શિરડીના કણ-કણમાં વસે છે સાંઇ, જાણો આનો ઇતિહાસ

Tripoto
Photo of શિરડીના કણ-કણમાં વસે છે સાંઇ, જાણો આનો ઇતિહાસ 1/4 by Paurav Joshi

'જે શિરડીમાં આવશે, આપત્તિ દૂર ભગાવશે....આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ સબકા માલિક એકનો સંદેશો આપનારા શિરડીના સાંઇ બાબાએ જાતે કહી હતી. આ વાત ફક્ત તેમણે કહેવા ખાતર નહોતી કહી, કારણ કે આજે લાખો-કરોડો લોકો તેમની આ વાત પર પૂરો ભરોસો રાખે છે અને શિરડીમાં માથુ ટેકવા આવે છે. બાબાનો ચમત્કાર કહો કે મહિમા ભક્તોની ઇચ્છાઓ પુરી થાય છે અને તેઓ બાબાના દરબારમાં આકરી હાજરી લગાવે છે.

Photo of શિરડીના કણ-કણમાં વસે છે સાંઇ, જાણો આનો ઇતિહાસ 2/4 by Paurav Joshi

જાણકારી હશે કે શિરડીના આ સંતની પૂજા બધા ધર્મોના લોકો કરે છે અને તેમણે માનવ સેવા અને કલ્યાણ વાત કરી હતી. તેમનો દિવ્ય પ્રભાવ જ છે કે શિરડી જ નહીં, દેશ-વિદેશમાં તેમના ભક્ત મોજુદ છે જે સમયે સમયે અહીં આવે છે. જણાવી દઇએ કે સાઇંબાબાના જન્મને લઇને ઘણી ભ્રાંતિઓ છે, પરંતુ માનવામાં આવે છે કે ઇસ.1838માં સંતનો જન્મ થયો હતો. જો કે શિરડી તેમનું જન્મ સ્થાન નથી પરંતુ તેમના નામની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે.

શિરડીની કહાની હકીકતમાં સાઇંની કહાની છે. સાઇં સત્વરિત્ર પુસ્તકની માનીએ તો સાંઇ 16 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત શિરડી ગામમાં આવ્યા હતા. લિમડાના ઝાડની નીચે સાધનામાં રહેનારા સંન્યાસી જલદી જ લોકોમાં ચર્ચિત થઇ ગયા. નાની ઉંમરના આ સાધક ધીમે-ધીમે શિરડીમાં રહી ગયા અને દેવત્વને પ્રાપ્ત કરી લીધા.

અહીં શિરડી અને સાંઇના ઐતિહાસિક અને રસપ્રદ તથ્ય બતાવવા જઇ રહ્યા છે.

જ્યારે શિરડીથી સાંઇ થઇ ગયા હતા ગાયબ

જી હાં, સાંઇએ શિરડીનું શરણ લીધુ તો તેમના અજીીબ વ્યવહારથી સશંકિત રહેતા હતા. નાની ઉંમરમાં કડી સાધના અને ચમત્કારે તેમના લોકોના દોસ્ત બનાવી દીધા. તો તેમનો તિરસ્કાર કરનારાની સંખ્યા પણ કમ નથી. કેટલાક વર્ષો શિરડીમાં તેમના રહેવાથી લઇને વિરોધ-સમર્થનન ખેલ ચાલતો રહ્યો. એક દિવસ અચાનક તેઓ ગાયબ થઇ ગયા અને વર્ષ પછી શિરડીમાં પ્રગટ થયા.

શિરડીમાં લોકોને કર્યા કન્ફ્યૂઝ

એવું કહેવાય છે કે ઇસ.1858માં તેમણે શિરડીમાં વાપસી કરી. તેમને જોઇને ઓળખવાનું મુશ્કેલ થઇ રહ્યું હતું કે તેઓ મુસ્લિમ છે કે હિન્દુ. તેમના પહેરવેશથી લઇને ભાષણો અને ઉપદેશોથી અંદાજો લગાવવાો મુશ્કેલ હતો. જો કે, હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મના લોકો તેમને સમાન આદર આપતા હતા. થોડાક સમય પછી લોકોએ તેમને એક જુની મસ્જિદમાં રહેવાની વ્યવસ્થા કરી આપી જેને તેઓ દ્રારકામાઇ કહેતા હતા.

સાંઇ સાથે જોડાયેલા ચમત્કારના કિસ્સા

Photo of શિરડીના કણ-કણમાં વસે છે સાંઇ, જાણો આનો ઇતિહાસ 3/4 by Paurav Joshi

સાંઇ બાબાના ભક્તોમાં તેમના ચમત્કારને લઇને ઘણાં કિસ્સા પ્રચલિત છે જેમાં પાણીથી દિવો પ્રગટાવવાથી લઇને ભક્તોનો જીવ બચાવવા સુધી સામેલ છે. એવું કહેવાય છે કે ફકીર સામાન્ય દેખાતા હતા પરંતુ જરુર પડે ભક્તોને આશ્ચર્યજનક રીતે મદદ પહોંચાડતા હતા. જેથી તેમની કિર્તિ દૂર સુધી ફેલાઇ. ઇસ. 1910 સુધી તો મુંબઇમાં પણ તેમના ઘણાં મંદિર બની ચૂક્યા હતા.

હવે અમે શિરડીની એવી ખાસ જગ્યાઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેને જોવા અહીં ભક્તોનો જમાવડો થવા લાગે છે.

બાબાનું સમાધિ મંદિર

Photo of શિરડીના કણ-કણમાં વસે છે સાંઇ, જાણો આનો ઇતિહાસ 4/4 by Paurav Joshi

શિરડીમાં સાંઇ બાબાના સમાધિ મંદિર પર ભક્તગણ ચાદર ચઢાવે છે. સવા બે મીટર લાંબી અને એક મીટર પહોળી ચાદર ચઢાવવા માટે અહીં લાંબી લાઇન લાગે છે. બાબાએ અહીં ઇસ.1918માં સમાધી લીધી હતી. આ મંદિર શિરડીનું મુખ્ય આકર્ષણ છે જ્યાં બાબાની માર્બલની મૂર્તિ છે. આ ઉપરાંત, અહીં બાબા સાથે જોડાયેલી તસવીરો પણ જોવા મળે છે.

દ્ધારકામાઇ મસ્જિદ

અગાઉ જણાવ્યું તેમ આ મસ્જિદનું નામકરણ સાંઇ બાબાએ જાતે કર્યું હતું. અહીં આજે પણ તેમની ચીજો રાખવામાં આવી છે જેનો ઉપયોગ તેઓ પોતે કરતા હતા. તેમાં એ પથ્થર સામેલ છે જેની પર બેસીને બાબા સાધનામાં લીન રહેતા હતા. અહીં બાબાનો સ્ટવ, ચરણ પાદુકા સહિત અનેક ચીજો જોવા મળી શકે છે. તમે બાબાના એ સ્થળ પણ જોઇ શકો છો જ્યાં તેઓ લિમડાના ઝાડ નીચે બેસતા હતા, જેને આજકાલ ગુરુ સ્થાન કહેવાય છે.

જણાવી દઇએ કે અહીં શિવ, ગણેશ અને શનિ મંદિર પણ ઘણું જુનુ અને લોકપ્રિય છે. હાલના દિવસોમાં અહીં ઘણાં બીજા મંદિર અને ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક છે આ ભારતના કોઇ મોટા તીર્થ સ્થળોથી કમ નથી. સાંઇ ભક્તો માટે સાંઇથી વધુ કંઇ નથી.

શિરડી આ રીતે પહોંચો

શિરડી દેશની મુખ્ય જગ્યાઓ સાથે જોડાયેલું છે. નાસિકથી 75 કિ.મી., ઔરંગાબાદથી 150 કિ.મી. દૂર છે. તમે મુંબઇથી પણ આવી શકો છો. મુંબઇથી ઘણી ટ્રેનો છે. શિરડી કોપરગાંવ અને મનમોડ રેલવે સ્ટેશનથી ક્રમશઃ13 અને 52 કિ.મી.ના અંતરે છે. બધી જગ્યાઓથી શિરડી રોડ દ્ધારા કનેક્ટેડ છે. તમે સરળતાથી બસ લઇને પહોંચી શકો છો. અહીં રહેવા માટે ઘણી સુવિધા છે. અહીં શેરડી ટ્રસ્ટ દ્ધારા મોટી સંખ્યામાં સુવિધા મોજુદ છે પ્રાઇવેટ હોટલ પણ મોજુદ છે.

જતા-જતા પ્રસાદાલય અંગે જણાવી દઇએ જે શિરડીમાં જોવા મળે છે. અહીંનું નવીન પ્રસાદાલય (ડાઇનિંગ હૉલ) એશિયાના સૌથી મોટા ડાયનિંગ હૉલમાં સમાવેશ થાય છે. જણાવી દઇએ કે એકસાથે 5500 લોકો અહીં બેસીને ખાવાનું ખાઇ શકે છે. અહીં એક દિવસમાં 100,000 લોકોને ભોજન કરાવવાની વ્યવસ્થા હોય છે. જો શેરડી જાઓ તો આને જોવાનું ન ભૂલતાં.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો