ચોમાસામાં મહારાષ્ટ્રના આ ટ્રેકિંગ સ્થળોની લો મજા, ભૂલી જશો બીજા બધા ટ્રેક્સ

Tripoto
Photo of ચોમાસામાં મહારાષ્ટ્રના આ ટ્રેકિંગ સ્થળોની લો મજા, ભૂલી જશો બીજા બધા ટ્રેક્સ by Paurav Joshi

મોનસૂન દરમિયાન જ્યારે પણ ટ્રેકિંગવાળા ડેસ્ટિનેશનનો વિચાર આવે તો સૌથી પહેલા આપણા મનમાં મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળાનું નામ જ આવે, જે ઘણી સુંદર છે. અહીં ટ્રેકિંગ જેટલું રોમાંચક છે, એટલું જ ખતરનાક પણ છે. પરંતુ કહેવાય છે ને કે જે જોખમ ખેડે છે એ જ વિજેતા બને છે. આ વસ્તુંને સિદ્ધ કરે છે આ ટ્રેકિંગ રૂટ. ચોમાસાના દિવસોમાં ખાસ કરીને પ્રકૃતિને જોવાનું ઘણું આરામદાયક હોય છે, જે અહીં આવ્યા બાદ પૂરી થઇ જાય છે. આમ તો આખુ વર્ષ અહીંના પહાડો લીલાછમ રહે છે પરંતુ મોનસૂનની સીઝનમાં અહીંની વાત જ નિરાળી છે. વરસાદના ટીંપાની સાથે આ દ્રશ્યોને જોવા કોઇ સ્વર્ગથી કમ નથી.

વિસાપુર ફોર્ટ ટ્રેક

વિસાપુર ફોર્ટ એક પહાડી કિલ્લો છે, જે મહારાષ્ટ્રના પુણે જિલ્લા હેઠળ વિસાપુર નામના ગામમાં સ્થિત છે. આ એક પ્રાચીન કિલ્લો છે. જેને 18મી શતાબ્દીમાં બાલાજી વિશ્વનાથે બનાવ્યો હતો, જે મરાઠા સામ્રાજ્યના સૌથી પહેલા પેશવા હતા. મરાઠા સામ્રાજ્ય સાથે સંબંધ રાખવાના કારણે તેમને જોડકાં કિલ્લા પણ કહેવાય છે. કિલ્લાને લઇને કહેવાય છે કે આ કિલ્લો પાંડવો દ્વારા બનાવાયો હતો. પરંતુ તેનું કોઇ નક્કર પ્રમાણ હજુ સુધી મળ્યું નથી. આ કિલ્લો મહારાષ્ટ્રના સૌથી ઉંચા કિલ્લામાં સામેલ છે. ચોમાસાની ઋતુમાં આ કિલ્લાની આસપાસનું વાતાવરણ વધારે લીલુછમ થઇ જાય છે. ચારે તરફની લીલોતરી જોવામાં સુંદર લાગે છે. વરસાદના સમયે અહીં ટ્રેકિંગ કરવું કોઇ રોમાંચથી કમ નથી.

રાજમાચી ફોર્ટ ટ્રેક

રાજમાચી ટ્રેક, સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલા ઘણાં શાનદાર ટ્રેક્સ પૈકીનો એક છે. આ કિલ્લો એવા લોકોમાં ઘણો લોકપ્રિય છે જે ઉંડી ખીણો, કેમ્પિંગ, પગદંડીઓ, ઝરણાં અને પ્રાકૃતિક દ્રશ્યોના દિવાના છે. ચોમાસા દરમિયાન અહીં ઝરણા ઘણાં આકર્ષક જોવા મળે છે. વરસાદના સમયે અહીં ટ્રેકિંગ કરવું એક શાનદાર અનુભવ છે.

લોહાગઢ ફોર્ટ ટ્રેક

મહારાષ્ટ્રનો લોહાગઢ કિલ્લો યૂનેસ્કોનાં વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ છે. આ કિલ્લામાં પ્રાચીન વાસ્તુકળા અને સુંદરતાનો અનોખો સંગમ જોવા મળે છે. આ કિલ્લા અંગે એવું કહેવાય છે કે શિવાજી મહારાજ પોતાનો ખજાનો આ કિલ્લામાં જ રાખતા હતા. આ કિલ્લો એક ઘણાં જ સુંદર પહાડો પર સ્થિત છે. અને ચોમાસા દરમિયાન અહીં ટ્રેકિંગ કરવાનો એક શાનદાર અનુભવ છે.

તોરણા ફોર્ટ ટ્રેક

તોરણા ફોર્ટ, મહારાષ્ટ્રના સૌથી ખાસ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં ઘણાં વર્ષો સુધી શિવાજીએ રાજ કર્યું હતું. આ કિલ્લાના નિર્માણને લઇને કોઇ નક્કર જાણકારી હજુ સુધી મળી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે 13મી શતાબ્દીની આસપાસ હિંદુ દેવતા શિવના અનુયાયીઓ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાવાયું હતું. સહ્યાદ્રી પર્વત પર સ્થિત આ કિલ્લો એટલે પણ ખાસ છે કારણ કે મહારાજ શિવાજીએ સૌથી પહેલા આ કિલ્લાને જીત્યો હતો. આ કિલ્લામાં આવેલા ઘણાં મહેલ અને દરવાજા એવા છે જેનું નિર્માણ પહાડ કાપીને કરવામાં આવ્યું છે. પહાડના સૌથી ઉંચા ભાગ પર હોવાના કારણે આ કિલ્લો ચોમાસામાં ટ્રેકિંગ કરવાનો ઘણો જ ખાસ અનુભવ આપે છે. જેનો આનંદ તમે ઝિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકો.

હરિશ્ચંદ્ર ફોર્ટ ટ્રેક

હરિશ્ચંદ્ર ફોર્ટ, એક પહાડી કિલ્લો છે, જે પોતાની બેજોડ પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. આ અંદાજે બેથી ચાર હજાર વર્ષ જુનો છે. જેનો ઉલ્લેખ પ્રાચીન અગ્નિ પુરાણ અને મત્સ્ય પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જે સાડા ત્રણ હજાર વર્ષ જુનો છે. અહીં સૂક્ષ્મપાષાણિક માનવ અવશેષ પણ મળ્યા છે. આ જગ્યા ટ્રેકર્સની પસંદગીની જગ્યાઓમાંની એક છે. ચોમાસા દરમિયાન આ કિલ્લાનો ટ્રેકિંગ કરવાનો એક અલગ જ આનંદ છે.

કલસુબાઇ ટ્રેક

કલસુબાઇ ટ્રેક મહારાષ્ટ્રના સૌથી ઉંચા શિખર તરીકે જાણીતું છે. આ સહ્યાદ્રી પર્વતમાળામાં સ્થિત છે જે હરિશ્ચંદ્ર વન્યજીવ અભયારણ્ય હેઠળ આવે છે. સૌથી ઉંચુ શિખર હોવાના કારણે અહીં ઘણાં સુંદર દ્રશ્યો જોવા મળે છે. આ મહારાષ્ટ્રનો ઘણો અઘરો ટ્રેક માનવામાં આવે છે. એટલે આ ટ્રકવાળા રસ્તા પર જ્યાં ચઢાણ કરવાનું મુશ્કેલ છે ત્યાં સ્ટીલની રેલિંગ કે સાંકળો લગાવેલી છે.

દેવકુંડ વૉટરફૉલ ટ્રેક

દેવકુંડ વૉટરફૉલ, મુંબઇથી અંદાજે 140 કિ.મી. દૂર આવેલો છે. જે શહેરની ભીડભાડથી દૂર એક શાંત સ્થાન છે. મુંબઇની નજીક હોવાના કારણે અહીં પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. આ જગ્યા પરિવાર કે દોસ્તો સાથે વીકેન્ડ મનાવવા માટે એક સર્વોત્તમ સ્થાન છે. અહીં આવનારા પ્રવાસીઓ રોકાવાનું પણ પસંદ કરે છે. અહીંનું વાતાવરણ ઘણું જ શાંત અને સુંદર છે. ચોમાસા દરમિયાન અહીં ટ્રેકિંગ કરવાનું ઘણું જ રોમાંચક હોય છે.

શાંતિથી ફરવા માટે અહીં વહેલી સવારે પહોંચવું જરૂરી છે. આવું એટલા માટે કારણકે જલદી પહોંચશો તો ભારે ભીડનો સામનો નહીં કરવો પડે. લીલાછમ પહાડો પર મચ્છર કરડવાની સમસ્યા પણ રહે છે તેથી પોતાની સાથે mosquito repellent cream રાખો જેથી મુશ્કેલી ન પડે. જો તમે અહીં રાત રોકવાના હોવ તો ખાવા-પીવાનો પર્યાપ્ત સામાન સાથે લઇને જજો કારણ કે અહીં ફરવા અને વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરશો તો ભૂખ વધારે લાગશે.

દેવકુંડના પાણીમાં જો તમારે એન્જોય કરવું છે તો અહીં સ્વિમિંગ જરૂર કરવું જોઇએ. જો તમને સ્વિમિંગ નથી આવડતું તો તમે પહેલેથી તેના ક્લાસ લઇ શકો છો. જેનાથી તમારી સફરની મજા વધી જશે. બીજું અહીં વરસાદ અચાનક થઇ જાય છે તેથી સાથે રેઇનકોટ રાખો. તેમજ સામાન માટે વોટરપ્રૂફ બેગ પણ રાખો. ભારે વરસાદમાં અહીં ફરવું ઠીક નહીં ગણાય કારણ કે આ સમયે અહીં લપસણી જગ્યા થઇ જાય છે. સાથે જ વરસાદમાં અહીં પાણીનો ફોર્સ પણ વધારે હોય છે જેનાથી દુર્ઘટના થવાની આશંકા પણ વધી જાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો