જો આપણે પ્રાચીન અને સુંદર મંદિરોના સમૂહ અંગે વાત કરીએ તો સૌથી પહેલું નામ સામાન્ય રીતે આપણા મનમાં આવે તે છે ખજુરાહો મંદિર અને સ્મારકોનો સમૂહ. પરંતુ ઘણાં ઓછા લોકો જાણે છે કે રાજસ્થાનમાં પણ એક ટેમ્પલ-ટાઉન (મંદિરોનું શહેર) છે જ્યાં ઘણાં પ્રાચીન અને સુંદર મંદિરો એક જ સ્થાન પર છે. આ જગ્યા પર એક સુંદર સરોવર પણ છે અને અને આ મંદિરોની સાથે સરોવરનો નજારો ઘણો મનમોહક છે. સાથે જ આ સ્થાન વાસ્તવમાં રાજસ્થાન અને ત્યાં સુધી કે ભારતનું એક છુપાયેલું રત્ન છે અને એટલે તમને અહીં પર્યટકોની ભીડ પણ નહીં જોવા મળે.
જી હાં અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં અરથૂનામાં સ્થિત મંદિરોના સમૂહની. તો ચાલો જઇએ અરથૂનાની યાત્રા પર.
Arthuna
વરસાદની સીઝન ચાલી રહી હતી અને અમે અમારી બાંસવાડા ટ્રિપ પર હતા. આ બાંસવાડા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર છે અને લગભગ 1.5 કલાકમાં અમે અરથૂના ગામ પહોંચ્યા જ્યાં અમે પહેલા રોડ માર્ગે કેટલાક મંદિરોને જોયા અને દ્રશ્ય વાસ્તવમાં મનમોહક હતું. ત્યારબાદ અમે કારની સાથે અંદર ગયા અને અહીં માત્ર એક બોર્ડ હતું જે જણાવતું હતું કે આ એક સંરક્ષિત સ્મારક છે અને આ સુંદર સાઇટ માટે કોઇ ટિકિટ પણ નહોતી.
અમે અંદાર ગયા અને ત્યાં એક સુંદર સરોવર મળ્યું અને બેકગ્રાઉન્ડના કેટલાક અદ્ભૂત મંદિરોના દ્રશ્યની સાથે આ સરોવર વાસ્તવમાં અદ્ભુત અને શાનદાર હતું.
અમે પણ આ સુંદર લોકેશનનો ફાયદો ઉઠાવ્યો અને કેટલીક કમાલની તસવીરો ક્લિક કરી. ત્યારબાદ અમે આગળ મંદિરોની તરફ વધ્યા. બધા મંદિરોની ચારોબાજુ વિશાળ લીલાછમ પ્રાકૃતિક ઉદ્યાન હતા અને આ લીલાછમ મેદાનની સાથે આ મંદિર ઘણાં જ સુંદર લાગી રહ્યાં હતા.
આટલા બધા મંદિર હતા અને પછી અમે થોડા ઉપર જઇએ છીએ અને પછી અમે ચારેબાજુ બધા મંદિરને જોઇએ છીએ. અમે તમને જણાવવા માંગીશુ કે કોઇપણ વખાણના શબ્દ, મંદિરોના આ સમૂહની સુંદરતાની વ્યાખ્યા નહીં કરી શકે. બસ એટલું જ વિચારી રહ્યા હતા કે રાજસ્થાનના બાંસવાડા શહેરના અન્ય અદ્ભુત પર્યટન સ્થળોની જેમ આ સ્થાન પણ પર્યટન જગતમાં એક છુપાયેલું રત્ન છે. આ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાંનું એક બનવા માટે યોગ્ય સ્થાન છે અને અમે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં એ આ મુકામે પહોંચશે પણ ખરુ.
કેટલાક મંદિર એવા પણ હતા જે ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા પરંતુ છતા તે પ્રાચીન વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો હતા. અમે કેટલીક તસવીરો ક્લિક કરી અને કેટલીક યાદગાર પળોને અમારા કેમેરામાં કેદ કરી. આ હકીકતમાં અમારા માટે આશ્ચર્યજનક હતું કે આ અદ્ભુત સ્થાન પર તે સમયે કોઇ અન્ય પર્યટક નહોતું.
જો તમે આ મંદિરો અંગે વધારે જાણવા માંગો છો અને સાથે જ જો તમે આવા પર્યટન સ્થળો અંગે વધારે જાણવા માંગો છો તો તમે અમારી YouTube ચેનલ WE and IHANA પર જઇ શકો છો કે પછી અમારા અરથૂનામાં સ્થિત મંદિરોના સમૂહના બ્લોગ જોઇ શકો છો.
YouTube Channel Link:
https://youtube.com/c/WEandIHANA
અહીં કેવી રીતે પહોંચશો?
તમારે સૌથી પહેલા રાજસ્થાનના બાંસવાડા શહેર સુધી પહોંચવાની જરૂરિયાત પડશે અને ત્યાંથી આ જગ્યા લગભગ 45 કિલોમીટર દૂર છે. તમે બસ, ટ્રેન કે ફલાઇટથી ઉદેપુર પહોંચી શકો છો અને પછી અહીં સુધી પહોંચવા માટે ટેક્સી લઇ શકો છો. આ ઉપરાંત તમે પહેલા ટ્રેન કે રોડ માર્ગે મધ્ય પ્રદેશના રતલામ શહેર સુધી પહોંચી શકો છો અને પછી ટેક્સીની મદદથી તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો