માત્ર 2500 રૂમાં ચોપટા, તુંગનાથ, ચંદ્રશીલાનો પ્રવાસ!

Tripoto

ચોપટા-તુંગનાથ એ લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કરવાનું ટાળે છે. ડિસેમ્બરમાં અહીં પુષ્કળ ઠંડી પડે છે અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હોય છે.

આ ટ્રેકની વધુ એક ખાસિયત એ અહીં આવેલું 5000 કરતાં વધુ વર્ષો જૂનું વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે પાંચ કેદારો ( કેદારનાથ, રુદ્રનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર અને કલપેશ્વર)માંનું એક છે.

ઘણાં જ સરળ કહી શકાય એવા આ ટ્રેકમાં તમને ગઢવાલ અને કુમાઉં પર્વતના શિખરો જોવા મળશે. અહીં સૌથી ઊંચું શિખર ચંદ્રશીલા છે જે 4100 મીટર, એટલે કે 13,500 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. તો ચાલો આ સફર શરૂ કરીએ.

Photo of Tungnath, Rudraprayag, Uttarakhand, India by Jhelum Kaushal

દિવસ 1

સમુદ્રસપાટીથી 1400 ફીટની ઊંચાઈ પર આવેલા દહેરાદૂન ખાતે ટ્રેકર્સ, પ્રેમી પંખીડાઓ, પરિવાર સૌ પ્રકારે લોકો પ્રવાસ માટે આવે છે. એનું એક કારણ એ કે અહીં આખું વર્ષ ખૂબ જ ખુશનુમા વાતાવરણ રહે છે અને બીજું એ કે ઉત્તરાખંડમાં ક્યાંય પણ પ્રવાસ કરવો હોય તો તેનો બેઝ દહેરાદૂન જ છે.

ભારતનાં બધા જ મુખ્ય શહેરોથી સડક, રેલ તેમજ વાયુ માર્ગે દહેરાદૂન જોડાયેલું છે. અહીં આવતી ફ્લાઇટ્સ અહીંના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ઉતરે છે. દહેરાદૂનથી બસમાં રુદ્રપ્રયાગ જઈ શકાય છે અને ત્યાંથી શેર્ડ કેબમાં ઉક્ખીમઠ કે ચોપટા પહોંચી શકાય છે.

17 નવેમ્બર સવારે 8 વાગે અમે દહેરાદૂનથી નીકળ્યા. ચોપટા સુધીનો રસ્તો 250 કિમીનો છે જે 8-9 કલાકમાં કાપી શકાય છે. રસ્તામાં ઋષિકેશ, દેવપ્રયાગ, શ્રીનગર અને રુદ્રપ્રયાગ જેવી રમણીય જગ્યાઓ પણ આવે છે જ્યાં તમે 15-20 મિનિટનો હોલ્ટ કરી શકો છો. આમ જ હોલ્ટ લેતા લેતા અમે સાંજે 7.30 વાગ્યા આસપાસ ચોપટા પહોંચી ગયા.

પહેલો સ્ટોપ: ઋષિકેશ - નાસ્તા માટે 30-35 મિનિટ

યોગ અને આધ્યાત્મના વાતાવરણના કારણએ માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં ઋષિકેશ યોગ કેપિટલ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે બ્રાહ્મણ લંકાપતિ રાવણનો વધ કર્યા પછી બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શ્રી રામ ઋષિકેશ ગયા હતા.

અહીં મહર્ષિ મહેશ યોગીનો આશ્રમ પણ છે જેને આજે બિટલ્સ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ગંગા ઘાટ કે લક્ષ્મણ ઝુલા ઉપરાંત આ આશ્રમ પણ ઋષિકેશનું જોવાલાયક સ્થળ ગણી શકાય છે. અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ થાય છે જે પૈકી રિવર રાફ્ટિંગ સૌથી પોપ્યુલર છે.

Photo of Rishikesh, Uttarakhand, India by Jhelum Kaushal

બીજો મુકામ: દેવપ્રયાગ- 15-20 મિનિટ

આ સ્થળે અલકનંદા અને ભાગીરથીનો સંગમ થાય છે તે ગંગાનું સ્વરૂપ બને છે. આ પવિત્ર સંગમના દર્શન કરવા દેશભરમાંથી દર્શનાર્થીઓ આવે છે.

Photo of Devprayag, Uttarakhand, India by Jhelum Kaushal

ત્રીજું સ્ટોપ: શ્રીનગર- લંચ માટે 1 કલાક

આ ઐતિહાસિક સ્થળ હિમાલયની તળેટીમાં અલકનંદાના કિનારે આવેલું છે. શિયાળાના સમયમાં તેને જમ્મુ-કાશ્મીરની રાજધાની માનવામાં આવે છે. અહીં બે શિવ મંદિર છે: કમલેશ્વર મહાદેવ અને કિલ્કીલેશ્વર મહાદેવ. આ બંને મંદિરની સ્થાપના સ્વયં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. અહીંથી 19કિમીના અંતરે દૂર ધારી દેવી મંદિર પણ જોવાલાયક છે.

લંચ કરવા માટે અહીં શાકાહારી-માંસાહારી તમામ પ્રકારનાં ભોજન મળી રહે છે.

Photo of માત્ર 2500 રૂમાં ચોપટા, તુંગનાથ, ચંદ્રશીલાનો પ્રવાસ! by Jhelum Kaushal

અંતિમ હોલ્ટ: રુદ્રપ્રયાગ- 15-20 મિનિટ

ચોપટા પહોંચતા પહેલા આખરી મુકામ છે દેવપ્રયાગ છે. અહીં અલકનંદા નદી મંદાકિનીને મળે છે. આ સંગમના દર્શન કરવા માટે ઘણી જ ભીડ રહે છે કેમકે રુદ્રપ્રયાગ પાંચ પ્રયાગોમાંનું એક છે અને બદરીનાથ-કેદારનાથ જતાં તે રસ્તામાં આવે છે.

10-11 કલાક ડ્રાઈવ કર્યા બાદ અગસ્ત્યમણી અને ઉક્ખીમઠ થઈને અમે ચોપટા પહોંચ્યા.

અહીં તમે કેમ્પ અથવા કોઈ લોજમાં રોકાઈ શકો છો. કેમ્પ 500-700 રૂમાં મળે છે જ્યારે લોજમાં 800 રૂમાં 4 જણા રોકાઈ શકે છે.

જરૂરી ચીજવસ્તુઓ માટે ચોપટામાં માંડ 5-6 દુકાનો આવેલી છે જે રાતના 9 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. નવેમ્બરમાં અહીંનું તાપમાન 5-6 ડિગ્રી જેટલું હોય છે જે ડિસેમ્બરમાં -5 જેટલું થઈ જાય છે. એટલે ગરમ કપડાં અહીં ફરજિયાત છે. વળી, અહીં વીજળીની સુવિધા પણ નથી, એટલે અહીં આખો દિવસ મળેલી સૌર ઊર્જા વડે રાત્રે જરૂરી વીજળી વાપરવામાં આવે છે. તેથી મોબાઈલ-કેમેરા માટે પાવરબેન્ક સાથે રાખવી આવશ્યક બની જાય છે. આમ તો અહીં નેટવર્ક નથી આવતું પણ કોઈ વખત સિગ્નલ દેખાઈ જાય છે.

સમુદ્રસપાટીથી 2438 મીટરની ઊંચાઈ પર આવેલ આ મીઠા પાણીના સરોવરથી અહીં આસપાસ આવેલા ચોખમ્બા પહાડોનો અદભૂત નજારો જોવા મળે છે. અહીં રાત્રે તારાઓની ઝગમગાટ શહેરની લાઇટ્સને ભુલાવી દેશે.

Photo of Deoria Tal, Uttarakhand by Jhelum Kaushal

બીજા દિવસે અમે સવારે સાડા ત્રણ વાગ્યામાં જ ટ્રેકિંગ શરુ કરી દીધું હતું કેમકે હોટેલના માલિકે પર્વતના શિખર પરથી સૂર્યોદય જોવા સૂચન કર્યું હતું.

જો તમે વહેલી સવારે જઈ રહ્યા હોવ તો આ વાતો યાદ રાખવી જરૂરી છે:

1. વહેલી સવારે ઘણું અંધારું હોય છે એટલે ટોર્ચ સાથે રાખવી.

2. નવેમ્બરમાં અહીં બરફ હોવાની સંભાવના હોય છે તેથી વ્યવસ્થિત શૂઝ પહેરવા.

3. રાતે ઠંડી વધી જાય છે એટલે એક જોડી વધારાનાં કપડાં સાથે રાખવા.

4. ઠંડીથી બચવા, માથું ખુલ્લુ ન રાખવું. માથે કશુંક બાંધી રાખવું.

5. પરોઢે કોઈ દુકાન નથી ખૂલતી એટલે આગલી રાતે જ પાણીની બોટલો અને જરૂરી ન્યસ્ત લઈ રાખવો.

6. જે લોજમાં તમે રોકાયા હોવ ત્યાંથી વોકિંગ સ્ટિક લઈ લેવી.

7. સૌથી જરૂરી વાત, પોતાનો કચરો જ્યાં ત્યાં ન ફેકવો.

એન્ટ્રી ફી: 150 રૂ, પણ સ્ટુડન્ટ્સ માટે 50% ડિસ્કાઉન્ટ

નોંધ: સફાઇના હેતુથી 500 રૂ ડિપોઝિટ લઈને તમારી પાસે રહેલા પ્લાસ્ટિકના સામાનની ગણતરી કરવામાં આવશે. પાછા ફરતી વખતે જો પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન ઓછો થયો હશે તો વધુ 4500 રૂ દંડ વસૂલવામાં આવશે. એટલે કે કચરો ફેલાવવાની સજા કુલ 5000 રૂ.

અમે અંધારામાં જ ટ્રેક શરુ કર્યું હતું એટલે અમને ગેટ પાસે કોઈ ન મળ્યું. પણ પાછા ફરતી વખતે અમારી પાસેથી એન્ટ્રી ફી લઈને અમને પ્લાસ્ટિકના સામાન વિષે પૂછવામાં આવ્યું.

તુંગનાથ મંદિર પછી વધુ 1.5 કિમી ની ચડાઈ છે જ્યાં રેલિંગ કે પાક્કો રસ્તો કશું જ નથી. એટલે અહીં જાળવીને ચડવું પડે છે.

Photo of માત્ર 2500 રૂમાં ચોપટા, તુંગનાથ, ચંદ્રશીલાનો પ્રવાસ! by Jhelum Kaushal

થોડી વારમાં જ તમે શિખર પર પહોંચી જશો. ઊંચાઈ પરથી સૂર્યોદય સામેનું લાલાશભર્યું આકાશ અને વિશાળ પર્વતમાળા અનહદ સુંદર દેખાય છે. નંદાદેવી, નંદાઘુટી, ત્રિશુળ, દ્રોણગિરિ, ચોખમ્બા અને કેદાર પર્વતના અહીંથી દર્શન થાય છે. સૌ ભાવવિભોર થઈને આ નજારાઓ માણે છે.

થોડો તડકો માણીને નીચે પાછા આવ્યા. નિરાંતે ફોટોઝ પાડતાં પાડતાં નીચે ઊતરો તો પણ 3 કલાક જેટલો સમય લાગે છે. લોજ પાછા ફરીને અમે સાંજે ત્યાં જ તાપણું કર્યું અને મસ્ત ગીતો સાંભળ્યા.

જો તમને આખી રાતના આરામનુ જરુર ન હોય તો તમે દેવરિયા તાલ પહોંચીને ત્યાં તંબૂમાં પણ રોકાઈ શકો છો.

દિવસ 3

વહેલી સવારે જ અમે ચોપટાથી નીકળી ગયા. સવારે 9 વાગે નીકળ્યા, ઋષિકેશમાં જમ્યા અને સાંજે 7 વાગે દહેરાદૂન પહોંચી ગયા.

Photo of માત્ર 2500 રૂમાં ચોપટા, તુંગનાથ, ચંદ્રશીલાનો પ્રવાસ! by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ