ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો

Tripoto
Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

આઇસલેન્ડ

બાળપણમાં જયારે પણ મારુ મન ખુલા આકાશમાં હજારો ચમકતા તારા જોવાનું થતું હતું ત્યારે હું મારા ઘરની પાસે આવેલ તારામંડળમાં પહુંચી જતી હતી. પ્રદુષણ અને કૃત્રિમ રોશનીને લીધે આટલા બધા તારા હું મારી અગાશી પરથી તો નહોતી જોઈ શકતી. પછી હું પૂર્ણ રૂપથી મુસાફિર બની તો મેં એ નક્કી કર્યું કે જિંદગીમાં એકવાર તો ઉત્તર છેડેથી તારાઓની રોશની જરૂર જોઇશ. અને આ નજારો જોવા માટે આઇસલેન્ડ જેવી સુંદર જગ્યાની તુલનામાં બીજી કોઈ જગ્યા નથી.

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal
Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

આ દેશ પોતાની સુંદરતા અને અદ્વિતીય અનુભવોથી તમને આશ્ચ્ર્યચકિત કરે દેશે. પ્રાકૃતિક સૌંદર્ય એટલું કે તમે સમજી જશો તેને ધરતી પરનું સ્વર્ગ કેમ કહે છે. અહીના અનુભવોમાં એક હોટલ છે જે તમને આઇસલેન્ડ ફરવાના અનુભવમાં ચાર ચાંદ લગાવી દેશે. અહીંથી તમે એવી ઘણી યાદો લઇ જશો જે જીવનભર નહિ ભૂલી શકો.

આખરે આ શું છે ?

દક્ષિણી દ્વીપમાં રીકજેવીકથી લગભગ દોઢ કલાકની દુરી પર સ્થિત સ્કાલહોલ્ટ માં આ હોટલ સ્થિત છે જેનું નામ બબલ હોટલ છે , પણ તેને લોકપ્રિય રૂપથી ૫ મિલિયન સ્ટાર હોટલ પણ કહેવાય છે. હોટલની અધિકારી વેબસાઈટ એ દાવો કરે છે કે બબલ હોટલમાં રહેવાથી પ્રકૃતિની ગોદમાં સુવાનું તમારું બાળપણનું સપનું પૂરું થઇ શકે છે. હોટલ ૯ ઈગ્લુ આકારના બબલ્સથી બનેલી છે જે તમને તમારા રૂમમાં આરામથી બેસીને લાખો તારાઓ જોવાનો અવિસ્મરણીય અનુભવ આપશે. આ બબલ્સને ફુલાવા માટે અવાજ વગરની એક ખાસ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવે છે જે માત્ર બબલ્સને ફુલાવી રાખે છે એટલું જ નહિ પણ તેની અંદર ભેજની માત્રાને સંતુલિત રાખે છે અને તાપમાનને પણ નિયત્રિત રાખે છે.

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal
Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

આ હોટલ મુસાફીરોમાં ઘણી લોકપ્રિય છે અને દરેક ઋતુમાં અહીની ઘણી માંગ રહે છે. ઠંડીમાં આઇસલેન્ડનું વાતાવરણ બર્ફીલુ થઇ જાય છે અને તાપમાન શૂન્યથી ઘણી ડિગ્રી નીચું પહોંચી જાય છે. એવામાં ઉત્તરી ધ્રુવની રોશની જોવા બહાર રોકાવું તમારા સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. એવામાં ગરમ હવાથી ભરેલ બબલ્સ તમારા માટે વરદાન સાબિત થઇ શકે છે અને તેના નિયત્રિત તાપમાનમાં બેસીને તમે આરામથી આકાશી રોશનીનો આનંદ લઇ શકો છો.

જોઈએ તો માત્ર ઠંડીમાં જ નહિ પણ આઇસલેન્ડની ગરમીમાં પણ આ બબલ્સ તમને ઉત્તરી ધ્રુવની રોશની તો દેખાડશે જ સાથે સવારમાં તમે જાગશો તો પ્રકૃતિની ગોદમાં પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળશે. પ્રવાસીઓમાં વધતી માંગને લીધે આ હોટલ ટૂંક સમયમાં જ તેના બબલ્સ વધારશે.

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

આ હોટલથી શું આશા રાખી શકાય?

જો કે આ હોટલ આઈસલૅન્ડના ગામના કાચા વિસ્તારમાં સ્થિત છે પણ તેમ છતાં અહી કેમ્પીંગ કરવું ઉજ્જડ જમીનમાં રહેવા જેવું નહિ હોય. હોટલના બબલ્સ એક બીજાથી ઘણા દૂર સ્થિત છે તેથી તમને ઘણી વ્યક્તિગત જગ્યા મળશે. જો કે બધા બબલ્સમાં એક સામાન્ય રસોડું છે અને શોચાલય અને બાથરૂમ પણ છે. બધા બબલ્સ એક જેવા જ બનેલા છે. જગ્યાની વાત કરીએ તો ૨ લોકો માટે પલંગમાં પર્યાપ્ત જગ્યા હોવાની સાથે એક નાના બાળકની પણ જગ્યા બની શકે છે અને સાથે જ એક સૂટકેસ પણ બબલ્સમાં આરામથી સમાય જશે. હોટલના નિયમને અનુસાર અહી રહેતા મહેમાનોએ પોતાના નહાવા-ધોવાનો સામાન જેમ કે ટુવાલ વગેરે મૂળભૂત સામાન સાથે લાવવો પડશે અને બની શકે તો પોતાના ખાવા-પીવાની વ્યવસ્થા પણ જાતે જ કરવી પડશે. જો કે ખાવા-પીવા માટે આસપાસ ઘણા સારા રેસ્ટોરન્ટ છે. હોટલ દ્વારા તમારા બબલ્સમાં વાઈ-ફાઈ ઇન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી કરવામાં આવતી. જો કે એ તો સ્પષ્ટ છે કે જો તમે આટલા દૂર પ્રકૃતિની વચ્ચે થોડો સમય પોતાની સાથે વિતાવવા આવ્યા છો તો તમે તમારા ફોન કે લેપટોપમાં સોશિયલ મીડિયામાં તો નહિ જ રહેવા માંગો.

અહી કરવા જેવી પ્રવૃતિઓ

હોટલની ટુરની કંપની છે જે તમને ૪ પેકેજનું એક જોરદાર પૈસા વસુલ સોદો આપે છે. પેકેજમાં ૪ માંથી ૨ ગરમીની ઋતુ માટે અને ૨ ઠંડીની ઋતુ માટે છે. પ્રત્યેક ૨-૨ રાતની ટુરને ગોલ્ડન સર્કલ ટુર અને સાઉથ કોસ્ટ ટુરના નામથી વર્ગીકૃત કરેલ છે.

આ અમુક લોકપ્રિય સ્થળ છે જે ટુરમાં ફેરવવામાં આવે છે.

- ગુલફોસ ફોલ્સ

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

- ફ્લુદિર

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

- રેનીસફજરા બીચ

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

- સેલજલાન્ડફોસ્સ વોટરફોલ

Photo of ચાંદની રાત અને લાખો તારાની સાથે , આ બબલ્સમાં શાનદાર સમય વિતાવો by Jhelum Kaushal

ખર્ચ

આ હોટલની પ્રાઇવેટ ટુર કંપનીની દરેક ટુરની કિંમત ૫૦૯ ડોલર એટલે કે ૩૭૦૦૦ રૂપિયા છે. આ કિંમતમાં કંપની તમને રિકજેવીકથી લાવવા અને છોડવા જાય છે અને સાથે જ તમારી રહેવાની કિંમત પણ સમાયેલ છે. સવારના નાશ્તા અને રાતના જમવા માટે હોટલ તમને નજીકના જ રેસ્ટોરન્ટ સુધીનું માર્ગદર્શન આપે છે પણ ખાવાપીવાનો ખર્ચ ઉપરની કિંમતમાં સામેલ નથી. જો તમને માત્ર બબલ્સમાં રહેવાનો અનુભવ કરવો છે તો લગભગ ૨૮૫ ડોલર એટલે કે ૨૦૯૮૬ રૂપિયા ખર્ચ કરવા પડશે.

કેવી રીતે પહોંચવું ?

બબલ્સનું સ્થાન ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવે છે જ્યાં સુધી તમે સફળતાપૂર્વક બુકીંગ ન કરી લો. બુકીંગ કર્યા પછી જ બબલ્સનું લોકેશનનું GPS બિંદુઓ દ્વારા ખુલાસો કરવામાં આવે છે. જો તમે હોટલની ટુર કંપનીનું કોઈ પેકેજ ખરીદ્યું છે તો રીકેજેવિકથી બબલ્સ સુધી લેવા અને મુકવાની સુવિધા આપવામાં આવે છે.

ભારતના લગભગ બધા મુખ્ય શહેરોથી રીકેજેવીક જવા માટે ઘણા બધા હવાઈ જહાજ રોજ ઉડાન ભારે છે . નવી દિલ્હીથી ફિનિયર સુધીનું હવાઈ ભાડું લગભગ ૪૪૦૦૦ રૂપિયા છે.

પોતાના માટે બબલ્સ કેવી રીતે બુક કરવા ?

બબલ્સની બુકીંગ હોટલની વેબસાઈટ પરથી જ માન્ય છે. વેબસાઈટ પર જઈને તમે તમારા રોકાવાની બુકિંગકરી શકો છો અને ટુર પણ ખરીદી શકો છો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads