મધ્ય પ્રદેશના સુંદર ખજુરાહોનો ખૂણેખૂણો જોવો છે? પૂરી જાણકારી મળશે અહીં

Tripoto
Photo of મધ્ય પ્રદેશના સુંદર ખજુરાહોનો ખૂણેખૂણો જોવો છે? પૂરી જાણકારી મળશે અહીં by Paurav Joshi

ખજુરાહોને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ચારોબાજુ તમને મંદિર જ મંદિર મળશે. ખજુરાહો મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવે છે. પન્નાથી ખજુરાહો 40 કિ.મી. દૂર છે. અહીં જોવા માટે એટલું બધુ છે કે તમારી રજાઓ ઓછી પડશે. ખજુરાહોમાં શું જોવું જોઇએ, કેવી રીતે ફરવું? તેની સંપૂર્ણ જાણકારી અમે આપને આપી દઇએ.

ઇતિહાસ

ખજુરાહો બુંદેલખંડ વિસ્તારમાં આવે છે. પ્રાચીન સમયમાં આને વત્સ નામથી, મધ્ય કાળમાં જેજાકભુક્તિ નામથી અને 14મી શતાબ્દી પછી બુંદેલખંડના નામે ઓળખવામાં આવે છે. ખજુરાહો ચંદેશ વંશની રાજધાની રહી છે. કહેવાય છે કે અહીં પહેલા 85 મંદિર હતા પરંતુ અત્યારે ફક્ત 25 મંદિર જ બચ્યા છે. મોટાભાગના મંદિરોનું નિર્માણ સેન્ડ સ્ટોન એટલે કે લાલ પથ્થરોથી થયેલું છે. આ મંદિરોની કોતરણી ઘણી જ બારીક અને શાનદાર છે. દરેક વ્યક્તિએ એકવાર તો આ મંદિરોને જોવા માટે ખજુરાહો જરૂર જવું જોઇએ.

કેવી રીતે પહોંચશો?

ફ્લાઇટઃ નજીકનું એરપોર્ટ ખજુરાહો છે. એરપોર્ટથી 5 કિ.મી. દૂર ખજુરાહો ટેક્સી કરીને કે બસથી જઇ શકાય છે.

ટ્રેનઃ સૌથી નજીકનું રેલવે સ્ટેશન ખજુરાહો છે. સ્ટેશનેથી તમને રીક્ષા મળી જશે.

વાયા રોડ: જો રેડ માર્ગે આવવું હોય તો ઝાંસી અને પન્નાથી બસ મળી જશે. તમે ગાડી કરીને પણ આવી શકો છો.

શું છે જોવાલાયક?

દિવસ 1

રાનેહ વોટરફૉલ

રાનેહ વોટરફોલ ચોમાસામાં સૌથી સુંદર લાગે છે. આ જગ્યા કેન ક્રોકોડાઇલ સેન્ક્ચુરીમાં સ્થિત છે જે ખજુરાહોથી 22 કિ.મી. દૂર આવેલી છે. કેન મગર સેન્ક્ચુરીમાં એન્ટ્રી ટિકિટ 100 રૂપિયા છે. જો ગાઇડ કરો તો 125 રૂપિયા આપવા પડશે.

પાંડવ ફૉલ અને કેવ

પાંડવ ફૉલ ખજુરાહોથી 25 કિ.મી. દૂર છે. રાનેહ વોટરફોલ જોયા બાદ તમને ખજુરાહો પાછા જવાની જરૂરિયાત નથી. કેન સેન્ક્ચુરીની બાજુમાંથી એક રસ્તો પસાર થાય છે જે તમને એનએચ 39 પર લઇ જશે. ત્યાંથી થોડાક અંતરે તમને વોટરફોલ અને કેવ જોવા મળશે. પાંડવ વોટરફૉલ પન્નાથી 15 કિ.મી. પહેલા આવે છે. આ શાનદાર ઝરણા સુધી પહોંચવા માટે તમારે 294 સીડીઓ ઉતરવી પડે છે. આ ઉપરાંત, પ્રાચીન ગુફાઓ પણ છે. કહેવાય છે કે વનવાસના સમયે અહીં તપસ્યા કરી હતી.

પન્ના નેશનલ પાર્ક

પન્ના નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના સૌથી શાનદાર નેશનલ પાર્કમાંનું એક છે. પન્ના નેશનલ પાર્ક 1981માં બનાવાયું હતું અને ભારત સરકારે તેને 1994માં ટાઇગર રિઝર્વ જાહેર કર્યું હતું. આ નેશનલ પાર્કમાં તમને ઘણાં જંગલી જાનવર જોવા મળશે. તેના માટે તમે અહીં જંગલ સફારી કરી શકો છો. જંગલ સફારી કર્યા બાદ પાછા ખજુરાહો જઇ શકો છો.

દિવસ 2

પશ્ચિમી સમૂહ મંદિર

ખજુરાહોની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે, પશ્ચિમી સમૂહ મંદિર. આ સમૂહ મંદિરને જોવાની ટિકિટ 35 રૂપિયા છે. ખજૂરાહોના સૌથી મોટા મંદિર મહાદેવ કાંદરિયા તમને અહીં જોવા મળશે. સૌથી પહેલા તમને લક્ષ્મી અને વહાર મંદિર મળશે. બરોબર તેની સામે વિશાળકાય લક્ષ્મણ મંદિર છે. આ મંદિરને જોયા બાદ થોડાક આગળ વધશો તો મહાદેવ કાંદેરિયા મંદિર છે. આ મંદિરને જોયા બાદ તમે ચિત્રગુપ્ત મંદિર જોઇ શકો છો. ત્યારબાદ છેલ્લે પાર્વતી મંદિર, નંદી મંડપ, વિશ્વનાથ મંદિર અને પ્રતાપેશ્વર મંદિર જોઇ શકશો. આ મંદિરોને જોવા માટે લગભગ 2-3 કલાક લાગશે.

દક્ષિણી સમૂહ મંદિર

ખજુરાહો શહેરથી લગભગ 3 કિ.મી. દૂર જાટકારા નામનું એક ગામ છે. આ ગામમાં દક્ષિણી સમૂહનું ચતુષ્કોણ મંદિર છે. ચતુષ્કોણ મંદિર ખજુરાહોના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. અહીં તમને વધારે ભીડભાડ પણ નહીં જોવા મળે. આ મંદિરથી 1 કિ.મી. દૂર ખેતરોની વચ્ચે બીજામંડલ મંદિર છે. આ મંદિર તાજેતરમાં જ ખોદકામ દરમિયાન મળ્યું છે. મંદિર સંપૂર્ણ રીતે ખંડેર બની ગયું છે. ઠેરઠેર કોતરણીવાળા પથ્થર પડેલા છે. મંદિરમાં એક મોટું શિવલિંગ છે. આ મંદિરના આગળના ભાગમાં દૂલ્હાદેવ મંદિર છે. દૂલ્હાદેવ મંદિરનું પરિસર ઘણું મોટું છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર ખજુરાહોના સૌથી નવીનત્તમ મંદિરો પૈકીનું એક છે.

પૂર્વી સમૂહ મંદિર

ખજુરાહો શહેરમાં જ પૂર્વી સમૂહ મંદિર છે. આ મંદિરોમાં પણ તમને લોકોની ભીડ જોવા નહીં મળે. સૌથી પહેલા તળાવના કિનારે તમને બ્રહ્મા મંદિર જોવા મળશે. મંદિર નાનકડુ છે પરંતુ જોવાલાયક છે. આ મંદિરની આગળ જવારી મંદિર છે. મંદિર એક મોટા ચબૂતરા પર બનેલું છે અને કોતરણી પણ શાનદાર છે. જવારી મંદિરની પાસે જ વામન મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુના વામન અવતારને સમર્પિત છે. નાગર શૈલીમાં બનેલુ આ મંદિર સુંદરતાના મામલે કોઇનાથી જરાપણ ઉતરતું નથી.

દિવસ 3

જૈન મંદિર

Photo of મધ્ય પ્રદેશના સુંદર ખજુરાહોનો ખૂણેખૂણો જોવો છે? પૂરી જાણકારી મળશે અહીં by Paurav Joshi

ખજૂરાહોમાં ઘણાં બધા જૈન મંદિરો પણ છે. ખજુરાહોમાં લગભગ 16 જૈન મંદિર છે. તેમાં સૌથી મોટા મંદિરોમાં પાશ્વનાથ અને આદિનાથ મંદિર છે. તેમાં સૌથી મોટા મંદિરોમાં પાશ્વનાથ અને આદિનાથ મંદિર છે. આદિનાથ મંદિરને જ જૈન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ બન્ને મંદિરોની કોતરણી ઘણી શાનદાર છે. બાકી નાના-નાના મંદિરો પીળા રંગથી રંગવામાં આવ્યા છે. ખજુરાહો આવો તો આ મંદિરોને જોવાનું ભુલતાં નહીં.

મ્યૂઝિયમ

ખજૂરાહોમાં એક નહીં પરંતુ 3 મ્યુઝિયમ છે. એક તો જૈન મંદિરની બરોબર બાજુમાં છે જેમાં તમને ફક્ત બૌદ્ધ જ બૌદ્ધ મૂર્તિઓ જોવા મળશે. આ ઉપરાંત એક આદિવાસી મ્યૂઝિયમ પણ છે જે ઘણું શાનદાર છે. આદીવાસી સામાન અને સ્મારકોને આ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. તેની પાસે જ પુરાતત્વ સંગ્રહાલય છે. આ ઘણું મોટું મ્યૂઝિયમ છે પરંતુ આ સંગ્રહાલયની અંદર તમે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી નથી કરી શકતા. આટલી બધી સારી જગ્યાઓ જોયાબાદ તમારી ખજુરાહો યાત્રા સમાપ્ત થઇ જશે.

ક્યાં રોકાશો?

ખજુરાહો મધ્ય પ્રદેશના સૌથી શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંનુ એક છે. અહીં તમને દરેક પ્રકારની હોટલ અને હોમસ્ટે મળી જશે. અહીં તમે બજેટના હિસાબે ક્યાંય પણ રહી શકો છો. મંદિરથી થોડે દૂર હોટલ લેશો તો થોડી સસ્તી મળી જશે. ખજુરાહો આવો તો ખર્ચની ચિંતા ના કરો કારણ કે આ શહેરમાં બધુ સારું અને સસ્તું છે. ખરેખર ખજુરાહો તમને જરૂર પસંદ આવશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads