાદીમાં બીજું કંઈ પણ છે? નીચે કમેંટ બોક્સમા જણાવો.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.
Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.