દેશી બજેટમાં વિદેશી મુસાફરીઃ કયા બજેટ માટે કઇ જગ્યા છે પરફેક્ટ, અહીં મળશે સંપૂર્ણ લિસ્ટ

Tripoto
Photo of દેશી બજેટમાં વિદેશી મુસાફરીઃ કયા બજેટ માટે કઇ જગ્યા છે પરફેક્ટ, અહીં મળશે સંપૂર્ણ લિસ્ટ by Paurav Joshi

ટ્રાવેલિંગ માત્ર તમારા મગજને જ રિલેક્સ નથી કરતું પરંતુ તે તમને અંદરથી પણ તાજગીસભર બનાવી નાંખે છે. જ્યારે તમે વિદેશ ફરવા જાઓછો ત્યારે તેની તાજગી કંઇક અલગ હોય છે. ઘણા લોકો સાત સમુદ્ર પારના દેશોમાં ફરતા રહેતા હોય છે, જ્યારે કેટલાક લોકોની યોજનાઓ માત્ર કાગળ પર અને શબ્દોમાં જ રહી જાય છે. તેનું છે કારણ બજેટ. એવું માનવામાં આવે છે કે વિદેશ પ્રવાસ ખર્ચાળ હોય છે અને તેથી જ આ યોજના પડતી મૂકવામાં આવે છે. પરંતુ જો હું તમને કહું કે તમે વિદેશ પ્રવાસ કરી શકો છો, તે પણ ભારતીય બજેટમાં, ત્યારે તો તમે બજેટ માટે નહીં રડોને? અમે એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે બજેટ ટ્રિપ પ્લાન કરી શકો છો.

Photo of દેશી બજેટમાં વિદેશી મુસાફરીઃ કયા બજેટ માટે કઇ જગ્યા છે પરફેક્ટ, અહીં મળશે સંપૂર્ણ લિસ્ટ by Paurav Joshi

ભૂટાન

1. ભૂટાન

ભૂટાન તેની સુંદરતા માટે જાણીતું છે. આ દેશને ડ્રેગન અને ડ્રુક યુલની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂટાન પ્રાચીનતા અને કુદરતી અજાયબીઓથી ભરેલું છે. ભૂટાનમાં બૌદ્ધ સંસ્કૃતિને નજીકથી જોઈ શકાય છે. અહીં ઉત્તમ મઠ પણ છે. ભૂટાન ભારતનો પડોશી દેશ છે, મોટા દેશોમાં જતા પહેલા આપણા પાડોશી દેશની સુંદરતા જોવી પણ જરૂરી છે. જો તમે થોડુક બુદ્ધિથી કામ લેશો તો આ દેશની મુલાકાત વખતે તમારું ખિસ્સું ખાલી નહીં થાય. તમે ફ્લાઇટ દ્વારા ભૂટાન આવી શકો છો પરંતુ જો તમારે બજેટ ટ્રીપ કરવી હોય તો પશ્ચિમ બંગાળથી રોડ માર્ગે આવો. ભૂટાનમાં મોંઘી હોટલોને બદલે હોમસ્ટે અને હોસ્ટેલમાં રહો.

શું કરવું: ભૂટાનમાં જોવા માટે ઘણું બધું છે. પારોમાં તક્સાંગ પાલફુગ મઠ અને પુનાખામાં પુનાખા દજોંગની મુલાકાત લઈ શકાય છે. પારો વેલીમાં કાયાકિંગની મજા માણી શકાય છે. થિમ્પુમાં, તમે સરળતાથી ડોચુલા પાસ સુધી પહોંચી શકો છો. પારોમાં જ નેશનલ મ્યુઝિયમમાં ભૂટાનની સંસ્કૃતિને જાણો, ભૂટાનના ગામમાં સાયકલ પ્રવાસ કરો. ભૂટાનના હિમાલયમાં શાંગરીલા સુધીનો પ્રવાસ પણ કરો.

સમય: 6 થી 7 દિવસ.

ખર્ચ: વ્યક્તિ દીઠ ₹20,000.

થાઈલેન્ડ

2. થાઈલેન્ડ

સુંદર બીચ, આધુનિકતા, સુંદર શહેરો, સ્ટ્રીટ ફૂડ અને બૌદ્ધ સંસ્કૃતિ, આ જ થાઈલેન્ડની ઓળખ છે. આ બધું જોઈને અહીં પ્રવાસીઓ આવતા રહે છે. અહીં આવવું દરેક પ્રવાસીનું સપનું હોય છે. અહીં તમે બજેટમાં શ્રેષ્ઠ હોટલોમાં આરામ કરી શકો છો. થાઈલેન્ડ વિશે એવું કહેવાય છે કે અહીંના દિવસ અને રાત અલગ અલગ હોય છે. આ બંનેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

શું કરવું: બેંગકોક થાઈલેન્ડની રાજધાની છે. બેંગકોકમાં રાત્રે નવા સ્થળોની મુલાકાત લો. બેંગકોકમાં જ ગ્રાન્ડ પેલેસ અને બુદ્ધ મંદિરની મુલાકાત લો, જેના માટે થાઈલેન્ડ જાણીતું પણ છે. ફી ફી આઇલેન્ડની પણ મુલાકાત લો. થાઈલેન્ડનો થાઈ મસાજ વિશ્વ પ્રસિદ્ધ છે. પાણી પર તરતા બજારોની મુલાકાત લો. આ બધું તમારા માટે એક અલગ અનુભવ હોઈ શકે છે. તમે ફૂકેટના રાત્રિ બજારોમાં પણ ખરીદી કરી શકો છો.

સમય: 6 થી 7 દિવસ.

ખર્ચ: ₹35,000.

નેપાળ

3. નેપાળ

જો તમે ભારતની બહાર ફરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પહેલા એવા દેશોમાં જવું જોઈએ જ્યાં આપણે વિઝા-પાસપોર્ટ વિના ખૂબ જ આરામથી જઈ શકીએ. એ સુંદર દેશ નેપાળ છે. નેપાળ આમ પણ સુંદરતાથી ભરેલું છે, માઉન્ટ એવરેસ્ટ પણ તો આ દેશમાં છે. એટલા માટે વિદેશ જવા માટે નેપાળ પ્રથમ સ્ટોપ હોવું જોઈએ. નેપાળ એક એવી જગ્યા છે જ્યાં ભારતના લોકો પગપાળા પહોંચી શકે છે. હિમાલયના ચશ્મા, પ્રાચીન હિંદુ અને બૌદ્ધ મંદિરોથી ભરેલો આ દેશ બજેટ પ્રવાસ માટે સ્વર્ગ સમાન છે.

અહીં શું કરવું: અહીં મોટાભાગના લોકો એવરેસ્ટ પર સર કરવા માટે આવે છે. આ ઉપરાંત, તમે બુઢાનાથ સ્તૂપની મુલાકાત લઈ શકો છો, સુંદર ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ શકો છો, કાઠમંડુ ખીણમાં બાઇક ચલાવી શકો છો, કાઠમંડુના ચોકમાં ફરવા જઈ શકો છો, અહીંની કાશી નદીમાં રાફ્ટિંગ કરી શકો છો, કાઠમંડુમાં કોપન મઠની મુલાકાત લઈ શકો છો. પાટન શહેરને એક્સપ્લોર કરો, પ્રખ્યાત પશુપતિનાથ મંદિરની મુલાકાત લો.

સમય: 6 થી 7 દિવસ.

ખર્ચ: વ્યક્તિ દીઠ ₹20,000.

શ્રીલંકા

4. શ્રીલંકા

શ્રીલંકા પણ ભારતનો પડોશી દેશ છે અને સંસ્કૃતિમાં પણ ખૂબ સમાનતા રહેલી છે. શ્રીલંકામાં સુંદર બીચ છે જ્યાં તમે તમારી રજાઓ આરામથી વિતાવી શકો છો. પડોશમાં હોવાને કારણે તમે અહીં ઝડપથી પહોંચી શકો છો. શ્રીલંકામાં ઘણા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ. કોલંબોમાં રહેવા માટે ઘણી બધી બજેટ હોટેલ્સ પણ મળી જશે.

શું કરી શકાય: શ્રીલંકામાં સ્થાનિક માછીમારો સાથે માછીમારી કરવા જાઓ, સિગિરિયાના પ્રાચીન અવશેષોની મુલાકાત લો, એલામાં લિટલ એડમના શિખર સુધી જાઓ. કોલંબોમાં વિહાર બૌદ્ધ મંદિર પર જાઓ અને હિક્કાડુવામાં સ્કુબા ડ્રાઇવિંગ કરો.

સમય: 4 થી 5 દિવસ.

ખર્ચઃ વ્યક્તિ દીઠ ₹25,000.

સિંગાપુર

5. સિંગાપોર

વિશ્વની આર્થિક રાજધાની ગણાતું સિંગાપોર હજુ પણ પ્રવાસીઓ માટે એક આદર્શ બજેટ ડેસ્ટિનેશન છે. તેનું કારણ અહીંની ઉત્તમ હોસ્ટેલ છે. અહીં ઘણા છાત્રાલયો છે જે પ્રવાસીઓને ₹1000 પ્રતિ રાત્રિમાં રોકાવાની સુવિધા આપે છે. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સસ્તુ પડે છે.

શું કરી શકાય: અહીં ફ્યૂચિરિસ્ટિક મરીન બે, સિંગાપોર ઝૂની મુલાકાત લો અને નેશનલ ઓર્કિડ ગાર્ડનની સુંદરતાનો આનંદ ઉઠાવો. તમે આઇકોનિક ચાઇનાટાઉન અને યુનિવર્સલ સ્ટુડિયોની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમે સેન્ટોસા આઇલેન્ડ પર આરામ કરી શકો છો.

સમય: 4 દિવસ

ખર્ચ: ₹30,000-40,000

કેન્યા

5. કેન્યા

એવું માનવામાં આવે છે કે કેન્યા પર્યટન સ્થળ નથી, પરંતુ આ દેશ ખૂબ જ સુંદર છે. અહીં ગાઢ જંગલો છે જે તમારા પ્રવાસને સાહસથી ભરી દે છે. અહીંના જંગલોના વન્યજીવનને જોઈને તમે રોમાંચિત થઇ જશો. તેથી જ કેન્યા વિશ્વના સૌથી સસ્તા સ્થળોમાંનું એક છે. આ દેશ ખરેખર વીકેન્ડમાં મુલાકાત લેવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. બેકપેકર્સ અહીં ₹1,000 પ્રતિ રાત્રિમાં રોકાઇ શકે છે. જો તમે સફારી પેકેજ બુક કરો છો, તો તમને મફત એકોમોડેશન અને ભોજન આપવામાં આવે છે.

શું કરવું: કેન્યામાં મસાઈ મારા નેશનલ રિઝર્વમાં સફારી, નૈરોબી નેશનલ મ્યુઝિયમ અને કરેન બ્લિક્સન મ્યુઝિયમની મુલાકાત લો. કેન્યાના પરંપરાગત ગામ બોમાસની યાત્રા જરુર કરો.

સમય: 4 થી 5 દિવસ.

ખર્ચઃ વ્યક્તિ દીઠ ₹60,000 (3-દિવસના સફારી પેકેજ સહિત).

વિયેતનામ

6. વિયેતનામ

ઐતિહાસિક સ્થળોથી ભરેલા આ બૌદ્ધિક દેશ આખુ વર્ષ ચહલપહલ રહેતી હોય છે. અહીંનો નજારો આકર્ષક હોય છે. લિમિટેડ બજેટમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે વિયેતનામ એશિયાના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. શહેરમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં તમે ₹500 જેટલી ઓછી કિંમતમાં નાઇટ સ્ટે કરી શકો છો.

શું કરવું: હો ચી મિન્હ અને અહીંના મ્યુઝિયમ જોઈ શકો છો. ભૂગર્ભ ટનલોમાં એક યુદ્ધ સ્મારક પણ છે જેની તમે મુલાકાત લઈ શકો છો. થાંગ લોંગ વોટર પપેટ થિયેટરની પણ મુલાકાત લો. હનોઈમાં સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો, ક્વાંગ બિન્હ વિસ્તારમાં હેંગ સોન ડુંગ ગુફાની પણ મુલાકાત લો.

સમય: 6 થી 7 દિવસ.

ખર્ચ: વ્યક્તિ દીઠ ₹35,000.

બાલી

7. બાલી, ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાના સૌથી સુંદર અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં બાલી ટોચ પર છે. આ શહેર તમામ પ્રકારના રખડુઓ માટે એક અનોખું સ્થળ છે. ફેમિલી ટ્રિપ પર જતા હોવ, હનીમૂન માટે, બજેટ ટ્રાવેલિંગ, વૈભવી અનુભવ, એક્સપ્લોર, સર્ફિંગ અથવા આધ્યાત્મિક આનંદ માટે, દરેક પ્રકારના પ્રવાસીઓ અને રખડનારાઓ માટે બાલી અદ્ભુત આકર્ષણ ધરાવે છે. બાલીનો જ્વાળામુખી દ્વીપ દરિયાકિનારાથી ઘેરાયેલુ અદ્ભુત અને સુંદર સ્થળ છે. જો તમે સુંદર અને સસ્તી જગ્યા પર જવા માંગો છો, તો બાલી પરફેક્ટ રહેશે.

શું કરવું: બાલીમાં પ્રખ્યાત તનાહ લોટ, ઉલુવાટુ મંદિરોની મુલાકાત લો. મંકી ફોરેસ્ટની મુલાકાત લો, ટેરેસ પરથી ડાંગરના ખેતરો જુઓ, બાલીના દરિયાકિનારા પર સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ પર જાઓ. આ સિવાય અહીંના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લો.

સમય: 5 દિવસ.

ખર્ચ: વ્યક્તિ દીઠ ₹40,000.

અમે તમને સસ્તા સ્થળો બતાવી દીધા, તમે ત્યાં જઇને શું જોઈ શકો છો તે પણ કહી દીધું. આ દેશો સુંદર છે અને તમારા બજેટમાં ફિટ પણ છે. તો રાહ કોની જુઓ છો..ઉપડી જાઓ...

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads