જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય

Tripoto
Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

દેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi Mosque Controversy) મામલો હાલ હોટ ટોપિક બની ગયો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. કોર્ટ કમિશનરે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલમાં સર્વેનું કામ કર્યું છે.

હિન્દુ પક્ષ હંમેશા કહેતો આવ્યો છે કે જ્ઞાનવાપી સંકુલમાં મસ્જિદ પ્રાચીન વિશ્વનાથ મંદિરને તોડીને બનાવવામાં આવી છે, જ્યારે મુસ્લિમ સંગઠનો ભારતીય બંધારણ અને કાયદાને ટાંકીને ઈતિહાસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે મધ્યકાલીન ઇતિહાસ શું કહે છે, તેના વિશે દરબારી ઇતિહાસકારો શું લખે છે, ખાસ કરીને જ્યારે વિશ્વનાથનું મંદિર જેને વિશ્વેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને તોડી પાડવામાં આવ્યું હતું.

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપીનો ઇતિહાસ

જ્ઞાનવાપીની સ્કેચ તસવીર (સ્કેચ-જેમ્સ પ્રિન્સેપ)

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

જ્ઞાનવાપી એક સંસ્કૃત શબ્દ છે. એટલે તે મસ્જિદ હોઇ શકે તે વાતમાં ઇતિહાસકારોને શંકા છે. મુઘલ આક્રમણખોરોના ઇતિહાસમાં પણ મંદિરનો ઉલ્લેખ છે. 1194થી સતત પ્રયાસ કરતા કરતા છેવટે 1669માં જ્ઞાનવાપી મંદિરને મસ્જિદનું રૂપ આપવામાં આવ્યું. ઇતિહાસના પાનાઓમાં મુઘલ આક્રાંતાઓની દરેક કથિત ઉપલબ્ધિ નોંધવામાં આવી છે. ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકાર તેના પુસ્તક મસીરે આલમગીરીમાં નોંધ્યુ છે કે ઔરંગઝેબે વિશ્વનાથ મંદિરને તોડીને મસ્જિદ બનાવી ઇસ્લામનો ધ્વજ ફરકાવ્યો હતો.

દેશમાં હિંદુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો હંમેશાથી મુઘલ આક્રમણખોરોના નિશાને રહ્યાં છે. 1194માં મોહમ્મદ ગોરીએ મંદિરને તોડ્યું હતું પછી કાશીના લોકોએ જ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ફરી, 1447માં જોનપુરના સુલ્તાન મહમૂદ શાહે તેને તોડી નાંખ્યુ. લગભગ દોઢસો વર્ષ બાદ 1585માં રાજા ટોડરમલે અકબરના સમયે તેને ફરી બનાવ્યું.

જ્ઞાનવાપી કુવા કે કુંડની 1990ની તસવીર

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

1632માં શાહજહાંએ મંદિર તોડવા માટે સેના મોકલી પરંતુ હિંદુઓના વિરોધના કારણે તે અસફળ રહ્યો. તેની સેનાએ કાશીના અન્ય 63 મંદિરોને નષ્ટ કર્યા. ઔરંગઝેબે 1669માંમાંમાં તેના સુબેદાર અબુલ હસનને કાશીનું મંદિર તોડવા મોકલ્યો. સપ્ટેમ્બર 1669ના રોજ અબુલ હસને ઔરંગઝેબને પત્ર લખ્યો- મંદિરને તોડી નાંખવામાં આવ્યું છે અને તેની પર મસ્જિદ બનાવી દેવામાં આવી છે.

કાશીનું નામ પણ એક સમયે બદલી ઔરંગાબાદ કર્યું

ઔરંગઝેબે કાશીનું નામ ઔરંગાબાદ પણ કર્યું હતું. કથિત જ્ઞાનવાપી મસ્જિદ તે સમયની ઉપજ છે. મંદિરને ઉતાવળે તોડવાના ક્રમમાં તેના ગુંબજને જ મસ્જિદના ગુંબજ જેવો બનાવી દેવામાં આવ્યો. પરંતુ નંદી ત્યાં જ રહી ગયા. શિવલિંગને તેઓ તોડી શક્યા નહીં.1752માં મરાઠા સરદાર દત્તા જી સિંધિયા અને મલ્હાર રાવ હોલકરે મંદિર મુક્તિનો પ્રયાસ કર્યો પરંતુ ઉકેલ ના આવ્યો.

મસ્જિદની દિવાલો પર દેવી-દેવાઓના ચિત્રો

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

જ્ઞાનવાપી મસ્જિદની દિવાલો પર દેવી દેવતાઓના ચિત્રો છે. નંદીનું મુખ પણ મસ્જિદ તરફ છે. દિવાલો પર શૃંગાર ગૌરી, હનુમાનજી સહિત તમામ દેવી-દેવતાઓના ચિત્રો છે. તેના ભોંયરામાં હજુ ઘણાં શિવલિંગ હોવાનું અનુમાન છે.

મંદિરનો ક્રમિક ઇતિહાસ

1. આદિકાળ : હિન્દૂ પુરાણો અનુસાર કાશીમાં વિશાળકાય મંદિરમાં આદિલિંગ તરીકે અવિમુક્તેશ્વર શિવલિંગ સ્થાપિત છે.

2. પ્રાચીનકાળ : ઇસ. પૂર્વે 11મી સદીમાં રાજા હરિશચંદ્રે જે વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેનો સમ્રાટ વિક્રમાદિત્યે પોતાના કાર્યકાળમાં પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

3. 1194 : આ ભવ્ય મંદિરને મોંહમ્મદ ઘોરીએ લૂંટ્યા પછી તોડી નાંખ્યું

1890માં લેવામાં આવેલી તસવીર

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

4. 1447 : મંદિરને સ્થાનિક લોકોએ મળીને ફરી બનાવ્યું પરંતુ જોનપુરના શર્કી સુલ્તાન મહમૂદ શાહ દ્વારા ફરી તોડવામાં આવ્યું અને મસ્જિદ બનાવાઇ. જો કે તેને લઇને ઇતિહાસકારોમાં મતભેદ છે.

5. 1585 : પુનઃ રાજા ટોડરમલની સહાયતાથી પંડિત નારાયણ ભટ્ટ દ્વારા આ સ્થાન પર ફરી એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

6. 1632 : મંદિરને શાહજહાંના આદેશથી તોડવા માટે સેના મોકલી. સેના હિંદુઓના પ્રબળ વિરોધને કારણે મંદિરને તોડી શકી નહીં. પરંતુ કાશીના બીજા 63 મંદિરોને તોડી નાંખવામાં આવ્યા.

7. 1669 : 18 એપ્રિલ 1669ના રોજ ઔરંગઝેબે કાશી વિશ્વનાથને તોડી નાંખવાનો આદેશ કર્યો. આ ફરમાન એશિયાટિક લાયબ્રેરી, કોલકાતામાં આજે પણ સુરક્ષિત છે. એલપી શર્મા દ્વારા લિખિત પુસ્તક મધ્યકાલીન ભારતમાં પણ આ ધ્વંસનું વર્ણન છે. સાકી મુસ્તઇદ ખાં દ્વારા લિખિત પુસ્તક માસીદે આલમગિરીમાં તેનો સંકેત મળે છે.

8. 1669 : 2 સપ્ટેમ્બર 1669ના રોજ ઔરંગઝેબને મંદિર તોડવાની સૂચના આપવામાં આવી. ત્યારે જ્ઞાનવાપી પરિસરમાં મસ્જિદ બનાવવામાં આવી.

9. 1735 : મંદિર તૂટ્યાના 125 વર્ષ સુધી કોઇ મંદિર નહોતું. ત્યાર બાદ 1735માં ઇન્દોરની મહારાણી દેવી અહલ્યાબાઇએ જ્ઞાનવાપી પરિસરમાં કાશી વિશ્વનાથ મંદિર બનાવ્યું.

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

10. 1809 : જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પહેલીવાર ગરમાયો, જ્યારે હિંદુઓએ મસ્જિદ તેમને સોંપવાની માંગણી કરી.

11. 1810 : 30 ડિસેમ્બર 1810ના રોજ બનારસના તત્કાલીન જિલ્લા દંડાધિકારી મિસ્ટર વોટસને વાઇસ પ્રેસિડેન્ટ ઇન કાઉન્સિલને એક પત્ર લખીને જ્ઞાનવાપી પરિવસ હિંદુઓને હંમેશા માટે સોંપવાનું કહ્યું હતું પરંતુ તે શક્ય ન બન્યું.

12. 1829-30 : ગ્વાલિયરની મહારાણી બૈજાબાઇએ આ મંદિરમાં જ્ઞાનવાપીનો મંડપ બનાવ્યો અને મહારાજા નેપાળે ત્યાં વિશાળ નંદીની પ્રતિમા સ્થાપિત કરી.

13. 1883-84 : જ્ઞાનવાપી મસ્જિદનો પ્રથમવાર ઉલ્લેખ રાજસ્વ દસ્તાવેજોમાં જામા મસ્જિદ જ્ઞાનવાપી મસ્જિદ તરીકે થયો છે.

14. 1936 : 1936માં દાખલ એક કેસ પર વર્ષ 1937ના નિર્ણયમાં જ્ઞાનવાપીને મસ્જિદ તરીકે સ્વીકાર કરવામાં આવી.

15. 1984 : વિશ્વ હિંદુ પરિષદે કેટલાક રાષ્ટ્રવાદી સંગઠનો સાથે મળીને મસ્જિદના સ્થાને મંદિર બનાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું.

16. 1991 : હિંદુ પક્ષ તરફથી હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને પ્રોફેસર રામરંગ શર્માએ મસ્જિદ અને સંપૂર્ણ પરિસરમાં સર્વેક્ષણ અને ઉપાસના માટે અદાલતમાં એક અરજી દાખલ કરી.

17. 1991 : મસ્જિદ સર્વેક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજી બાદ સંસદે ઉપાસના સ્થળ કાયદો બનાવ્યો. ત્યારે આદેશ આપ્યો કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઇ પણ ધર્મના પૂજા સ્થળને કોઇ બીજામાં ફેરવી ન શકાય.

18. 1993 : વિવાદના પગલે અલાહાબાદ હાઇકોર્ટે સ્ટે લગાવીને યથાસ્થિતિ કાયમ રાખવાનો આદેશ કર્યો.

19. 1998 : કોર્ટે મસ્જિદના સર્વેની અનુમતિ આપી, જેને મસ્જિદ પ્રબંધન સમિતિએ અલાહાબાદ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો. ત્યાર બાદ સર્વેની અનુમતિ રદ્દ કરી દેવામાં આવી.

20. 2018 : સુપ્રીમ કોર્ટે આદેશની માન્યતા છ મહિના માટે ગણાવી

21. 2019 : વારાણસી કોર્ટમાં ફરીથી આ અંગે સુનાવણી શરૂ થઇ

22. 2021 : કેટલીક મહિલાઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની મંજૂરી માંગી અને સર્વેની માંગ કરી. ફાસ્ટ ટ્રેક કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પુરાતત્વિક સર્વેક્ષણની મંજૂરી આપી.

ફરીથી બનાવવાની કહાની

Photo of જ્ઞાનવાપીનો ઇતિહાસ, જાણો મસ્જિદમાંથી નીકળેલા શિવલિંગનું રહસ્ય by Paurav Joshi

ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઇએ 1776-78માં વિશ્વનાથ મંદિરનું પુનઃર્નિમાણ કરાવ્યું હતું. કહેવાય છે કે મંદિર બચાવવા અને ફરીથી નિર્માણ કરવા માટે 1752માં સિંધિયા અને મલ્હાર રાવે એક આંદોલન કર્યું હતું. જેને કેટલાક વર્ષો બાદ અહિલ્યાબાઇ હોલ્કરે શિવ મંદિરના નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું. અને મંદિર નિર્માણ થયું. ઔરંગઝેબ દ્વારા બનાવેલી મસ્જિદની બરોબર બાજુમાં.

વિશ્વનાથ મંદિરનું જે સ્વરૂપ આજે છે તે અંગે કહેવાય છે કે તે અહિલ્યાબાઇ હોલ્કર દ્વારા બનાવેલું મંદિર છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads