તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો

Tripoto
Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 1/12 by Paurav Joshi

હેલ્થ કોન્શિયસ ગુજરાતીઓ મનની શાંતિ મેટ ફક્ત રિસોર્ટમાં જ નથી જતા પરંતુ કુદરતી વાતાવરણમાં શરીર અને મનને રિલેક્સ કરવા નેચરોપથી સેન્ટરમાં પણ રોકાવાનું પસંદ કરી રહ્યા છે. નેચરોપથી એટલે કે નિસર્ગોપચાર. એલોપથી દવાઓથી કંટાળેલા લોકો વર્ષોથી આયુર્વેદ અને નેચરોપથીની સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે. ગુજરાતમાં ઘણાં નેચરોપથી કેન્દ્રો વર્ષોથી ચાલી રહ્યા છે અને ત્યાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો મનની શાંતિ તેમજ રોગોની સારવાર માટે આવે છે. આ કેન્દ્રોમાં ડાયાબિટીસ જેવા રોગો પર કાબૂ મેળવાયાના દાખલા પણ જોવા મળે છે. કોરોના પછી આવા કેન્દ્રોમાં રહેવા માટે લોકોની પૂછપરછ પણ વધી છે. ઇમ્યૂનિટી વધારવામાં અહીં અપાતી ટ્રિટમેન્ટ ફાયદાકારક સાબિત થાય છે. આજે આપણે આવા જ બે કેન્દ્રો વિશે વાત કરીશું.

શંકુસ નેચરલ હેલ્થ સેન્ટર, મહેસાણા

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 2/12 by Paurav Joshi

અમદાવાદથી લગભગ 61 કિલોમીટર દૂર મહેસાણા રોડ પર અમીપુરાના પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું છે શંકુસ નેચરલ હેલ્થ સેન્ટર. આ હેલ્થ સેન્ટર 2004માં શરુ થયુ હતું. સારા સ્વાથ્યથી સમાજનું કલ્યાણ કરી શકાય છે એ ભાવનાથી ચાલતું આ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા અને યોગનું મિશ્રણ છે. અહીં પ્રાકૃતિક સારવાર પદ્ધતિથી હઠીલા રોગોનું નિદાન કરવામાં આવે છે તો યોગ દ્ધારા માનસિક શાંતિ મળે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિ શરીરની સાથે માનસિક બીમારીઓથી પણ પીડાય છે તો કોરોના જેવા રોગોએ લોકોને ઇમ્યુનિટીનું મહત્વ સમજાવ્યું છે. શંકુસ હેલ્થ કેન્દ્રમાં તમારા મન, શરીર અને જુસ્સાને જુદી જુદી થેરાપી દ્ધારા બેલેન્સ કરવામાં આવે છે. અહીંના પ્રદુષણ મુક્ત વાતાવરણમાં સર્ટિફાઇડ પ્રોફેશનલ્સ દ્ધારા ભારતની પ્રાચીન આર્યુવેદિક પદ્ધતિથી રોગોની સારવાર કરવામાં આવે છે.

સુવિધાઓ

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 3/12 by Paurav Joshi

અહીંના વાતાવરણમાં તમે કુદરતના સાનિધ્યમાં રહેતા હોવ તેવી અનૂભુતિ થશે. ડિલક્સ રૂમમાં એસી, એલઇડી ટીવી, વાઇ-ફાઇ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત સ્વમિંગ પુલ, કુકિંગ ડેમોન્સ્ટ્રેશન, ઓર્ગેનિક ખેતીની પ્રેકટિસ, ગેઝબો તેમજ અન્ય મનોરંજનની સુવિધાઓ છે. અહીં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, આર્યુવેદિક ફાર્મસી, બ્યૂ સલૂન, વોટર પાર્ક, ડાયટ સેન્ટર, ગોશાળા, વોકિંગ ટ્રેક, જીમ, યોગ અને ધ્યાન માટે હોલ પણ છે.

થેરાપી

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 4/12 by Paurav Joshi

અહીં જુદી જુદી સારવા માટે અલગ અલગ થેરાપીઝ છે. જેવી કે હાયડ્રોથેરાપી, મડ થેરાપી, મેગ્નેટ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, ડાયટ થેરાપી, મસાજ થેરાપી, પંચકર્મ, હર્બલ પેક, યોગ, ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ, બ્યૂટિ કોસ્મેટિક થેરાપી, કાઉન્સેલિંગ, હેલ્થ લેક્ચર અને ગ્રુપ રિક્રિએશન તેમજ આયુર્વેદિક ટ્રિટમેન્ટ જેવી થેરાપી છે.

ટ્રિટમેન્ટ (સારવાર)

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 5/12 by Paurav Joshi

શંકુસ નેચરલ હેલ્થ સેન્ટરમાં નીચેની સારવાર કરવામાં આવે છે.

ઓર્થો (મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર)

મેટાબોલિક ડિસઓર્ડર (ડાઇજેસ્ટિવ સિસ્ટમ)

રેસ્પિરેટરી ડિસઓર્ડર

કાર્ડીઓ વાસ્ક્યુલર ડિસઓર્ડર

બ્રેન-ન્યૂરો ડિસઓર્ડર

સ્કીન ડિસઓર્ડર

બ્લડ એન્ડ સર્ક્યુલેશન

એન્ડોક્રાઇન ડિસઓર્ડર

સાયકોલોજીકલ ડિસઓર્ડર

યુરિનરી સિસ્ટમ ડિસઓર્ડર

ઇમ્યુન સિસ્ટમ ડિસઓર્ડર

ગાયનેકોલોજીક ડિસિઝ

ટેરિફ પ્લાન (રહેવાનું ભાડું)

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 6/12 by Paurav Joshi

સુપર ડિલક્સ રૂમમાં 3 દિવસના એક વ્યક્તિના રૂ.33,000, બે વ્યક્તિના રૂ.46000, 5 દિવસના સિંગલ બેડના 43000, ડબલના 63000 રૂપિયા, આજ રીતે 7 દિવસના અનુક્રમે 58,500 અને 82000 રૂપિયા, 10 દિવસના 69,000 અને 97,000 રૂપિયા, 15 દિવસના 1,06,000 અને 1,41,000 રૂપિયા જ્યારે 30 દિવસના 2,11,000 અને 2,77,000 રૂપિયા થાય છે.

નવજીવન નેચર ક્યોર સેન્ટર

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 7/12 by Paurav Joshi

નેચરોપથી એક એવું સાધન છે જે રોગો સામે લડવામાં અને તમારા સ્વાસ્થ્યને અંદરથી સુધારવામાં મદદરુપ બને છે. રમણીકભાઇ છાવડાના ધર્મપત્ની મણીબેનને આર્થરાઇટિસની બિમારી હતી. જુદી જુદી હોસ્પિટલના ચક્કર કાપવા અને અનેક ડોક્ટર્સને બતાવ્યા છતાં તેમને ધાર્યા પ્રમાણેનું રિઝલ્ટ ન મળ્યું. સાજા થવાની તેમની ઇચ્છા છેવટે ભુજની એક નેચરોપથી હોસ્પિટલમાં લઇ ગઇ. જ્યાં કુદરતી સારવાર પદ્ધતિથી તેમના આત્મવિશ્વાસમાં ત્યારે વધારો થયો જ્યારે કોઇ દર્દ કે પીડા વિના અને આડઅસર વગરની સારવાથી તેમને લાભ થયો.

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 8/12 by Paurav Joshi

નેચરોપથીમાં તેમનો ભરોસો વધતા અને તેમની જેમ બીજાને પણ આ પદ્ધતિથી ફાયદો થાય તે હેતુથી તેમણે ભુજથી 34 કિલોમીટર દૂર નવજીવન નેચર ક્યોરની શરુઆત કરી. ભક્તિ અને સમર્પણ એ રમણીકભાઇ પ્રાથમિકતામાં ટોચના સ્થાને છે. તેઓ એ બાબતને સુનિશ્ચિત કરે છે કે તેમના સેન્ટરમાં આવતા ગેસ્ટ પણ સાદા અને સરળ જીવન માટેના પ્રાકૃતિક ચિકિત્સાના સિદ્ધાંતને અનુસરે.

નેચર ક્યોર સેન્ટરમાં અપાતી સારવારની પદ્ધતિ બિલકુલ સરળ અને આડઅસર વગરની છે. તમારે ઓછામાં ઓછા સાત દિવસ અહીં રહેવું પડે છે. અહીં ધ્યાન, યોગ, ઓર્ગેનિક ખોરાકની મદદથી વિવિધ થેરાપીનો ઉપયોગ કરીને તમારા મન અને શરીરને હળવાશનો અનુભવ કરાવવામાં આવે છે. છેલ્લા 34 વર્ષથી ચાલતા આ ક્યોર સેન્ટરમાં અનેક લોકો સારવાર લઇ ચૂક્યા છે.

સારવાર

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 9/12 by Paurav Joshi

અહીં સિન્ક્રોનાઇઝ્ડ મસાજ, શિરોધારા, શિરો મસાજ એમ અલગ અલગ સારવાર પદ્ધતિ છે. જે પ્રમાણે અહીં રેજુવેશન પેકેજ, બ્યૂટી ગ્લો પેકેજ, હેલ્થ પેકેજ ઉપલબ્ધ છે.

સુવિધા

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 10/12 by Paurav Joshi

અહીં મેડિકલ ગાર્ડન, નક્ષત્ર ગાર્ડન છે. ઉપરાંત કલ્ચરલ પ્રોગ્રામ પણ થાય છે. હેલ્થ શોપમાંથી તમે નેચર ક્યોર સારવાને લગતી જુદી જુદી આયુર્વેદિક દવા, પાવડર મેળવી શકો છો. ટોવેલ, નેપકિન, સાબુ, ટૂથપેસ્ટ વગેરે પણ તમને અહીંથી મળી જશે.

પ્રવૃતિઓ

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 11/12 by Paurav Joshi

સવારે 5.30થી જુદી જુદી પ્રવૃતિઓની શરૂઆત થઇ જાય છે. જે રાતે 10 વાગ્યા સુધી ચાલે છે. શરૂઆત સવારે ગ્રીન ટીથી થાય છે ત્યાર બાદ યોગ, આઇ વોશ, બ્રેકફાસ્ટ, નસ્યમ, મડ પેક (આંખ અને પેટ પર), રૂમ પર ડોક્ટર વિઝિટ, જ્યૂસ કે વ્હીટ ગ્રાસ (ડોક્ટરે સુચવેલ), ટ્રીટમેન્ટ, લંચ, આરામ, પ્રાણાયમ, ડીનર, વોકિંગ, પ્રાર્થના, મનોરંજન સાથે રાતે દિવસ પૂર્ણ થાય છે.

રહેવાની સુવિધા (એકોમોડેશન)

Photo of તન-મનની શાંતિ અને હઠીલા રોગો પણ થાય છે દૂર, આ નેચરોપથી કેન્દ્રોમાં થોડાક દિવસ ગાળો 12/12 by Paurav Joshi

શહેરની ભીડભાડથી દૂર કુદરતી વાતાવરણમાં લગભગ 14 એકરમાં આ સેન્ટર ફેલાયેલું છે. અહીં ફેમિલી રૂમ જેમાં 4 વ્યક્તિ રહી શકે છે જેની શરુઆત 4500 રૂપિયાથી થાય છે. સ્પેશ્યલ રૂમનો ચાર્જ 4000થી શરુ થાય છે જેમાં બે વ્યક્તિના રહેવાની સુવિધા છે. જ્યારે ડિલક્સ રૂમની શરૂઆત 4400 રૂપિયાથી થાય છે અને તમામ પ્રકારના રૂમમાં એસી, એટેચ ટોયલેટ સહિત તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

ક્યાં છે ?

ભુજ-માંડવી રોડ, પુંડી પતિયા નજીક, માંડવી, કચ્છ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો