આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન

Tripoto
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi

ફરવાના શોખીન લોકો સમયાંતરે પોતાની ટ્રિપનો પ્લાન કરે છે. આમ તો ભારતમાં ફરવાની ઘણી જગ્યાઓ છે, પરંતુ દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં લોકો હિમાચલ પ્રદેશ ફરવા જાય છે. પ્રાકૃતિક બગીચાઓથી લઇને આધ્યાત્મિક રત્નો સુધી, હિમાચલ પ્રદેશ ફરવા લાયક જગ્યાઓની કમી નથી. પોતાની ઉંચી ખીણો અને પહાડોની સાથે હિમાચલની પ્રાકૃતિક સુંદરતા અહીં આવનારા લોકોને શાંતિ અને હળવાશ પ્રદાન કરે છે. બસ આ જ કારણ છે કે અહીં આખુ વર્ષ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જો તમે પણ આ ગરમીમાં હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો શિમલા, મનાલી, ધર્મશાલા, મેકલૉડગંજ વગેરે જગ્યાઓ પર ન જઇને ભીડ-ભાડથી દૂર કિન્નોર જિલ્લામાં સ્થિત એક સુંદર શહેર કલ્પામાં ફરવાનો પ્લાન કરો.

Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi

આ એક નાનકડુ પરંતુ સુંદર શહેર, કલ્પા, જિલ્લા મુખ્યાલય કિન્નોરથી માત્ર 5-6 કિલોમીટર પર છે. જેની સમુદ્રની સપાટીએથી ઉંચાઇ 2960 મીટર છે. કલ્પા તેના સફરજનના બગીચાઓ, શાંતિપૂર્ણ, વાતાવરણ અને ક્ષેત્રમાં ચારે બાજુ ફેલાયેલા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. જો કે, આ લોકપ્રિય પર્યટન સ્થળ નથી એટલે ગામે તેની કુદરતી સુંદરતાને જાળવી રાખી છે. અહીં કોઇપણ જગ્યાએથી કૈલાસ પર્વતના બર્ફિલા શિખરો સરળતાથી જોઇ શકાય છે. કિન્નોર કૈલાસની બરફથી ઢંકાયેલા શિખરો અહીંથી સુંદર દેખાય છે. આ શિખરો રંગ બદલવા માટે જાણીતા છે. એવુ માનવામાં આવે છે કે આ ભગવાન શિવનું ઘર છે. જો તમે ટ્રેકિંગ કરવા માંગો છો તો તેના માટે પણ આ જગ્યા યોગ્ય છે.

Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi

હિમાચલના કલ્પા ગામના ચોકની ઉપર તરફ એક વ્યૂ પોઇન્ટ છે, જ્યાંથી આખા ગામનો અદ્ભૂત નજારો જોવા મળે છે. સાથે જ તમે અહીંના સ્થાનિક નારાયણ નાગાની મંદિરના પણ દર્શન કરી શકો છો. જે શિલ્પ કૌશલનું એક આદર્શ ઉદાહરણ છે. કલ્પામાં બૌદ્ધ મઠ છે, જેમાં હૂ-બુઉ-ઇયાન-કાર ગોમ્પા પણ સામેલ છે. ગામ હિંદુઓ અને બૌદ્ધ નિવાસીઓનું એક સંયોજન છે. બૌદ્ધ હૂ-બૂ-લાન-ખર મઠમાં આરામ કરવા કે હિંદુ દુર્ગા મંદિરમાં આશીર્વાદ લેવા માટે જરૂર સમય કાઢો. ચહલ-પહલથી ભરેલા શહેરી જીવનના કોલાહલથી દૂર, કલ્પા એક શુદ્ધ પ્રાકૃતિક આનંદ છે. આખા ગામમાં એક નાનકડી મુલાકાત એક દિવસમાં બધુ જ કવર કરી લે છે.

Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi
Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi

કેવી રીતે પહોંચશો કલ્પા

શિમલાથી જુબ્બરહટ્ટી એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે જે લગભગ 270 કિ.મી. દૂર સ્થિત છે. એરપોર્ટ ઘણાં પ્રમુખ શહેરો જેવા કે દિલ્હી, કોલકાતા, મુંબઇ વગેરે સાથે જોડાયેલું છે.

Photo of આ વખતે ફરવા માટે શિમલા-મનાલી નહીં, હિમાચલ પ્રદેશના આ સુંદર ગામનો કરો પ્લાન by Paurav Joshi

શિમલામાં એક નાનકડુ રેલવે સ્ટેશન છે, જેના માધ્યમથી લોકપ્રિય ટૉય ટ્રેન પસાર થાય છે. જે કાલ્કા થઇને એક નેરો ટ્રેક પસાર કરે છે. કાલ્કા જ કલ્પા પહોંચવાનું નજીકનું રેલવે સ્ટેશન છે. જે સાતથી આંઠ કલાકમાં તમને અહીં પહોંચાડી દે છે.

કલ્પા જવા માટે તમે એચઆરસીટીસીની બસ બુક કરી શકો છો. શિમલા, મનાલી, કિન્નોરથી ઘણી બસો કલ્પા માટે જાય છે. બસમાં કલ્પા પહોંચવામાં તમને લગભગ 13-14 કલાક લાગશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads