લદ્દાખના ઉબડ-ખાબડ વિસ્તારમાં અગણિત મઠ તમને જોવા મળી જશે કારણ કે અહીં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મમાં માને છે. આ મઠ પર્યટકોને ન કેવળ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે પોતાની તરફ ખેંચે છે પરંતુ તેની શાનદાર વાસ્તુકળા પણ પર્યટકોને પોતાની તરફ ખેંચે છે.
જુની કલાકૃતિઓ, ભીંતચિત્ર અને ઇતિહાસ સાથે જોડાયેલી અન્ય ચીજો અનાયાસે જ પર્યટકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ ગોપા (તિબેટિયન શેલીમાં બનેલા મઠ)નો શાંત માહોલ તમને ફરીથી તાજગીમય બનાવી દેશે. થિક્સી ગોમ્પા કે થિક્સી મઠ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં લેહથી 25 કિ.મી.ના અંતરે સિંધુ નદીના કિનારે આવેલો છે. થિક્સે મઠની ઉપરથી સિંધુ ઘાટીના સુંદર નજારા જોઇ શકાય છે. દિવાલો અત્યંત સુંદર ચિત્રો અને કલાકૃતિઓથી મઢેલી છે. આ મઠ લેહના બધા મઠો કરતાં આકર્ષક અને સુંદર છે.
થિક્સે મોનેસ્ટ્રી
થિક્સે મઠ પણ ભારતના મોટા મઠોમાંનો એક છે. લેહના પહાડો પર બનેલા આ મઠની ખાસિયત અહીંની સુંદરતામાં વસેલી શાંતિ છે. આ જગ્યા એટલી સુંદર છે કે જો તમે અહીં આવો છો તો તમને અહીંના લીલાછમ મેદાનો પોતાના બનાવી લેશે. અહીં આવનારા પ્રવાસીઓ સુંદર અને શાનદાર સ્તૂપ, મૂર્તિઓ, પેન્ટિંગ, થાંગકા અને તલવારોને જોઇ શકે છે જે અહીં ગોમ્પામાં રાખવામાં આવેલી છે. અહીં નજીકમાં રોકાઇને તમે થોડાક દિવસો અહીંની સુંદરતાને નિહાળી શકો છો. અહીંની હવા એકદમ ચોખ્ખી અને જાદુએ છે. આત્મચિંતન માટે આ જગ્યા ઉત્તમ જગ્યાઓ પૈકીની એક છે. અહીં એક મોટો પિલર છે જેમાં ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા સંદેશ અને ઉપદેશ લખેલા છે.
શું છે આ મઠમાં:-
સ્થાનિક ભાષામાં થિક્સેનો અર્થ છે પીળું. આ ગોમ્ફા પીળા રંગના હોવાના કારણે થિક્સે ગોમ્પા કહેવાય છે. 12 હજાર ફૂટ પર પહાડોની ઉપર બનેલી આ ગોમ્ફા તિબેટીયન વાસ્તુકળાનું સુંદર ઉદાહરણ છે. થિક્સી ગોમ્પાને 15મી સદીમાં શેર્બ જંગપોના ભત્રીજા પલ્દન શેરાબે બનાવ્યો હતો. 12 માળવાળા આ મઠમાં ઘણાં ભવન, મંદિર અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે. અહીં લગભગ 250 લામા રહે છે. મુખ્ય મંદિરમાં બુદ્ધની 15 મીટર ઉંચી કાંસાની મૂર્તિને દરેક માળથી જોઇ શકાય છે. મઠની દિવાલો પર બનેલી કલાકારી અદ્ભુત છે અને બુદ્ધ ભગવાનના મુગટની ચિત્રકળા અનોખી છે. આ મઠ લગભગ 10 નાના બૌદ્ધ મઠોની સંભાળ રાખે છે. 17મી અને 18મી સદીના 12માં તિબેટિયન ગુરુની સ્મૃતિમાં કાર્યક્રમ આ મઠમાં આયોજિત થાય છે. થિક્સી મઠના રૂમ મૂર્તિઓ, સ્તૂપો, થાંગકા, જુની તલવારો તથા તાંત્રિક કલાકૃતિઓથી ભરેલી દિવાલો જોવા મળે છે. આ સંરચનામાં 10 મંદિર અને એક એસેમ્બલી હોલ છે. જેનો બહારનો ભાગ લાલ, નારંગી અને સફેદ રંગથી રંગાયેલો છે. આ એક લેન્ડમાર્ક બની ગયો છે જે માઇલો દૂરથી જોવા મળે છે. સિંધુ ખીણના મેદાનોને જોવા માટે આ ફોટોગ્રાફર્સ માટે એક સુવિધાજનક જગ્યા બની ગઇ છે.
મઠમાં બૌદ્ધ ભિક્ષુઓની શિક્ષા-દિક્ષા:-
ભારતીય હિમાલયના શિખરે લદ્દાખમાં સ્થિત છે. 15મી સદીમાં બૌદ્ધ ભગવાનને સમર્પિત Thiksey Monastery (થિકસે મઠ). અહીં પર બાળકો બાળ બૌદ્ધ ભિક્ષુઓ તરીકે શિક્ષા-દીક્ષા ગ્રહણ કરવા આવે છે. જો તમે વિચારી રહ્યા છો કે બૌદ્ધ ભિક્ષુ તરીકે આ બાળકો અન્ય સામાન્ય બાળકોથી અલગ વ્યવહાર કરતા હશે, તો કદાચ તમે ખોટા છો. હાં એ વાત અલગ છે કે બૌદ્ધ ધર્મના હિસાબે તેનું પરિધાન લાલ રંગનું હોય છે અને શિક્ષા-દીક્ષા પણ. પરંતુ એવું નથી કે બાળકો હસતા-રમતા અને મસ્તી નથી કરતા.
થિકસે ગસ્ટરના મુખ્ય આકર્ષણ:-
થિકસે ગસ્ટર બે દિવસો માટે ઉજવાતો એક તહેવાર છે જે ટોર્મા નામની કેકના વિતરણથી સંપન્ન થાય છે. આ તહેવાર એક મહત્વપૂર્ણ મઠવાસી ઉત્સવ છે જે બધી બુરાઇઓને નષ્ટ કરવા અને તેમાં ભાગ લેનારા લોકોના હ્રદય અને મગજને શાંતિ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.
આ તહેવાર સવારની પ્રાર્થના અને અનુષ્ઠાનોની સાથે શરૂ થાય છે. જે હેઠળ દિવ્ય દેવતાઓને એક તરલ ચઢાવવામાં આવે છે. એ માનવામાં આવે છે કે આ પ્રસાદને કારણે દેવતા મુખવટો નૃત્ય જોવા માટે પૃથ્વી પર આવે છે અને નૃત્યના પૂર્ણ થયા બાદ બલિદાન કેકનું વિતરણ પણ કરવામાં આવે છે જેને ટોર્માના રૂપે ઓળખાય છે. આ વિતરણ સમારોહને સ્થાનિક ભાષામાં અરધમ પણ કહેવામાં આવે છે. એ જાણવું રસપ્રદ છે કે આ તહેવાર દરમિયાન તિબેટના ગદ્દાર રાજા, લેંગ દારમાની હત્યાનો પુનઃઅભિનય પણ થાય છે જે નવમી શતાબ્દી દરમિયાન એક બૌદ્ધ ભિક્ષુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તહેવારના બીજા દિવસે, એક બલિદાન આકૃતિ જેને લોટથી બનાવવામાં આવે છે તેને એક પ્રોગ્રામમાં નષ્ટ કરી દેવામાં આવે છે. જેને દાઓ-તુલવા કહેવામાં આવે છે. પ્રોગ્રામ બાદ જે ટુકડા બચી જાય છે તેને ચાર દિશાઓમાં ફેલાવવામાં આવે છે. જે વિશેષ રૂપે આખી ભૂમિથી દુશ્મનોના વિનાશનું પ્રતીક છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો