
ભારતમાં ઘણી જ વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે. પરંતુ અમે આ લેખમાં લાવ્યા છીએ એવા રેલવે સ્ટેશનના નામ જે સાંભળીને તમે હાસ્ય રોકી નહિ શકો!
બીબીનગર રેલવે સ્ટેશન, હૈદરાબાદ

હૈદરાબાદથી નજીકમાં આવેલ આ નગર ખરેખર "બીબીઓનું નગર" નથી! નાનકડું ગામ છે!અહીંથી ફલકનુમા રેલવે સ્ટેશન સુધીની લોકલ ટ્રેન્સ ચાલે છે. છે ને મજેદાર!
બાપ રેલવે સ્ટેશન, જોધપુર

ઉત્તરી પશ્ચિમ ક્ષ્રેત્રના રાજસ્થાનના આ રેલવે સ્ટેશનમાં 2 ટ્રેન ઉભી રે છે. નામથી જાને બધા રેલવે સ્ટેશનનું બાપ! પણ ખરેખર તો નાનું સ્ટેશન છે.
દારૂ રેલવે સ્ટેશન, ઝારખંડ

હઝારીબાગના દારૂ રેલવે સ્ટેશનને હકીકતમાં દારૂ સાથે કશું લાગતું વળગતું નથી!
પનોતી રેલવે સ્ટેશન, ઉત્તરપ્રદેશ

આ રેલવે સ્ટેશન ચિત્રકૂટ જિલ્લામાં છે. અહીંયાની વસ્તી 2197 છે. અહીં રહેતા લોકોનો પનોતી કહીને મજાક પણ ઉડાવવામાં આવે છે.
ટટ્ટીખાના રેલવે સ્ટેશન, રંગારેડ્ડી

સાંભળવામાં એકદમ વિચિત્ર એવું આ રેલવે સ્ટેશન રંગારેડ્ડી જિલ્લાનું એક શહેર છે જે તેલંગાણા રાજ્યમાં આવેલું છે અને અહીંની વસ્તી માત્ર 103 છે.
સિંગાપુર રેલવે સ્ટેશન, ઓરિસ્સા

આ સિંગાપુરની યાત્રા માટે વિઝાની જરૂર નથી કારણકે આ સિંગાપુર ઓરિસ્સામાં આવેલું છે!
ભાગ રેલવે સ્ટેશન, ઝારખંડ

અહીંયા પહોંચીને તમારે ભાગવું પડશે એવું નથી! ઝારખંડ યાત્રા દરમિયાન તમને આ સ્ટેશન જોવા મળશે.
બિલ્લી જંક્શન, સોનભદ્ર

ઉત્તરપ્રદેશના સોનભદ્રનું આ એક બોર્ડિંગ સ્ટેશન છે. બિલ્લીઓના મળવાનું સ્થાન નથી!
દીવાના રેલવે સ્ટેશન, પાણીપત

હરિયાનાનું આ સ્ટેશન દીવાના ફિલ્મથી પ્રેરિત નથી! અહીંયા 2 પ્લેટફોર્મ પર 16 ટ્રેન આવે છે.
ભેંસા રેલવે સ્ટેશન, તેલંગાણા

50000 ની વસ્તીવાળા નિર્મલ જિલ્લાનું ભેંસા શહેર પરથી આ સ્ટેશનનું નામ છે જ્યાં બહુ ટ્રેન આવતી નથી.
.