રોમાંચનો અડ્ડો છે હિમાચલ પ્રદેશ! તમને જોશથી ભરી દેશે આ જગ્યા

Tripoto
Photo of રોમાંચનો અડ્ડો છે હિમાચલ પ્રદેશ! તમને જોશથી ભરી દેશે આ જગ્યા 1/2 by Paurav Joshi

પહાડની સુંદરતા દરેકને પસંદ આવે છે. પહાડોમાં સૌથી વધુ જ્યાં લોકો આવે છે તે જગ્યા છે હિમાચલ પ્રદેશ. પોતાની સુંદરતા અને બરફ માટે જાણીતા હિમાચલમાં તમે એડવેન્ચરની મજા પણ લઇ શકો છો.

Photo of રોમાંચનો અડ્ડો છે હિમાચલ પ્રદેશ! તમને જોશથી ભરી દેશે આ જગ્યા 2/2 by Paurav Joshi

હિમાચલમાં ઘણી સારી જગ્યાઓ છે જ્યાં આ એડવેન્ચર થાય છે. એટલા માટે અમે આપને જણાવી રહ્યા છીએ એવી જગ્યાઓ અંગે જે પોતાના ક્રેઝિ એડવેન્ચર માટે જાણીતી છે.

1. બીર બિલિંગ- પેરાગ્લાઇડિંગ

બીર બિલિંગ દુનિયાની સૌથી બેસ્ટ પેરાગ્લાઇડિંગ સાઇટ પૈકીની એક છે. બીર બિલિંગ હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલી છે. કાંગડા આખી દુનિયામાં સુંદર ચાના બગીચા માટે ફેમસ છે.

ધોલાધાર રેન્જની પર્વત શ્રેણીઓ પર 2,290 મીટરની ઊંચાઇ પર સ્થિત બિલિંગ. ચારેબાજુ ઉંચા-ઉંચા પહાડ છે અને અહીં તિબ્બતી કૉલોનીની પાસે 1400 મીટરની ઉંચાઇ પર સ્થિત છે નાનકડુ ગામ બીર (બીડ). બિલિંગમાં તમે હવામાં ઉડતા અને લગભગ 25-30 મિનિટ આકાશમાં રોમાંચ લો છો અને પછી બીરના ઘાસના મેદાનોમાં નીચે ઉતરો છો. જો તમે પહેલીવાર પેરાગ્લાઇડિંગ કરી રહ્યા છો તો તમારા મનમાં થોડોક ડર હશે પરંતુ અહીં ટ્રેનર છે જે તમારી મદદ કરશે.

જવાનો યોગ્ય સમયઃ ચોમાસા પહેલા, એપ્રિલથી મેમાં અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર

કુલુ

2. કુલુ-મનાલી રિવર રાફ્ટિંગ અને ઘણું બધુ

જો તમે ખરેખર રખડુ છો તો તમે ઇચ્છશો કે તમારો દરેક દિવસ પડકારથી ભરેલો હોય. જો તમે પડકારનો સામનો કરવાનું પસંદ છે તો તમારે કુલુ-મનાલી જતા રહેવું જોઇએ. અહીં વ્યાસ નદીના સફેદ પાણીમાં રિવર રાફ્ટિંગનો રોમાંચ, દોરડા પર નદી પાર કરવાનું જોખમ, ત્યાર બાદ હનુમાન ટિબ્બાની પાસે હેલી સ્કીંગ માટે ખતરનાક પહાડ અને ખીણોની વચ્ચે ટ્રેકિંગ. આ બધા અનુભવ આપને કુલ્લુ-મનાલીમાં મળી જશે.

અહીં પર જ અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઇડ સ્પોર્ટ્સ (એબીવીઆઇએમ)નું વડુમથક છે. જે દેશનું સૌથી મોટુ ટ્રેનિંગ સેન્ટર છે. પર્વતારોહકો, ટ્રેકર, સ્કીંઇંગ અને ઘણા બીજા એડવેન્ચર માટે અહીં રજિસ્ટ્રેશન કરાવે છે. કુલુમાં આવો તો આ બધી એડવેન્ચર એક્ટિવિટીનો હિસ્સો જરુર બનો.

જવાનો યોગ્ય સમયઃ તમે અહીં આખા વર્ષમાં ક્યારેય પણ જઇ શકો છો. ગરમીઓના અંતમાં એપ્રિલથી જૂન, ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર અને શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી.

લાહોલ સ્પીતિ ટ્રેક

3. લાહોલ સ્પીતિ ટ્રેકિંગ

દુનિયામાં કદાચ જ એવી કોઇ જગ્યા હશે જ્યાં આટલી સુંદરતાની વચ્ચે ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ જેવી રોમાંચક પ્રવૃતિઓ થતી હોય. આ બધુ તમે લાહોલ સ્પીતિમાં કરી શકો છો. આ ઉપરાંત, લાહોલ સ્પીતિ ટ્રેકર્સ માટે ઘણી જ ફેમસ છે. જે ટ્રેકિંગની શરુઆત કરવા માંગે છે તે ઓછી ઉંચાઇવાળા ટ્રેક કરવા માંગે છે, લાહોલ સ્પીતિમાં નાના-નાના અનેક ટ્રેક છે.

ટ્રાવેલર્સ માટે સૌથી વધુ પાર કરવાલાયક રૂટ પણ લાહોલથી પસાર થાય છે, જે મનાલીથી જાસ્કર સુધીનો છે. રસ્તામાં રોકાણ માટે ઘણાં ગામડાઓમાં કેમ્પ પણ લગાવાયા છે. નજીકમાં જ ચંદ્રતાલ નદી છે,જે અહીં રિવર રાફ્ટિંગ માટે ઘણી ફેમસ છે. જંગલોની વચ્ચેથી પસાર થતી નદીમાં રિવર રાફ્ટિંગ કરીને તમે ખુશ થઇ જશો. આ ઉપરાંત, માઉન્ટેન સાઇક્લિંગ, જીપ સફારી પણ કરી શકો છો. તમને અહીં સાઇટ પર મદદ માટે ઘણાં ગાઇડ અને ઇન્સ્ટ્રક્ચર મળી જશે.

જવાનો યોગ્ય સમયઃ લાહોલ સ્પીતિ જવા માટે સૌથી સારો સમય છે, જૂનથી ઓક્ટોબર.

સાંગલા ખીણ-ટ્રેકિંગ

4. સાંગલા ખીણ-ટ્રેકિંગ

ફેમસ અને જાણીતી જગ્યા પર તો બધા જાય છે પરંતુ રખડુઓ નવી જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે. આવા જ રખડુઓ અને પ્રવાસીઓ માટે સ્વર્ગ છે સાંગલા ખીણ. સાંગલા હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં છે. જે તિબેટિયન બોર્ડરથી ફક્ત 30 કિ.મી. દૂર છે.

જે લોકો ખતરનાક પહાડો પર ટ્રેક કરવાની ઇચ્છા રાખે છે તેમના માટે સાંગલી ખીણ યોગ્ય વિકલ્પ છે. આ ઉપરાંત, અહીંના જંગલોમાં ફરી શકો છો, કેમ્પિંગ કરી શકો છો અને આસપાસના સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકો છો. રોમાંચની ઇચ્છા રાખનારાને અહીં સૌથી સારા ટ્રેક પર ચાલી શકો છો. એ ટ્રેકમાં સંગા, કમરુ, રક્છમ, ચિતકુલ ટ્રેક, કિન્નોર-કૈલાશ ટ્રેક, ડોરિયા, ઝુપિકા, દરેક દિવસનો ટ્રેક સામેલ છે.

જવાનો યોગ્ય સમયઃ ચોમાસા પહેલા એપ્રિલથી જુલાઇ અને બાદમા સપ્ટેમ્બરથી નવેમ્બર

કાંગડા

મહારાણા પ્રતાપ સાગર-કનોઇંગ

પોંગ ડેમ માટે જાણીતા ફેમસ મહારાણા પ્રતાપ સાગર હિમાચલના કાંગડા જિલ્લામાં વ્યાસ નદી પર સ્થિત છે. 2 કિ.મી. લાંબો આ ડેમ ભારતનો સૌથી ઉંચો અર્થફિલ ડેમ છે. દેશ-વિદેશથી અહીં ટૂરિસ્ટ આવે છે અને પાણીમાં અલગ-અલગ પ્રકારની પ્રવૃતિઓ કરે છે. તમે અહીં ત્રણ પ્રકારના કોર્સ માટે પોતાને રજિસ્ટર કરી શકો છો. જેમ કે સામાન્ય, મધ્યમ અને સૌથી સારા. અહીં નજીકનું મુખ્ય શહેર પઠાણકોટ છે. જે અહીંથી 65 કિ.મી. દૂર છે અને ધર્મશાલા 112 કિ.મી. દૂર છે.

જવા માટેનો સૌથી સારો સમયઃ આમ તો તમે અહીં કયારેય પણ આવી શકો છો પરંતુ સૌથી સારો સમય છે નવેમ્બરથી માર્ચ.

આ એડવેન્ચરની વચ્ચે તમે ઘણું બધુ જોઇ શકો છો, નદીનો વહેતો પ્રવાહ, શાંત અને સ્થિર પહાડ અને આપણું ચંચળ મન. તો તમે ક્યારે નીકળી રહ્યા છો પોતાના આવતા રોમાંચ પર?

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads