ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત પંચ-કેદાર ભગવાન શિવને સમર્પિત પાંચ પવિત્ર જગ્યાઓ છે. આ તીર્થ સ્થળોમાં કેદારનાથ (3,583 મીટર ઉંચા) તુંગનાથ (3,680 મીટર ઉંચા), રુદ્રનાથ (2,286 મીટર ઉંચા), મદમહેશ્વર (3,490 મીટર ઉંચા) અને કલ્પેશ્વર (2,200 મીટર ઉંચા) સામેલ છે. માન્યતા છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવ ભગવાન શિવથી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે અહીં તપ કરવા આવ્યા હતા.
- કેદારનાથમાં કૂબર
- તુંગનાથમાં હાથ (બાહૂ)
- રુદ્રનાથમાં ચેહરા (મુખ)
- મદમહેશ્વરમાં નાભિ (નાભી)
- કલ્પેશ્વરમાં બાલ (જટા)
યાત્રા પૂરી કર્યા બાદ તમે અંતમાં બદ્રીનાથ મંદિર જઇને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરી શકે છે. પોતાની યાત્રા દરમિયાન વધુ ટાઇમ અમે એક ટ્રવેરા ભાડેથી લીધી હતી.
Day 1
ઋષિકેશથી અમે એકદમ સવારે જ કેદારનાથ માટે યાત્રા શરૂ કરી. આ રસ્તો દેવ, રુદ્ર, કર્ણ, નંદા તેમજ વિષ્ણુ પ્રયાગના પાંચ સંગમોમાં થઇને પસાર થાય છે અને ગૌરીકુંડ તરફ જાય છે. જે કેદારનાથની યાત્રાનો આધાર છે.
Day 2
અમે સવારે લગભગ 8 વાગે કેદારનાથ મંદિર તરફ પોતાનું ચડાણ પૂર્ણ કર્યું. આ ચઢાણ 13 કિ.મી. હતી. કેદારનાથનું હતું. કેદારનાથ પહોંચ્યા તો ત્યાં ભારે વરસાદવરસી રહ્યો હતો. અમેબધા પણ થાકી ગયા હતા, તેથી અમે મહારાષ્ટ્ર મંડળ દ્વારા સંચાલિત થતા નાના ગેસ્ટ માટે ઉલટ કો ઉલટ લઇ લીધી.
કેદારનાથ મંદિર
અહીંથી આર્શાવાદ લીધા બાદ અમે બધાએ મંદિરની પાછળ સ્થિત વગેરે આદિ શંકરાચાર્ય સમાધિના દર્શન કર્યા.
ગૌરીકંડુ પહોંચતા-પહોંચતા સાંજ પડી ગઇ અને અહીંથી અમે લોકો પોતાના ગંતવ્ય ઉખીમઠ માટે રવાના થઇ ગયા.
ઉખીમઠથી ઉણિયાનાનું અંતર અંદાજે 22.5 કિલોમીટર હતું અને અહીંથી યાત્રાની શરુઆત થઇ. સવારે જલદી ઉઠીને અમે લોકો બરોબર 9 વાગે ઉણિયાના પહોંચી ગયા. અહીંથી પછી અને રાંસીના એક નાનકડા પડાવ સુધી પહોંચ્યા અને ત્યાંથી મુખ્ય મુકામ ગૌંડર છે. મદમહેશ્વર તીર્થયાત્રા પર જનારા શ્રદ્ધાળુ ઉણિયાણાથી 8 કિલોમીટર દૂર આવેલા ગૌંડરમાં જ રોકાવાનું પસંદ કરે છે અહીંથી પછી 12 કિલોમીટર દૂર સ્થિત મંદિરમાં જાય છે. અહીં લોકોને રોકાણ માટે કૈલાશ ટૂરિસ્ટ લોજ છે.
રાતના સમયે અમે ખદરામાં જ આરામ કર્યો અને અહીં દૂધીનું શાક અને ઘઉંની રોટલીનો આનંદ માણ્યો. રૂમની અંદરથી આકાશના અદ્ભૂત દ્રશ્ય નજરે પડી રહ્યા હતા.
સવારે ઉઠતાની સાથે જ અમે ખડરાથી મંદિર તરફ ચડવાનું શરૂ કર્યું. આ યાત્રા પર જતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અહીં જતી વખતે એનર્જીની પર્યાપ્ત વ્યવસ્થા રાખો. ખાસ કરીને પાણી તો તમારી પાસે હોવું જ જોઇએ કારણ કે અહીં થાક ઘણો જલદી લાગી જાય છે.
મદમહેશ્વર મંદિર 3,289 મીટરની ઉંચાઇ પર સ્થિત છે અને અમે અંદાજે 4 વાગે મંદિરની પ્રથમ તસવીર જોઇએ.
અહીંથી કેદારનાથ અને નીલકંઠના શિખરો દેખાય છે. રાતના સમયે અમે મંદિરના ગેસ્ટ હાઉસમાં જ રોકાયા.
જેટલી જલદી થઇ શકે મંદિર પહોંચવા માટે અને સવારે જલદી ઉઠ્યા. પછી અમે કેટલાક ફોટો ક્લિક કર્યા. અમે સૌથી પહેલા બુદ્ધ મહેશ્વર મંદિર જવાનો પ્લાન કર્યો. આ મંદિર મદમહેશ્વરથી 2 કિલોમીટર દૂર સ્થિત ઘણું જ પ્રાચીન મંદિર છે. હવે અહીંથી અમે ગૌંધરની તરફ આગળ વધવા લાગ્યા. 24 કિલોમીટરની શાનદાર યાત્રા કરીને અમે સાંજે અંદાજે 6 વાગે ઉણિયાણા પહોંચી ગયા. અહીં પછી અમે તુંગનાથના આધારે ચોપતા જવા માટે રવાના થયા અને રાતે અંદાજે 10 વાગે ત્યાં પહોંચી ગયા.
તુંગનાથથી ચોપતા સુધી પગપાળા અંતર 4 કિલોમીટર હતું. અને અહીં જવા માટે રોડ ઘણો સારો હતો તો યાત્રા ઘણી જ આરામદાયક રહી. છેલ્લા પાંચ દિવસોની યાત્રાથી થાકેલા અમે સાંજે અંદાજે 3 વાગે તુંગનાથ મંદિર પહોંચી ગયા. આ મદમહેશ્વર મંદિર તીર્થસ્થળની સાથે-સાથે પર્યટન કેન્દ્ર પણ છે.
તુંગનાથ
તુંગનાથ (3886 મીટર) મંદિર ભારતનું સૌથી ઉંચુ મંદિર છે. કહેવાય છે કે ભગવાન શિવની ભુજા અહીં જોવા મળી હતી અને રાવણે શિવને પ્રસન્ન કરવા માટે આ જ મંદિરમાં તપસ્યા કરી હતી. સૌથી ઉંચા આ મંદિરને સ્યંભૂ લિંગ કે ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.
હવે અમે લોકોએ તુંગનાથથી ચંદ્રશિલા શિખરે જવાનો પ્લાન બનાવ્યો. આ નંદાદેવી, ત્રિશૂલ, કેદાર શિખર, બંદરપૂંછ અને ચૌખંબા શિખરનો સુંદર નજારો પ્રસ્તુત કરે છે. 1 કિલોમીટરની આ શાનદાર યાત્રા દરમિયાન અમે સુંદર દ્રશ્યોને જોતા 4000 મીટરની ઉંચાઇ સુધી પહોંચી ગયા જ્યાં એક નાનકડું મંદિર હતું.
અહીંથી હવે અમેલોકોએ પોતાના બીજા ડેસ્ટિનેશન જવા માટે પાછા ચોપતા જવાની તૈયારી કરી.
સાંજે અંદાજે 7 વાગે અમે ગોપેશ્વર પહોંચી ગયા અને ત્યાં એક હોટલમાં રોકાયા. અહીં અમે પોતાની બીજી યોજના અંગે હોટલમાં જાણકારી પ્રાપ્ત કરી. આ યાત્રા ઘણી મુશ્કેલ હતી. કારણ કે હવે અહીંથી આપણને શક્તિનું કેન્દ્ર રુદ્રનાથ અને અનસુઇયા માતા દેવીના મંદિરમાં જવાનું હતું.
અહીંથી હોટલ તરફથી અમારા માટે એક ગાઇડની વ્યવસ્થા કરવામાં આવી. સવારના સમયે હળવો નાસ્તો કરીને અમે રુદ્રનાથ તરફ જવા માટે નીકળ્યા. સાંજે અંદાજે 6 વાગે અમે લ્યુતી પહોંચી ગયા પરંતુ થાક ગણો લાગ્યો હતો. એક તો અહીં લોજની સંખ્યા ઘણી ઓછી છે અને જે છે તે પણ ભરાયેલા હતા. બેસનની કઢી તેમજ રોટલી સાથે મેં અહીં સ્થાનિક શાકભાજીનો આનંદ લીધો.
સવારની શરૂઆત અમે લોકોએ રુદ્રનાથ મંદિરની યાત્રાથી શરુ કરી. રુદ્રનાથ મંદિરમાં ભગવાન શિવના મુખની પૂજા નીલકંઠ મહાદેવ સ્વરુપે કરવામાં આવે છે. શિવની છબીને તેમના ચહેરાના પ્રતીક તરીકે પૂજા થતી હોય તેવું ભારતનું એકમાત્ર મંદિર છે.
સવારે પૂજા કર્યા બાદ અમે લોકોએ પાછા જવાનો પ્લાન બનાવ્યો. અનસુયા મંદિર અનસુયા દેવીને સમર્પિત છે. આ મંદિર ઉત્તરાંચલના ગોપેશ્વરમાં સમુદ્રની સપાટીએથી 2000 મીટરની ઉંચાઇ પર ચમોલી જિલ્લામાં આવેલું છે.
રાતે જ અમે હેલંગની યાત્રા કરવાની યોજના બનાવી. હેલંગ જવા માટે ટેક્સીથી પહેલા ચમોલીથી બીજા સ્થાન પર જવાનું હતું. 11 વાગે અમે લોકો હેલંગ પહોંચ્યા અને ત્યાંની હોસ્ટેલમાં સુવા માટે જતા રહ્યાં.
આ દિવસે અમે આરામથી ઉઠ્યા અને અમને ખબર હતી કે અહીંથી ઉરગામ માટે રોડની વ્યવસ્થા છે. ઉરગામ અહીંથી 8 કિલોમીટર દૂર હતું. અને પછી અહીંથી કલ્પેશ્વરનો પગપાળા રસ્તો હતો.
કલ્પેશ્વર ઉરગમ ખીણમાં 2,134 મીટરની ઉંચાઇ પર આવેલું છે. ઋષિઓનું ધ્યાન કરવા માટે અહીં સૌથી પસંદગીનું મંદિર છે. કહેવત છે કે ઋષિ અર્ધ્યએ અહીં તપસ્યા કરી હતી અને આ સમયગાળા દરમિયાન તેમણે અપ્સરા ઉવર્શીની પણ રચના કરી.
અહીં ચઢાણ પૂર્ણ કર્યા બાદ અમે બધા પાછા હેલંગની તરફ આગળ વ્યા. પાછા ફરતી વખતે ઉરગામ ગામમાં આવેલા ધ્યાન બદ્રી મંદિરના પણ દર્શન કર્યા.
હેલંગ પહોંચતા-પહોંચતા સાંજ પડી ગઇ. અમે ઉરગામના ડ્રાઇવર પાસેથી જોશીમઠ પહોંચવાનો આગ્રહ કર્યો. રાતે અમે અહીં જોશીમઠમાં રોકાયા અને પછી અહીંથી અમારે બદ્રીનાથ માટે નીકળવાનું હતું. ચેકઇન કરીને અમે સ્થાનિક ટેક્સી સ્ટેન્ડ પહોંચ્યા, જ્યાંથી બદ્રીનાથ જવા તેમજ ત્યાંથી ઋષિકેશ પાછા ફરવા માટે ગાડી લીધી.
તે દિવસે સવારે અમે આરામથી ઉઠ્યા અને નાસ્તો કરીને સવારે અંદાજે 11 વાગે બદ્રીનાથ માટે નીકળ્યા. બપોરે લગભગ 2 વાગે અમે અહીં પહોંચ્યા. બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓની ભીડ ઘણી વધારે હતી.
બદ્રીનાથને બદ્રી વિશાલના નામથી પણ ઓળખવામાં આવે છે. બદ્રીનાથ મંદિર પૌરાણિક પંચ કેદાર યાત્રાને પૂર્ણ કરવા માટે અંતિમ પડાવ છે, કારણ કે શિવની ભૂમિની વચ્ચે વિષ્ણુનું એકમાત્ર સ્વદેશી મંદિર હોવાના કારણે આ કેદારની કઠીન યાત્રાનો સાક્ષી છે.
અમે 15 તારીખની અમારી રિટર્ન ટિકિટ બુક કરી હતી. એટલે એ ઘણું જરૂરી હતું કે અમે મોડી રાતેઋષિકેશ પહોંચીએ અને પોતાની યાત્રા શરૂ કરીએ. રસ્તામાં અમે કર્ણ પ્રયાગ સ્થિત આદી બદ્રી મંદિર જવાનો નિર્ણય કર્યો.
આદિ બદ્રી (સપ્ત બદ્રીનો એક હિસ્સો), આ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુને સમર્પિત આ પહેલું અને પ્રાચીન મંદિર છે અને આ પર્વત શ્રેણીઓમાં સ્થિત 16 નાના મંદિરોની શ્રેણીમાંનું એક છે.
પંચ-કેદારની યાત્રા કરતી વખતે અમે રસ્તામાં બધા પ્રયાગોના દર્શન કર્યા, 5 પ્રયાગ અને 3 બદ્રીની યાત્રા બાદ છેવટે તે રાતે ઋષિકેશ પહોંચી ગયા. અમે એક નાનકડી હોટલમાં રોકાયા અને બીજા દિવસે સવારે દિલ્હી જવા માટે એક કાર ભાડે લેવાનો વિચાર કર્યો જ્યાંથી મુંબઇ પાછા જવાનું હતું.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો