જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ગરમી ઓછી હોય છે. આકાશમાં કાળા વાદળો છવાઇ જાય છે અને તેમાંથી વરસે છે મોતી જેવો વરસાદ. જો વરસાદની અસલી મજા લેવી છે તો પહાડોથી સારી બીજી કોઇ જગ્યા ન હોઇ શકે. વરસાદ પહાડોનું વાતાવરણ બદલી નાંખે છે અને હવાને વધુ સ્વચ્છ બનાવી દે છે.
એ વાત બિલકુલ સત્ય છે કે વરસાદની ઋતુમાં ટ્રેકિંગ કરવાના રસ્તા ખરાબ થઇ જાય છે પરંતુ એવી ઘણી જગ્યા છે જ્યાં વરસાદમાં ટ્રેકિંગ કરવાનું સુરક્ષિત પણ છે અને રોમાંચક પણ. આ છે કેટલીક સુંદર ટ્રેકિંગ કરવાની જગ્યા જેનો આનંદ વરસાદની ઋતુમાં વધી જશે.
હિમાચલમાં મૉનસૂન ટ્રેકિંગ કરવાની કેટલીક જગ્યા:
1. ફૂલોની ઘાટી, ઉત્તરાખંડ
વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક કે ફૂલોની ઘાટીનું ટ્રેકિંગ વરસાદની સૌથી સારુ ટ્રેકિંગ માનવામાં આવે છે. ટ્રેકિંગનો રસ્તો નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વથી થઇને જાય છે અને તમે ત્યાં બરફથી ઢંકાયેલા પહાડ અને ફૂલોની ઘાટી (ખીણ)ની અદ્ભુત સુંદરતાને જોઇ શકો છો.
અહીં તમને 300 પ્રકારના અલ્પાઇન ફૂલ જોવા મળશે અને કેટલાક અલગ પ્રકારના જેરેનિયમ, પોટેનટિલ્લા અને વાદળી હિમલાયન પોપી પણ જોવા મળશે. માનવામાં આવે છે કે અહીં એક સપ્તાહ લાલ ફુલ ખીલે છે અને તેના બીજા સપ્તાહે ગુલાબી અને પછી પીળા ફૂલ અને આમ જ ચાલે છે.
ક્ષેત્રઃ ઉત્તરાખંડ. ઊંચાઇ: 14,400 ફૂટ, લેવલઃ સરળતાથી થોડુક અઘરુ. સમયઃ 6 દિવસ
2. તરસર તળાવ
જો કાશ્મીર ભારતની સૌથી સુંદર જગ્યા છે તો તરસર મરસર ટ્રેકિંગને નિઃસંદેહ સૌથી મનમોહક યાત્રા કહી શકાય છે. આ ટ્રેકિંગમાં તમને બે જોડકા તળાવ તરસર અને મરસર મળશે જે કોલાહી પર્વતના શિખરોથી ઘેરાયેલી છે.
તરસર મરસર યાત્રામાં સૌથી સુખદ અનુભવ હોય છે અલગ અલગ સુંદર નજારાનો. ક્યારેક તમને વહેતા ઝરણાનું પાણી મળશે તો ક્યારેક આંખોને રાહત આપતા લીલા ઘાસના મેદાન
જગ્યા: જમ્મૂ-કાશ્મીર. ઊંચાઇઃ 13,201 ફૂટ. લેવલ: સહેલાથી થોડુક ઓછું. સમય: 7 દિવસ
3. કૃષ્ણસર તળાવ
જરા વિચારો કોઇ ટ્રેકિંગમા તમને ઊંચાઇ પર સ્થિત એક કે બે તળાવ મળે પરંતુ સાત વિશાળ તળાવ તમને જોવા મળે તો શું કહેશો. શું તમે પોતાને આ સુંદરતાને જોયા વગર રહી શકશો?
જો તમે ક્યારેય સમાપ્ત ન થતા લીલા ઘાસના મેદાનોથી પસાર થઇને વાદળી રંગના તળાવ સુધીની સફર નક્કી કરવા માંગો છો તો તમારે વધારે રાહ જોયા વિના ગ્રેટ લેક ટ્રેકિંગ પર નીકળી જવું જોઇએ.
જગ્યા: કાશ્મીર. ઊંચાઇ: 13,800 ફૂટ. લેવલ: થોડુક મુશ્કેલ. સમય: 7 દિવસ
Kanamo Peak
4. કનામો પીક
જો તમે સ્ટૉક કાંગરી જવા માંગો છો અને નથી જઇ રહ્યા તો કનામોના પહાડો તમારા માટે સૌથી સારો વિકલ્પ હશે. 19,600 ફૂટની ઊંચાઇ પર સ્થિત કનામો શિખર પોતાના આસપાસના 35 શિખરને જાણે કે નાના બનાવી દે છે.
કનામો જતા પહેલા આ વાતો જાણી લો
1. કનામોના પહાડો ચઢતા પહેલા આ સુનિશ્ચિત કરી લો તમે ત્યાંના વાતાવરણના હિસાબે સંપૂર્ણ રીતે ફિટ છે.
2. કનામોનું ચઢાણ કરતા પહેલા તમારે ઊંચાઇ પર ચઢવાનો અનુભવ હોવો જોઇએ
જગ્યા: હિમાચલ પ્રદેશ. ઊંચાઇ: 19,600 ફૂટ. લેવલ: મુશ્કેલ. સમય: 8 દિવસ
5. હમ્પતા પાસ ટ્રેક
Hampta Pass Trek Camp Himalayan Mountain Sojourns
વનસ્પતિ અને જીવ જંતુઓની વિવિધતાથી ભરેલા હમ્પતા પાસ ઘણો જ ખાસ છે કારણ કે અહીંથી તમે લાહોલ વેલીનું મનોરમ દ્રશ્ય જોઇ શકો છો. આ મુસાફરીમાં તમને લીલાછમ જંગલોથી લઇને ઘાસના મેદાન અને ઉજ્જડ ખેતરો બધુ એક સાથે જોવા મળશે જે કોઇ બીજા સામાન્ય પ્રવાસમાં મળવું મુશ્કેલ છે.
જગ્યા- હિમાચલ પ્રદેશ, ઊંચાઇ- 14,035 ફૂટ, લેવલ- સરળથી થોડુક વધુ મુશ્કેલ, સમય- 6 દિવસ
6. પિન વૈલી નેશનલ પાર્ક
Pin Valley National Park
હિમાચલની સૌથી ખાસ જગ્યાઓમાંની એક પિન ભાબા પાસની શરુઆત કિન્નોરના સુંદર ઘાસના મેદાનોથી થાય છે અને સ્પિતિના વિરાન ખીણ પર સમાપ્ત થાય છે. રોમાંચના શોખીન લોકો માટે સૌથી સુંદર આ સફરમાં મનમોહક ઉંચા પહાડના શિખરોને લઇને સુંદર નદીની ખીણો પણ મળશે.
જગ્યા- હિમાચલ પ્રદેશ. ઊંચાઇ: 16,105 ફૂટ. લેવલ: સરળતાથી થોડુક વધુ મુશ્કેલ. સમય- 7 દિવસ
7. ભૃગુ લેક ટ્રેક
Bhrigu Lake Trek Base Camp
ભૃગુ સરોવર ભૃગુ મહર્ષિના નામ સાથે જોડાયેલું છે. ભૃગુ લેક એટલું ફેમસ છે કે સામાન્ય રીતે અહીં લોકો જરુર આવવા માંગે છે. એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભૃગુ સરોવર જવાનું તમારા માટે પૈસા વસૂલ છે પરંતુ અહીંની અસલી સુંદરતા છુપાયેલી છે ઘાસના મેદાનોમાં. આ વિશાળ મેદાનો ઘાસ ચરતા ઘેટાં અને ઝપાટાબંધ દોડતા ઘોડાઓ તમારુ મન મોહી લેશે.
જગ્યા: હિમાચલ પ્રદેશ. ઊંચાઇ: 14,009 ફૂટ. લેવલ: સામાન્ય. સમય: 4 દિવસ
જો તમે ફિટ છો અને ચોમાસામાં કઇંક રોમાંચક કરવા માંગો છો તો આ ટ્રેક પર નીકળવાની તૈયારી કરી લો.