બેંગકોકમાં ફન, ફુડ અને ફેશનની દુનિયા. જાણો બેંગકોકમાં ક્યાં મચાવશો શોપિંગનો સપાટો, કઈ જગ્યાએ કરશો ધમાલ-મસ્તી
થાઈલેન્ડનું સૌથી બિઝી શહેર એટલે અહીંની રાજધાની બૅંગકૉક..જે ખૂબસૂરત પર્યટન સ્થળો ,ધાર્મિક સ્થળો માટે તો ફેમસ છે જ . સાથે જ બૅંગકોકની નાઈટલાઈફ પાર્ટીઝ અને થાઈ મસાજ તો દુનિયાભરમાં મશહૂર છે. બૅંગકૉક એવું શહેર છે કે જ્યાં દુનિયાભરમાંથી આવતા સહેલાણીઓનો જમાવડો થતો હોય છે.. આખા એશિયામાં ટુરિસ્ટ્સ સૌથી વધુ પસંદગી બૅંગકૉકની કરે છે. તો ચાલો ફરીએ બૅંગકૉકની એવી જગ્યાઓ પર જ્યાં તમે મસ્ત મજ્જાની શોપિંગ કરી શકો...અને આ શોપિંગ સ્પોટ પર પહોંચવાથી લઈને બાર્ગેઈન કરવા સુધી અને થાઈલેન્ડની ડિલીશિયસ ફુડ વરાયટીઝ વિશે પણ કરીશું વાત..જે તમારી ટ્રિપને બનાવશે તમારી લાઈફની બેસ્ટ અને ઈઝીએસ્ટ ટ્રિપ.
બેંગકોકમાં ફરવું કેવી રીતે ?
થાઈલેન્ડના શહેર બૅંગકૉકમાં પહોંચી ગયા તો હવે ત્યાં કેવી રીતે ફરવું એ સવાલ પણ તમને ચોક્કસથી થાય. તો અહીં લોકલ ટ્રાન્સપોર્ટમાં આપણા ગુજરાતી છકડાનું મિની વર્ઝન એવી ટુક ટુક તમને આસાનીથી મળી રહેશે. એ પણ ખુબ જ ઓછા ભાડામાં. તો તમે ટૅક્સી, બસ, સ્કાય ટ્રેન, મેટ્રો ટ્રેન જેવા ટ્રાન્સપોર્ટ દ્વારા પણ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકો છો. બૅંગકોકમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અત્યંત સરળ અને સાનુકુળ રહે છે. જો કે લોકો શહેરમાં ફરવા માટે ટુક ટુકનો સૌથી વધારે ઉપયોગ કરે છે. ટુક ટુક દ્વારા તમે ઓછા અંતરે આરામથી પહોંચી શકો. પરંતુ જો ટેક્સી દ્વારા ક્યાંય પણ જવું હોય તો માત્ર મીટર સિસ્ટમવાળી ટેક્સી જ પસંદ કરવી નહીં તો ટેક્સી ડ્રાઈવર મનફાવે તેમ રુપિયા માગી શકે. જો લાંબા અંતરે જવું હોય તો બસ દ્વારા જઈ શકો..
બેંગકોકમાં શોપિંગનો સપાટો
હવે બેંગકોક પહોંચ્યા હો અને શોપિંગની વાત ન થાય કેવી રીતે બને. કોઈપણ ટુરિસ્ટ પ્લેસની વરાયટી, સ્પેશિયાલિટીની શોપિંગ તો કરવી જ પડે...તો ચાલો ફરીએ અલગ અલગ મોલ્સ અને માર્કેટમાં.
ફ્લોટિંગ માર્કેટ
બેંગકોકનું ફ્લોટિંગ માર્કેટ દુનિયાભરમાં છે મશહૂર, સહેલાણીઓને આ ફ્લોટિંગ માર્કેટ એટલા માટે વધારે પસંદ આવે છે કારણ કે અહીં નદીની વચ્ચે તરતી હોડીઓમાં બેંગકોકના સ્થાનિક લોકો ટેસ્ટી અને કલરફુલ ફ્રુટ્સ અને શાકભાજી વેચે છે. તમે પણ બોટની સવારી કરીને નદીમાં ઘુમતા આ ફ્લોટિંગ માર્કેટ જોવાનો લહાવો લઈ શકો છો. આ હોડીઓમાં નાળિયેરનું જ્યૂસ અને એક્ઝોટિક ફ્રુટ્સ મળી જાય. તો આ સિવાય રસોઈનો સામાન પણ મળે છે. બેંગકોકમાં ટેલિંગ ચેન માર્કેટ, બેંગ કૂ વેંગ માર્કેટ, થા ખા અને ડેમનોઈન સદૂક જેવા અનેક ફ્લોટિંગ માર્કેટ લાગે છે.
એમબીકે મોલ
શોપિંગ માટે બેંગકોકના કેટલાક મોલ્સની મુલાકાત ખાસ લેવી જેમાંથી એક છે એમબીકે મોલ. લગભગ 2 હજાર જેટલી શોપ્સ આવેલી છે આ મોલમાં. સાત માળના આ મોલમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ્સ રીઝનેબલ પ્રાઈઝીસમાં મળે..તો પહેલા ત્રણ ફ્લોર પર તમે કપડા, એસેસરીઝ, લેધર બેગ્સ, કોસ્મેટિક્સ, પરફ્યુમ્સ,. ડીવીડી ઉપરાંત ઘણી વસ્તુઓની ખરીદી કરી શકો. ફોર્થ ફ્લોર પર ટોટલી ઈલેક્ટ્રોનિક આઈટ્મસ મળશે તમારી ટેક સેવી જરુરિયાતો માટે. પાંચમા અને છઠ્ઠા ફ્લોર પર ફર્નીચર, થાઈ સોવેનિયર્સ , આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ મળી રહે, ટોપ ફ્લોર પર છે મલ્ટી સ્ક્રીન સિનેમા, બોલિંગ એલી, કેરઓકે બુથ અને કોમ્પ્યુટર ગેમ આર્કેડ છે. અને જો તમને ભુખ લાગે તો ફિફ્થ –સિક્સ્થ ફ્લોર પર ડિલિશિયસ વાનગીઓ ધરાવતું ફુડકોર્ટ પણ છે.
તો એમબીકે ઉપરાંત પ્લેટિનમ મોલ, એમ્પોરિયમ, સિઆમ સેન્ટર જેવા અલગ અલગ મોલ્સ પણ છે બેંગકોકના શોપિંગ સ્પેશિયલ સ્પોટ્સ જ્યાં તમને ઈન્ટરનેશનલ અને લોકલ એમ બંને પ્રકારની વરાયટીઝ મળી રહેશે અને સાથે જ ટેસ્ટી ફુડ પણ.
બેંગકોકના બેસ્ટ નાઈટ માર્કેટ
બેંગકોક તેના નાઈટ માર્કેટ્સ માટે તો વખણાય છે...આર્ટ, ફેશન, સ્ટાઈલ, બ્યુટી અને બીજા ઘણા પ્રકારની શોપિંગ અહીં તમે કરી શકો છો...તો કેટલાક કોઝી કોર્નર્સ પણ બેંગકોકની વાઈબ્રન્ટ નાઈટલાઈફના દર્શન કરાવે છે.
ચાટુચક વીકેન્ડ માર્કેટ
બેંગકોકનું વર્લ્ડ ફેમસ અને લાર્જેસ્ટ ચાટુચક માર્કેટ કે જેને જાટુજક કે જે જે પણ કહેવામાં આવે છે. આ નાઈટમાર્કેટમાં ગણ્યાં ગણાય નહીં..ને તમારી શોપિંગ બેગમાં માય નહીં એટલા સ્ટોલ્સ અવનવી વસ્તુઓ સાથે તમને લોભાવવા માટે તૈયાર જ હોય. દર વીકેન્ડમાં લગભગ 15 હજાર સ્ટોલ્સ લાગે અને 2 લાખથી વધારે વિઝિટર્સ આ માર્કેટની મુલાકાત લેતા હોય છે. ચાટુચક માર્કેટ શુક્રવાર, શનીવાર અને રવિવાર એમ વીકેન્ડમાં ઓપન થાય અને કંઈ કેટલાય જાતભાતના એન્ટિક્સ, કોસ્મેટિક્સ, ફુડ, ડ્રિંક્સ, ફર્નિચર, ક્લોધિંગ, બુક્સ, પેટ્સ નું વેચાણ આ માર્કેટમાં થતું હોય છે. ચાટુચક માર્કેટમાં એકવાર જો એન્ટ્રી કરી તો ભઈ જ્યાં સુધી થાકો નહીં...ત્યાં સુધી તમે ખરીદી કરી શકો છો.
પેટપોંગ માર્કેટ
બેંગકોકનું મોસ્ટ પોપ્યુલર નાઈટ શોપિંગ ડેસ્ટિનેશન છે પેટપોંગ...જ્યાં તમને સતત અને અવિરત ભીડભાડ જોવા મળશે...તો જરા સંભાળીને પણ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. જો કે અહીં વસ્તુઓની ખરીદી જરા સંભાળીને કરવી કારણ કે પ્રોડક્ટ્સની ક્વોલિટી તમને નિરાશ કરી શકે છે. તો ભાવ પણ તમને વધારે લાગી શકે છે. જેટલું બને એટલું વધારે બાર્ગેઈન કરવું જરુરી છે. જો કે મોલભાવમાં તો આપણને કોણ પહોંચી શકે. અહીંની રંગીન નાઈટલાઈફ માટે પેટપોંગ જાણીતું છે જ્યાં ગો ગો બાર, નાઈટ ક્લબ્સ આવેલી છે.
ખાઓ સાન રોડ
ખાઓસાન રોડ માર્કેટ ઈમ્પોર્ટન્ટ છે કારણ કે અહીં ઈન્ટરનેટ કેફે, ફાર્માસિસ્ટ, બેંક્સ અને મોનેટરી એક્સ્ચેન્જીસની ફેસેલિટીઝ તમને હાથવગી રહે છે. અહીંયા તમને અજૂબાના રુપમાં ટેલર મળી રહેશે જે દરેક જગ્યાએ તમારા માટે સ્ટાઈલિશ સુટ કે શર્ટ ઉભાઉભ સીવી આપશે. ખાઓસાન રોડ રાતના સમયે જાણે ખિલી ઉઠે છે જ્યારે રંગબેરંગી નીયોન લાઈટ્સ ફ્લિકર થવા લાગે અને સ્ટ્રીટ ગજવતી સાઉન્ડ સિસ્ટમમાંથી મ્યુઝિક રેલાતું હોય અને તમામ લોકો પોતાના ઝોનમાં હોય. ફુલ ઓન રંગીનીયત અને પાર્ટીશાર્ટીનો માહોલ છવાયેલો રહે છે ખાઓસાન સ્ટ્રીટ પર...ખાઓસાન સ્ટ્રીટ છે બેંગકોકની પોપ્યુલર પાર્ટી સ્ટ્રીટ.
એશિયાટિક ધ રિવરફ્રન્ટ
નામ વાંચીને જ સમજી જવાય કે ચાઓ ફ્રાયા નદીની પાસે આવેલું છે એશિયાટિક ધ રિવરફ્રન્ટ જે સિટી સેન્ટરથી સાઉથમાં છે. હવે આ મોર્ડન માર્કેટની વાત શું કરવી...મોટ્ટો બધો શોપિંગ મોલ જેમાં ઘણી બધી શોપ્સ, બુટિક્સ, કાફે, રેસ્ટોરન્ટ તમને જોવા મળી જાય. ઈન્ટરનેશનલ અને લોકલ બ્રાન્ડ્સ જોવા મળે...અહીંયા તમને ફુલઓન એન્ટરટેઈનમેન્ટ મળી શકે...કારણ કે અહીં પપેટ શો, કેબરે અને જાયન્ટ ઓબ્ઝર્વેશન વ્હીલની તમે મજા માણી શકો. અહીંયા પહોંચવા માટે બોટ દ્વારા જવું બહેતર રહે. કારણ કે હેવી ટ્રાફિકના કારણે ટેક્સી ફસાઈ જવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે.
તો આ તમામ ઉપરાંત ઘણા બધા એવા નાઈટ માર્કેટ્સ છે જે બેંગકોકમાં તમારો શોપિંગ એક્સ્પિરિયન્સ લાજવાબ બનાવી દે...ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સના કપડા રિયલ પ્રાઈઝ કરતા મામુલી ભાવમાં ખરીદવા માટે સફન ફુત નાઈટ માર્કેટ, રોઈ ફાઈ માર્કેટ,ટ્રેન નાઈટ માર્કેટ રાતચડા,ફ્લેશલાઈટ માર્કેટ તરીકે ઓળખાતું ખ્લોંગ થોમ માર્કેટ, શ્રીનગરઈન્દ્રા ટ્રેન નાઈટ માર્કેટ, સુખુમવીત સ્ટ્રીટમાર્કેટ, સુઆન લુમ નાઈટ બઝાર, કલીનરી એક્સપિરિયન્સ માટે જોડ ફેર, પ્રતુનામ માર્કેટ, વન એન્ગ વોકિંગ સ્ટ્રીટ જેવા માર્કેટ છે બેંગકોકની નાઈટ શોપિંગના બેસ્ટ ઓપ્શન. તો પોતાના માટે કે કોઈ બીજાના માટે ગિફ્ટની શોપિંગ કરવી તો બને છે.
બેંગકોકની નાઈટલાઈફ અને થાઈ મસાજ
બેંગકોકની નાઈટલાઈફ બેંગકોકનું મુખ્ય આકર્ષણ છે...હવે નાઈટલાઈફની વાત કરતા હોઈએ તો રંગીન મિજાજી લોકો માટે બેંગકોકની રંગબેરંગી લાઈટ્સ અને રુપથી ઝળહળતી રંગીન ગલીઓ, ડિસ્કોબાર, થાઈ મસાજ જેવા અટ્રેક્શન્સ મોટા ભાગે પરણેલા કે સિંગલ, સોલો અથવા તો ફ્રેન્ડ્સની સાથે આવતા ટુરિસ્ટ્સને આકર્ષતા હોય છે. બેંગકોકનો દિવસ અને રાતનો નજારો તદ્દન અલગ હોય છે...અહીં ઘણા બધા પબ્સ પણ આવેલા છે જ્યાં સહેલાણીઓ ફુલઓન ફન એન્જોય કરવા માટે મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ રાતની રંગત માણવા માટે બેંગકોકની સ્ટ્રીટ્સ પર ઘુમી શકે છે.
તો વર્લ્ડ ફેમસ થાઈ મસાજ ની અલગ અલગ વરાયટીઝ તમને બજેટ રેટમાં મળી જશે...200 બાહતથી લઈને 500 બાહત સુધીમાં ઓઈલ મસાજ, બોડી મસાજ જેવા અલગ અલગ પ્રકારના મસાજ તમે કરાવી શકો છો.
બેંગકોકમાં ખાવું શું
થાઈલેન્ડની યાત્રાએ હો તો સૌથી મોટી ચિંતા થવી સ્વાભાવિક છે ખાવું શું .જો વેજિટેરિયન છો તો સૌથી વધારે મહત્વનું...ક્યાં મળી શકે વેજિટેરિયન ફુડ. પણ ફિકર નોટ....ગુજરાતી હોય, પંજાબી કે પછી સાઉથ ઈન્ડિયન તમામ ભારતીય પર્યટકો માટે હું આપને જણાવી રહી છું બેસ્ટ ઈન્ડિયન ફુડ રેસ્ટોરન્ટ્સ એન્ડ હોટેલ્સ...આપણા ગુજ્જુઓ માટે બૅંગકોકમાં જ મળી જશે ગરમાગરમ ગુજરાતી થાળી, તો પ્રતુનામ વિસ્તારમાં પંજાબીઓ માટેે મધર ઈન્ડિયા, ચોટીવાલા જેવા રેસ્ટોરન્ટ્સમાં છોલે ભટુરે, તમામ પ્રકારના પંજાબી મીલ અને સાઉથ ઈન્ડિયન ડિશીઝ પણ મળી જશે. ગુજરાતીઓને અહીં ખોડિયાર, તુલસી, વૃંદાવન જેવી ગુજરાતી રેસ્ટોરન્ટ્સ મળી જશે જ્યાં ઘરના જમણ જેવી મોજ તમે માણી શકો અને ફુડની ચિંતા કર્યા વગર જ વિદેશમાં ઘુમવાનો વટ પણ પાડી શકો.
જો તમને નોનવેજ પસંદ કરો છો તો બેંગકોકની કેટલીક નોનવેજ વાનગીઓ ટેસ્ટ કરી શકો છો જેમાં થાઈ સ્ટીમ બોટ, પેડ થાઈ, ચિકન યલો કરી, ખાઓ ક્લુખ ક્રાબી, ખાઓ પોડ ટોડ કે કોર્ન કેક, થાઈ ફિશ કેક, ફ્રાઈડ ચિકન, થાઈ સ્ટીમ્ડ ડમ્પલિંગ્સ, ગ્રિલ્ડ ચિકન, સાલ્ટ ગ્રીલ્ડ ફિશ, થાઈ ક્રિસ્પી ક્રેપ, સી ફુડ. મેંગો સ્ટિકી રાઈસ અને આવી ઘણી વેરાયટી નોનવેજમાં મળી જશે. જો કે ચૅકલેટ એન્ડ બનાના રોટી, કોકોનટ આઈસ્ક્રીમ પણ અહીંની ફેમસ ડિશીઝ છે.
તો બસ હવે તો તમારે બેગ્સ પેક કરવાની જ છે બાકી કારણ કે બેંગકોકમાં ફરવા, રહેવા, ઘુમવા, શોપિંગ કરવા, ફુડ અને લાઈફ એન્જોય કરવાની તમામ જાણકારી આ આર્ટિકલમાં તમને મળી ચુકી છે. તો હવે વહેલી તકે થાઈલેન્ડની ટુર તમારી રાહ જુએ છે.
મિત્રો આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી આપને પસંદ આવી હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં. કારણ કે આવા જ બીજા ઈન્ટ્રેસ્ટિંગ, ઈન્ફર્મેટિવ આર્ટિકલ્સ આવી રહ્યા છે આપના માટે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો