કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે!

Tripoto

નર્મદા નદીના કિનારે વસેલું કેવડિયા એક એવું નાનું ગામ હતું જેનું કદાચ ગુજરાતમાં પણ ઘણા લોકોએ નહોતું સાંભળ્યું. પણ આજે આ ગામ વિશ્વફલક પર ગર્વભેર ઊભું છે. કારણકે અહીં છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી! સ્વતંત્ર ભારતના શિલ્પી તેવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આ ભવ્યાતિભવ્ય પૂતળાની આસપાસ ગુજરાત ટુરિઝમ અનેક સુંદર સ્થળો વિકસાવી રહ્યું છે જે માટે કેવડિયાની મુલાકાત લેવી જ રહી.

અહીં આલીશાન ટેન્ટ સિટી ઉપરાંત પણ રહેવાના અનેક વિકલ્પો છે. તે પૈકી હાલમાં સૌથી વાજબી અને છતાંય સૌથી શ્રેષ્ઠ તેવી એક હોટેલ છે જેનું નામ છે: BRG Budget Stays.

બજેટ સ્ટે લકઝરી પણ હોય તેવું બની શકે? હા! BRGમાં એ શક્ય છે. સપ્ટેમ્બર 2021માં મારા 7 કુટુંબીજનોએ 4 દિવસ આ હોટેલમાં રોકાણ કર્યું હતું અને તેમનો અનુભવ અત્યંત સુખદ રહ્યો હતો.

Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 1/11 by Jhelum Kaushal

BRG Budget Stays

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી માત્ર 2 કિમીના અંતરે આ હોટેલ આવેલી છે. અલબત્ત, આ હોટેલ SoUની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા વધારવાના હેતુથી બનાવવામાં આવી હતી. સોલો ટ્રાવેલર્સ, શાળા-કોલેજનો પ્રવાસ, ફેમિલી ટ્રીપ, બસ દ્વારા આવતા મુલાકાતીઓ વગેરે લોકો સારામાં સારી સુવિધાઓ તદ્દન વાજબી ભાવે મેળવી શકે તે BRG Budget Staysનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અહીં એક વ્યક્તિના પ્રતિ દિન 500 રૂ જેટલા ન્યુનત્તમ ભાવે તમામ સગવડ ધરાવતા રોકાણની વ્યવસ્થા છે.

અહીં બોર્ડ મિટિંગ રૂમ્સ, એસી બેન્કવેટ હૉલ, હરિયાળો પાર્ટી પ્લોટ વગેરે જેવી લકઝરી સુવિધા પણ છે જે કોઈ પણ પ્રકારના પ્રસંગ માટે અનુરૂપ છે.

આ હોટેલની અન્ય એક ખાસિયત એ પણ છે કે માત્ર 100 દિવસના ટૂંકા સમયગાળામાં જુના બાંધકામને પાડીને આ આધુનિક હોટેલ બનાવવામાં આવી હતી.

રૂમ્સ અને સુવિધાઓ:

BRG Budget Staysમાં ત્રણ અલગ અલગ કેટેગરીઝના રૂમ ઉપલબ્ધ છે-

પ્રીમિયમ એસી ટ્રીપલ શેરિંગ રૂમ

ડિલક્સ નોન એસી ડબલ શેરિંગ રૂમ

ડિલક્સ એસી ટ્રીપલ શેરિંગ રૂમ

મોટા ગ્રુપ માટે તેમજ બાળકોના પ્રવાસ માટે 4-5 શેરિંગ એસી/ નોન એસી રૂમ ઉપલબ્ધ છે.

Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 2/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 3/11 by Jhelum Kaushal

તમામ રૂમમાં ટીવી, રૂમ સર્વિસ, ગરમ પાણી વગેરે સુવિધા છે. ભોજન માટે આ જ હોટેલના કેમ્પસમાં રેસ્ટોરાં આવેલી છે. બાળકો માટે કિડ્સ પ્લેઇંગ ઝોન તેમજ મોટાઓ માટે જોગિંગ ટ્રેક પણ છે. વળી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ તેની આસપાસની જગ્યાએ ફરવા માટે અહીંનો સ્ટાફ પૂરતું માર્ગદર્શન આપે છે અને વ્યવસ્થા પણ કરી આપે છે. હોટેલના અમુક પેકેજીસમાં રહેવા જમવા ઉપરાંત કેવડિયા સાઇટ-સીઇંગની પણ સુવિધા છે.

Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 4/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 5/11 by Jhelum Kaushal

પેકેજીસ:

BRG Budget Stays ખાતે 1 રાત 2 દિવસ, 2 રાત ત્રણ દિવસ, શાળા-કોલેજ પ્રવાસ વગેરે અનેક પેકેજીસ ઉપલબ્ધ છે જે હોટેલની વેબસાઇટ પરથી બૂક કરી શકાય છે.

કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંત જોવા જેવી જગ્યાઓ:

- જંગલ સફારી

- એકતા નર્સરી

- વિશ્વ વન

- કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન

- ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક

- એકતા મોલ

- આરોગ્ય વન

- ઇકો ટુરિઝમ ઝરવાણી

- ડાઈનો ટ્રેલ

- આયુર્વેદિક વેલનેસ સેન્ટર

- બોટિંગ

Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 6/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 7/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 8/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 9/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 10/11 by Jhelum Kaushal
Photo of કેવડિયામાં આ હોટેલ ઓફર કરે છે બેસ્ટ બજેટ સ્ટે અને તે પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે! 11/11 by Jhelum Kaushal

બસ ત્યારે, કેવડિયામાં શ્રેષ્ઠ રોકાણ અને શ્રેષ્ઠ ભોજનની મજા માણવી હોય તો BRG Budget Stays બૂક કરવાનું ભુલશો નહિ!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ